84 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 6 થી. વૈષ્ણવ 6 થા. શ્રીમહાપ્રભુજીના સેવક પુરુષોત્તમદાસ ક્ષત્રી બનારસ (કાશી) ના રહેવાશી ની વાર્તા.
પ્રસંગ 1 લો :- શેઠ પુરુષોત્તમદાસને શ્રમહાપ્રભુજીની આજ્ઞા હતી કે તમારી પાસે જે નામ મંત્ર લેવા આવે તેને સુખેથી નામ મંત્ર આપજો તેથી શેઠ પુરુષોત્તમદાસ નામમંત્ર આપતા. તેઓ પોતાને ઘેર શ્રી મદનમોહનજીની સેવા રુડી રૂપે કરતા, અને બાવન બીડા નિત્ય આરોગાવતાં; એ પ્રમાણે બહુ જ પ્રસન્નતાથી સેવા કરતા. પણ કાશી વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા ન જતા એક દિવસ વિશ્વેશ્વર મહાદેવજીએ પુરુષોત્તમદાસને સ્વપ્ન આપ્યું તેમાં જણાવ્યું કે, અમારી સાથે ગામનોતો વ્યવહાર રાખો! કોઈ વખતે શ્રીઠાકોરજીનો મહાપ્રસાદ તો આપો! બીજે દિવસે સવારે પુરુષોત્તમદાસ ઉઠીને સ્નાન કરી નિત્ય સેવાથી પરવારીને બહાર આવ્યા, વસ્ત્ર પહેરી, પ્રસાદી બીડાં અને પ્રસાદનો (પડીઓ) લઈ શ્રી વિશ્વેશ્વરનાથજીના દર્શન કરવા ચાલ્યા. ગામના લોકો આશ્ચર્ય પામ્યા કે, કોઈ વખતે શેઠ મહાદેવ ન આવે અને આજે કેમ આવ્યા! પછી શેઠ પુરુષોત્તમદાસે ડબરો ધરી શ્રીકૃષ્ણ સ્મરણ કરી ઊઠી ચાલ્યા. મોટા મોટા શૈવી બ્રાહ્મણો શેઠને કહેવા લાગ્યા કે તમે શ્રી મહાદેવજીને દંડવત નમસ્કાર ન કરતાં કેવળ શ્રી કૃષ્ણ સ્મરણ કરી ઉઠી ચાલ્યા તે બરાબર કરું નથી. પુરૂષોતમદાસ શેઠે કહ્યું કે આ વાત તમે શ્રી મહાદેવજીને પૂછજો તે કહેશે. તેથી તે બધા બ્રાહ્મણોમાંથી એક મહાદેવજી નો કૃપાપાત્ર ભક્ત હતો તેણે શ્રી મહાદેવજીને પૂછ્યું તેથી રાત્રે તેને સ્વપ્નમાં કહ્યું કે મેં શેઠ પાસે શ્રીઠાકોરજીનો મહાપ્રસાદ માગ્યો હતો તેથી તે આપવા આવ્યા હતા. અમારે એમની સાથે શ્રીકૃષ્ણસ્મરણનો સંબંધ છે. તેથી તમો એમને કંઈ કહેશો નહીં. પછી મોટા મોટા ઉત્સવોનો મહાપ્રસાદ પુરુષોત્તમદાસ શેઠ અવશ્ય શ્રી મહાદેવજીને ત્યાં લઈ જતા. એક દિવસ મહાદેવજીએ કાલભૈરવને આજ્ઞા કરી કે, પુરુષોત્તમદાસ શેઠ રાત્રે ભગવદ વાર્તામાં જાય છે. ત્યાંથી મોડા પોતાને ઘેર આવે છે. માટે ત્યાં સુધી તમે દરરોજ રાત્રે તેમના ઘરની ચોકી કરજો, તેથી તે દિવસથી કાલભૈરવ દરરોજ પુરુષોત્તમદાસના ઘરની ચોકી કરતા તે એક દિવસ પુરુષોત્તમદાસ શેઠ વૈષ્ણવો ને ત્યાંથી ભગવદ્દવાર્તા માંથી રાત્રે મોડા આવ્યા. ઘર આગળ જોયું તો એક કાલભૈરવ જેવો ઉભેલો જોયો. તેને પૂછ્યું તું કોણ છે? તેણે કહ્યું, હું કાલભૈરવ છું. મને શ્રી મહાદેવજીએ તમારા ઘરની ચોકી કરવાની આજ્ઞા કરી છે તેથી ચોકી કરું છું. પુરુષોત્તમદાસે ઠીક છે એમ કહી ખડકીનું બારણું વાશી અંદર ગયા.
પ્રસંગ 2 જો :- દક્ષિણ દેશના એક મહાશૈવી બ્રાહ્મણ હતો તે બહુ વિદ્વાન હતો અને શ્રી મહાદેવજીનો કૃપા પાત્ર હતો તે કાશીમાં આવ્યો. તેને હંમેશા શ્રી મહાદેવજી સાક્ષાત દર્શન થતાં. દર્શન થયા વિના તે જલપાન કરતો નહીં. એક વખતે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. ત્યારે મહાદેવજીએ શેઠ પુરુષોત્તમદાસને ઘેર પધાર્યા હતા તેથી તે બ્રાહ્મણને તે દિવસ દર્શન થયા નહીં. નવમીને દિવસે બપોર પછી શ્રીમહાદેવજી શેઠ પુરુષોત્તમદાસને ત્યાંથી વિદાય થઈ મંદિરમાં પધાર્યા, ત્યારે તે બ્રાહ્મણને દર્શન થયાં. તેણે પ્રણામ પૂર્વક વિનંતી કરી મહારાજ, મને કાલે ને આજે બપોર સુધી આપનાં દર્શન કેમ ન થયા ? મહાદેવજીએ કહ્યું, પુરુષોત્તમદાસને ઘરે કાલે ઉત્સવ હતો તેથી દર્શન કરવા ગયો હતો ત્યાંથી હમણાં જ વિદાય થઈને આવું છું. તે મોટા ભગવદ્ભક્ત છે, બ્રાહ્મણે કહ્યું, મને પણ ભગવદ ભક્ત કરો. શ્રી મહાદેવજીએ કહ્યું શેઠ પાસે જઈને નામ પામો. બ્રાહ્મણે કહ્યું, તમે મને નામ આપો. શ્રી મહાદેવજીએ કહ્યું , નામ આપીશ ખરો, પણ શ્રીવલ્લભાચાર્યજીની આજ્ઞાથી શેઠ પુરુષોત્તમદાસ નામ આપે છે. તેથી તું શેઠ પુરુષોત્તમદાસ પાસે જા. તેથી તે બ્રાહ્મણ શ્રીમહાદેવજીને પ્રણામ કરી, આજ્ઞા લઈ, શેઠ પુરુષોત્તમદાસજી ને ઘેર આવ્યો. બહારથી અંદર ખબર કહેવડાવી કે એક બ્રાહ્મણ બહાર આવ્યો છે. પુરુષોત્તમદાસ શેઠે કહ્યું કે આસન આપી બેસાડો, પછી શેઠ શ્રીઠાકોરજીની સેવાથી પરવારી બહાર આવ્યા. ત્યારે તે બ્રાહ્મણે દંડવત કર્યા. શેઠે કહ્યું આવું અનુચિત કર્મ કેમ કરો છો? હું ક્ષત્રિય છું, તમે બ્રાહ્મણ છો, તેથી એવું અયોગ્ય કામ ન કરીએ. તે બ્રાહ્મણે કહ્યું, તમારી યોગ્યતા એવી છે, હવે મને નામમંત્ર આપો. શેઠે કહ્યું હું તો નામમંત્ર નહીં આપું. તે બ્રાહ્મણે બહુ જ આગ્રહ કર્યો તો પણ શેઠે ના પાડી. ત્યારે તે બ્રાહ્મણ જઈ ને શ્રીમહાદેવજીની પાસે આવ્યો, અને સઘળા સમાચાર કહ્યા. શ્રીમહાદેવજીએ કહ્યું ફરીથી જઈ મારુ નામ દઈને કહેજો કે, મને શ્રીમહાદેવજીએ મોકલ્યો છે તેથી અવશ્ય નામ આપો, ત્યારે તે બ્રાહ્મણે ફરીથી શેઠ પાસે આવીને કહ્યું મને શ્રીમહાદેવજીએ મોકલ્યો છે તેથી અવશ્ય નામ આપો. ત્યારે શેઠ પુરુષોત્તમદાસે તે બ્રાહ્મણને નામ આપ્યું ; અને પ્રણામ કરી હાથ જોડી શ્રીકૃષ્ણસ્મરણ કર્યા તે બ્રાહ્મણ કહ્યું, તમે મારા ગુરુ થાઓ અને પ્રણામ શા માટે કરો છો ? ત્યારે શેઠે કહ્યું તમે બ્રાહ્મણ છો વળી ભગવદ્દભક્ત થયા. તેથી મારે તો વંદનીય છો, અને તમારા અને મારા ગુરુ તો એક શ્રીઆચાર્યજી મહાપ્રભુજી છે. તેમની આજ્ઞાથી હું નામ આપું છું પછી તે બ્રાહ્મણને શ્રી મહાપ્રભુજીની પાસે મોકલી સમર્પણ કરાવ્યું. ત્યાં કેટલાક દિવસ રહી તે સ્વમાર્ગીય ગ્રંથ ભણ્યા પછી દેશ આવ્યા.
પ્રસંગ 3 જો :- એક દિવસ શેઠ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીના મંદિરમાં બેઠા બેઠા મંદિરવસ્ત્ર કરતા હતા. તેવામાં તેમના બેટા ગોપાળદાસ મંદિરમાં આવ્યા. જુએ છે તો શેઠ મંદિરવસ્ત્ર કરે છે. ગોપાળદાસના મનમાં આવ્યું કે શેઠનું શરીર વૃદ્ધ થયું છે તેથી હું સેવામાં તત્પર થાઉં તો ઠીક, ગોપાળદાસના મનની વાત શેઠે જાણી તેથી આગળ બોલાવ્યો જુએ છે તો શેઠ 20-25 વર્ષની ઉમ્મર જેવા દેખાયા શેઠે કહ્યું, બેટા ભગવદીયનું મનમાં કંઈ લાવીએ નહીં. ભગવદીય ભગવદ્સેવામાં સદા તરુણ જ છે. વ્રજ ભક્તો હંમેશા કિશોર વયના છે. માટે ભગવદીય પણ ભગવત્સેવામાં તરુણાવસ્થા વાળા જ હોય છે. ચર્મ ચક્ષુએ તે જણાય નહીં. પણ ગોપાળદાસને જયારે જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયા ત્યારે તેમણે શેઠ પુરુષોત્તમદાસને 20-25 વર્ષની ઉમ્મર જેવા દીઠા.
પ્રસંગ 4 થો :- એક સમયે શેઠ પુરુષોત્તમ દાસ ઝારખંડમાં મંદાર પર્વત ઉપર શ્રી મંદાર મધુસુદન ઠાકોરજી બિરાજે છે તેમનાં દર્શન કરવા કાવીથી ગયા હતા. ત્યાં આગળ પહેલાં શ્રીમહાપ્રભુજી પણ પધાર્યા હતા. મંદાર પર્વતની ટેકરી જેના ઉપર શ્રી મંદાર મધુસુદનજી નું મંદિર છે, તેનો એવો પ્રભાવ છે કે,જો કોઈ નિષ્કામ જન તે પર્વત ઉપરથી પડે તો તેને કંઈ પણ વાગે નહીં, અને જે કામવાળો પુરુષ પડે તો તેનો દેહ છૂટી જાય ને તેનાં બધાં પાપ દૂર થાય. "अंते या मतिः सा गतिः" એ શ્રી મુખના વાક્ય પ્રમાણે મનમાં જે વાંચ્છના હોય તે બીજા જન્મમાં પૂર્ણ થાય છે. ત્યાં શેઠ પુરુષોત્તમદાસ અને શ્રીઆચાર્યજીનો સેવક એક બ્રાહ્મણ એ બન્ને જણા શ્રી મંદાર મધુસુદનજીના દર્શન કરવા તે પર્વત ઉપર ચઢ્યા. ત્યાં શ્રીઠાકોરજીનાં દર્શન કર્યા, રાત્રી પડી ગઈ તેથી ત્યાંજ સુઈ રહ્યા. રાત્રીએ એક સિદ્ધએ બ્રાહ્મણને આવી પૂછ્યું તમે કોણ છો ? તે વૈષ્ણવ બ્રાહ્મણ બોલ્યો, હું વૈષ્ણવ છું અને શ્રીમહાપ્રભુજીનો સેવક છું તે સિદ્ધએ કહ્યું, મારી પાસે આ એક મણિ છે તે તમે લ્યો. બ્રાહ્મણે કહ્યું, મણિ શા કામમાં આવતો હશે ? સિદ્ધએ કહ્યું કે જેની જેવી ઈચ્છા હશે તે આ મણીમાંથી ફળીભૂત થશે, જે કાંઈ માંગશો તે પણ મળશે. બ્રાહ્મણે કહ્યું, હું તો વિરક્ત છું, મણીલઈને શું કરું ? પણ મારી સાથે એક ક્ષત્રિય છે તે ગૃહસ્થ છે, તે સુતા છે. તેમને મણી આપો સિદ્ધએ કહ્યું, જગાડો. ત્યારે તે બ્રાહ્મણે વૈષ્ણવે શેઠ પુરુષોત્તમદાસને જગાડ્યા અને કહ્યું કે આ સિદ્ધ મણી આપે છે તે તમે લ્યો. શેઠે કહ્યું, તે મણી અમારા કામનો નથી. તેથી હું તો નહીં લઉં. પછી તે સિદ્ધ ચાલ્યો ગયો. શેઠ પુરુષોત્તમદાસ ના પાસેનો વૈષ્ણવ બોલ્યો કે શેઠજી, તમે તો ગૃહસ્થ છો, બહુ કુટુંબી છો, તમારા માથે સેવા બિરાજે છે તેથી તમે મણિ શા માટે ના લીધો ? તમારે મણી લેવાનું વાજબી કારણ હતું. શેઠ પુરુષોત્તમદાસે કહ્યું, અરે ભાઈ રે ! શ્રી ઠાકોરજીનો આશ્રય છોડીને મણિનો આશ્રય કરું ? તું તો બ્રાહ્મણ છે, તે મણિ શા માટે ન લીધો ? હું મણિ લઈને શું કરું ? મારે શેર ચુન જોઈએ છે તે તો જગદીશ આપે છે, અને આપશે જ. શેઠ કહ્યું, તને શેર ચૂંન આપશે તો મને દશ શેર ચુન નહિ આપે ? શ્રીઠાકોરજીને ત્યાં કાંઈ વાતનો તોટો છે! તેમને શ્રીઠાકોરજીના ઉપર દ્રઢ વિશ્વાસ હતો તેથી બંન્ને જાણે મણિ ના લીધો. તે બંન્ને જણા શ્રીઠાકોરજીના એવા કૃપાપાત્ર હતા.
પ્રસંગ 5 મો :- એક દિવસ શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમદાસને ઘેર પધાર્યા. દામોદરદાસ હરસાની સાથે હતા. પુરુષોત્તમદાસના સેવ્ય ઠાકોરજી શ્રી મદનમોહનજીને શ્રીમહાપ્રભુજીએ પંચામૃતથી સ્નાન કરાવ્યું. ભોગ સમર્પી ભોગ સરાવ્યો. પછી પોતે ભોજન કર્યું. દામોદરદાસે પૂછ્યું, મહારાજ આમ કેમ ? પોતે શ્રીમુખે કહ્યું, એ શેઠ મારી આજ્ઞાથી નામ આપે છે તેથી મારે પણ એમની એટલી મર્યાદા રાખવી જોઈએ (અર્થાત એટલી અધિક કૃપા કરવી જોઈએ.) આ શેઠ પુરુષોત્તમદાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. વૈષ્ણવ 6 થા સમાપ્ત.
---------------------------------------------------------------------------------
શેઠ પુરુષોત્તમદાસનાં બેટી રુક્મણિની વાર્તા.
પ્રસંગ 1 લો :- એક સમયે શ્રીગુંસાઈજી કાશી પધાર્યા હતા. સૂર્ય ગ્રહણ હોવાથી પોતે મણીકર્ણિકાના ઘાટ ઉપર ગંગાસ્નાન માટે પધાર્યા. રુક્મણિ પણ પોતાના પિતાના સેવ્ય શ્રીઠાકોરજી શ્રીમદનમોહનજીને સ્નાન કરાવી મણિકર્ણિકા ઘાટ ઉપર પોતે નહાવા આવ્યાં, ત્યારે એક વૈષ્ણવે શ્રીગુંસાઈજીને કહ્યું શેઠ પુરુષોત્તમદાસનાં બેટી રુક્મણી પણ સ્નાન કરવા આવ્યા છે. ત્યારે શ્રીગુસાંઇજીએ પૂછ્યું, રુક્મણી , તું કેટલા દિવસે ગંગા સ્નાન કરવા આવી છું ? તેણે કહ્યું, મહારાજ ! ચોવીસ વર્ષે આજે સ્નાન કરવા આવી છું. આ સાંભળી શ્રીગુંસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું, જુએ! એવા ભગવદીય છે કે જેમને સેવા કરતા એક ક્ષણ પણ અવકાશ મળતો નથી કે ગંગાસ્નાન કરે. પછી શ્રીગુંસાઈજી તેમના પર બહુ પ્રસન્ન થયા અને કહેતા કે ક્યારે શ્રીઠાકોરજી તેના ઋણમાંથી મુક્ત થશે ?
પ્રસંગ 2 જો :- ક્ષત્રી લોકો કાર્તિક માસમાં ગંગાજીમાં સ્નાન કરે છે. શેઠ પુરુષોત્તમદાસને રૂક્મણિએ કહ્યું જો તમે આજ્ઞા આપો તો હું પણ સ્નાન કરું ? શેઠે કહ્યું ભલે સ્નાન કરો, જોઈએ તે લેજો, રુક્મણી એ કહ્યું, ખાંડ અને ઘી આપવો. મેંદો તો ઘરમાં છે. શેઠે તેને બધું અપાવી દીધું. પાછલી એક પ્રહોર રાત્રી રહે એટલે ઊઠે, નૌતમ નૌતમ સામગ્રી કરીને રાજભોગ સમય સુધી બધા સમયમાં સમર્પે. ફરીથી ઉત્થાપનમાં જે સામગ્રી કરે તે સેનભોગ સુધીમાં સમર્પે. એ પ્રમાણે કાર્તિક માસમાં કર્યું. એક દિવસ શેઠ પુરુષોત્તમદાસે પૂછ્યું, રુક્મણી સ્નાન કરવા ક્યારે જાય છે ? તને કોઈ દેખાતા નથી. તું કાર્તિક સ્નાન ક્યે વખતે કરે છે ? રુક્મણીએ કહ્યું મારે સ્નાનનું શું કામ છે ? હું તો આ પ્રમાણે સ્નાન કરું છું. આ વાત સાંભળીને શેઠ બહુ જ પ્રસન્ન થયા, શ્રીગુંસાઈજી પણ શ્રીમુખથી સરાહના કરતાં, એવા તે ભગવદીય હતા.
પ્રસંગ 3 જો :- કેટલાક દિવસ પછી રુક્મણીનો દેહ અશક્ત થયો, ત્યારે કહ્યું, દેહ છૂટે સારું. શ્રી ઠાકોરજીની સેવા થાય દેહ શા કામનો છે ? કેટલાક દિવસ પછી તેણે દેહ છોડયો ત્યારે એક વૈષ્ણવે શ્રી ગુસાંઇજી આગળ કહ્યું, ગંગાજીએ રુક્મણીને પવિત્ર કર્યા. ત્યારે આપે શ્રીમુખથી કહ્યું, એમ નહીં પણ રુક્મણીએ ગંગાને પવિત્ર કર્યા એમ કહો, એ રુક્મણી એવાં પરમ ભગવદીય હતાં.

શેઠ પુરુષોત્તમદાસના બેટા ગોપાળદાસની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ ગોપાળદાસને શ્રી મદનમોહનજી સાનુભાવ જણાવતા જે જોઈએ તે માંગી લો. એ પ્રમાણે શ્રીઠાકોરજી તેમના ઉપર સદૈવ કૃપા કરતાં પછી ગોપાળદાસનો દેહ અશક્ત થયો અને જયારે ભગવન્નામનો ઉચ્ચાર કરતા હતા. ત્યારે શ્રી મદનમોહનજી હુંકારો દેતા એવી કૃપા કરતાં. તે શ્રી મહાપ્રભુજીના તથા શ્રીગુસાંઇજીના ગ્રંથનો પાઠ કર્યા કરતા, અને શ્રીભાગવત, શ્રીસુબોધિનીજી, નિબંધ અને રહસ્ય ગ્રંથનું અવલોકન કરતા હતા. તેથી ભગવદ્લીલામાં મગ્ન રહેતાં અને સદૈવ લીલાનો વિચાર કરતાં એ પ્રમાણે કાળનિર્ગમન કરતા પછી જયારે ગોપાળદાસનો દેહ છૂટ્યો, અને શ્રીગુસાંઇજીએ સાંભળ્યું ત્યારે શ્રીમુખથી કહ્યું કે, એવા ભગવદીય થવા દુર્લભ છે, એ પ્રમાણે ગોપાળદાસની સરાહના શ્રીમુખથી કરતાં ગોપાળદાસે અહર્નિશ ભગવદ્દવાર્તા કરીને જ પોતાનો કાળનિર્ગમન કર્યા છે. આ ગોપાળદાસ શ્રીમહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા તેથી એમની વાર્તા કેટલીક લખીએ ?

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો