મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)


                                                                      અર્થ 
જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 
       જે  સમયે દેશ માં  અધર્મ ને અનાચાર પ્રવૃત્તિ રહયો હતો  અને જ્ઞાન ને અભાવે ધર્માચાર બ્રહ્મચાર હતો  ત્યારે શુષ્ક વેદાંતનો પવન ફૂકાતો હતો ત્યારે શ્રીમદ વલ્લભાચાર્ય પ્રગટ્યા -તેમનું પ્રાગટ્ય અગ્ની કુંડ માંથી થયું આપ  પાંચ વર્ષ ના હતા , ત્યારે કહ્યૂ  કે હે પીતાજી-આપે  સાધના કરવામાં ઘણો  સમય  ગુમાવ્યો અને હવે ફળનું  ગ્રહણ  કરો , આમ કહી આપે ગીતાજી માંથી  હું વેદથી , યજ્ઞથી , દાનથી , ન  મળું  પણ  અનન્ય  ભગતી  વડે મેળવી શકાઉં છું , આ શ્લોક કહ્યા હતા.અને તેમનાં પીતાને પણ આશ્ચર્ય થયું હતું  આપને ઉપવીત  આપ્યાં પછી  તેમનાં પીતાશ્રીએ શુભઃ સમયમાં વિદ્યા  દયાન કરવા બેસાડયા, શ્રી  મહાપ્રભુજીએ  ચાર મહિનામાંજ  ચાર વેદ છ વૈદાંગ અને બીજા બધા શાસ્ત્ર ભણી લીધા હતા.એમનું  શ્રી  અંગ  શ્યામ સૂઘટિત  અને સબળ હતું એમના શ્રી વદન કમળમાં  બ્રહ્મ તેજની જ્યોતી હતી. આપશ્રીના દર્શનથી તેમનાં પ્રતી સ્પધીઓ  નમી પડયા હતા,એમનામાં ભગતીનો અખંડ ઝરો વહેતો સં 1548 માં દક્ષિણ  માં વિજ્યનગરમાં મહા ધુરંધર પંડીતો  વચ્ચે ધર્મવાદ થયો તે સમયે શ્રી વલ્લભની વિદ્ધતા એ વિધવાનો અવાક કર્યા અને આપના ધર્મ સિદ્ધાંતો સમર્થ  પંડીતોએ સ્વીકાર્યાં અને શ્રી કૃષ્ણદેવ રાજાએ આચાર્ય પદવી આપી.વળી રાજા અને પંડીતો ચર્ણે પડી સેવક થયા,આપે જગતને જણાવ્યું કે આ કળિકાળ માં  સંસાર સમુદ્ધ તરવાનો ઉપાય ભગતીજ છે ,અનન્ય ભક્તિ ભગવાનને પમાય  છે અને તેનાં જ્ઞાન વૈરાગ્ય  બે સંતાનો સાથે હોય,ત્યારે ભગતી ની મહતા વધે છે. આપશ્રીનું જીવન સાદું ને સાત્વીક હતું આપશ્રીનાં વચનમાં અને વર્તનમાં જરા પણ ફેર નહિ હતો તેઓ શ્રી ભભકા કે અડંબર ને રહ્યાં નહિ ,આપનું ભૂતલ પર પધારવું તો કૃપા માર્ગ ના દરવાજા ઉઘાડવા માટેજ હતું પ્રભુ સ્મરણ,પ્રભુ સેવા અને પ્રભુ કથામૃત એ ઔષધી પોતે પીતા અને વૈષ્ણવોને પાતા આપશ્રીયે દ્વારીકા થી જગન્નાથપુરી અને હીમાલય થી સેતુબંધ રામેશ્વર  સુધી સારાયે ભરતખંડ ની ઉઘાડે પગે ચાલીને નીષ્કામ વૃત્તિથી શ્રી પૃથ્વી પરિક્રમા કરી હતી આપશ્રીનું લગન પંઢરપુર સ્થળ પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી ની આજ્ઞાથી શ્રી મહાલક્ષમી વહુજી, સાથે કાશી માં થયું હતું અને તેમના ઉદરે શ્રી ગોપીનાથજી અને મહા પ્રભાવી શ્રી વીઠ્ઠલનાથજી પ્રગટ થયા હતા આપ ગૃહસ્થાશ્રમી છતાં જળ કમળ વન રહેતા, આપશ્રીએ સ્થળે સ્થળે જ્ઞાનનો પ્રચાર કર્યો અને ભક્તિની ઘોષણા કરી સર્વદા સર્વભાવથી વ્રજનાં અધીપતી શ્રી કૃષ્ણનું ભજન કરવું ;એજ તેમનો ઉપદેશ, એમનું જીવન લોક કલ્યાણ ને માટેજ હતું આપે જાગૃત રહી અનેક જીવોને જાગૃત કર્યા -શ્રી જગન્નાથપૂરી માં ધર્મ સભા ભરાઈ અને માયાવદિયોએ આચાર્ય શ્રી ને કહ્યું કે શ્રી જગન્નાથ નીર્ણય કરે તે અમારે સ્વીકારવો, પછી શ્રી વલ્લભની આજ્ઞા થી રાજાએ કલમ ખડિયો ને કાગળ પ્રભુ ચરણે ધર્યા દ્વારબંધ કર્યા -અને જ્યારે કમાંડ ઉઘડયા ત્યારે પ્રભુના શ્રી હસ્તે કાગળ માં લખાયું હતું. કે સર્વ શાસ્ત્રમાં પ્રભુએ ગાયેલા ગીત, ભાગવત સર્વોતમ શાસ્ત્ર છે સર્વ દેવમાં દેવકી પુત્ર શ્રી કૃષ્ણ સર્વોત્તમ દેવ છે સર્વ મંત્ર માં ભગવાનનું નામ શ્રેષ્ઠ મંત્ર છે,અને સર્વ કર્મ માં શ્રેષ્ઠ શ્રી ભગવાનની સેવા એજ કર્મ શ્રી ભગવદ આજ્ઞા નો રાજા અને પંડીતો એ સ્વીકાર કરી શ્રી વલ્લભાચાર્યજી નો વીજય સ્વીકાર્યો આચાર્યશ્રીએ ગંગા યમુનાના સંગમ સ્થાને અડેલમાં નીવાસ કર્યો અને આપશ્રી એ અનેક ગ્રંથ રચ્યા શ્રી ભાગવત પર સુબોધીની ટીકા કરી કે જેનાથી શ્રી કૃષ્ણ પર કોઈ અઘટિત ટીકા ન કરે એવો અર્થ કર્યો પુષ્ટિ માર્ગ એટલે ભક્તિ  વડે પ્રભુ ની કૃપા મેળવવાનો સરળ ને સરસ રાજમાર્ગ છે કે જે રસ્તાઓપર આંખ મીંચીને દોડવાથી પણ ઠેશ વાગતી નથી, ગમે તે વર્ણ ના લોકો ભક્તી કરી શકે છે જેમ વૃક્ષ ના મૂળ માં પાણી સીંચવાથી શાખા ને ડાળીયો તૃપ્ત થાય તેમજ  ભગવાન ની સેવાથી સર્વ દેવનું પૂજન કર્યું ગણાય છે સ્ત્રીયો વેદની અધીકારી ન ગણાય તેજ વૃજ વનિતા પુષ્ટી માર્ગ ની  અધિષ્ઠાત્રિ ગણાય છે 
        શ્રીમદ  વલ્લભાચાર્યજીની આજ્ઞા છે કે ભક્તીની ત્રણ અવસ્થા સ્નેહ, આસ્કતી અને વ્યસન તેમજ સેવા ત્રણ પ્રકારની છે તનુજા વિતજા અને માનસી,જેમ સોય માં દોરો પરોવ્યા પછી દોરો સોયની પછવાડે ચાલે છે, તેમજ  મન ભગવાન માં પરોવાય અને પ્રભુની પછવાડે ચાલે છે, તેનું નામે  માનસી અને આપશ્રીયે  કુટુંબ સહઃ ગીરીરાજ પધારી નવા મંદિરમાં  શ્રી ગોવર્ધનધરની પ્રતિષ્ટા કરી મહા ઉત્સવ કર્યો અને ત્યાં યોગ્ય સેવા નો પ્રબંધ કર્યો। સર્વ શાસ્ત્ર નું દોહન શ્રી કૃષ્ણ શરણમંમ: એજ આપશ્રીનો  આચાર અને ઉપદેશ મંત્ર હતો, શ્રીમદ વલ્લભાચાર્યજીએ ઋષિ મુનિયોએ પ્રીય એવા એકાંત સ્થાનમાં સમી વૃક્ષ નીચે પારાયણ કર્યા અને એજ વૈષ્ણવોની તીર્થ  ક્ષેત્રથી અધીક એવી બેઠકો શ્રીમદ આચાર્ય ચરણની પુણ્ય પવિત્ર ચોરાશી છે, એકતો  પરમ ભગવદીય 84 ચોરાશી વૈષ્ણવોની વાર્ત અને બીજી ચોરાશી ભગવદ અમૃત સમી થોડી  પણ માત્ર અંતર સ્નેહનાં  અનુપાને લેવાય તો આ ભવ ચોરાશી નો રોગ જાય.


____________________________________________________

મહાપ્રભુજી નું  પ્રાગટ્ય અહીં પૂર્ણ 

અને  84 બેઠક ની સ્થાપના અને તેના વિશે અહીંથી પ્રારંભ,
_____________________________________________________
          શ્રી કૃષ્ણાય નમઃ 
        



શ્રીમદ  અખંદભૂમાંડલાચાર્ય વર્ય શ્રીમદ વલ્લભાચાર્યજી ની બેઠક ચરિત્ર પ્રારંભ :-

   શ્રીમદ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી) ની ચોરાશી બેઠક આ પૃથ્વી પર છે,જે સ્થાનમાં આપે અલોકિક ચરિત્ર દેખાડયું અને શ્રીમદ ભાગવતનું પારાયણ  કર્યું ,ત્યાં આપની બેઠક છે. ચોરાશી પ્રકારની ભક્તી આપે સ્થાપના કરી ચોરાશી વૈષ્ણવના હ્નદય મી સ્થાપના કરી તેમાં એકાશી પ્રકારની સગુણ ભક્તિ અને ત્રણ પ્રકારની નિગુણ ભક્તિ જે પ્રેમ, આસક્તિ વ્યસન સહિત ચોરાશી વૈષ્ણવ મુખ્ય ભક્તિ નાં અધિકારી થયા છે.


બેઠક  (1)  લી શ્રી ગોકુળની બેઠક શ્રી ગોવિન્દ ઘાટ  

શ્રી  ગોકુળ માં શ્રી મહાપ્રભુજી ત્રણ બેઠક છે.(1)ગોવિંદ ઘાટપર છોકરનાં વૃક્ષ ની નીચે છે,જ્યારે આપ પ્રથમ શ્રી ગોકુળ પધાર્યા ત્યારે દામોદરદાસ ને આજ્ઞા કરી કે, દમલા ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ કેમ સમજાય, એટલામાં અકસ્માત એક સ્ત્રી હીરા ના પન્ના નાં આભૂષણ પહેરીને  ત્યાં આવી ને કહ્યું કે છોકર નીચે ગોવિંદ ઘાટ છે.અને દક્ષણ તરફ ઠકુરાણી ઘાટ છે, એમ કહી અંતર દયાન થઈ ગયા, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી યમુનાજી પરમ ઉદાર છે. આપણ ને બંન્ને  ઘાટ  બતાવી ગયા. શ્રી રાવલ થી ઠકુરાણી ઘાટ સુધી શ્રી સ્વાંમિનીજીની હદ છે અને મહાવનથી ગોવિંદઘાટ સુધી શ્રી ઠાકોરજી ની હદ છે,અને છોકર વૃક્ષ બ્રહ્મનું સ્વરૂપ છે.તે દિવસે શ્રાવણ શુદિ એકાદશી હતી તેથી સુરતનું પવિત્રુ અને ધોતી ઉપરણા કેસરથી રંગ્યા અને મિશ્રી સિદ્ધ કરી, રાત્રે આપ પોઢ્યા, દામોદરદાસ દૂર સુતા હતા, તે સમયે શ્રી મહાપ્રભુજી ના મનમાં ચિતા થઈ  કે મારૂં પ્રાગટ્ય ભુતલ પર દૈવી જીવોના ઉદ્ધાર માટે છે. મારે મારા મનનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપવાનો છે પણ જીવ દોષવાળો છે. અને પુરુષોત્તમ ગુણનિધાન છે એનો સબંધ કેમ થાય ? એટલામાં તો શ્રી યમુના પુલીન માંથી સાક્ષાત શ્રીનાથજી પ્રગટીને આજ્ઞા કરી કે શા માટે ચિતા કરો છો ? શ્રી આચાર્યજી એ પ્રણામ કરી કહ્યું આપ ક્યાં !અને જીવ ક્યાં! આ સંબધ કેમ થાય ? ત્યારે શ્રીનાથજી એ આજ્ઞા કરી કે  જેને તમે નામ દેશો તેનો સકલ દોષ સેવા નિવૃત થશે. અને શરણે અવનારનો હું ઉદ્ધાર કરીશ શ્રી આચાર્યજી ધોતી ઉપરણો પવિત્રુ શ્રીને ધરાવી ને શ્રી ને ભોગ ધર્યો, ત્યારે  શ્રીજી એ આજ્ઞા કરીકે તમે બ્રહ્મ સંબધ કરાવશો તેને હું અંગીકાર કરીશ, કહી અંતધ્યાંન થયાં, ત્યારે શ્રી આચાર્યજી એ પૂછ્યું દમલા, તે કંઇ સાંભળું ? દામોદરદાસે કહ્યું સાંભળું પણ સમજ્યો નહીં  શ્રી પુરુષોત્તમ ના વાક્ય વેદ ન  સમજે  તો જીવ શું સમજે,આપે કહ્યું દમલા શ્રી ઠાકુરજી એ બ્રહ્મસંબધ ની આજ્ઞા આપી પછી દામોદરદાસ ની ઈચ્છાથી બારસને દિવસે સ્નાન કરી , છોકર નીચે બહ્મસંબધ કરાવ્યું,અને માર્ગ નું રહસ્ય તેના હદય માં સ્થાપ્યું અને કહ્યું દમલા, આ માર્ગ તારે માટે પ્રગટ કર્યો છે આ ચરિત્ર ગોવિંદઘાટ ની બેઠકનું છોકર ના વૃક્ષ નીચે દેખાયું.         


contact:

place: ગોકુળ 
district:મથુરા 281303
contact person:શ્રી, હરિકૃષ્ણ મુખ્યાજી 
mo: 09319771078
_________________________________________________________________________________
બેઠક (2) જી-ગોકુળ અંદર ની મોટી બેઠક  




શ્રી  મહાપ્રભુજીની  બીજી અન્દરની મોટી બેઠક છે. ત્યાં આપ નિત્ય ભોજન કરતા અને કથા કહેતા, તે સમયમાં વૃંદાવનના કૃષ્ણચેતન્ય આદિ મહંતો એ વિચાર કર્યો કે અમેશ્રીનાથજી ની સેવા કરીએ, તેને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મારી સેવા શ્રી મહાપ્રભુજી કરશે, તમને તો ભગવદ્દ ભજનનો અધિકાર છે, ત્યારે તે લોકોએ શ્યામાનંદ નામના વૈષ્ણવને શ્રી ગીકુળ મોકલ્યો,તેની પાસે શાલિગ્રામજીની સેવા હતી તેમણે  તે બટવો છોકરના વૃક્ષ પર લટકાવી શ્રી આચાર્યજી ના દર્શને ગયા દર્શન કરી પાછો આવ્યા  અને જોએ છે  તો બટવો મળ્યો નહીં તેણે વિનંતિ કરી, કે તમારા સેવકો એ મારો બટવો ચોરી લીધો છે આપે આજ્ઞા કરી કે હમારો સેવક ચોરી કરેજ નહીં બરાબર જુવો, ફરી આવીને જોયું તો આખું વૃક્ષ બટવાથી ભરેલું જોયું , ત્યારે આવી વિનંતી કરી મહારાજ અનેક બટવા છે તેમાંથી મારો કયો ? ત્યારે આજ્ઞા કરી કે  તમારા ઈષ્ટને નથી ઓળખતા ? ત્યારે આગળ સેવા શું કરશો ? ફરી જઈને જુવો,આવીને જુવે છે તો એકજ બટવો દેખાય છે.તે લઈને વૃંદાવન ગયા અને મહંતોને વાત કરી ત્યારે તેણે માન્યું કે એ ઈશ્વરી અંશ છે, એમ અનેક ચરિત્ર દેખાડયાં અંદરની મોટી બેઠક બીજી સમાપ્ત.




contact:

place: ગોકુળ 
district:મથુરા 281303
contact person:શ્રી, સુરેશભાઈ મુખ્યાજી   
mo: 09357706176
contact person:શ્રી, અમિતભાઇ મુખ્યાજી  

mo:09675613532
______________________________________________________      

બેઠક (3) જી -શૅય્યા મંદિરની બેઠકનું ચરિત્ર 


એક સમયે શ્રી મહાપ્રભુજી બેઠકમાં પોઢ્યા હતા,તે સમયે ત્યાં શ્રી દ્વારકાનાથજીનું મંદિર ન હતું તે વખતે ત્યાં એક યોગેશ્વર દ્વાપર યુગ થી તપશ્ચર્યા કરતો હતો. તેની પર્ણકૂટી જમીનની અંદર હતી તેણે બહાર નીકળી શ્રી મહાપ્રભુજી ને દંડવત કર્યા,અને કહ્યું મહારાજ મ્હારી તપશ્ચર્યાનું ફળ મને આજે મળ્યું, અહીં હવે પછી સાત મંદિર બનશે અને શ્રી ગોકુળ ફરી વસશે પણ મને કોઈ હઠાવે નહીં એવી આજ્ઞા કરો, ત્યારે તેમણે આજ્ઞા કરી-તમને કોઈ ઉઠાવશે નહીં, પછી કેટલેક સમયે શ્રી દ્વારકાનાથજી મંદિર બનાવતા હતા ત્યારે પર્ણકુટી નીકળી અને શ્રી દ્વારકેશજીએ આજ્ઞા કરી તમે ત્યાંથી ખસી જાઓ તેણે કહ્યું મને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે કોઈ હઠાવે નહી પણ શ્રી દ્વારકેશજીએ આજ્ઞા કરીકે તમે અંહીથી ખસી જાઓ ત્યારે તે પર્ણકુટી સોળ હાથ જમીનમાં નીચે ઉતરીગઈ દ્વારકાનાથજી નું મંદિર બન્યું શ્રી ઠાકોરજી બિરાજ્યા પણ નિત્ય રાજભોગસરે પછી મહાપ્રસાદમાં જીવડા દેખાય શ્રી દ્વારકેશજીએ  શ્રી ગોકુલનાથજીને પૂછ્યું,ત્યારે તેમણે શ્રીનાથજીને વિનંતી કરી સર્વ વૃતાંત કહ્યું કે તે પોતાના કર્મનું ફળ ભોગવાય છે. પછી શ્રી ગોકુલનાથજીએ દ્વારકેશજીને બધા સમિચાર કહ્યા પછી કેટલાક દિવસ શ્રી દ્વારકાનાથજી શ્રી મથુરેશજીની પાસે બિરાજ્યા,શ્રી શૅય્યા મંદિર બેઠક ત્રીજી ચરિત્ર સમાપ્ત.


contact:

place: ગોકુળ
district:મથુરા 281303
contact person: શ્રી, જીતુભાઇ મુખ્યાજી 

mo:09719281752
______________________________________________________    
બેઠક (4) થી-શ્રી વૃંદાવનની બેઠકનું ચરિત્ર




શ્રી વૃંદાવનમાં બંસીબટની પાસે શ્રી મહાપ્રભુજીની બેઠક છે. તેનું ચરિત્ર દેખાડયું એક વૈષ્ણવ પ્રભુદાસ જલોટા ક્ષત્રિય હતો, તેને શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી કે પ્રભુદાસ સખડી મહાપ્રસાદ લ્યો, તેણે કહ્યું મહારાજ મેં સ્નાન  નથી કર્યું તો કેમ લવું ? ત્યાં શ્રી મહાપ્રભુજી એ કહ્યું શ્રી પધ્મ પુરાણ માં લખ્યું છે અને વૃંદાવન મહાત્મ્યમાં લખ્યું છે  કે વૃંદાવનમાં વૃક્ષ વૃક્ષમાં વેણુંધારી છે અને પાંદડે પાંદડે ચતુર્ભુજ પ્ર્ભુ છે. તો એ વૃંદાવન માં નહ્યા ન નહ્યા  તેનું કંઈ નથી, કારણ કે રજ થી જળ પવિત્ર અને જળ થી રજ પવિત્ર  છે  આ  વૃંદાવન માં લક્ષ કે અલક્ષની કથા શા માટે આમ કહી તેવીજ રીતે  સાક્ષાત દર્શન કરાવ્યાં તે પછી તેણે મહાપ્રસાદ લીધો, આમ અલૉકિક ચરિત્ર દેખાડ્યુ, એક ગોપાલદસ ગોડિયા કૃષ્ણચેતનન્ય  નો સેવક હતો તેણે તેને માથે શાલિગ્રામજી ની સેવા પધરાવી દીધી, તે સેવા કરે પણ મનમાં તાપ રહે કે આને શ્રુંગાર કેમ ધરાવું તેણે કૃષ્ણચેતનન્ય ને વિનંતી કરી, મહારાજ મને  સ્વરૂપ સેવા  પધરાવી દયો, ગુરુ તો ચૂપ થઈ ગયા અને શ્રીજગન્નાથરાયના દર્શન કરવા ગયા અને ગોપાલદાસ નો તાપ દેખી ને  સ્વપ્ન માં કૃષ્ણચેતનન્યે  કહ્યું કે હું તો ભગવદ્દ આજ્ઞાથી માર્ગ ઊપદેશ આપું છું. પણ ભગવત સ્વરુપનું સામર્થ્ય તો શ્રી મહાપ્રભુજીમાં છે તે તારો મનોરથ પૂણઁ કરશે, તેણે આવીને મહાપ્રભુજી ને વિનંતી કરી મહારાજ, ગુરુ એ મને આ સેવા પધરાવી આપી  છે  પણ મને અનેક રીતે શ્રુંગાર કરું એવો તાપ રહે છે માટે બીજુ સ્વરૂપ પધરાવી દ્યો ત્યારે આપે આજ્ઞા કરી કે  બીજુ સ્વરૂપ સમાટે પધરાવે છે તારો સાચો ભાવ હશે તો એમાંથી સ્વરૂપ પ્રગટ થશે. શ્રી ઠાકુરજી સર્વ કરવાને સમર્થ છે જેવી તારી ઈચ્છા હોય એવી તું  ભાવના કરજે તેવા સવારે દર્શન થશે, પછી તે પોતાને ઘેર આવીને સૂઈ રહ્યો શ્રી આચાર્યજી ની કૃપાથી સવારે તેની ઈચ્છા પ્રમાણે દર્શન થયા  તેનું નામ શ્રી રાધારમણ ધર્યું, હજી તે વૃંદાવનમાં બિરાજે છે  પ્રભુદાસે કહ્યું મને આપ ગુરુ ઉપદેશ આપો. આપે આજ્ઞા કરી કે આવતે જન્મે તને આ માર્ગ નો સંબંધ થશે પછી તેને કાલાંતરે આ પુષ્ટિમાર્ગનો સંબંધ થયો ત્યારે તેનું નામ ગોપાલનાગા હતું આ ચરિત્ર શ્રી વૃંદાવનની બેઠકમાં દેખાડયુ  શ્રી વૃંદાવન ની ચરિત્ર સમાપ્ત.



contact:

place:વૃંદાવન  
district:માથુર 81121
contact person: શ્રી, પુરષોત્તમ મુખ્યાજી  

mo:09897979623 / 09760449847
______________________________________________________ 
બેઠક (5) મી શ્રી મથુરાજી  વિશ્રામ ઘાટ ની બેઠક નું ચરિત્ર  




શ્રી માથુરા માં વિશ્રામ ઘાટ ઊપર  શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક છે તે સમયે ત્યાં ઊજ્જડવન હતું અને સ્મશાન ભૂમિ પાસે હતી તેથી શ્રી ભાગવતનો પાઠ કરતા મન દુઃખાયું ત્યારે કમંડળ માં જળ લઈ ને કૃષ્ણદાસમેઘ ને આપી કહ્યું કે જેટલામાં આ જળ છાંઠશો ત્યાં વસ્તી થશે. કૃષ્ણદાસે અપ્સરા કુંડથી સૂર્ય કુંડ સુધી જળ છાંટયું. ત્યાં વસ્તી વસી ગઈ અને સ્મશાન ભૂમિ ધ્રુવ ઘાટ પર થઈ. તે સમયે રુપ સનાતન દર્શન કરવા આવ્યાં હતાં તેણે કહ્યું કે આપણા સેવકો દુર્બળ કેમ. તમારો માર્ગ તો પુષ્ટિ છે.ત્યારે આપે કહ્યું કે અમે તો ના પાડી હતી કે તમે આ માર્ગમાં ન પડો  તેનાં ફળ ભોગવે છે. આનું રહસ્ય કૃષ્ણચેતનન્ય સમજ્યા નહીં, એમાં પોતાનું સ્વરૂપ માર્ગ અને સેવક નું સ્વરૂપ ત્રણે વાત દેખાડી, રાસ પંચાધ્યાયી માં શ્રીમુખ થી વ્રજ ભક્ત ને ના પાડી અને કહ્યું ઘરે જાવ. તેણે માન્યું નહીં તેથી સંયોગ ને વિપ્રયોગ ભોગવ્યો તે સમયે એક કાજીયે મંત્ર લખી ને વિશ્રામ ઘાટ પર યંત્ર બાંધ્યો, તે યંત્ર ના નીચે જે હિન્દુ નીકળે તેની ચોટલી કપાઈ જાય અને દાઢી થાય તે રીતે મુસલમાન ધર્મ ભ્રષ્ટ કરતા,  તે સમયે શ્રી આચાર્યજી વિશ્રામ  ઘાટ પર સ્નાન કરવા પધાર્યા, સાથે વૈષ્ણવો હતા. શ્રી મહાપ્રભુજી એ સ્નાન કર્યું, પણ યંત્ર થી પ્રભાવ થયો નહીં, પછી સાત દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું  તે સમયે પણ યંત્ર કંઈ કરી શક્યું નહીં ત્યારે ચોબાજી એ વિનંતી કરી કે મહારાજ આ  યંત્ર દૂર કરો ત્યારે આપે આજ્ઞા કરી કે કાજી ને જઈ ને કહો કે શ્રી ગોકુળ નો ફકીર કહે છે કે આ યંત્ર ઉઠાવી લ્યો, ચોબેએ આ વાત કાજી ને કહી. કાજી એ કહ્યું કે આ યંત્ર તો બાદશાહે મુકાવ્યું છે ત્યાંથી હુકમ આવેતો ઊઠે, ચોબાજી એ આ વાત આપને કહી. ત્યારે આપે યંત્ર લખી ને વાસુદેવ છકડા અને કેશવ ભટ  ને દિલ્હી મોકલ્યા દિલ્હીના બધા દરવાજે યંત્ર મુકયા જે મ્લેચ્છ તેની નીચે થી નીકળે તેની ડાઢી નીકળી જાય અને ચોટલી થઈ  જાય, તેથી હિન્દુ જણાય, બાદશાહ ને ખબર થઈ. હુકમ થયો કે યંત્ર ઉઠાવી લ્યો, માણસો યંત્ર ઊઠાવવા લાગ્યા પણ તે કોઈના હાથ માં આવે નહીં,બાદશાહે પૂછ્યું કે કોને મૂક્યું છે. કોઈ એ કહ્યુ કે મથુરાના હિન્દુ ફકીરે  મુંક્યું છે  તેને ત્યાં હાજર કર્યા, તેને કહ્યું કે તમે યંત્ર ઊઠાવી લ્યો ત્યારે તે બંન્ને  જણા એ કહ્યું કે તમે તમારુ યંત્ર મથુરામાંથી ઊઠાવી લ્યો તો અમે ઊઠાવીયે, પછી માણસો મથુરા માંથી યંત્ર ઉઠાવી કાગળ લઈ આવ્યા ત્યારે દિલ્હી માંથી યંત્ર ઉઠાવી લીધાં, ત્યાર પછી વિશ્રામ ઘાટ ઉપર સંધ્યા નું જળ છાંટ્યું અને કહ્યું કે આજ પછી કોઈ યંત્ર ધરશે તે જૂઠો થશે. પછી ઊજાગર ચોબાને ગોરપદું લખી આપ્યું, તેમની આજ્ઞા  લઈ સંવત 1549 ભાદરવા સુદ બારસે વિશ્રામ ઘાટ પર નિયમ લે વનયાત્રા કરી, શ્રી મથુરા ની બેઠક ચરિત્ર સમાપ્ત.



contact:

place: મથુર 
district:મથુરા 281001
contact person: શ્રી, વસંતભાઈ મુખ્યાજી 

mo:09837016642
______________________________________________________
બેઠક (6) ઠી - શ્રી મધુવનની બેઠક ચરિત્ર 




મધુવનમાં મધુવનીયા ઠાકુર શ્રી વ્રજનાભ સંસ્થાપિત છે. તેના દર્શન કરી માધવકુંડ,કૃષ્ણકુંડ ઉપર કદંભ નીચે શ્રી આચાર્યજી સાત દિવસ શ્રી ભાગવત નું પારાયણ કર્યું ;શ્રી ઠાકોરજી કથા સાંભળવા પધારતાં, એક દિવસ એક બ્રાહ્મણ સ્ન્નાન કરી ને સેવા માટે મંદિર માં ગયો અને જોયું તો શ્રી ઠાકોરજી નહિ. તેથી ત્યાં બેઠા બે પ્રહોર પછી શ્રી ઠાકોરજી પધાર્યા બ્રાહ્યણે પૂછ્યું આપ ક્યાં પધાર્યા હતા શ્રી ઠાકોરજી એ કહ્યું શ્રી આચાર્યજી પાસે ભાગવત પારાયણ સાંભળવા ગયો હતો અને સાત દિવસ જઈશ માટે વહેલી સેવા કરવા આવજો શ્રી મહાપ્રભુજી સાથે છ વૈષ્ણવ હતા. 1- વાસુદેવ છકડા, 2-યાદવેન્દ્રદાસ કુંભાર, 3- ગોવિંદ દવે, 4- માધવ ભટ્ટ કાશ્મીરી ,5-સુરદાસજી, 6-પરમાનંદદાસજી યાત્રા માં હતા મધુવનની બેઠક ચરિત્ર સમાપ્ત.
           
contact:
place: મહોલી 
district:મથુરા 281141
contact person:  શ્રીમતી જાનકીબેન 
mo:09619991269
______________________________________________________


        બેઠક (7) મી- કમોદવનની બેઠક નું ચરિત્ર




મધુવન થી આપ તાલવન પધાર્યા ત્યાં કોઈ ભગવત સ્વરુપ ન હતું, માટે ત્યાંથી પારાયણ ન કરી. પણ કારિકા કરી ત્યાંથી આગળ કમોદ વનની બેઠક છે ત્યાં કુંડ ઉપર શ્યામ તમલા ની નીચે ત્રણ દિવસ બિરાજ્યા, પારાયણ કર્યું  ત્યાં કૃષ્ણદાસ મેઘ ને પૂછ્યું કે મહારાજ  આ વન નું નામ કમોદ વન શા માટે પડયું ? ત્યારે   આપે આજ્ઞા કરી કે સામવેદ માં એક કથા માં વ્રજનું મહાત્મ કહ્યું છે કે એક સમયે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી આ વનમાં પાધાર્યા, શરદચાંદની ખીલી રહી હતી ત્યારે સ્વામિનીજી એ કહ્યું કે અહીં કુમુદ કુમુદિની વન થાય તો ઠીક ત્યારે શ્રી ઠાકુરજીએ કુમુદ કુમુદિની લઈ સખી ને આજ્ઞા કરી તેથી આ વનનું નામ કમોદવન પડયું ત્યારે વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ આપને સંગે આ દર્શન ન થાય તો ક્યારે થાય ત્યારે આપ ગીતાજી નો શ્લોક બોલ્યા "દિવ્ય દદમી તે ચક્ષુ પશ્ય મે યોગ મૈશ્વરમ " તુરંત વૈષ્ણવો ને દિવ્ય ચક્ષુ થી જોવા લાગ્યા તો કમોદ કમોદીની સહિત જળ સ્નાન ની લીલા મહેલનાં દર્શન કરાવ્યા, બહુભાવથી વૈષ્ણવો ને દેહનુંસંધાન રહ્યું નહીં તેથી બહુલા વન પધાર્યા, શ્રી મહાપ્રભુજી ની કમોદ વનની બેઠક ચરિત્ર સમાપ્ત.

contact:

place:ઉસ પાર 

district:મથુરા (ઉ.પ)

contact person:

mo:
______________________________________________________
બેઠક (8) મી -શ્રી બહુલાવનની બેઠક ચરિત્ર 





બહુલા વનમાં કૃષ્ણ કુંડ ઉપર ઊતર દિશાએ વડની નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા, અને પારાયણ કરી ત્યારે ત્યાં ના બ્રાહ્યણો એ વિનંતી કરી કે મહારાજ અહીં નો હાકીમ યવન છે તે બહુલા ગાય ની પૂજા કરવા દેતો નથી કહે છે કે  અમારી સામે આ ગાય દાણો ઘાસ ખાય તો પૂજા કરો પછી  શ્રી આચાર્યજી એ હકીમને બોલાવ્યો અને તેના દેખતા ગાયની મૂર્તિ ઘાસ ખાવા લાગી તેને આશ્ચર્ય થયું અને દંડવત  કહ્યું મહારાજ મને આપનો સેવક કરો ત્યારે આપે આજ્ઞા કરી કે તમે ગાય ની પૂજા કરવા ની  બાંધી કરી તેથી તારો અંગીકાર બીજા જન્મમાં થશે. હકીમેં ગાય ની પૂજાની  છૂટી કરી અને દેહ છૂટ્યો ત્યારે હોડીવાળા ને ત્યાં જન્મ લીધો તેનું નામ મેહ ઢીમર તેની વાત શ્રી ગુંસાઈજી નાં સેવકમાં લખી છે ત્યાં થી આગળ ટોસ ગામ માં થઈ જિખીન ગામમાં શ્રી બળદેવજી ના દર્શન કર્યા, સૃન્ગાર કર્યા, અને એક રાત્રી બિરાજ્યા અને દમલા ને કહ્યું કે આ શ્રી બળદેવજી પ્રાચીન છે એણે શંખચૂડ ને માર્યા છે તેથી આ ગામ નું નામ જખીન ગામ છે. બીજે દિવસે મુખરાઈ થઈ શ્રી કૂંઠ પધાર્યા, ઇતિ  શ્રી બહુલા વનની બેઠક ચરિત્ર સમાપ્ત.


contact:

place:વાથીગામ 

district:મથુરા(ઉ.પ્ર ) 
contact person:શ્રી મધુસુદન મુખ્યાજી 

mo:09867626969
______________________________________________________


બેઠક (9) શ્રી રાધાકૃષ્ણ કુંડની બેઠક  ચરિત્ર,




શ્રી રાધા કુંડ ઉપર શ્રી સ્વામિનીજી નો મહેલ છે ત્યાં છોકર ની નીચે શ્રી મહાપ્રભુજી ની બેઠક છે ત્યાં આપ એક માસ બિરાજ્યા, એક વખત સવારે શ્રી મહાપ્રભુજી છોકરની નીચે બિરાજ્યા હતા તે સમયે શ્રીનાથજી અને સ્વામિનીજી બાંહ પકડી ને શ્રી ગિરિરાજ શિખર પર પધાર્યા, આપ તો શ્રીનાથજી નો અભિપ્રાય જાણી ગયા તેથી તેથી શ્રી કુંડ થઈ ને આપ શ્રીનાથજીની પાસે પધાર્યા, અંતરંગ સેવક સહિત વૈષ્ણવને દર્શન થયા ત્યારે તે મૂર્છિત થઈ ગયા, પછી આપ ત્રીજે દિવસે પધાર્યા અને વૈષ્ણવ પર કમંડલ નું જળ છાંટ્યુ, બધણી મૂર્છા મટી અને શ્રીજીને આજ્ઞા થઈ તે  વાત દામોદરદાસ ને કહી, પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણકુંડ જે શ્રી ઠાકુરજી એ વેણુ થી ખોદયો હતો. અને રાધા કુંડ જે શ્રી સ્વામિનીજી એ નખથી ખોદયો  હતો. એમાં અસાધારણ જળ ભરાયું ત્યાં એના અંદર શ્રી સ્વામીનિજી નો રત્ન જડિત્ર મહેલ છે ત્યાં શ્રી સ્વામિનીજી નિત્ય રમણ કરે છે. તે વાત શ્રી ગુંસાઈજીની બેઠક માં વિસ્તારથી લખેલ છે ત્યાં આઠ દિશામાં આઠ સખીના કુંડ છે તેના નામ ચંદ્રભાગ કુંડ, ચંપકલતા કુંડ, ચંદ્રાવલી કુંડ ,લલિતા કુંડ, વિશાખા કુંડ, બહુલા કુંડ, સંધ્યાવલી કુંડ, ચિત્રા કુંડ, એ સર્વ કુંડમાં શ્રી આચાર્ય જી સ્નાન કર્યું, અને ત્યાંથી કુસોમાખર પધાર્યા ત્યાં સ્નાન કર્યું; જ્યાં ઉદ્ધવજી ગુલ્મલત્તા થઈ રહ્યા છે તેમનો સમાગમ થયો અને ઉદ્ધવજી એ કહ્યું મહારાજ ભ્રમર ગીતની સુબોધિની મને સંભળાવો, ત્યારે આપે આજ્ઞા કરી કે એક શ્લોક કહું, પછી આપે શ્રી ભાગવત દશમસ્કંધ સુડતાલીસ અધ્યાય માંથી એકવીશમાં શ્લોકના ચોથા ચરણ નો અર્થ અરેરે તે અગુરુ ના જેવા સુગંધીવાળો હાથ અમારા મસ્તક પર કયારે  મુકશો, કહેતા કહેતા ત્રણ  પ્રહોર થઈ ગયા આપ ઉભાજ રહ્યા અને દેહ ભાન રહ્યું નહીં ત્યારે ઉદ્ધવજી એ કહ્યું કે મહારાજ આ અર્થ મને અવધારણ થઈ ગયો ત્યારે આપે આજ્ઞા કરી કે જો અમે તો શ્લોક નો સંકલ્પ કયો છે. તેટલું કહેશું તમારાથી જેટલું ધારણ થાય તેટલું કરો. ૐ કહી બાર પ્રહોરમાં એક શ્લોક નો અર્થ કહ્યો ત્યાં સુધી ભગવદીયને બહુ આનંદ થયો ભૂખ તરશે  કંઈ બાધ કર્યો  નહીં; પછી નારદકુંડ માં સ્નાન કરી ગ્વાપોખર માં સ્નાન કરી ને માનસી ગંગા ચક્રતીર્થ ની નીચે આપ આવી બિરાજ્યા શ્રી મહાપ્રભુજી ની રધાકુંડ ની બેઠક ચરિત્ર સમાપ્ત.  


contact:
place:રાધા કુંડ 
district: મથુરા 281504
contact person:શ્રી દાઉદયાલજી મુખ્યાજી 
mo:09897407556
______________________________________________________

બેઠક (10) માનસીગંગાની બેઠક નું ચરિત્ર 







માનસી ગંગા ઉપર આપશ્રીની  બેઠક છે ત્યાં સાત દિવસ આપે બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કરી ત્યાં  કૃષ્ણચૈતન્ય છ મહિના થી સવાલક્ષ નામ લેવાં એવા સંકલ્પ કરી બેઠા હતા કોઈ થી બોલતા ન હતા તે સમયે કોઈ એ કહ્યું કે અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે આ સાંભળીને કૃષ્ણચૈતન્ય ઉઠી ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ત્યારે આપે આજ્ઞા કરીકે તમે અહીં કેટલા દિવસ થી છો ત્યારે તેણે કહ્યું કે છ મહિના થયા છે એક પુરાણ માં કહ્યું છે કે માનસી ગંગા દુર્ગમય છે, જે છ  મહિના 

તેમાં સ્નાન કરે તેને તેવાં દર્શન થાય, મહારાજ દર્શન થાશે, પછી સ્નાન કરી ભગવાન જગન્નાથ ના દર્શને જઈશ, મને આજે સ્વપ્ન માં શ્રી માનસી ગંગાએ કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધારશે ત્યારે તારા બથા મનોરથ પૂર્ણ થશે, ત્યારે આપે કહ્યું કે તારા મનોરથ પૂર્ણ થશે, આમ કહી કમંડળમાંથી જળ લઈને બધા વૈષ્ણવ ની આંખો પર છાંટયુ, ત્યારે બધા દિવ્ય નેત્ર થી માનસી ગંગા નું સ્વરુપ આધિદૈવિક દૂધ દર્શન થયા વૈષ્ણવોએ દર્શન કરી સ્નાન કર્યું અને મનમાં એવો અર્વિભાવ થયો કે બેઘડી  રાત્રી થી માંડી આઠ ઘડી દિવસ ચઢયો ત્યાં સુધી એવા દર્શન થયા. પછી એના નેત્રો માંથી લીલા ને તિરોધાન કરી, જ્યાં સુધી આપે ત્યાં સપ્તાહ કરી ત્યાં સુધી ચક્રેશશ્વર મહાદેવજી કથા સાંભળવા આવતા, એ મહાદેવ નો પૂજારી નિત્ય પૂજા કરતો ત્યારે સાક્ષાત દર્શન થતા. એ દિવસ મધ્યાન સુધી દર્શન ન થયા અને મધ્યાન પછી શ્રી ભાગવત પારાયણ પૂરી થઈ ત્યારે મહાદેવજી દેવાલય આવ્યા, પૂજારી ને દર્શન થયા અને પૂજા  કરીને પૂછ્યું કે મહારાજ અત્યાર સુધી ક્યાં ગયા હતા ? ત્યારે મહાદેવજી એ કહ્યું કે અમે નિત્ય શ્રી મહાપ્રભુજી ની કથા સાંભળીયે છીએ હું આવું ત્યારે તમે પૂજા કરજો, આમ એક માસ સુધી શ્રી મહાપ્રભુજી બિરાજ્યા ત્યાં સુધી રોજ યમુનાવતો તથા કિલોળ કુંડ, અઠિંગ માં સ્નાન કર્યા પછી, શ્રી ગોવર્ધન્માં બ્રહ્મ કુંડ, રણમોચન, પાપમોચન, ધર્મરોચન, ગોરોચન, નિવત કુંડ , એટલા કુંડ માં સ્નાન કરી ને આપ પાંસોલી પધાર્યા ઇતિ શ્રી આચાર્યજી ની માનસી ગંગા બેઠક ચરિત્ર સમાપ્ત.
  
contact:
place: ગોવર્ધન 
district: મથુરા 281404
contact person: 
mo:
______________________________________________________


ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 71-થી-84)

______________________________________________________ બેઠક (71) મી શ્રી ખેરાલુની બેઠક ચરિત્ર   શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખેરાલુ માં જગન્નાથ જોશીના ઘરમાં છે. શ્રી જગન્નાથ જોશીની માતા ઉપર આપ બહુજ પ્રસન્ન હતા તેથી તેના ઘરમાં બિરાજ્યા આપ પાક કરી ભોગ ધરી પરમ પ્રીતથી આરોગતા આપ કથા કહેતા ત્યાં કથામાં રસાવેશ બહુ થતો તે સમયે જગન્નાથજોશી એ એક શ્ર્લોક યુગલ ગીતનો પૂછ્યો તેનું વ્યાખ્યાન કરતા ત્રણ પ્હોર થયા અને વચનામૃતની અદભુત વર્ષા કરી કોઈને દેહનુંસંધાન રહ્યું નહીં. પછી શ્રી આચાર્યજીએ બધાને સાવધાન કર્યા પછી ત્યાં આપે સપ્તાહ કરી અને અલૌકિક આનંદ થયો પછી આપ ખેરાલુ થી સિદ્ધપુર પધાર્યા. ઇતિ શ્રી ખેરાલુની બેઠક ચરિત્ર સમાપ્ત. માણીવાસ  contact: place: ખેરાલુ  district: મેહસાણા(ગુજરાત)384325 contact person: મુખ્યાજી  mo:  (02761)230130 ______________________________________________________ બેઠક (72) મી શ્રી સિદ્ધપુર ની બેઠક નું  ચરિત્ર     એક સમય શ્રી મહાપ્રભુજી ખેરાલુ થી સિદ્ધપુર પધાર્યા ત્યાં બિંદુ સરોવર પ