મુખ્ય સામગ્રી પર જાઓ

84 વૈષ્ણવોની વાર્તા.વાર્તા 7 મી. વૈષ્ણવ 7 માં.

84 વૈષ્ણવોની વાર્તા 


વાર્તા 7 મી. વૈષ્ણવ 7 માં. રામદાસ સારસ્વત બ્રાહ્મણ ની વાર્તા. 
                                                     
પ્રસંગ 1 લો :- આ રામદાસ પોતાના સેવ્ય શ્રીઠાકોરજી શ્રીનવનિતપ્રિયાજી ની સેવા બહુ જ સારી રીતે કરતાં હતા. અપરસમાં જલ ભરતા. અપરસમાં બીડાં રાખતા અને લેતા, એવી રીતે સદા અપરસમાં જ રહેતાં. રામદાસની પાસે દ્રવ્ય બહુજ હતું. પણ ખર્ચ ઘણું કરવાથી થોડું રહ્યું એટલે મનમાં વિચાર્યું કે કંઈક આવક હોય તો સારું, તેથી દ્રવ્ય વ્યાજે મૂક્યું. લોભથી તાતીન સાથે પૈસાની લેવડદેવડ કરવાથી વ્યાજ બહુ આવવા લાગ્યું (પૂર્વ દેશમાં વસ્ત્ર તુણનાર ને તાતીન કહે છે.) રામદાસના સેવ્ય ઠાકોર શ્રીનવનીતપ્રિયાજીએ રામદાસજીને કહ્યું કે તું  તો મને તાતીન ઉપર રાખે છે. આ વાત સાંભળીને રામદાસ ચમકી ગયા ને કહ્યું, મહારાજ મારી ભૂલ થઈ પછી રામદાસજી તાતીન પાસે ગયા અને બધું દ્રવ્ય પાછું માગ્યું. તાતીન લોકોએ કહ્યું, એક સંગાથે દ્રવ્ય માંગો છો, તેનું કારણ શું ? રામદાસે કહ્યું, મારે છોકરા સાથે કામ પડ્યું છે, તે છોકરાની મરજી એવી છે, અને તેનું મન મારે રાખવું પડે છે. માટે બધું દ્રવ્ય પાછું આપો, તેથી તાતીન લોકોએ બધું દ્રવ્ય પાછું સોંપી દીધું. તે દ્રવ્ય લઈ આવીને ભગવદીય રામદાસજી તેમાંથી ખર્ચ કરવા લાગ્યા. ખર્ચ કરતાં બધું દ્રવ્ય ખૂટી ગયું. ત્યારે એક વાણિયાને ત્યાંથી કરજે રૂપિયા ઉપાડવા લાગ્યા. ઋણ (દેવું) બહુ થઈ ગયું, એટલે બીજા વાણિયાને ત્યાંથી રૂપિયા ઉપાડયા અને પેલા વાણિયાની દુકાન આગળ થઈને જાય નહીં.
તે વાણિયો એક ગલીમાં મળ્યો ત્યારે કહ્યું, રામદાસજી અમારા રૂપિયા ચૂકવી જાઓ. એ પ્રમાણે બહુ જ તગાદો કર્યો. એટલે રામદાસ ખસિયાના પડી ગયા અને પોતાને ઘેર આવ્યા. આ દુઃખ શ્રીઠાકોરજીએ રામદાસનું રૂપ લઈ તે વાણિયાની દુકાને જઈ હિસાબ કરી બધા પૈસા ચૂકવી આપ્યા. તે ઉપરાંત રૂપિયા સોએક અધિક આપીને તેના ચોપડામાં શ્રીહસ્તથી લખી આપ્યું. એક દિવસ રામદાસજીને એ વૈષ્ણવ બોલાવવા આવ્યા, એટલે કહ્યું રામદાસજી, તમે મારી દુકાનેથી રૂપિયા લેતા નથી તે તો મારુ અભાગ્ય છે. પણ તમારા અધિક રૂપિયા છે તે તો લઈ જાઓ. રામદાસજીએ કહ્યું, હું હમણાં આવું છું, પછી મનમાં વિચાર્યું કે મેં એને કાંઈ આપ્યું નથી અને એ તો કહે છે કે તમારું અધિક દ્રવ્ય છે તે લઈ જાઓ. તેનું કારણ શું ? પણ જાણવામાં આવે છે કે, એ શ્રીઠાકોરજી તરફથી કાંઈ કામ થયું હોવું જોઈએ. પછી રામદાસજી ફરીને જયારે વૈષ્ણવને ઘેરથી આવ્યા ત્યારે તે વાણિયાની દુકાને જઈ હિસાબ માગ્યો. તે વાણિયા એ કહ્યું, તમે તો લખી ગયા છો એમ કહી ખાતાવહી દેખાડી. તેનાં રામદાસજીએ શ્રીઠાકોરજીના શ્રીહસ્તાક્ષર દીઠા તેથી ચૂપ રહ્યા પછી રામદાસજીએ ઘેર આવી પોતાની સ્ત્રીને કહ્યું, હવે હું ઘરમાં નહીં રહું, હું તો કોઈની ચાકરી કરીશ. ત્યાર પછી તેમણે સિપાઈ ગીરીનો વિચાર કર્યો, તેથી ઘોડો વેચાતો લીધો, અને બધાં હથિયાર બાંધવા લાગ્યાં. પહેલાં જળ અને બીડાં જે અપરસમાં લેતાં તે અપરસ છૂટી ગઈ. પછી અપરસ વગર બીડાં અને જળ લેવા લાગ્યા. કેટલાક દિવસ પછી રામદાસજી અડેલ ગયા, શ્રીમહાપ્રભુજીએ કહ્યું, ધન્ય છે રામદાસજી! ધન્ય છે તમને! બીજા વૈષ્ણવો પાસે બેઠા હતા. તેમણે કહ્યું, મહારાજ, રામદાસજી પ્રથમ બીડાં અને જળ અપરસમાં લેતા હતા. હવે તે સિપાઈગીરી કરે છે અને અપરસ છોડી છે તો ધન્ય છે એમ શા માટે કહો છો ? શ્રી મહાપ્રભુજીએ કહ્યું 'શ્રીઠાકોરજીને એ શ્રમ કરાવતા નથી તેથી એમની બરાબર કોઈ વીર પુરુષ નથી, પછી તે સમયે શ્રીમહાપ્રભુજી ગંગા સ્નાન કરવાં પધાર્યા. ત્યાં માર્ગ માં એક મોટો ખાડો દેખ્યો. એટલે પોતે કહ્યું, હજુ સુધી આ ખાડો ભર્યો નથી. એ સાંભળતાં બીજાં વૈષ્ણવો ખાડો ભરવા લાગ્યા અને રામદાસજી પણ પહેરેલાં કપડાં સાથે તે ખાડો ભરવાં લાગ્યાં. શ્રીમહાપ્રભુજી સ્નાન કરીને પાછા પધાર્યા ત્યારે ખાડો ભરેલો જોયો. રામદાસજીને પણ ખાડો ભરતા દેખીને બહુજ પ્રસન્ન થયાં.

પ્રસંગ 2 જો :- રામદાસજીને કોઈ સંતાન નહોતાં, ત્યારે એક દિવસ તેમની સ્ત્રીએ કહ્યું, તમે ફરીથી લગ્ન કરો તો બાળક થાય. રામદાસજીએ કહ્યું, મારે તો ઈચ્છા નથી. સ્ત્રીએ કહ્યું, મારે બાળકની ઈચ્છા છે, એટલે રામદાસજીએ કહ્યું, એક મહિના સુધી આપણા શ્રીઠાકોરજી શ્રીનવનીતપ્રિયાજી ની સેવા બાલભાવથી કર ! જેવી રીતે બાળકને ખવડાવીએ, પીવડાવીયે, રમાડીયે, તેવી રીતે તું શ્રીનવનિતપ્રિયજીને લાડ લડાવ એટલે તારે બાળક થશે. પછી રામદાસજીની સ્ત્રીએ તે દિવસથી શ્રીનવનિતપ્રિયજી ની બહુ જ રુડી રીતે સેવા કરી. એ પ્રમાણે સેવા કરતા કરતા એક બાળક થયો. આ રામદાસજી એવા કૃપાપાત્ર હતા. એમના ઉપર શ્રીમહાપ્રભુજી સદૈવ પ્રસન્ન રહેતાં, તેથી એમની વાર્તાનો પાર નથી. વૈષ્ણવ 7 માં. 


   











ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જઈને દેખે તો વડના નીચે આપ બિરા

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।