252 વૈષ્ણવો ની વાર્તા.
વાર્તા 32 મી વૈષ્ણવ 32 માં શ્રીગુસાંઇજીના સેવક મધુસુધનદાસની વાર્તા.
પ્રસંગ 1 લો :- એક સમય મધુસુધનદાસ શ્રીગોકુળ આવ્યા અને શ્રીગુસાંઇજીના દર્શન કર્યા. મનમાં એવું થયું કે હું "શ્રીગુસાંઇજીનો સેવક થઉં તો ઠીક" તેથી શ્રીગુસાંઇજીને વિનંતી કરી "મને શરણે લ્યો" ત્યારે શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી ન્હાઈ આવો એટલે ન્હાઈ આવ્યા, શ્રીગુસાંઇજીએ પછી કૃપા કરીને નામ નિવેદન કરાવ્યું. મધુસુદનદાસનું ચિત્ત ઘણું પ્રસન્ન થયું પછીથી શ્રીગોકુળમાં તેમનું મન લાગ્યું. પુષ્ટિમાર્ગની રીતિ શીખવાને શ્રીગોકુળમાં રહેવા લાગ્યા. ભિક્ષાવૃતિ માંગીને નિર્વાહ કરવા લાગ્યા. એક દિવસ શ્રીગુસાંઇજીએ પૂછ્યું તમે ભિક્ષા ક્યાં ક્યાં માંગો છો" તેમણે કહ્યું "બધાના ઘરથી લાવું છું " શ્રીગુસાંઇજીએ કહ્યું "અમારા સેવક, ભટ્ટ કે નોકરને ઘરથી ભિક્ષા લેવી નહીં. કારણકે એમને ત્યાં અમારું દ્રવ્ય આવે છે. દેવ-દ્રવ્ય, ગુરુ-દ્રવ્ય, અને બ્રાહ્મણનું દ્રવ્ય લેનારની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. પછી મધુસુધનદાસ એ પ્રમાણે કરવા લાગ્યા. તેમની ચિત્ત વૃત્તિ સ્થિર જોઈને શ્રીગુસાંઇજીએ એમને પાનઘરની સેવા આપી. મધુસુધનદાસનું ચિત્ત સેવામાં એવું લાગ્યું કે જન્મભર શ્રીગુસાંઇજીની સેવાકરી એમની વાર્તા કેટલીક લખીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 32 માં.
(સાર):- ગમે તેવી ખરાબ સ્થિતિ હોય તો પણ ગુરુના તથા તેમના સેવકો, વગેરેના ઘરના દ્રવ્યથી વૈષ્ણવે કદી નિર્વાહ ચલાવવો નહીં. તેમ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો