વાર્તા 41 મી. વૈષ્ણવ 41 માં. શ્રીગુસાંઇજીના સેવક દિલ્હીમાં રહેતાં હતાં તેમની વાર્તા. પ્રસંગ 1 લો :- આ વૈષ્ણવ શ્રીનાથજીનાં દર્શન કરવાને ગયા. દર્શન કરીને બહુજ પ્રસન્ન થયા. પણ શ્રીરામચંદ્રજીનો મહિમા એમણે બહુજ સાંભળ્યો હતો. તેથી મનમાં એવું આવ્યું કે અયોધ્યામાં શ્રીરામચંદ્રજીનાં દર્શન કરું તો ઠીક. તેથી શ્રીગુંસાઈજીની આજ્ઞા માંગીને શ્રીરામચંદ્રજીનાં દર્શન કરવાને ગયાં. જયારે શ્રીરામચંદ્રજીનાં દર્શન કર્યા ત્યારે એમના મનમાં અભાવ આવ્યો. કે શ્રીનાથજીના જેવું સુખ અહીંઆ નથી. તેથી વાંકી પીઠ કરીને ઉભા રહ્યાં. આથી એમને કોઢ નીકળ્યો. ત્યારે શ્રીરામચંદ્રજીને કહ્યું,"શ્રીનાથજીને છોડીને હું તમારી પાસે આવ્યો છું. તે મારો અપરાધ થયો છે. કોઢથી મારા અપરાધની નિવૃત્તિ નહીં થાય. મને વાળે વાળમાં કીડા પડવા જોએઈએ. તોજ મારો અપરાધ દૂર થશે. એવાં અનન્યતાનાં વચન સાંભળીને શ્રીરામચંદ્રજી હસ્યાં અને આજ્ઞા કરી, "જાવ, શ્રીનાથજીનાં દર્શન કરો." શ્રીરામચંદ્રજીનાં વચન સાંભળીને આનો કોઢ મટી ગયો. આવીને શ્રીનાથજીના દર્શન કર્યા. એ વૈષ્ણવ એવા અનન્ય હતા. એમની અનન્યતા જોઈને શ્રીનાથજી પ્રસન્ન થયા. અને સર્વ પ્રકારનો અનુભવ જણાવ્યો. વૈષ્ણવ 41 માં. (સાર) આ માર્ગમાં અન્યાશ્રય એ મહાબાધક છે. પુષ્ટિમાર્ગીય સેવ્ય પ્રભુ સિવાય બીજામાં જો ચિત્ત ખેંચાય તો તે બાધક કર્તા છે. માટે શ્રીનાથજીનાં તથા તેમનાં વંશજોનાં જે સેવ્ય સ્વરૂપ છે તેમનાં અનન્યભાવથી દર્શન કરવાં જોઈએ.
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો