મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 18 મી. વૈષ્ણવ 18 માં.

252 વૈષ્ણવોની વાર્તા.

વાર્તા 18 મી. વૈષ્ણવ 18 માં. વૈષ્ણવ શ્રીગુસાંઇજીના સેવક નિહાલચંદ જલોટા ક્ષત્રીની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ નિહાલચંદ ઉજ્જનમાં રહેતા હતા. પુષ્ટિમાર્ગીય ગ્રંથ સાંભળવાને તેમની બહુ આસક્તિ હતી. શ્રીઠાકોરજી એમને અનુભવ જણાવતા હતા. એક સમયે નિહાલચંદ શ્રીગોકુળ આવ્યા. રસ્તામાં 16 માણસ વેપારીઓનો સંગ થયો. રસ્તામાં ચોર લોકો એ વેપારીઓને તથા નિહાલચંદને પકડીને લઈ ગયા. બધું દ્રવ્ય લઈને કેદ કર્યા. બધાને મારી નાખવાનો વિચાર કર્યો. તેમાં એક મુખ્ય ચોર હતો. તેની માં વૈષ્ણવ હતી. ચાચા હરિવંશજીએ જે ભીલોના ગામને વૈષ્ણવ બનાવ્યા હતા. તે ગામની આ પટેલની માં વૈષ્ણવ હતી. આ નિહાલચંદભાઈ રાત્રે કીર્તન કરતા હતા. તે પટેલની માંએ સાંભળ્યું. તે ઉઠીને નિહાલચંદ પાસે ગઈ. તેમને પૂછ્યું. "તમારું ના શું ? " તેમણે નામ બતાવ્યું. આ નામ તેણે વૈષ્ણવો પાસેથી સાંભળ્યું હતું. તે નામ સાંભળીને પગે લાગી. અને પોતાના બેટાને લાવીને પગે પડાવીને અપરાધ ક્ષમા કરાવ્યો. અને આખા ગામને વૈષ્ણવ બનાવ્યા. અને આખા ગામને મળીને શ્રીગુંસાઈજીની ભેટ અપાવી. નિહાલચંદે તે ચોરને ખેતી કરવાનું કહ્યું, અને ચોરી છોડાવી દીધી. પછી એ ત્યાંથી શ્રીગોકુળ આવ્યા. તે સોળ વેપારીઓ પણ સાથે આવ્યા અને વૈષ્ણવ થયા. એમની સાથે જે માલ હતો તે બધો ભેટ કરી દીધો. એ નિહાલચંદ એવા કૃપાપાત્ર હતા. એમની સંગથી ભીલનું ગામ બધું તથા વેપારી બધા વૈષ્ણવ થયા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 18 માં.

(સાર) ખરો વૈષ્ણવ તો એ કે જેના સંગથી બીજા પણ વૈષ્ણવ થાય.  


  
  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।