મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)



______________________________________________________

બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર


શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી. ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જઈને દેખે તો વડના નીચે આપ બિરાજ્યા છે. તેઓએ દર્શન કરીને વિનંતી કરી મહારાજ, આવા નિર્જળ રહિત સ્થાનમાં કેમ બિરાજ્યા છો ત્યારે કૃષ્ણદાસે કહ્યું કે તમે કદંબના નીચે જઈને જુઓ તો ખરા કેવો સુંદર કુંડ જળથી ભરેલો છે એ બે પંડિત મનમાં વિસ્મય થઈને પોતાને સ્થળે આવ્યા, આવીને બધા સમાચાર બધા  પંડિતોને કહ્યા કે તે તો સાક્ષાત ઈશ્વર છે. પછી બધા પંડિતો શ્રી મહાપ્રભુજીના દર્શન  કરવા આવ્યા અને નવો કુંડ દેખી બહુજ પ્રસન્ન થયા, અને વિચાર્યું કે પથરામાં જળ ક્યાંથી આવ્યું, આપણે કોઈ દિવસ કુંડ દેખ્યો નથી. અને મોટાને મોઢે સાંભળ્યું નથી કે અહીંયા જળ છે, માટે આ ઈશ્વર નો અંશ છે.પછી બધાએ સાંષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી કે મહારાજ અમને શરણ લ્યો, શ્રી આચાર્યજીએ તેઓને સ્નાન કરાવી. નામ મંત્ર આપી તુળસીની માળા પહેરાવી અને જય જય કાર થયો. ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું અને બધા પંડિતો પોતાને ઘેર ગયા. ત્યારે શ્રી આચાર્યજી એ સપ્તાહ કરી, અને મહાઅલૌકિક આનંદ થયો. 
ઇતિ શ્રી તોત્રાદ્રિપર્વત ની બેઠક ચરિત્ર સમાપ્ત.   
contact:
place:
district:
contact person: 
mo:    
______________________________________________________

બેઠક (52) મી શ્રી દરવસેનની બેઠકનું ચરિત્ર 



શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક દરવસેનજી માં છે, ત્યાં આપ પધાર્યા, ત્યાં વિકટ જગ્યા હતી, અને વાઘ આદિ તામસી જીવો બહુ હતા, પણ આસપાસ ઝાડી ઘણી હતી. આ રમણીય સ્થળ દેખીને આપ બિરાજ્યા, ત્યાં શ્રી ઠાકોરજી પધાર્યા, આચાર્યજીએ શ્રી ઠાકોરજીને પ્રણામ કર્યા અને આસન પર પધરાવી, વિનંતી કરી મહારાજ આપે પરિશ્રમ શા માટે લીધો ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આપ જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છો માટે  અહીંયા જેટલા દૈવી જીવ હોય તેનો ઉદ્ધાર કરો. વળી આપના  વંશના બાળક પધારે તો મને દર્શનનો લાભ થાય, પણ તેઓને પરિશ્રમ હોય તે ઠીક નહીં આવી શ્રી ઠાકોરજીની વાત્સલ્યતા દેખી ને આપ બહુ પ્રસન્ન થયા, અને ચરણારવિંદની રજ દ્વારા હજારો જીવોનો ઉદ્ધાર કર્યો, પછી ત્યાં મહાપ્રભુજીએ સપ્તાહ કરી, અને ત્યાં ઠાકોરજી નિત્ય પધારતા. અને ત્યાં અનિર્વચનીય સુખ થતું, શ્રી આચાર્યજી સુરત પધાર્યા. 

ઇતિ શ્રી દરવસેનની બેઠક ચરિત્ર સમાપ્ત.
આદિસેતુ ગામ, રામનાથપુરમ, તમિલનાડુ 
contact:
place: આદિસેતુ ગામ
district: રામનાથપુરમ, તમિલનાડુ 
contact person: 
mo: 
______________________________________________________


બેઠક (53) મી શ્રી સુરતની બેઠકનું ચરિત્ર 




શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ કાંકરવાડા થઈને ત્યાંથી શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરીને પંચવટી થઈને સુરત પધાર્યા ત્યાં તાપીને કિનારે  અશ્વનીકુમાર આશ્રમની પાસે બિરાજ્યા ત્યાં તાપીમાં સ્નાન કર્યું, પછી શ્રી ભાગવત પારાયણ કર્યું, ત્યારે એક સ્ત્રી અકસ્માત આવી. તાપીમાંથી નીકળી શ્રી આચાર્યજીને દંડવત કર્યા અને ડાભી તરફ ઉભા રહીને પંખા ની સેવા કરવા લાગી, જ્યાં સુધી કથા હોય ત્યાં સુધી પંખો કરે ને કથા થઈ રહે, ત્યારે દંડવત કરીને ચાલી જાય,  તેની  કૃષ્ણદાસે બહુ ચોક્સી કરી પણ તે સ્ત્રી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે નિશ્ચિત થયું નહીં આવી રીતે સાત દિવસ સેવા કરી, ચરણોદક લઈને પોતાના સ્થાનમાં ગઈ ત્યારે કૃષ્ણદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી મહારાજ, અહીંયા કથામાં જે સ્ત્રી આવીને પંખાની સેવા કરતી હતી, તે શ્રી સૂર્યનારાયણ  ની પુત્રી છે, એને સપ્તાહ સાંભળવાની અભિલાષા હતી તેથી સાંભળવા આવતા, આ વાત સાંભળી સેવકોએ દંડવત કીધા, અને કહ્યું મહારાજ, આવી વાતો તો આપ કૃપા કરીને કહ્યો, ત્યારે સમજી શકાય, આવું મહાત્મ્ય જોઈને અનેક જીવ શ્રી મહાપ્રભુજી ના સેવક થયાં ઇતિશ્રી સુરતની બેઠક ચરિત્ર સમાપ્ત.
અગ્નિ કુમાર આશ્રમ ના પાસે તાપ્તી નદી ના કિનારે 
contact:
place:સુરત 
district:સુરત (ગુજરાત)395008
contact person: શ્રી ભરત જોશી મુખ્યાજી 
mo: 09879151328
______________________________________________________


બેઠક (54) મી શ્રી ભરૂચ ની બેઠકનું ચરિત્ર 



શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ભરૂચમાં નર્મદાજીને કિનારે ભગુક્ષેત્ર માં છોકરની નીચે છે, ત્યાં આપ બિરાજ્યા હતા તેટલામાં અકસ્માત એક સ્ત્રી આવી, તેણે હીરા મોતીના આભૂષણ પહેરેલાં હતાં, તેને આવીને આપને સાષ્ટાંગ દંડવત કર્યા. અને વિનંતી કરી કે મહારાજ, આપનું પ્રાગટ્ય દૈવી જીવો ના ઉદ્ધાર માટે છે. માટે નર્મદા સ્નાન કરવા પધારો, શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અમે સ્નાન કરવા આવીયે છીએ ત્યારે તે સ્ત્રી દંડવત કરી પોતાના સ્થાનમાં ગઈ, તે સમય દામોદરદાસે વિનંતી કરીને પૂછ્યું, મહારાજ આ સ્ત્રી કોણ હતાં અને શું વિનંતી કરી, તે આપ કૃપા કરીને કહો, ત્યારે આપે કહ્યું તે નર્મદાજી નદી છે. તેમણે વિનંતી કરી  છે કે આપ નર્મદામાં સ્નાન કરવા પધારો. ત્યારે શ્રી નર્મદાજી બહુ પ્રસન્ન થયાં. પછી આપે સ્નાન કર્યું, ત્યાર બાદ આપે નર્મદા કિનારે સપ્તાહ કરી અલૌકિક આનંદ થયો. પછી માયાવાદી પંડિતો બધા આવ્યા, એનાથી ચર્ચા કરી એક ઘડીમાં બધાને નિરૂત્તર કર્યા. માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપન કર્યો. ત્યારે ભરૂચમાં જે જે કાર થયો, પછી આપ મોરબી પધાર્યા. 
 ઇતિ  શ્રી ભરૂચની બેઠકજી ચરિત્ર સમાપ્ત. 
રેલવે સ્ટેશન ના પાસે પાવર હાઉસ ના સામે
contact:
place:ભરૂચ 
district:ભરૂચ (ગુજરાત)392001
contact person: શ્રી ગિરધાલલાલજી મુખ્યાજી 
mo: 02642264660 / 099044256223 
______________________________________________________          
બેઠક (55) મી શ્રી મોરબી ની બેઠક ચરિત્ર 



શ્રી આચાર્યજી મહાપ્રભુજી મોરબીમાં પધાર્યા ત્યાં કુંડ ઉપર છોકરની નીચે બિરાજ્યા, ને કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આ ગામ રાજા મયૂરધ્વજનું  છે. તે રાજા બહુ સત્યવાદી અને હરિભક્ત હતો અહીંયા શ્રી  કૃષ્ણચંદ્ર અર્જુનની સહિત પધાર્યા હતા. તેથી અહીંયા સપ્તાહ કરશું, પછી આપે સપ્તાહ કરી. તે ગામમાં બાલા અને બાંદા નામના બે ભાઈ પુષ્કરણા બ્રાહ્મણ બહુ ભગવદી હતા તે બન્ને શ્રી આચાર્યજીના દર્શન કરવા આવ્યા અને તેને સાક્ષાત દર્શન થયા, બન્ને ભાઈઓએ આપને વિનંતી કરી કે મહારાજ અમે બહુ કાળથી ભટક્યા કરીએ છીએ આપ પરમ  કૃપાળુ છો અમારો ઉદ્ધાર કરો ત્યારે આપે આજ્ઞા કરી કે તમે સ્નાન  કરી આવો તે સ્નાન કરી આવ્યા પછી આપે બન્નેને નામ મંત્ર આપી બ્રહ્મસબંધ કરાવ્યું પછી બાલાનું  નામ બાલકૃષ્ણદાસ ને બાંધા નું નામ બ્રાંદ્રાયદાસ પાડ્યું તેને શ્રી આચાર્યજીએ પોતાના માર્ગના ગ્રંથો ભણાવ્યા, પછી તેઓએ વિનંતી કરી મહારાજ કૃપા કરીને અમને સેવા પધરાવી આપો ત્યારે શ્રી મહાપ્રભુજીએ બન્નેને સેવા પધરાવી આપી તેનો  વિસ્તાર ચોર્યાશી વૈષ્ણવની વાર્તામાં છે.
મુચ્છુ નદીના કિનારે એલ.ઈ. કોલેજ ના પાછળ  
contact:
place:
district:
contact person: 

mo: 
______________________________________________________

બેઠક (56) મી શ્રી નવાનગરની બેઠકનું ચરિત્ર  



શ્રી આચાર્યજી મહાપ્રભુજી બેઠક નવનગરમાં નાગમતીના નદીના તિર ઉપર છે ત્યાં એક રમણીય સ્થળમાં છોકરની નીચે આપ બિરાજ્યા, ત્યાં શ્રી ભાગવતનો પાઠ કર્યો તે સમયે રાજા જામે આવીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ મારૂ ધન્ય ભાગ્ય છે. જેને સાક્ષાત વેદ નિરૂપણ કરે તેના દર્શન માત્રથી મારી બુદ્ધિ નિર્મળ થઈ કૃપા કરીને મને શરણ લ્યો, પછી રાજાની આર્તા જોઈને સ્નાન કરાવી નામ મંત્ર આપ્યું પછી બ્રહ્મસબંધ  કરાવ્યું તુળસીની માળા પહેરાવી, પછી રાજાએ વિનંતી કરી મહારાજ મારે અહીંયા શહેર વસાવવું છે આપ આજ્ઞા આપો તો વસાવું ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે હમણાંજ મુહૂર્ત સારૂ છે  તમે શહેર વસાવવાનું મુહૂર્ત કરો તો તમારૂ રાજ્ય નિર્ભય થશે રાજાએ દંડવત કરીને પોતાને ઘેર જઈને શહેર વસાવવાનું મુહૂર્ત કર્યું, તે હજી સુધી વસે છે પછી આપ ખંભાળીયા પધાર્યા. 
ઇતિ શ્રી નવાનગરની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
નાગમતી નદી ના કિનારે કાલવડ રોડ 
contact:
place:જામનગર 
district:જામનગર (ગુજરાત) 361005
contact person: 
mo: 
______________________________________________________

બેઠક (57) મી શ્રી ખંભાળીયાની બેઠકનું ચરિત્ર


શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખંભાળિયામાં કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે છે, ત્યાં આપે બીરાજી દામોદરદાસને આજ્ઞા કરી, કે આ સ્થળ બહુજ રમણીય છે તેથી સપ્તાહ કરશું, એટલામાં સાંજ સમયે એક બ્રાહ્મણ આવીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ અહીંયા રાત્રી રહેશો નહીં, કારણકે આંબલી ઉપર એક પ્રેત રહે છે જે રાત્રે અહીંયા રહે તેને ખાઈ જાય છે માટે રાત્રે શહેરમાં બીરાજો, આમ કહી બ્રાહ્મણ તો ગયો, પછી આપ રાત્રીએ આપ કથા કરવા બિરાજ્યા અને કૃષ્ણદાસ અપરસના લૂગડાં ધોવા  ગયા હતા ત્યાં તે પ્રેત આવ્યો અને તેની આસપાસ ચારે તરફ ફરવા લાગ્યો, ત્યારે કૃષ્ણદાસે કહ્યું તું ફરે છે શા માટે, તારે આવવું હોય તો આવ હું અહીં ઉભો છું, ત્યારે પ્રેત બોલ્યો તમે મહાપુરૂષ છો જેથી મારા ઉપર કૃપા કરો, જેથી મારો ઉદ્ધાર થાય હું બહુજ દુઃખ ભોગવું છું, પછી કૃષ્ણદાસ અપરસ ના લૂગડાં ધોઈને સૂકવીને શ્રી આચાર્યજી ને વિનંતી કરી  કે મહારાજ બ્રાહ્મણે કહ્યું હતું  તે પ્રેત આવ્યો છે અને વિનંતી  કરે છે કે મારો ઉદ્ધાર કરો, ત્યારે આપે કહ્યુકે ચરણોદક લઈને તેનાં ઉપર છાંટો કૃષ્ણદાસે તેમ કહ્યું, ત્યારે તેની પ્રેત યોની છૂટી ગઈ દૈવી સ્વરૂપ થયું, વૈકુંઠથી વિમાન આવ્યું, તેમાં બેસીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની જય જય બોલતો, વૈકુંઠમાં ગયો તેને માટે ભગવદીએ ગાયું છે કે (ચરણોદક લેત પ્રેત તત્ક્ષણ તે મુકતાભઈ કરૂણામય નાથ સદા આનંદનીધી  કાંદે ) શ્રી આચાર્યજીએ ત્યાં સપ્તાહ કરી મહાઅલૌકિક આનંદ થયો  અને આપ ત્યાંથી પીંડ તારા પધાર્યા.

ઇતિ શ્રી ખંભાળીયાની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
સ્ટેશન રોડ 
contact:
place:જામખમ્ભાળિયા 
district:જામનગર (ગુજરાત)361305
contact person: શ્રી રોહિતભાઈ મુખ્યાજી 
mo: 02833234966 / 09427240380
______________________________________________________

બેઠક (58) મી શ્રી પીંડ તારાની બેઠકનું ચરિત્ર 


શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છોકરની નીચે છે આપે ત્યાં બિરાજી દામોદરદાસને આજ્ઞા કરીકે જયારે શ્રી કૃષ્ણચંદ્ર દ્વારિકામાં આવીને બિરાજ્યા ત્યારે બધા તીર્થો શ્રી દ્વારકાનાથજીના આસપાસ આપના દર્શનને માટે રહ્યાં અને દુર્વાસા ઋષિ પણ ત્યાં રહેતા હતા પછી આપે આમ  કહીને ભાગવત પારાયણ કર્યું, ત્યાં એક બ્રાહ્મણ નિત્ય કથા સાંભળવા આવતો. તેને આપે પૂછ્યું કે તમે કયાં રહો છો, ત્યારે બ્રાહ્મણે કહ્યું મહારાજ, હું તીર્થક્ષેત્રમાં રહું છું. આપનાં શ્રી મુખથી કથા સાંભળવાનો ઘણા દિવસથી મનોરથ હતો તે આજ સમય મળ્યો છે જ્યાં સુધી કથા થાય ત્યાં સુધી તે રહે, ફરી દંડવત કરીને જાય. તે કોઈને દેખાય નહીં, એક દિવસ કૃષ્ણદાસે વિનંતી કરી કે મહારાજ આ બ્રાહ્મણ આવે છે  તે કોણ છે તે આપ કૃપા કરીને કહો, ત્યારે આપે આજ્ઞા કરી કે તે દિવસે અમે કહ્યું તે તું સમજ્યો નહીં, કે તે આ તીર્થક્ષેત્રમાં રહ્યો છે આ પંડિતનું સ્વરૂપ લઈને તીર્થરાજ આવે છે જેટલા તીર્થ છે તે સાક્ષાત સ્વરૂપાત્મક છે તે સાંભળી સેવકોએ દંડવત કર્યા અને શ્રી આચાર્યજીએ અનેક પશુ પક્ષી આદિક જીવોનો કટાક્ષ દ્વારા ઉદ્ધાર કર્યો, પછી આપે તીર્થ ક્ષેત્રમાં સ્નાન કર્યું , ત્યાં તીર્થ ગોર આવ્યો તેને કૃષ્ણદાસે પુછ્યુ તમે કોણ છો તેણે કહ્યું હું તીર્થ ગોર છું, ગોરે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન કરીને પ્રતાપબળ દેખી કહ્યું મહારાજ મારો ઉદ્ધાર કરો હું આપની શરણ છું, ત્યારે શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા કરી કે તારો ઉદ્ધાર તો તીર્થરાજ  કરશે અને તમે જેની પીઠ પર હાથ ધરશો તેના હાથથી પીંડ તરશે, પછી આપે પુરોહિતનું ભલી ભાતથી સન્માન કરી મૂળ ગોમતી પધાર્યા.
ઇતિ શ્રી પીંડ તારા ની બેઠક નું ચરિત્ર સમાપ્ત.
વાયા ભાટિયા 
contact:
place:પિંડારા 
district:જામનગર(ગુજરાત) 361305
contact person: શ્રી ગિરધારીભાઈ મુખ્યાજી 
mo: 09426027371 / 09427242801 
______________________________________________________

બેઠક (59) મી શ્રી મૂળ ગોમતીજીનું બેઠકનું  ચરિત્ર  


શ્રી  આચાર્યજી મહાપ્રભુજી મૂળ ગોમતીના કિનારા ઉપર એક છોકર ના વૃક્ષની નીચે છે, આપ ત્યાં બિરાજ્યા અને કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી મહારાજ, મૂળ ગોમતી કેમ ઘૂઘવે છે. ત્યારે આપે આજ્ઞા કરી મૂળ ગોમતી  શ્રી વૈકુંઠથી પધારી રાજાને ત્યાં પ્રગટ થયા. અને પછી પોતાના પિતાને  કહ્યું મારો વિવાહ મારી ઈચ્છાથી થશે પછી તેને શ્રી દ્વારિકાનાથજીની આજ્ઞા થઈ કે તમે અહીંયા સુધી આવો ત્યારે તેણે પોતાના પિતાને કહ્યું હવે હું જળરૂપ થઈને સમુદ્રને મળીશ તેથી શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદનો  સંબંધ મને થશે આમ કહીને શ્રી ગોમતીજી જળ સ્વરૂપ થઈને શ્રી દ્વારકાજી પધાર્યા તેથી મૂળ ગોમતી કહેવાય છે. શ્રી આચાર્યજી ત્યાં બિરાજ્યા હતા, ત્યાં એક સંન્યાસી આવ્યો અને આપને દંડવત કરીને બેઠો  અને  હવે આપે આજ્ઞા કરી કે તમો ક્યાં રહો છો ક્યાંથી આવ્યા છો. ત્યારે સંન્યાસી કહ્યું મહારાજ હું દક્ષિણનો રહીશ અને શ્રી વિષ્ણુસ્વામીનો શિષ્ય હતો, ગ્રહસ્થ હતો મારાં બાયડી છોકરાં મરી ગયાં, ત્યારે હું વિરાગી થયો, અને મનમાં વિચાર્યું કે હવે પોતાનું કલ્યાણ થાય એમ કરવું તેથી  શ્રી દ્વારિકા આવ્યો, અને શ્રી દ્વારિકાનાથજીના દર્શન કર્યા અને પછી એકાંતમાં શ્રી  ભાગવતનો પાઠ કર્યો બેચાર વખત કાળ આવ્યો હતો  પણ હું ગયો નહીં મને અહીંયા બેઠાં સાતસો વર્ષ થયાં છે, ત્યારે શ્રી ભગવદ આજ્ઞા થઈ કે વર માંગ ત્યારે મેં એ વર માંગ્યું મને શ્રી કૃષ્ણચંદ્રની  બાળલીલાના દર્શન થાય અને ગિરિરાજજીની તળેટીમાં વાસ થાય ત્યારે ફરી આજ્ઞા થઈ કે તે બહુ કઠણ વરદાન માંગ્યું પણ  અમારૂ વરદાન ખાલી નહીં જાય, જયારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી અહીંયા પધારશે ત્યારે તારો મનોરથ પૂર્ણ કરશે આપના પધારવાના પણ મને સ્વપ્નમાં આજ્ઞા થઈ છે તે સાંભળી શ્રી મહાપ્રભુજીએ સંન્યાસીને કહ્યું તમે સાધનમાં પડ્યાં માટે એટલો વિલંબ થયો હવે તમે સ્નાન કરો તે વૈરાગી ગોમતીમાં સ્નાન કરી આવ્યો ત્યારે આપે તેને નામ મંત્ર આપ્યું પછી સપ્તાહ પૂર્ણ કરી ત્યારે મહાઅલૌકિક આનંદ થયો પછી આપે  સંન્યાસીને આજ્ઞા કરી આજથી ત્રીસમેં દિવસે મુત્યુ થશે અને ગિરિરાજમાં  વ્રજવાસીને ઘરે આપનો જન્મ થશે અને હરજીગ્વાલ તમારૂ  નામ પડશે ત્યાં અમારા પુત્ર ગુંસાઈજી તમારો ઉદ્ધાર કરશે પછી સંન્યાસી સાષ્ટાંગ દંડવત કરી પોતાની પર્ણ કુટિમાં ગયા ત્યાંથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી દ્વારિકાજી પધાર્યા.
ઇતિ શ્રી મૂળ ગોમતીજીની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
contact:
place: નાના ભાવડા (દ્વારકા)
district: જામનગર(ગુજરાત)
contact person: શ્રી દામોદર મુખ્યાજી 
mo: 09638842907 / 09998688688 
______________________________________________________


બેઠક (60) મી શ્રી દ્વારિકાજીને બેઠકનું ચરિત્ર 


શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી દ્વારિકા માં છોકરની નીચે બિરાજ્યા પછી શ્રી દ્વારિકાનાથજી ના દર્શન કરવા મંદિરમાં પધાર્યા ઉભા રહીને પ્રણામ કર્યા, ત્યારે શ્રી દ્વારિકાનાથજી પાસે આવ્યા, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું પ્રભુ પરિશ્રમ શા માટે લીધો, દ્વારિકાનાથજીએ આજ્ઞા કરીકે એમાં પરિશ્રમ શેનો ? હવે તમે ચતુર્માસ કરવા અહીંયા બિરાજો, શ્રી આચાર્યજીએ કહ્યું આપ પ્રસન્ન થશો તેમ કરીશ, આપ પધારો હું પણ મંદિરમાં આવું છું  મંદિરમાં આવી શ્રી આચાર્યજીએ શ્રી કૃષ્ણદાસને કહ્યું કે સામગ્રી સિદ્ધ કરો, પ્રભુની આજ્ઞાથી ગોવિંદદાસ બ્રહ્મચારી એ આવીને શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરીકે આપ મંદિરમાં પધારો પ્રભુએ મને મોકલ્યો છે અને સેવા શૃંગાર બધું આપજ કરો, પછી આપે મંદિરમાં પધારી શ્રી દ્વારિકાનાથજીને શૃંગાર ધર્યો. ત્યારે બધાને અદભુત દર્શન થયાં, પછી ભોગ ધરી સરાવી આરતી કરી બેઠકમાં પધાર્યા, શ્રી દ્વારિકાનાથજીની નિત્ય બેઠકમાં પધારતા એક દિવસ ગોવિંદદાસ બ્રહ્મચારીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી મહારાજ, આપના શ્રી મુખથી કથા સાંભળવાની મારા મનમાં અભિલાષા છે માટે કૃપા કરો, તે દિવસ થી આપ શ્રી આચાર્યજી પુસ્તક ખોલીને કથા કહેતાં ત્યાં શ્રી ગોવર્ધનનાથજીએ પધારીને શ્રી દ્વારિકાનાથજીને કહ્યું કે ગોવિંદદાસ તો રાજલીલાનો સેવક છે, જયારે આપના શ્રી મુખથી કથા સાંભળશે ત્યારે વ્રજલીલાનો સંબંધ થશે માટે આપ અહિયાંથી વાતો કરો, શ્રી દ્વારિકાનાથજી ગોવિંદદાસથી વાતો કરવા લાગ્યા તે સાંભળી શ્રી આચાર્યજીએ પુસ્તક બાંધી લીધું શ્રી દ્વારિકાનાથજી મંદિરમાં પધાર્યા અને  શ્રી આચાર્યજી ગોવિંદદાસ ઉપર અપ્રસન્ન થયાં, ફરીને ગોવિંદદાસે કથાની વિનંતી કરી પણ આપે કથા ન કહી, શ્રી આચાર્યજીના સેવકો નિત્ય થાળમાંથી જૂઠણ લઈને પછી મહાપ્રસાદ લેતાં, તે દિવસે કૃષ્ણદાસ મેઘને આપે આજ્ઞા કરી કે આજ અમારી થાળીમાંથી જૂઠણ નહીં લેતાં કૃષ્ણદાસે થાળ માંજી ને મૂકી દીધો, તે દિવસે કોઈ સેવકે પ્રસાદ ન લીધો, શ્રી આચાર્યજી મંદિરમાં પધાર્યા. ત્યારે શ્રી દ્વારિકાનાથજીએ આજ્ઞા કરી કે આપે આપના થાળ માંથી જૂઠણ ની શા માટે ના પાડી, એમાં સેવકોનો શું અપરાધ છે મને તો શ્રી ગોવરધનનાથજીએ આજ્ઞા કરી કે ગોવિંદદાસ બ્રહ્મચારી રાજલીલા સંબંઘી છે પણ આપના શ્રી મુખથી કથા સાંભળશે ત્યારે વ્રજલીલામાં અંગીકાર થશે માટે તમે જઈને તેનાથી વાતો કરો તે સાંભળી આચાર્યજી  પ્રસન્ન થયા પછી બેઠકમાં પધાર્યા. પછી આપે દામોદરદાસને  કહ્યું કે તમારી સિફારસ તો મૉટે ઠેકાણેથી થઈ છે, એમ કૃષ્ણદાસને કહ્યું કે હવે બધાંને જૂઠણ દેજો તે દિવસથી ફરી શ્રી આચાર્યજી કથા કહેવા પધાર્યા, જયારે શ્રી સુબોધિનીજી નું ફરી ફલ પ્રકરણ કહ્યું ત્યારે બહુ રસાવેશ થયો. કોઈને ભાન રહ્યું નહીં એટલામાં વાદળાં ચડી આવ્યાં, ત્યાં શેષજી એ સહસ્ત્રફણાથી છત્રની જેમ છાંયા કરી ચાર ઘડી વરસાદ થયો. પણ આચાર્યજી ના સેવક પર એક ટીપું પણ પાણી પડ્યું નહીં, કથા કહી ચુક્યા પછી સેવકો સાવધાન થયા, જુએ તો, આસપાસ બહુ જળ વરસ્યું છે તે દેખી દામોદરદાસે કહ્યું કે મહારાજ આપ પરિશ્રમ શા માટે લ્યો છો આસપાસ તો બહુ વરસાદ થયો પણ અહીંયા તો એક ટીપું પડ્યું નહીં ત્યારે આપે કહ્યું કે આ સેવ તો શેષજીએ કરી છે. પછી અન્નકૂટ અને પ્રબોધીની આપે દ્વારિકામાંજ કરી આ મહાત્મ્ય દેખી અનેક જીવ  શરણે આવ્યા, પછી શ્રી દ્વારિકાનાથજીની આજ્ઞા લઈને ગોપી તળાવ પધાર્યા.
ઇતિ શ્રી દ્વારિકાજી ની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
ગોમતી નદીના કિનારે હરિકુંડ ઉપર 
contact:
place:દ્વારકા 
district: જામનગર(ગુજરાત)361335
contact person: 
mo: 
______________________________________________________

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1