84 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 3 જી. વૈષ્ણવ 3જા. દામોદરદાસ સંભરવાલા ક્ષત્રી કનોજના વાસિની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ દામોદરદાસને એક લેખી એક તામ્રપત્ર (તાંબાનું પત્ર) મળ્યું હતું અને સ્વપ્નમાં આજ્ઞા કરી જણાવ્યું હતું કે આ પત્ર જે વાંચે તેમને શરણે જવું. તે પત્રમાં કેટલીક આકૃતિઓ હતી ને તેની નીચે લખ્યું હતું કે, આ પત્રમાંની તમામ આકૃતિઓનું એકીકરણ કરી જે યથાર્થ રીતે અર્થ સમજાવી શકે તેમને શરણે જવું. તે ઉપરથી આ પત્ર દામોદરદાસે ઘણાં વિદ્વાન પંડિતો, આચાર્ય સ્વામી અને સંન્યાસીઓને બતાવ્યું પણ કોઈ તેનો યથાર્થ અર્થ કરી શક્યાં નહીં, તેવામાં કેટલાક દિવસ પછી શ્રીઆચાર્યજી કનોજ પધાર્યા. ગામની બહાર બાગ હતો ત્યાં ઉતારો કરી કૃષ્ણદાસને ગામની અંદર સીધું સામગ્રી લેવા મોકલ્યા અને કહ્યું કે કોઈને જણાવશો નહીં કે શ્રીમહાપ્રભુજી પધાર્યા છે. કૃષ્ણદાસ ગામની અંદર ગયા. સઘળું સીધું સામગ્રી લાવતા હતા એવામાં રસ્તામાં દામોદરદાસ રાજદ્વારથી આવતા હતા, તેમણે કૃષ્ણદાસને ઓળખ્યા. દામોદરદાસે ઘોડા ઉપરથી ઉતરી, કૃષ્ણદાસને દંડવત કરી પૂછ્યું, શ્રીમહાપ્રભુજી પધાર્યા છે? પોતાને આજ્ઞા નહોતી માટે કૃષ્ણદાસે ના પાડી. પણ તે શ્રીમહાપ્રભુજી વિના એકલા આવે નહીં એમ જાણી ઘોડાને મોકલી દીધો ને કૃષ્ણદાસ જ્યાં હતાં તેમની પાછળ ગયા. કૃષ્ણદાસને દૂરથી આવતાં શ્રીમહાપ્રભુજીએ દીઠા, અને દામોદરદાસે પણ દંડવત પ્રણામ કર્યા. શ્રીમહાપ્રભુજીએ કહ્યું તમે એમને શા માટે કહ્યું ? કૃષ્ણદાસે વિનંતી કરી મહારાજ ! મેં તો તેમને કહ્યું નહોતું. ત્યાર પછી દામોદરદાસે શ્રીમહાપ્રભુજીને વિનંતી કરી મહારાજ ! મને તો એમણે કહ્યું ન હોતું. એમની પાછળ અનુમાનથી ચાલ્યો છું. શ્રીમહાપ્રભુજીએ બીજાઓને ના કહેવાનું કહ્યું હતું તેનું કારણ એ હતું કે, પોતે કનોજ પધારે તે પહેલાં શ્રીઠાકોરજીની આજ્ઞા થઈ હતી કે, અહીંયાના જીવોને પાવન કરવાના છે તેથી શ્રીઆચાર્યજીએ મનમાં વિચાર્યું કે જો આજ્ઞા થઈ છે તો જીવ એની મેળે પાવન થશે જ તેને માટે કોઈને પધાર્યા છે એમ કહેવાની ના પાડી હતી. પછી શ્રીમહાપ્રભુજી દામોદરદાસની પાસે મળેલું તામ્રપત્ર માગ્યું. દામોદરદાસે કહ્યું, "મહારાજ, તામ્રપત્રનું શું કામ છે ? હવે તો મને શરણે લ્યો. "શ્રીમહાપ્રભુજીએ કહ્યું. તમને સ્વપ્નમાં આજ્ઞા થઈ છે કે, જે પત્ર વાંચે તેને શરણે જજો તેથી પત્ર લાવો. દામોદરદાસે કહ્યું. આપ તો અંતર્યામી છો એમ કહી ઘેર જઈ પત્ર લઈ આવ્યા. પ્રભુજીએ તે વાંચ્યું, અને તેનો અભિપ્રાય કહી બતાવ્યો. પછી દામોદરદાસને નામમંત્ર આપ્યો. તેમણે શ્રીમહાપ્રભુજીને પોતાને ઘેર પધરાવ્યા. ત્યારે દામોદરદાસની સ્ત્રી પણ શરણે આવી. દામોદરદાસને પ્રથમ નામમંત્ર આપ્યો હતો તેથી સમર્પણ કરાવ્યું. તેમણે વિનંતી કરી "મહારાજ અમને હવે શી આજ્ઞા છે ? " શ્રીમહાપ્રભુજીએ કહ્યું " સેવા કરો" સેવા શી રીતે કરીએ એમ જયારે દામોદરદાસે કહ્યું ત્યારે શ્રીમહાપ્રભુજીએ કહ્યું જો કોઈ ઠેકાણે શ્રીઠાકોરજીનું સ્વરૂપ હોય તો જુઓ. તે ઉપરથી એક દરજીને ઘેર શ્રીઠાકોરજીનું સ્વરૂપ હતું તેને દ્રવ્ય આપીને શ્રીઠાકોરજીને ઘેર પધરાવ્યા. પછી સઘળું ઘર ધોઈ નાખ્યું; વાસણ બદલી નાખ્યા. શ્રીમહાપ્રભુજીને પધરાવી તે સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવ્યું. અને શ્રીદ્વારિકાનાથજી નામ ધર્યું. સિંહાસન ઉપર પાટ બેસાડ્યા, ભોગ સમર્પ્યો. સમયાનુસાર ભોગ સરાવી બીડાં સમર્પવા લાગ્યા. જુએ છે તો પાન કાચા હતાં. શ્રીમહાપ્રભુજીએ કહ્યું, કાચાં પાન શ્રીઠાકોરજીને ન સમર્પવા; ઉત્તમ માં ઉત્તમ સામગ્રી શ્રીઠાકોરજીને સમર્પવી. શ્રીઠાકોરજીને તો ઉત્તમ વસ્તુના ભોક્તા છે. પછી બન્ને સ્ત્રી-પુરુષ રુડી રીતે શ્રીઠાકોરજીની સેવા કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે, ઉત્તમ કોમળ વસ્ત્ર હોય તેમાંથી શ્રીઠાકોરજી માટે લેજો અને સામગ્રી પણ લેતી વખતે ઉત્તમમાં ઉત્તમ હોય તે જ લેવી; એમાંથી બીજા ઠેકાણે વાપરવી નહીં. એવા શ્રી મુખના વચન સાંભળીને દામોદરદાસે કહ્યું મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે કરીશ. પછી તે સ્ત્રી - પુરુષ સારી રીતે સેવા કરતા અને સામગ્રી સુંદર થતી તથા આમરસ એવી ચતુરાઈથી રૂપાના પાત્રમાં રાખતાં કોઈ જાણે કે નહીં કે આમાં સામગ્રી ધરી છે. અર્થાત સામગ્રી ઘણી જ ઉજ્જવલ અને સફેદ થતી. એ પ્રમાણે દામોદરદાસ સેવા કરવા લાગ્યા.
પ્રસંગ 2 જો :- દામોદરદાસ શ્રીઠાકોરજીને માટે જલ પોતે ભરતા હતા. એક દિવસ દામોદરદાસના સસરા તેમની પાસે આવી કહેવા લાગ્યા કે તમે જળ ભરો છો તેથી જ્ઞાતીમાં મને લજ્જા આવે છે. તેથી જળ દાસીની પાસે ભરાવો. દામોદરદાસે કહ્યું ઠીક છે. બીજે દિવસે એક ઘડો પોતે લીધો અને બીજો ઘડો તેમની સ્ત્રીએ લીધો. બન્ને જળ ભરવા તેમની દુકાન આગળ થઈને ગયાં ત્યારે દામોદરદાસના સસરાને બહુ જ (શરમ) આવી અને કહ્યું કાલે હું કહેવા આવ્યો તે મારી ભૂલ છે. તમે એકલા જળ ભરજો પણ સ્ત્રી જનની પાસે જળ ભરાવશો નહીં. આજ પછી હું તમને કંઈ કહીશ નહીં. ત્યારે તે એકલા જળ ભરવા લાગ્યા પછી શ્રી દ્વારિકાનાથજી દામોદરદાસને સાનુભાવ જણાવવા લાગ્યા. જે કંઈ જોઈએ તે માંગી લેતા અને વાર્તાઓ કરતા. દામોદરદાસે સેવા કરી શ્રીઠાકોરજીને બહુ જ પ્રસન્ન કર્યા. દામોદરદાસની આવી સેવા દેખીને શ્રીમહાપ્રભુજી પણ બહુ જ પ્રસન્ન થતા અને પોતે શ્રીમુખથી કહેતાં કે જેમણે રાજા અંબરીશ ન જોયા હોય તેમણે દામોદરદાસને જોવા, તેમાં અંબરીશ રાજા મર્યાદામાર્ગી હતા અને દામોદરદાસ પુષ્ટિમાર્ગી છે, એટલી અધિકતા છે.
પ્રસંગ 3 જો :- એક સમય ઉષ્ણકાલનો દિવસ હતો, તેવામાં શ્રીદ્વારિકામાં તે દિવસે ગરમી બહુ જ હતી, તેણી શ્રીદ્વારિકાનાથજીએ દાસીને આજ્ઞા કરીકે, કમાડ ઉઘાડી નાખ. ત્યારે દાસીએ કમાડ ઉઘાડી નાખ્યા. પછી પાંખો કરવાની આજ્ઞા કરી. ત્યારે દાસીએ એક ઘડી સુધી પંખો કર્યો; પછી ઠાકોરજીએ પંખો બંધ કરવાનું કહ્યું એટલે દાસી કમાડ ઉઘાડાં મૂકી બહાર આવી સુઈ રહી. સવાર થયું, એટલે દામોદરદાસે જોયું તો શ્રીઠાકોરજીના કમાંડ ખુલ્લાં છે, દાસીને પૂછ્યું કમાડ કોણે ખોલ્યાં? દાસીએ કહ્યું, મને શ્રીઠાકોરજીએ કમાડ ખુલ્લા મુકવાની આજ્ઞા આપી ત્યારે મેં ખુલ્લા મુખ્યા છે.' દામોદરદાસ તે દાસીને બહુ જ ખીજયા અને કહ્યું કે તે તારી મેળે ખુલ્લા મૂક્યાં ? મને ખોલવાનું શા માટે ન કહ્યું. અને શ્રીઠાકોરજીએ પણ મને આજ્ઞા કેમ ન કરી ? પ્રભુ ઘણા જ દળાયું હોય છે, જેના વિષે સ્નેહ હોય તેની સાથે સંભાષણ કરે. શ્રીમહાપ્રભુજીએ તો બધાનો સરખી રીતે અંગીકાર કર્યો છે. લૌકિકમાં ભલે કોઈ ઊંચનીચ હોય, શ્રીઠાકોરજીએ કહ્યું 'કમાડ મેં ખુલ્લા મુકવાનાં કહ્યા તેથી તેણે ખુલ્લાં મૂક્યાં છે. તું તેને શા માટે ખીજે છે ? તું તો ચોતરા ઉપર જઈને સૂતો અને મને અંદર સુવાડ્યો. દામોદરદાસે વિનંતી કરી મહારાજ, જયારે નવું મંદિર બંધાવીશ ત્યારે પ્રસાદ લઈશ. દામોદરદાસની સ્ત્રીએ કહ્યું, એમ શી રીતે બને? તે કંઈ પાંચ સાત દિવસનું કામ નથી, પ્રસાદ લીધા વિના કેમ ચાલશે ? દામોદરદાસે કહ્યું સખડી પ્રસાદ તો નહીં લઉં, કેવળ ફળાહાર કરીશ, એમ કરતાં મંદિર સિદ્ધ કરાવ્યું. સારો દિવસ જોઈને શ્રીદ્વારિકાનાથજીને નવા મંદિરમાં પાટ બેસાડયા. મોટો ઉત્સવ કર્યો અને ઘણા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યાર પછી દામોદરદાસે પ્રસાદ લીધો.
પ્રસંગ 4 થો :- વળી એક દિવસ દામોદરદાસ શ્રીઠાકોરજીને રાજભોગ સમર્પી શય્યા સમી કરવા શય્યા મંદિરમાં ગયા. શય્યા ઉપર બિલાડીએ બગાડેલું જોયું. ત્યારે દામોદરદાસે કહ્યું કે શ્રીઠાકોરજી પોતાની શય્યા પણ સારી રાખી શકતાં નથી. તેથી શ્રીઠાકોરજીએ ભોગનો થાળ ચોકી ઉપરથી લાત મારી ફેંકી દીધો કહ્યું કે તું સેવક છે કે હું છું ? એ પ્રમાણે બહુ જ ખીજયા. પછી દામોદરદાસે વિનંતી કરી બહુ કાલાવાલા કર્યા. સઘળી સામગ્રી કરી સિદ્ધ કરી શ્રીઠાકોરજીને ભોગ સમર્પ્યો ત્યારે શ્રીઠાકોરજી આરોગ્યાં. પણ એક માસ સુધી બોલ્યા નહીં. પછી બહુ જ વિનંતી કરતાં કરતાં ઘણાં દિવસ વીત્યા ત્યારે દામોદરદાસ સાથે બોલવા લાગ્યા.
પ્રસંગ 5 મોં :- એક વખત દામોદરદાસ હરસાની તેમને ત્યાં 5-7 દિવસ સુધી પરોણા રહ્યાં. એમનું બહુસારી રીતે સમાધાન કર્યું. પછી દામોદરદાસ હરસાની ત્યાંથી વિદાય થઈને અડેલ આવ્યાં. ત્યારે શ્રીમહાપ્રભુજીએ પૂછ્યું, " દમલા ક્યાં ઉતર્યો હતો અને શો મહાપ્રસાદ લીધો? દામોદરદાસે વિનંતી કરી મહારાજ, દામોદરદાસ સંભરવાળા ત્યાં ઉતર્યો હતો અને ત્યાં અનસખડી મહાપ્રસાદ લીધો, તે સાંભળીને શ્રીમહાપ્રભુજી દામોદરદાસ સંભારવાળા ઉપર અપ્રસન્ન થયા અને મનમાં કહ્યું, મારો અંતરંગ સેવક તેને સખડી મહાપ્રસાદ શા માટે ન લેવડાવ્યો ? આપના અંતઃકરણની વાત દામોદરદાસ સંભારવાળાએ ઘેર બેઠાં જાણી, ત્યારે તેમણે પોતાની સ્ત્રીને કહ્યું, તું શ્રીઠાકોરજીની સેવા સારી રીતે કરજે અને હું તો શ્રીમહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જાઉં છું. એમ કહીને દામોદરદાસ કનોજથી અડેલ ગયા, કેટલાક દિવસમાં અડેલ જઈ પહોંચ્યા. શ્રીમહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, ત્યારે શ્રીમહાપ્રભુજી પીઠ દઈને બેઠાં. દામોદરદાસ સંભરવાળા એ વિનંતી કરી મહારાજ, મારો અપરાધ શો છે ? અને જીવ તો અપરાધથી ભરેલો છે. પણ અપરાધ જાણવામાં આવે તો સાચું. ત્યારે શ્રીમહાપ્રભુજીએ કહ્યું, તે મારા દામોદરદાસ હરસાનીને સખડી મહાપ્રસાદ શા માટે ના લેવરાવ્યો ? ત્યારે દામોદરદાસ સંભારવાળાએ વિનંતી કરી કે આપ દામોદરદાસ હરસાનીને પૂછો કે સખડી મહાપ્રસાદ શા માટે ન લીધો ? પછી શ્રીમહાપ્રભુજીએ દામોદરદાસ હરસાનીને પૂછ્યું, દમલા દામોદરદાસ સંભારવાળાને ત્યાં સખડી મહાપ્રસાદ શા માટે ન લીધો ? ત્યારે દામોદરદાસે વિનંતી કરી, મહારાજ પ્રાતઃકાલમાં શ્રીઠાકોરજીને બાલભોગ આરોગતા તે હું લેતો, પછી પકવાન, મેવામીઠાઇ બહુ જ લેતો તેથી સખડીની રુચિ બહુ રહેતી નહીં; તેથી ન લેતો. પછી શ્રીમહાપ્રભુજીએ કહ્યું તું તો તારી ઈચ્છાથી નહીં લેતો હોય પણ મને તો તેના ઉપર બહુ જ ખુન્નસ ભરાઈ હતી. હવે મારા ચિત્તનું સમાધાન થયું, ભક્તના અંતઃકરણની ભક્તિ જોવા માટે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીનાં અંતઃકરણની વાત જાણી, તેવી રીતે શ્રીમહાપ્રભુજી તો પોતાના ભક્તોનાં હૃદયમાં સદા સ્થિર છે તો ભક્તોના હૃદયની વાત કેમ ન જાણે ? પણ ભક્ત પરીક્ષાર્થે આ પ્રકાર કરી દેખાડતા, પછી શ્રીમહાપ્રભુજીએ દામોદરદાસ સંભારવાળાને બહુ જ આદરસન્માન કરી કનોજ મોકલ્યા. કનોજ પહોંચ્યા પછી તે સ્ત્રી પુરુષ બન્ને સારી રીતે સેવા કરવાં લાગ્યા.
પ્રસંગ 6 ઠ્ઠો :- સિંહનંદના વૈષ્ણવો શ્રીમહાપ્રભુજીનાં દર્શન કરવા અડેલ જતા તે બધા કનોજમાં દામોદરદાસને મળીને આગળ જતા, તેથી જે વૈષ્ણવો આવતા તેમને દામોદરદાસ આદરસન્માન કરી પોતાને ઘેર ઉતારતા અને બધાને મહાપ્રસાદ લેવડાવતાં. પછી જયારે વૈષ્ણવો વિદાય થતા ત્યારે તેમની સાથે એક એક મહોર અને એક શ્રીફળ શ્રીમહાપ્રભુજીને ભેટ મોકલતા. અને કહેતા કે મારા દંડવત ખાલી હાથે કેવી રીતે કરશો તેથી આ ભેટ આગળ ધરીને શ્રીમહાપ્રભુજીને મારા દંડવત પ્રણામ કરજો. મારા અનેક પ્રણામ પહોંચે તેથી હું જુદી જુદી ભેટ મોકલું છું. તે દામોદરદાસ એવા કૃપાપાત્ર હતા.
પ્રસંગ 7 મો :- દામોદરદાસનો સસરો બહુ જ ધનાઢય હતો તેથી તેમણે પોતાની દીકરીની એકસો દાસીઓ પહેરામણીમાં આપી હતી. તે એવા હેતુથી કે મારી દીકરી બેસી રહેશે અને દાસીઓ ઘરનું સઘળું કામકાજ કરશે. પણ એ પ્રમાણે ન થતું. સેવા સંબંધી સઘળું કાર્ય પોતે જ જાતે જ કરતી. એવી તે ભગવદીય હતી. ગમે તેટલા નોકરો હોય પણ સેવા સંબંધી કાર્ય જાતે કરવું એ ભગવદીયનું લક્ષણ છે.
પ્રસંગ 8 મો :- એક સમય શ્રીમહાપ્રભુજી દામોદરદાસને ત્યાં પોઢયાં હતા. દામોદરદાસ ચરણસેવા કરતાં હતાં, તે વખતે પોતે પ્રસન્ન થઈને કહ્યું કે તારા મનમાં કોઈ પણ જાતનો મનોરથ છે? દામોદરદાસે કહ્યું કે, મને તો આપની કૃપાથી કોઈ પણ જાતનો મનોરથ રહ્યો નથી. ત્યારે શ્રીમહાપ્રભુજીએ કહ્યું, તારી સ્ત્રીને પૂછી આવ, જો એને કોઈ પણ જાતનો મનોરથ છે? ત્યારે દામોદરદાસે સ્ત્રીને પૂછ્યું, તારે કોઈ પણ જાતનો મનોરથ છે? સ્ત્રીએ કહ્યું, મારે બીજા કોઈ પણ મનોરથ નથી પણ પુત્ર હોય તો સારું. આ વાત દામોદરદાસે શ્રી મહાપ્રભુજીને કહી, ત્યારે પોતે શ્રીમુખથી આજ્ઞા કરી કે તમારે પુત્ર થશે, પછી શ્રીમહાપ્રભુજી શ્રી ગિરિરાજ શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા, ત્યારે શ્રીગોવર્ધનનાથજીના દર્શન કર્યા, અહીંયા કનોજમાં દામોદરદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો, તેવામાં કેટલાક દિવસ પછી તે ગામમાં એક તેલિયો રાજા આવ્યો. તેને બધી સ્માર્ત સ્ત્રીઓ પ્રશ્ન પૂછવા લાગી. તેમાંથી કોઈ સ્ત્રીએ દામોદરદાસની સ્ત્રીને કહ્યું' તમને બેટો થશે કે બેટી, તે તમે પુછાવડાવો. ત્યારે એક દાસીએ જઇનેતે તેલિયા રાજાને પૂછ્યું, મારી શેઠાણીને ગર્ભ રહ્યો છે, તેમને પુત્ર અવતરશે કે પિત્રી? તેલિયા રાજાએ જવાબ આપ્યો,'પુત્ર અવતરશે.' ત્યાર પછી કેટલાક દિવસે શ્રીમહાપ્રભુજી કનોજ પધાર્યા. દામોદરદાસ ચરણસ્પર્શ કરવા ગયા ત્યારે શ્રીમહાપ્રભુજીએ કહ્યું મારા ચરણસ્પર્શ કરશો નહીં, કારણ કે તમને અન્યાશ્રયનો દોષ લાગુ પડયો છે. દામોદરદાસે કહ્યું, મહારાજ હું કાંઈ જાણતો નથી. શ્રીમહાપ્રભુજીએ કહ્યું તારી સ્ત્રીને પૂછી આવ, તેણે અન્યાશ્રય કર્યો છે. ત્યારે જે પ્રકારે તેલિયા રાજાનો બન્યો હતો તે બધો કહી દીધો. આ વાત દામોદરદાસે શ્રીમહાપ્રભુજીના આગળ નિવેદન કરી, શ્રીમહાપ્રભુજીએ કહ્યું, 'તારે પુત્ર થશે પણ મ્લેચ્છ થશે. ત્યાંથી શ્રીમહાપ્રભુજી અડેલ પધાર્યા. આ સઘળી વાર્તા દામોદરદાસની સ્ત્રીએ સાંભળી. તે દિવસથી શ્રીઠાકોરજીના પાત્ર તથા સામગ્રીને પોતે સ્પર્શ કરતી નહીં. અને કહેતી કે મારા પેટમાં મ્લેચ્છ છે તેથી હું શ્રીઠાકોરજીના પાત્રને કેવી રીતે સ્પર્શ કરું, એ પ્રમાણે તે અલગ રહેતી પછી જયારે પ્રસ્તુતિનો દિવસ આવ્યો ત્યારે પોતાની માને કહ્યું મને પુત્ર થાય કે તરત જ તે પુત્રને તમારે ત્યાં લઈ જજો; હું એનું મોઢું જોનાર નથી. એનું મોં જોઉં તો મારુ અનિષ્ટ થાય, તેથી અમે એનું મોં ન જોઈએ, એ પ્રમાણે ઉપાય કરજો. પછી જયારે પુત્ર અવતર્યો ત્યારે તે જ પ્રમાણે કર્યું અને તે પુત્ર તત્કાલ ઘાવને આપી દીધો.
પ્રસંગ 9 મો :- કેટલાક દિવસ પછી જયારે દામોદરદાસની દેહ છૂટી ત્યારે સ્ત્રીએ તેમના દેહને છુપાવી રાખી, વૈષ્ણવોને કહ્યું અડેલ જવા માટે એક નાવ ભાડે કરી લાવો તેથી એક વૈષ્ણવ નવ ભાડે કરી લાવ્યા. તે નાવમાં શ્રીઠાકોરજી શ્રીદ્વારકાનાથજીની ઝાંપી તથા ઘરમાંની સઘળી વસ્તુ જે કાંઈ હતું તે બધું નાવમાં મુકાવરાવ્યું, પછી તે વૈષ્ણવને કહ્યું આ નાવ અડેલ લઈ જઈ સઘળી વસ્તુ શ્રીમહાપ્રભુજીના મંદિરમાં પહોંચાડો. પછી તે વૈષ્ણવ નાવ લઈ ગયા. તે ત્રીસ ચાલીસ કોસ પહોંચ્યા પછી દામોદરદાસની દેહ છૂટી છે, એમ પ્રગટ કરવામાં આવ્યું. એટલે બધા વૈષ્ણવોએ આવી સંસ્કાર કર્યા. પછી પ્રથમ જે દામોદરદાસનો છોકરો જન્મ્યો હતો, જે મ્લેચ્છ થયો હતો, તે આવ્યો અને જોયું તો કાંઈ ચીજ ઘરમાં ન મળે તેથી માથું કૂટવા લાગ્યો. દામોદરદાસનો સસરો આવ્યો. તેણે બેટીને કાંઈ ઘરમાં ન રાખ્યું? તું હવે ખાઈશ શું ? ત્યારે બેટીએ કહ્યું, તમે આપશો તે હું ખાઈશ. તે વખતે સગાં - સ્નેહીઓએ પાલન કરવું એવી ક્ષત્રિય જ્ઞાતીની રીત હતી. તે દિવસથી દામોદરદાસની સ્ત્રીએ જલપાન ન કર્યું. તેની પણ થોડા દિવસમાં દેહ છૂટી. દામોદરદાસ અને તેમની સ્ત્રી બન્નેનો લીલામાં પ્રવેશ થયો. કેટલાંક દિવસ પછી આ વાર્તા શ્રીમહાપ્રભુજીને કોઈ વૈષ્ણવે કહી, ત્યારે શ્રીમહાપ્રભુજીએ કહ્યું એમને તો એવું જ જોઈએ; એ સ્ત્રી - પુરુષ બંને એવાં ભગવદીય હતાં કે જેમની સરાહના શ્રીમુખથી સદૈવ કરતા, તે દામોદરદાસ સંભારવાળા ક્ષત્રી શ્રીમહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો પાર નથી. તેથી કેટલીક લખીએ ? વૈષ્ણવ 3 જા.

---------------------------------------------------------------------------------
વાર્તા 3 જી. વૈષ્ણવ દામોદરદાસ સંભારવાળા ( ભાગ -1 )
---------------------------------------------------------------------------------
વાર્તા 3 જી. વૈષ્ણવ દામોદરદાસ સંભારવાળા ( ભાગ -2 )
--------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો