84 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 5 મી. વૈષ્ણવ 5 માં. શ્રીમહાપ્રભુજી ની સેવક રજોબાઈ ક્ષત્રાણી અડેલમાં રહેતા તેમની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ રજોબાઈ ક્ષત્રાણી નિત્ય પોતાને ઘેરથી સુંદર સામગ્રી કરી રાત્રે લઈને આવતાં. અને શ્રી મહાપ્રભજીને આરોગાવતાં, એવો તેમનો નિયમ હતો. એક દિવસ શ્રીલક્ષ્મણભટ્ટજીનો શ્રાદ્ધનો દિવસ આવ્યો, તે દિવસે શ્રીમહાપ્રભુજીએ બ્રાહ્મણને ભોજન કરવા બોલાવ્યા હતા, તેમાં ઘી જોઈતું હતું. ત્યારે શ્રીમહાપ્રભુજીએ એક વૈષ્ણવને રજોને ત્યાંથી ઘી લાવવા મોકલ્યા, તેમણે જઈને રજોને કહ્યું કે, શ્રીમહાપ્રભુજીએ થોડું ઘી મંગાવ્યું છે. રજોએ પૂછ્યું કે આ વખતે ઘીનું શું કામ પડયું છે ? વૈષ્ણવે કહ્યું કે, આજે શ્રીલક્ષ્મણભટ્ટજીના શ્રાદ્ધનો દિવસ છે. બ્રાહ્મણોને ભોજન કરવા બોલાવ્યા છે, તેમાં થોડું ઘી ઘટ્યું. રજોએ કહ્યું, મારે ઘેર શ્રી ઠાકોરજી ના ભંડાર વિના જુદું ઘી નથી. વૈષ્ણવે આવી શ્રીમહાપ્રભુજીને કહ્યું રજોને ત્યાં ભંડાર વિના જુદું ઘી નથી. વૈષ્ણવે આવી શ્રી મહાપ્રભુજીને કહ્યું રજોને ત્યાં ફરીથી મોકલ્યો વૈષ્ણવે રજોને કહ્યું કે શ્રીમહાપ્રભુજી ખીજે છે માટે ઘી આપો ત્યારે ફરીથી પણ રજોએ ના પાડી. વળી ત્રીજી વાર મોકલ્યો. ત્રીજી વાર પણ રજોએ ઘી આપ્યું નહીં અને કહ્યું કે મારુ નથી. પછી શ્રીમહાપ્રભુજીએ બીજે ઠેકાણેથી ઘી મંગાવી ચલાવી લીધું. તે રાત્રીએ રજો સામગ્રી સિદ્ધ કરીને લાવી ત્યારે શ્રીમહાપ્રભુજી પીઠ દઈને બેઠા. રજોએ કહ્યું કૃપાનાથ ! મારો શો અપરાધ છે? શ્રીમહાપ્રભુજીએ કહ્યું, અમારા પિતાજીનું આજે શ્રાદ્ધ હતું તેમાં ઘી કેમ નહિ મોકલ્યું? રજોએ કહ્યું, મારી પાસે જુદું ઘી નહોતું માટે ના કહ્યું, આપને ત્યાં તો ઘી બહુ હતું તે કેમ ના કાઢયું ? ત્યારે શ્રીમહાપ્રભુજી એ કહ્યું, એ ઘી તો શ્રીઠાકોરજીનું હતું તે કેમ કરીને કઢાય ? રજોએ કહ્યું; મારે ત્યાં પણ શ્રી ઠાકોરજીનું હતું તે કેમ કરીને હું કાઢું ? ત્યારે શ્રીમહાપ્રભુજી એ કહ્યું, આજે તો શ્રાદ્ધનો દિવસ છે તેથી બીજી વાર લેવાય નહીં. રજોએ કહ્યું , મહારાજ આ તો દૂધઘર છે. તે તો લેવું પડશે. રજો ઉપર અનુગ્રહ કરીને તે દિવસે સામગ્રી આરોગ્યા. આ રજો ક્ષત્રાણી શ્રીમહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપા પાત્ર ભગવદીય હતાં. તેથી તેમની વાર્તાનો પાર નથી. વૈષ્ણવ 5 માં.
-------------------------------------------------------------------------------- વાર્તા 5 મી. રજોબાઈ ક્ષત્રાણી અડેલ નિવાસી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો