pusti bhakti,pusti marag, vaishnav, vaishnav samaj ,84 & 252 vaishnav ni varta, 84 bethak ni varta, shri mahaprabhuji vallabhacharya rachit granth, shri gusaiji rachit granth, thakorji na kirtan, thakorji na bhajan,etc
PUSTI MARG
84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 9 મી. વૈષ્ણવ 9 માં.
84 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 9 મી. વૈષ્ણવ 9 માં. વેણુદાસ માધવદાસ બન્ને ભાઈની વાર્તા. પ્રસંગ 1 લો :-વેણીદાસ મોટાભાઈ હતા અને માધવદાસ નાનાભાઈ હતા, જે માધવદાસે ગદાધરદાસને ત્યાં ચીલની ભાજી લાવી આપી હતી, તે જ માધવદાસ આ હતા. તે મહાન વિષયી હતા. તેમણે ઘરમાં એક વૈશ્યા રાખી હતી તેથી સઘળા વૈષ્ણવો તેમની નિંદા કરતાં હતા. તે વાત શ્રીમહાપ્રભુજીએ સાંભળી એટલે પોતે માધવદાસને બોલાવી કહ્યું કે, "તે આ કામ કર્યું છે, તેથી સઘળે નિંદા થયા છે." માધવદાસે કહ્યું,'મારુ મન તેના પર આસક્ત થયું છે, તેથી રાખી છે. આ પ્રમાણે ત્રણ વાર એવો જવાબ મળ્યો કે, મારુ મન તેથી આસક્ત થયું છે, ત્યારે પોતે ચૂપ રહ્યા. વૈષ્ણવોએ વિનંતી કરી કે, મહારાજ, હજુ સુધી તો તેણે છાનું રાખ્યું હતું. હવે તો તેણે આપના આગળ કહી દીધું છતાં આપે કંઈ તેને કહ્યું નહીં, શ્રીઠાકોરજીને તેનું મન ફેરવતાં કેટલી વાર લાગશે ? તેમાં વળી ગદાધરદાસે એવો આશીર્વાદ આપ્યો છે કે તેને હરિભક્તિ દ્રઢ થશે; તે જ એ માધવદાસ છે. કેટલાક દિવસ પછી શ્રીજીએ તેમની બુદ્ધિ ફેરવી એટલે વૈશ્યાને દૂર કરી શ્રીજીની કૃપાથી તે ઉત્તમોત્તમ વૈષ્ણવ થયા.
પ્રસંગ 2 જો :-એક દિવસે મોતીની માળા બહુ જ કિંમતની વેચાવા આવી હતી, તે ઘણી જ સારી હતી, તે જોઈને માધવદાસે પોતાના મોટાભાઈ વેણીદાસને કહ્યું, કે આ માળા તો આપણા શ્રીનવનિતપ્રિયાજીના કંઠને લાયક છે. મોટાભાઈ વેણીદાસને કહ્યું, એમાં શું લેવું છે ? આપણા ઘરમાં જે કંઈ છે તે બધું શ્રીઠાકોરજીનું છે ત્યારે આ માળા કેમ લેતાં નથી ? વેણીદાસે કહ્યું, આપણે ગૃહસ્થ છીએ વિવાહ વગેરે કરવાં છે, તેથી એમ શી રીતે બને? નાનાભાઈ માધવદાસે કહ્યું. હું તો જુદો રહીશ. તે દિવસથી પોતે જુદા રહ્યા અને જે દ્રવ્ય હતું તે વહેંચી લીધું પોતાના ભાગમાં જે દ્રવ્ય આવ્યું હતું તેનો માલ ખરીદી કરી, વેપાર અર્થે દક્ષિણમાં ગયા. ત્યાં તે વેચી બહુજ કિંમત ઉપજાવી, તેમાંથી પહેલાં મોતીની માળા વેચાવા આવી હતી તેના કરતાં પણ વધારે સુંદર અને બહુજ કિંમત આપીને એક માળા લઈ પોતાને ઘેર આવતા હતા; રસ્તામાં એક મોટી નદી આવતી હતી, તે નદીની પેલે પાર જવા એક હોડીમાં બેઠા શ્રીનાથજી શ્રીહસ્તમાં લાલ છડી લઈને પધાર્યા અને કહ્યું, આ નાવ ડુબાઉ ? ત્યારે માધવદાસે કહ્યું, निजेच्छातः करिष्यति. શ્રીઠાકોરજીએ કહ્યું તું ક્યાં ગયો હતો ? માધવદાસે કહ્યું, આપના માટે મોતીની માલા લેવા ગયો હતો. શ્રીનવનિતપ્રિયજીએ કહ્યું, શું અમારે તો બહુએ ય માળાઓ છે. માધવદાસે કહ્યું, આપને તો બહું માળાઓ છે, પણ સેવકે પોતાનો ધર્મ કરવો જોઈએ. ત્યારે શ્રીઠાકોરજીએ તે નાવને જરા દબાવી એટલે નાવ ડૂબવા લાગી. તે જોઈને જેટલા મનુષ્ય અંદર બેઠાં હતા તે બધાં શોકાતુર થઈ કોલાહલ કરવા લાગ્યા અને માધવદાસ તો આવી આપત્તિના વખતે પણ પ્રસન્ન જ રહ્યા. તેથી સઘળાના મનમાં આવ્યું કે, આ કોઈ મહાપુરુષ છે. એમ જાણી બધા તેમને શરણે ગયા. માધવદાસે શ્રીઠાકોરજીને વિનંતી કરીને નાવ ડૂબતા બચાવરાવી. પછી ત્યાંથી માધવદાસ આવ્યા અને શ્રીમહાપ્રભુજી ને દંડવત કરી તે માળા હાથમાં આપી. શ્રીમહાપ્રભુજીએ કહ્યું, જુઓ તે જ માધવદાસ, કે જેમનું શ્રીઠાકોરજીએ મન ફેરવ્યું અને ભગવદ્ભાવ ઉત્પન્ન થયો. જે આસક્તિ બીજાના ઉપર હતી તે શ્રીઠાકોરજીના ઉપર થઈ પછી આપ માધવદાસના ઉપર બહુજ પ્રસન્ન થયા. એ વેણીદાસ અને માધવદાસ બન્ને ભાઈ શ્રીમહાપ્રભુજીના આવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. વૈષ્ણવ 9 માં.
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો