84 વૈષ્ણવ ની વાર્તા.
વાર્તા 8 મી. વૈષ્ણવ 8 માં. ગદાધરદાસ કપીલ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતાં તેમની વાર્તા.
પ્રસંગ 1 લો :- ગદાધરદાસ ને માથે શ્રીમદનમોહનજીની સેવા હતી. તે ઠાકોરજી ગૌર હતા. તે ગદાધરદાસને ભગવદ્દ ઈચ્છાથી જે કાંઈ પ્રાપ્ત થતું તે સમર્પતા. એક દિવસ યજમાનની વૃત્તિમાંથી કંઈ આવ્યું નહિ. ત્યારે બાલભોગમાં શ્રીઠાકોરજીને કેવળ જળ સમર્પિને ચલાવ્યું. પણ મનમાં બહુ જ ખેદ થયો. છાતીમાં અગ્નિના જેવી બળતરા થવા લાગી, એમ કરતાં રાત્રી પડી ત્યારે સૂઈ રહ્યા, જ્યારે દોઢ પહોર રાત્રી ગઈ, એક યજમાને આવી બૂમ પાડી અને કહ્યું બારણું ઉગાડો. ગદાધરદાસે ઉઠી ને બારણું ઉઘાડયું. તે યજમાને એક વાગે, ચાર રૂપિયા, અને કંઈક સામગ્રી ગદાધરદાસ ને આપી અને કહ્યું, મારે ત્યાં શ્રાદ્ધ હતું તેની દક્ષિણા લો , ગદાધરદાસ વાગો અને સામગ્રી મુકો અને બજારમાં એક કંદોઇ સારી તાજી મીઠી બનાવતો હતો તેને ઘેર ગયા અને પૂછ્યું તમારે ત્યાં મીઠાઈ સારી છે? ત્યારે હલવાઈએ કહ્યું , હમણાંજ તાજી જલેબી બનાવી છે, અને તેમાંથી કંઈ વેચી પણ નથી. ગદાધરદાસે જલેબીનું મુલ આપ્યું અને ઘેર લઈને આવ્યા, પછી તુરંત સ્નાન કરી શ્રીઠાકોરજીને જગાવી ભોગ સમર્પ્યો. સમયાનુસાર ભોગ સરાવી, અનોસર કરી, વૈષ્ણવોને બોલાવી લાવ્યા અને બધાંને મહાપ્રસાદ લેવડાવ્યો, તે બહુ સ્વાદિષ્ટ લાગ્યો, એવો તે કંઈ કહ્યો પણ જાય નહીં. તે સઘળો મહાપ્રસાદ વૈષ્ણવોને લેવડાવીદીધો અને પોતે ભૂખ્યા સુઈ રહ્યા. પછી સવારે ઉઠી ગદાધરદાસ સીધુસામગ્રી લઈ આવ્યા. સ્નાન કરી, રસોઈ કરી,શ્રીઠાકોરજીને અનોસર કરી ફરીથી વૈષ્ણવોને બોલાવી લાવ્યા. વૈષ્ણવો મહાપ્રસાદ લેવા બેઠા ત્યારે પૂછવા લાગ્યા રાત્રિએ મહાપ્રસાદ લીધો હતો તે તો બહું સ્વાદિષ્ટ થયો હતો, તે કોણે કર્યો હતો? ગદાધરદાસે બધો પ્રકાર કહ્યો એટલે વૈષ્ણવો બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું, જુઓ ગદાધરદાસ કેવું સત્ય કહે છે?
પ્રસંગ 2 જો :- એક દિવસે ગદાધરદાસે બધા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવા બોલાવ્યા હતા. પણ શાક સામગ્રી કંઈ ઘરમાં નહોતી. ત્યારે ગદાધરદાસે કહ્યું એવો કોઈ વૈષ્ણવ છે કે કંઈ શાક લઈ આવે. તે વૈષ્ણવોમાં એક વૈષ્ણવ વેણીદાસના ભાઈ માધવદાસ કરીને હતા તે મહાન વિષયી હતા, તેણે કહ્યું, હું લઈ આવું. ગદાધરદાસે કહ્યું, ભલે લઈ આવો, ત્યારે માધવદાસ જઈને ચીલની ભાજી લાવ્યા, તેમણે બહુ સારી રીતે ધોઈને સિદ્ધ કરીને રસોઈમાં આપી. પછી જયારે રસોઈ સઘળી સિદ્ધ થઈ, ત્યારે શ્રીઠાકોરજી આરોગ્યા પછી જયારે વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા ત્યારે ભાજી ઘણી સ્વાદિષ્ટ લાગી એટલે ગદાધરદાસે માધવદાસને આશીર્વાદ આપ્યો કે તમને હરિભક્તિ દ્રઢ થશે. તેમના આશીર્વાદથી તે ભલા વૈષ્ણવ થયા. તે ગદાધરદાસ એવા ભગવદીય હતા કે, જેમનાં આશીર્વાદથી માધવદાસ જેવા વિષયીની બુદ્ધિ ફરી ગઈ. આ ગદાધરદાસ શ્રીમહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા, તેથી તેમની વાર્તાનો પાર નથી. વૈષ્ણવ 8 માં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો