મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 41-થી-50)

    


________________________________________
 બેઠક (41) મી શ્રી સેતુબંધ રામેશ્ર્વરમ ની બેઠકનું ચરિત્ર 







શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિષ્ણુ કાંચીથી સેતુબંધ રામેશ્વરમ પધાર્યા  ત્યારે  એક છોકર ની નીચે આપ બિરાજ્યા અને કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે શ્રી રઘુનાથજી લંકા પધાર્યા તે સમયે સમુદ્ર સેતુ બાંધ્યો અને રામેશ્વરમની સ્થાપના કરી, તે રામેશ્વરમજી રામચંદ્રનું સ્વરૂપ છે. તેથી વિભીષણ નિત્ય દર્શન કરવા આવે છે. એમ કહીને આપ ત્યાં બિરાજ્યા અને શ્રી ભાગવતની સપ્તાહ પ્રારંભ કર્યો. શ્રી રામેશ્વરમજી કથા સાંભળવા પધાર્યા, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું પરિશ્રમ કરી કેમ પધાર્યા, ત્યારે રામેશ્વરમજીએ કહ્યું આપે જીવ પર કૃપા કરી છે, આપના દર્શન અહીં ક્યાંથી હોય તેથી આપ મને શ્રી ભાગવત સંભળાવો, ત્યારે શ્રી આચાર્યજી એ કહ્યું કે કથાનો અવકાશ નહીં મળે પણ સપ્તાહ થશે. તે કૃપા કરી સાંભળજો. જ્યાં સુધી શ્રી ભાગવતનું પારાયણ થયું ત્યાં સુધી  શ્રી રામેશ્વરમજી પધારતા, શ્રી આચાર્યજી પાસે બિરાજતા અને કથા સમાપ્ત થયે મંદિરમાં પધારતા, ત્યાં એક શ્રી રામેશ્વરમજી નો કૃપાપાત્ર
ભક્ત હતો એને રામેશ્વરમજી સાક્ષાત દર્શન દેતા પછી તે ખાતોપીતો એક દિવસ ત્રણ પ્હોર સુધી તે ભક્ત મંદિરમાં બેઠો તેને દર્શન ન થયા જયારે આપ પધાર્યા ત્યારે તે ભક્તે વિનંતી કરી કે મહારાજ  અત્યાર સુધી  આપના દર્શન ન  થયા તેનું શું કારણ ?  ત્યારે રામેશ્વરમજીએ 
કહ્યું કે શ્રી મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે તેની કથા સાંભળવા ગયો હતો. હમણાંજ આવ્યો, માટે તું બહુજ પ્રાતઃકાળ માં આવ નહીં. ત્રીજે પ્હોર આવ, ત્યારે તને દર્શન થશે, નહીં તો નહીં થાય, જ્યાં સુધી  શ્રી આચાર્યજીએ પારાયણ કર્યું ત્યાં સુધી રામેશ્વરમજી ત્યાં બિરાજ્યા શ્રી મહાપ્રભુજીએ સપ્તાહ સમાપ્ત કરી અને ચરણારવીંદની રજ દ્વારા અનેક તામસી  જીવને અંગીકાર કર્યો, પછી પુરોહિતને બોલાવી તીર્થક્ષેત્રમાં  
વિધિપૂર્વક સ્નાન કર્યું. શ્રી રામેશ્વરમજીની આજ્ઞા લઈ મલયાચળ પર્વત ઉપર પધાર્યા.
ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેતુબંધ રામેશ્વરમની બેઠક ચરિત્ર સમાપ્ત.
લક્ષ્મણકુંડ  મેન બસ સ્ટેશન ના પાસે.  
contact:
place:રામેશ્વરમ 
district:રામનાથપુરમ (તમિલનાડુ) 623526
contact person: સીમાનન્દ મુખ્યાજી  
mo: 09360077192
phone: 04573221689

______________________________________________________



બેઠક (42) શ્રી મલયાચલ પર્વતની બેઠકનું ચરિત્ર
        


શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક મલયાચલ પર્વત ઉપર આસપાસ ચંદનનું વન છે, ત્યાં તામસી જીવોના ઉદ્ધાર માટે આપ પધાર્યા, ત્યાં એક ચંદન વૃક્ષ નીચે બિરાજી ને કૃષ્ણદાસ ને કહ્યું કે અહીંયા શ્રી હેમગોપાળ
ઠાકોર  બિરાજે  છે. શ્રી હેમગોપાળ મળવા આવ્યા અને બન્ને જણા પરસ્પર મળ્યા અને અનિર્વનીય સુખ થયું પછી હેમગોપાળે કહ્યું કે તમે આવી વિકટ જગ્યામાં પધાર્યા છો, અહીંયા તામસી જીવ બહુ છે, અને આપસમાં લડે છે માટે ફલાહાર હું લાવીશ. વૈષ્ણવને મોક્લશોમાં કારણકે અહીંયાના જીવો બહુ ઝેરી છે, ત્યારે શ્રી આચાર્યજીએ વિનંતી કરી કે આપ પ્રસન્ન રહો, આપના પ્રતાપથી મારા સેવકનું નામ કોઈ નહીં લેશે અને અમે એક મહિના સુધી અહીંયા બીરાજીશું, તે સાંભળીને હેમગોપાળજી બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું અહીં આસપાસ ચંદનનું વૃક્ષ છે, તો પણ મારી ગરમી મટતી નથી, આપના, દર્શન થી મારા રોમ રોમ શીતળ થયા છે.આપતો કેવળ દૈવી જીવોને માટે અહીં પધાર્યા છો.આપનું ભુતળ ઉપર પ્રાગટ્ય માયામતનું ખંડન કરવા અને ભક્તિ માર્ગનું સ્થાપન કરવા માટે થયું છે, પૃથ્વી પરી ક્ર્મા  ને વિષે આપ તીર્થોને સનાથ કરો છો, મને શ્રી ગિરધરલાલજીનું પ્રાગટ્ય લીલા સહિત વિધિપૂર્વક સમજાવો , શ્રી આચાર્યજી મહાપ્રભુજી સર્વ સમાચાર વિસ્તાર પૂર્વક સંભળાવ્યા  ત્યારે હેમગોપાળજી બહુજ પ્રસન્ન થયા અને કહ્યું, આપ મંદિરમાં પધારો, શ્રી આચાર્યજીએ કહ્યું આપ પધારો, હું હમણાંજ અરગજા સિદ્ધ કરાવીને આપને સર્મપીશ. શ્રી હેમગોપાળજી મંદિરમાં પધાર્યા, શ્રી આચાર્યજી એ કૃષ્ણદાસને આજ્ઞા કરી કે તમે અરગજા સિદ્ધ કરો અને દામોદરદાસ ને આજ્ઞા કરી કે તમે કેળાં અને નારિયેળ સિદ્ધ કરો. પછી સામગ્રી અને અરગજા લઈને સેવકો મંદિરમાં પધાર્યા આપ શ્રી હેમગોપાળજીને અરગજા સર્મપી, સામગ્રી આરોગાવી, પછી આજ્ઞા માંગી બેઠકમાં પધાર્યા. બીજે દિવસે શ્રી ભાગવતનું પરાયણ આરંભ કર્યું, શ્રી હેમગોપાળજી કથા સુણવા પધારતા જ્યાં સુધી કથા ત્યાં સુધી કથા થાય ત્યાં સુધી બિરાજે. પછી મંદિરમાં પધારે, જે દિવસે મહાપ્રભુજીએ કથાની સમાપ્તિ કરી તે દિવસે ઇંદ્ર શ્રી હેમગોપાળજી ના દર્શન માટે આવ્યો હતો. તેને દર્શન ન થયા તેથી ઇંદ્ર ત્યાં બેસી રહ્યો. શ્રી ઠાકોરજી કથાની સમાપ્તી પછી મંદિરમાં પધાર્યા. ત્યારે ઇંદ્ર દર્શન કરી દંડવત કરીને વિનંતી કરીકે મહારાજ, આપના દર્શન ન થયા, તેનું કારણ શું ?
ત્યારે શ્રી હેમગોપાળજી આજ્ઞા કરી શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે તેમને શ્રી ભાગવતની સપ્તાહ કરી, તેથી હું કથા સાંભળવા ગયો હતો.
તેથી હું હમણાંજ આવ્યો, ત્યારે ઇંદ્ર એ વિનંતી કરી. શ્રી આચાર્યજીનું કેવું સ્વરૂપ છે તે કૃપા કરીને કહો. શ્રી હેમગોપાળજીયે કહ્યું તે સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમના મુખારવિંદ રૂપ છે, જયારે તારો યજ્ઞ બંધ થયો ત્યારે શ્રી ગિરિરાજનું પ્રત્યક્ષ સ્વરૂપ ધરી સહસ્ત્ર ભુજાધરી ભોજન કર્યું અને શ્રી ગિરિરાજ ઉઠાવી ગોપ ગોપી તથા વ્રજ ભક્તનું રક્ષણ કર્યું ત્યારે તું શરણ થઈ પ્રગટ્યો, તે સાક્ષાત ભાવાત્મક પુરૂષોત્તમ દૈવી જીવના ઉદ્ધાર માટે ભુતળ ઉપર પ્રગટ થયા છે ને માયામત ખંડન કરી ભક્તિમાર્ગનું સ્થાપન કર્યું છે  તેનું પ્રાગટ્ય ચંપારણ્યમાં થયું અને શ્રી વલ્લભાચાર્યજી નું નામ ધર્યું  છે, એવા શ્રી મુખના વચન સાંભળીને આજ્ઞા માંગી કે મહારાજ હું શ્રી આચાર્યજી ના દર્શન કરવા જાઉં, ત્યારે શ્રી હેમગોપાળજીએ કહ્યું સુખે જાવ પછી ઇંદ્ર પગે ચાલીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવીને સાષ્ટાંગ દંડવત કર્યાં અને ગડગડકંઠથી વિનંતી કરી, આપના દર્શન શ્રી હેમગોપાળજીની કૃપાથી થયા ત્યારે શ્રી આચાર્યજીએ ઇંદ્ર નું સમાધાન કરી સ્વર્ગમાં મોકલ્યો. પછી કૃષ્ણદાસમેઘનને કહ્યું કે આ ઇંદ્ર દર્શન કરવા માટે આવ્યો હતો, શ્રી આચાર્યજીએ ચરણારવિંદની રજ દ્વારા તામસી જીવોનો ઉદ્ધાર કર્યો થોડા દિવસ બિરાજી ઠાકોરજીની આજ્ઞા લઈ દક્ષિણમાં પધાર્યા. 
 ઇતિ શ્રી મલયાચલ પર્વત ની બેઠકનું ચરિત્ર સમાપ્ત. 
મલયાચલ પર્વત ના ઉપર વાયા કોઇમ્બટુર. 
contact:
place:
district:
contact person: 
mo: 
______________________________________________________

 બેઠક (43) મી શ્રી લોહગઢ ની બેઠક નું ચરિત્ર.
        
    




મલબાર દેશ માં લોહગઢ જેને કોંકણગોવા કહે છે, ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી રમણીય, જગ્યા દેખીને બિરાજ્યા ત્યાં છોકરનું વૃક્ષ છે, તેની નીચે એક શીલા છે, ત્યાં હાથીના પગનું ચિન્હ છે, આસપાસ બહુ ઘેરૂ વન છે, ત્યાં તામસી જીવ હજારો રહેતાં હતા ત્યાં આપે દામોદરદાસને આજ્ઞા કરી કે આ સ્થળ બહુ સુંદર છે, અહીંયા સપ્તાહ કરી તામસી જીવો તથા દૈવી જીવોનો અંગીકાર કરીયે, ત્યારે કૃષ્ણદાસમેઘનને વિનંતી કરી કે મહારાજ અહીંયા કોઈ જલનું સ્થળ દેખાતું નથી , ત્યારે આપે કહ્યું, કે પર્વત ઉપર ઝરણાં બહુજ ઝરે છે અને મારી  સમીપમાં એક પર્વતની ટેકરી છે, ત્યારે જરા દૂર એક મોટું તળાવ છે, વળી આ શીલા જેના પર હાથીના પગના ચિન્હ છે તેની પાસે એક મોટી  શીલા છે, તેની નીચે એક મોટી ગુફા છે, તેની નીચે ત્રણ કુંડ છે, એક તો અપ્સરા કુંડ છે. ત્યાં નિત્ય અપ્સરા સ્નાન કરવા આવે છે અને ગંધર્વ કુંડ છે. ત્યાં નિત્ય ગંધર્વ સ્નાન કરવા આવે છે અને એક દેવતા કુંડ છે ત્યાં ઇંદ્ર બધાં દેવતા સહિત પૂનમને દિવસે સ્નાન કરવા આવે છે, એમ કહીને આપે શ્રી ભાગવત પારાયણ શરૂ કરી સાત દિવસમાં મહાઅલૌકિક આનંદ થયો, પછી શ્રી આચાર્યજીએ  પોતાના ચરણારવિંદમાંથી સુંગધ ફેલાવી સુગંધ  લેવા માત્રથી હજારો તામસી જીવોની પશુયોની છૂટી ગઈ, તે ગોપાળદાસજીએ વલ્લભાખ્યાનમાં ગયું છે ( તે તામસના અધ હર્યા  પ્રતાપ પદ રજ ગંધ ) આ મહાઅલૌકિક મહાત્તમ  જોઈને બધા વૈષ્ણવોએ દંડવત કરી વિનંતી કરી મહારાજ, એક ક્ષણમાં હજારો જીવોનો  ઉદ્ધાર કર્યો, તે સામર્થ્ય આપશ્રીમાં છે તે પછી થોડા દિવસમાં આગળ  પધાર્યા. ઇતિ શ્રી આચાર્યજીની લોહગઢની બેઠક નું ચરિત્ર સમાપ્ત. 

શ્રી રૂદ્ધેનગર મંદિર ના પાસે હરવલે સખલી.
contact:
place:સાંગી જેલીમ, પણજી ગોવા 403505
district: પણજી ગોવા 403505 
contact person: 
mo: 08322364856
______________________________________________________

બેઠક  (44) શ્રી તામ્રપર્ણી નદીની બેઠકનું ચરિત્ર    





શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક તામ્રપર્ણી નદીના તિરપર છોકર ના વૃક્ષ નીચે છે. ત્યાં આપે ભાગવત પારાયણ કરી, તે સ્થળથી ત્રણ કૉસ ઉપર એક મોટું શહેર હતું. તે શહેરનો રાજા બહુ માંદો રહેતો તેથી તેણે પંડિતોને, ઋષિઓને પૂછ્યું કે મારૂ શરીર સારું થાય એવો ઉપાય બતાવો, ત્યારે જોશીઓએ કહ્યું કે રાજાજી તમારા ગ્રહો ખરાબ છે. તેથી વિચારીને કેશું, એમ કહીને પંડિતો પોતાને ઘેર ગયા, પણ એક પંડિત ત્યાં બેસી રહ્યો અને રાજાને કહ્યું હું કહું તેમ તમે કરો તો બચી જશો, રાજાએ કહ્યું તમે  કહ્યો તેમ કરીશ, ત્યારે તે પંડિતે કહ્યું કે એક સોનાનું પૂતળું તમારી બરાબર બનાવો, તમારાં ઘરેણાં કપડાં પહેરાવો અને તે પૂતળાનું દાન બ્રાહ્મણ ને કરો પણ જે બ્રાહ્મણ દાન લેશે તે મરી જશે અને તમે જીવશો, તે સાંભળી રાજાએ તુરંતજ બે મણ સોનું મંગાવ્યું અને અને સોનીને બોલાવીને એક પૂતળું બનવરાવ્યું અને પોતાના ઘરેણાં કપડાં પહેરાવી બધાં પંડિતોને બોલાવ્યા કહ્યું કે, તમે આ દાન લ્યો, જે બ્રાહ્મણ ડેન લેવા જાય તેના સન્મુખ તે કાલજ્વર દેખાય, ત્યારે પંડિતે કહ્યું અમને આ દાન નથી જોઈતું ત્યારે રાજાએ પોતાના ગોરને કહ્યું તમારી વિના આ દાન કોણ લે. જયારે ગોર દાન લેવા ઉભા થયા, ત્યારે પડી ગયા ત્યારે તેણે કહ્યું કે મારે દાન લેવું નથી, પછી જે પંડિતે આ દાન વિધિ દેખાડી હતી, તેને રાજાએ બોલાવ્યો અને કહ્યું તમે આ દાન લ્યો, ત્યારે તે પંડિતે પૂતળા સામું જોયું તો મહા વિકરાળ કાલ સ્વરૂપ દેખાયું, અને થરથર કંપવા લાગ્યો અને રાજા ને કહ્યું કે તમારે મારવો હોય તો મારો પણ મારે આ દાન નહીં જોઈએ પછી રાજા નિસાસો નાખી ચૂપ થઈ ગયો અને વિચાર્યું કે કોઈમાં બ્રહ્મતેજ રહ્યું નથી ને મારૂ મુત્યુ નિશ્ચિત થાશે. આમ વિચારી રાજા તામ્રપર્ણી નદીને તીરે ગયો. ત્યાં જુવે તો કોટી કંદર્પલાવણ્ય શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજતા હતા તેમને જોઈ રાજાએ કહ્યું  કે "નિર્વિપ્રભુર્વી તલ" આ કાળ માં બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજ રહ્યું નથી. તે સાંભળતા તત્કાળ શ્રી આચાર્યજીએ રાજાને કહ્યું અરે રાજા આ શું વાત કરો છો; શું જગત નાસ્તિક થઈ ગયું, ત્યારે રાજાએ વિનંતી કરી મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર જેવા દેખાઓ છો, રાજાએ દાન કરવું અને બ્રાહ્મણોએ લેવું, આ ધર્મ છે. તો હું દાન દઉં તે કોઈ બ્રાહ્મણ લેતા નથી, ત્યારે આપે કહ્યું કે તમે આ સમયે તો ઘેર જાવ, સવારે તમારે ત્યાં આવીને હું તમારૂ દાન લઈશ, ત્યારે પ્રસન્ન થઈને પોતાને ઘેર ગયો, પ્રાતઃ કાળ  શ્રી મહાપ્રભુજી સેવકો સહિત ત્યાં પધાર્યા, અને પ્રતીહારોએ રાજા ને ખબર આપી, રાજાએ માન સહિત શ્રી આચાર્યજીને પૂતળાની પાસે પધરાવ્યા, અને પોતે સંકલ્પ કર્યો, ત્યારે પૂતળાંએ શ્રી આચાર્યજીને એક આંગળી દેખાડી, ત્યારે આપે હસીને ત્રણ આંગળી દેખાડી, ત્યારે પુતળાએ માથું નીચું કર્યું, પછી શ્રી આચાર્યજી સોનીને બોલાવી પૂતળાના ટુકડા કરાવ્યાં, અને સભામાં જોવા માટે હજારો બ્રાહ્મણ આવ્યા હતા, તેને આપી દીધાં  પછી રાજાએ આપને વિનંતી કરી કે મહારાજ  પૂતળાંએ એક  આંગળી ઊંચી કરી અને આપે ત્રણ આંગળી ઊંચી કરી, તેનું કારણ શું ? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, રાજા તમે સાહસી છો, તમારા પ્રાણ બચાવવા બ્રહ્મહત્યા થી ડર્યા નહીં જો બ્રાહ્મણ મરી જાત,તો તમને બ્રહ્મહત્યા લાગત અને મહાપાતકી થાત, વળી કહ્યું કે પૂતળાં એ જે એક આંગળી બતાવી, તે પૂછ્યું કે તમે એક કાળ ગાયત્રી કરો છો, ત્યારે અમે ત્રણ બતાવી, એટલે અમે ત્રિકાળ ગાયત્રી કરીએ છીએ ત્યારે તેણે માથું નીચું નમાવ્યું માટે રાજા, આવું દાન ન કરવું. અમે જુદા જુદા ટુકડા કરાવી, બ્રાહ્મણને આપ્યા તો બધા બ્રાહ્મણ થોડું થોડું ભોગવશે, પણ મરશે નહીં. ત્યારે રાજાએ દંડવત કરી વિનંતી કરી કે કૃપાનાથ મને શરણ લ્યો ત્યારે આપે રાજાને સેવક કર્યો, આ મહાત્મ્ય દેખી અનેક જીવ શરણે આવ્યા, આમાં આપે પંડિતોને બતાવ્યું કે પ્રતિગૃહ કરવો, તે મહા કઠિન કામ છે પછી રાજાએ બહુ ભેટ કરી અને શ્રી મહાપ્રભુજી તામ્રપર્ણી ના તીર ઉપર આપની બેઠકમાં પધારી, ત્રણ દિવસ ગાયત્રી જપ કર્યા ત્યારે સેવકોએ વિનંતી  કરીકે, મહારાજ આપતો ઈશ્વર છો આપ તો રાજા અને  બ્રાહ્મણ બંન્નેને બચાવ્યા, ત્યારે આપે કહ્યું, અમારી દેખાદેખીએ આવું દાન લેશે, તેનું નિશ્ચિત મૃત્યુ થાશે, ત્યાંના બધાં પંડિતો મહાપ્રભુજીનાં સેવક થયા  ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની તામ્રપર્ણી નદીના તીર નું  બેઠક નું ચરિત્ર સમાપ્ત.

તામ્રપર્ણી નદી ના તટ ના ઉપર 
contact:
place:ત્રિચિનાપલ્લી 
district:ત્રિચિનાપલ્લી 
contact person: 
mo: 
______________________________________________________

બેઠક (45) મી શ્રી કૃષ્ણાનદીની બેઠકનું ચરિત્ર 


 શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક કૃષ્ણા નદીને તીરે પીપર વૃક્ષની નીચે છે.ત્યાં આપ બિરાજ્યા હતા,ત્યારે દામોદરદાસને આજ્ઞા કરી, અહીંઆ તૈલંગ બ્રાહ્મણ માયાવાદી બહુ છે. તેથી વાદવિવાદ કરી માયામત ખંડન કરી, ભક્તિ માર્ગ સ્થાપન કરશું પહેલાં તો અહીંયા સપ્તાહ કરશું તે સાંભળીને માયાવાદી અહીં આવશે, અને સહજમાં ચર્ચા થશે, પછી  આપે શ્રી ભાગવત પારાયણ નો આરંભ કર્યો, આ સમાચાર માયાવાદી પંડિતો એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી દિગ્વિજય કરી આવીને  કૃષ્ણ નદીના તીર ઉપર બિરાજે છે, તેથી બધા પંડિતો એક મત 
થઈ કૃષ્ણ નદીના તીર ઉપર આવ્યા, ત્યાં ચારે સંપ્રદાયના વૈષ્ણવ પણ આપના દર્શન કરવા આવ્યા અને વૈષ્ણવોએ વિનંતી કરીકે મહારાજ અહીંયા માયાવાદી બહુ જોર છે અને અમને બહુ દુઃખ દે છે આપ વિષ્ણુસ્વામી સંપ્રદાયનાં આચાર્ય છો, તેથી અમારૂ રક્ષણ કરી માયા મતનું ખંડન કરો. ત્યારે આચાર્યજી એ  કહ્યું, અમે એને માટેજ આવ્યા છીએ, આજે સપ્તાહની સમાપ્તી થઈ ચુકી છે અને માયાવાદી પણ આવશે. એટલામાં તો માયાવાદી પણ આવી પહોંચ્યા તે બધાને આપે આદર કરી બેસાડ્યા, પછી ચર્ચા થઈ, ત્યારે એક પ્રહોરમાં સેંકડો પંડિતોને આપે નિરૂત્તર કર્યા, માયામત ખંડન કરી ભક્તિમાર્ગનું સ્થાપન કર્યું, તેથી ચારે સંપ્રદાયના વૈષ્ણવો બહુ પ્રસન્ન થયા, અને વિનંતી કરી મહારાજ, કૃપા કરી અમને શરણ લ્યો. ત્યારે આપે આજ્ઞા કરી રૂદ્રાક્ષ ઉતારી કૃષ્ણા નદીમાં સ્નાન કરી આવો, માયાવાદી સ્નાન કરી આવ્યા, ત્યારે  આપે કૃપા કરી નામ મંત્ર આપ્યો, અને તુલસીની માળા પહેરાવી. ત્યારે  કૃષ્ણા નદીના તીર ઉપર જે જેકાર  થયો, અને પંડિતો દંડવત કરી પોતાને ઘેર ગયાં.
ઇતિ શ્રી કૃષ્ણાનદી ના તીરની બેઠક ચરિત્ર સમાપ્ત.
કૃષ્ણધામ વાડી જંકશન, રાયચુર (આંધ્રપ્રદેશ) 
contact:
place:કૃષ્ણધામ વાડી જંકશન
district:રાયચુર (આંધ્રપ્રદેશ)
contact person: 
mo:  
______________________________________________________

  બેઠક (46) મિ શ્રી  પંપા સરોવરની બેઠકનું ચરિત્ર.



     
શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક પંપા સરોવર ઉપર વડ નીચે ત્યાં આપ બિરાજી શ્રી હસ્તથી રસોઈ કરતા હતા, ત્યારે કૃષ્ણદાસમેઘનને આજ્ઞા કરી કે પાંદડા લાવો ત્યારે તે પાંદડા લેવાને દૂર નીકળી ગયા, ત્યાં જુએ તો એક ભયંકર પક્ષી પડ્યો હતો તેને કૃષ્ણદાસે દેખ્યો, ત્યારે મનમાં  વિચાર્યું. આ પક્ષી કોઈ કાલાંતરનું દેખાય છે, અને તેની પાસેજ વૃક્ષ છે, ત્યાં જઈને પાંદડા તો લઈ આવું, એમ વિચારી કૃષ્ણદાસ ત્યાં ગયા, ત્યારે પક્ષી બોલ્યો, હું અહીંયા રામાવતારનો બેઠો છું, અને બહુ દુઃખ ભોગવું છું માટે તમે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરો, તો મારો ઉદ્ધાર થશે, કૃષ્ણદાસે કહ્યું, હું વિનંતી કરીશ. પછી કૃષ્ણદાસ પાંદડા લઈને ગયા, અને શ્રી આચાર્યજીને વિંનંતી કરી કે, મહારાજ એક પક્ષી રામાવતારથી બેઠો છે, તેને વિનંતી કરી છે કે મારો ઉદ્ધાર કરો, ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પરમ દયાળુએ આજ્ઞા કરી કે, ચરણોદકનું જળ લઈ તેના ઉપર છાંટો, ત્યારે  કૃષ્ણદાસ ચરણોદકનું જળ લઈ તેના ઉપર છાંટ્યું, તેજ સમયે 
તેની પક્ષીયોની છૂટી ગઈ, અને દૈવી સ્વરૂપ થયું, વૈકુંઠથી વિમાન આવ્યું તેમાં બેસીને તે પક્ષી વૈકુંઠ ગયું, પછી કૃષ્ણદાસે આવીને વાત કરી, ત્યારે આપે કહ્યું, તારા દ્વારા એનો ઉદ્ધાર થયો, તેને માટેજ તને પાંદડા લેવા મોકલ્યો હતો, પછી શ્રી આચાર્યજીએ ત્યાં સપ્તાહ કરી, મહા અલૌકિક આનંદ થયો, અને આપની કટાક્ષ દ્વારા તામસી જીવોનો ઉદ્ધાર કર્યો 
ઇતિ શ્રી પંપા સરોવરની બેઠક ચરિત્ર સમાપ્ત.
હાસ્પેટ રેલવે સ્ટેશન, ગુંટકલ અને હુબલી ના વચ્ચે આંધ્રપ્રદેશ 
contact:
place: હાસ્પેટ રેલવે સ્ટેશન
district: ગુંટકલ અને હુબલી ના વચ્ચે આંધ્રપ્રદેશ
contact person: 

mo: 
______________________________________________________


બેઠક (47) મી શ્રી પદ્મનાભમજીની બેઠકનું ચરિત્ર



શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક પદ્મનાભમજી માં છે. ત્યાં એક રમણીય સ્થળમાં છોકરની નીચે આપ બિરાજ્યા અને દામોદરદાસને આજ્ઞા કરીકે શ્રી પદ્મનાભમજી ની નાભિના  કમળ માંથી બ્રહ્માજી થયા.
તેજ સ્વરૂપ આ છે. શેષશાયીના સજ્યા પર પોઢ્યા છે,આમ વાત કરી તેટલામાં  શ્રી પદ્મનાભજી પધાર્યા, ત્યારે શ્રી આચાર્યજીએ ઉભા થઈ, શ્રી પદ્મનાભાય નમઃ કહી પ્રણામ કર્યા આસન પર પધરાવ્યા, અને શ્રી આચાર્યજી આસન પર બિરાજી વિનંતી કરી મહારાજ આપ પરિશ્રમ કરી કેમ પધાર્યા, હું આપના દર્શન માટે મંદિર માં આવતો હતો, ત્યારે પદ્મનાભમજીએ કહ્યું તમે પરિશ્રમ કરી દક્ષિણ પધાર્યા, અને હું એટલે થી  આવ્યો તેમાં શું મોટી વાત. આપ કૃપા કરો તો મનોરથ પૂર્ણ થાય પછી પદ્મનાભમજી મંદિરમાં પધાર્યા, પછી શ્રી આચાર્યજી કથા કરી અને આપની બેઠકમાં પોઢ્યા. સવારે ઉઠી સ્નાન કરી નિત્ય નિયમ કરી પહોંચ્યા ત્યારે  શ્રી પદ્મનાભમજીએ મુખિયા આનંદરામ તે કૃપાપાત્ર હતા  તેને કહ્યું, કે શ્રી આચાર્યજી અહીંયા પધાર્યા છે તેને વિનંતી કરી મંદિરમાં પધરાવી લાવો. ત્યારે મુખિઆએ આવીને સાષ્ટાંગ દંડવત કરી વિનંતી કરી કે આપ કૃપા કરી મંદિરમાં પધારો, ને સેવા શૃંગાર કરો શ્રી આચાર્યજી એ મંદિરમાં પધારી શૃંગાર કર્યો, ત્યારે અદભુત દર્શન થયાં ત્યારે શ્રી આચાર્યજીએ દસ રૂપિયા સામગ્રીના દીધા, અને  કહ્યું  સત્વર થાળ લાવો, મુખિયા થાળ લાવ્યા અને શ્રી મહાપ્રભુજીને ભોગ સમર્પ્યો, ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે આપ પ્રસાદ લ્યો, ત્યારે આપે પરસ્પર ભોજન કર્યું. તે સમયે અલૌકિક દર્શન આનંદરામ મુખિયાને થયા ત્યારે મૂર્છિત થયા તે સમયે તેને વ્રજ લીલાનાં દર્શન થયા પછી, આપ ભોજન કરી આચમન કરી બીડાં આરોગી, સિંહાસન ઉપર બિરાજ્યા, અને પદ્મનાભમજીને શ્રી ગોવરધનનાથજી ના પ્રાગટ્ય સમાચાર કહ્યા, અને મુખિયાને સાવધાન કર્યો, ત્યારે મુખિયાએ કહ્યું, મહારાજ આપના કૃપાથી મને  અલૌકિક દર્શન થયા, માટે કૃપા કરી મને શરણ લ્યો, ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરીકે તમે પદ્મનાભમજીના કૃપાપાત્ર છો તેની સેવાથી તમને સુખ થશે, આ વચન સાંભળી મુખિયો બહુ પ્રસન્ન થયો, ત્યારે શ્રી પદ્મનાભમજીએ આજ્ઞા કરી કે આ દૈવી જીવ છે તેને નામ મંત્ર આપો, શ્રી આચાર્યજીએ નામ મંત્ર આપ્યો, પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી પદ્મનાભમજીની આરતી કરી શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ  બેઠકમાં પધાર્યા, ત્યાં એક સપ્તાહ કરી, શ્રી પદ્મનાભમજી નિત્ય સાંભળવા પધારતા, પછી સપ્તાહની સમાપ્તિ કરી તામસી જીવોને અંગીકાર કર્યો પછી થોડા દિવસ બિરાજી પદ્મનાભમજીની આજ્ઞા લઈ આગળ પધાર્યા 
ઇતિ શ્રી પદ્મનાભમજીની બેઠક ચરિત્ર સમાપ્ત.
ત્રિવેન્દ્રમ તળાવ ના પાસે, ત્રિવેન્દ્રમ (કેરળ)  
contact:
place: ત્રિવેન્દ્રમ તળાવ ના પાસે
district: ત્રિવેન્દ્રમ (કેરળ) 
contact person: 

mo: 
________________________________________________________________________

બેઠક (48) મી શ્રી જનાર્દનની બેઠકનું ચરિત્ર.    


શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક જનાર્દનમાં કુંડની પાસે છે ત્યાં એક છોકરની નીચે આપ બિરાજ્યા, બીજે દિવસે આપ જનાર્દનના દર્શને પધાર્યા,  બધા સેવક સહિત આપે દર્શન કર્યા, ત્યારે શ્રી જનાર્દને આજ્ઞા કરીકે, આપ ભીતર પધારો, આચાર્યજી આપ ભીતર પધાર્યા, ત્યાં શ્રી જનાર્દનનો કૃપા પાત્ર પંડ્યા હતો તે સેવકને આપે આજ્ઞા કરીકે તમે વસ્ત્ર ભૂષણ બધા મહાપ્રભુને સોપો તો શૃંગાર શ્રી મહાપ્રભુજી કરશે, અને તમે જઈને રસોઈ કરો, ત્યારે તે સેવક રસોઈ બાલભોગમાં ગયો, ત્યારે શ્રી આચાર્યજી આપે શૃંગાર કર્યો, તે અલૌકિક થયા ત્યારે શ્રી જનાર્દનજીને કહ્યું  "કે શૃંગાર ની નિમિતે આપના શ્રી હસ્તનો સ્પર્શ કરાવ્યો નહીં, તો  અમને  એટલે દૂરથી શ્રી હસ્તનો સ્પર્શ ક્યાંથી હોત, ત્યારે પંડ્યાએ વિનંતી કરીકે, સામગ્રી સિદ્ધ થઈ છે, શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે થાળ સજીને લાવો, પંડ્યા થાળ લાવ્યો, શ્રી મહાપ્રભુજીએ ભોગ સામર્પ્યો ત્યારે શ્રી જનાર્દનજી એ આજ્ઞા કરી કે આપ મુખારવિંદ રૂપ છો, તેથી આપ વિના ભોજન કેમ કરૂ, આપ ભોજન માટે બિરાજો, ત્યારે આચાર્યજીએ વિંનતી કરી, એમ કેમ બને, પછી શ્રી જનાર્દનજી ના આગ્રહથી શ્રી આચાર્યજીએ વિચાર્યું, ભગવદ આજ્ઞા છે, તે સર્વોપરી જે. તે ઉલ્લંઘન ન કરવી પરસ્પર ભોજન કર્યું ત્યારે અર્નીવચનીય સુખ થયું તે સમયનું દર્શન પંડ્યાને થયું, ત્યારે તેને મૂર્છા આવી પછી શ્રી આચાર્યજી આચમન કરી પરસ્પર બીડાં આરોગ્યા અને શ્રી જનાર્દનજીની  આજ્ઞાથી શ્રીજીના  પ્રાગટ્યની બધી વાર્તા. શ્રી મહાપ્રભુજીએ સંભળાવી, ત્યારે શ્રી જનાર્દનજી બહુ પ્રસન્ન થયા, પછી શ્રી જનાર્દનની આરતી કરી, આજ્ઞા લઈ બેઠકમાં પધાર્યા, શ્રી જનાર્દનજી ની આપ કથા સાંભળવા પધારતા, પછી સપ્તાહની સમાપ્તિ કરી, મહા અલૌકિક આનંદ થયો, પછી શ્રી આચાર્યજીએ પોતાની ચરણારવિંદની રજથી અનેક તામસી જીવોનો ઉધાર કર્યો, સહ્જમાયા મત ખંડન કરીને ભક્તિ માર્ગ સ્થાપન કર્યો, શ્રી  જનાર્દનજી માં જય જયકાર થયો, આ મહાત્મ્ય જોઈ અનેક જીવ શરણે આવ્યા. પછી આપ જનાર્દનની આજ્ઞા લઈ આગળ પધાર્યા, 
ઇતિ શ્રી જનાર્દનની બેઠકનું  ચરિત્ર સમાપ્ત.
જનાર્દન (કુમલી મંદિર)
contact:
place:વરકલા 
district:તિરૂઅનંતપુરમ (કેરળ) 695041
contact person: શ્રી ગોવિંદરામ દુબે મુખ્યાજી 
mo: 09645541522
contact person: શ્રી રામાસ્વામી (મેનેજર) 

mo:09645541522
______________________________________________________

 બેઠક (49) મી શ્રી વિદ્યાનગર ની બેઠક નું ચરિત્ર 

શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક વિદ્યાનગરમાં વિદ્યા કુંડ ઉપર છે, ત્યાં એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વિચાર્યું દક્ષિણમાં કૃષ્ણદેવ રાજા મહાપંડિત છે, ત્યાં ચારે સંપ્રદાયના આચાર્યથી માયાવાદી ઝગડો કરે છે, તેનું પ્રબળ છે. તેથી પધારવું એમ વિચારી આપ દક્ષિણમાં પધાર્યા, વચમાં દામોદરદાસનું ગામ હતું, એના ઘરની નીચે રાજમાર્ગ હતો, દામોદરદાસ બારીમાં બેઠાં બેઠાં શ્રી આચાર્યજીનાં દર્શનનો વિરહ કરતા હતાં. એના પીતા ભગવદચરણાર્વિંદને પ્રાપ્ત થયા હતા, દામોદરદાસને ત્રણ મોટાં મોટા ભાઈ હતા, તેને વિચાર્યું કે ધન ક્લેશનું મૂળ છે, માટે પોતાના દ્રવ્યના  ચાર ભાગ કર્યા,  તે દામોદરદાસને કહ્યું, તમારા ભાગનું દ્રવ્ય લો, ત્યારે દામોદરદાસે કહ્યું. તમને ઠીક લાગે તેમ કરો, દામોદરદાસના મનમાં એમ વિચાર હતો, કે મહાપ્રભુજી ક્યારે પધારે અને મને દર્શન ક્યારે થશે, એટલામાં શ્રી આચાર્યજી દામોદરદાસની બારી નીચે થઈને પધાર્યા, ત્યારે શ્રી દામોદરદાસને શ્રી આચાર્યજીના દર્શન અલૌકિક થયા, દર્શન કરતાં દામોદરદાસે નીચે ઉતરી સાષ્ટાંગ દંડવત કર્યા, ત્યારે આપે શ્રી મુખથી કહ્યું દમલા તું આવ્યો,  પછી આપ શહેર બાર પધાર્યા, દામોદરદાસ પણ પાછળ પાછળ ચાલ્યા, ત્યાં એક સુંદર ચોતરો હતો, તે ઉપર આપ બિરાજ્યા, ત્યારે દામોદરદાસે દંડવત કરી વિનંતી કરી કે મને આપનો કરો, ત્યારે દામોદરદાસને નામ મંત્ર સંભળાવ્યું, પછી શ્રી આચાર્યજી તેને સંગ લઈને વિદ્યાનગર પધાર્યા ત્યાં પ્રથમ મામાને ઘેર પધાર્યા, મામાએ અતિ હર્ષથી પધરાવી કહ્યું, હું રાજાનો દાનાધ્યક્ષ છું અને અહીંયા ઝગડો ચાલે છે. તમે બહુ ભણેલા છો, તેથી હું રાજાથી તમારો મેળાપ કરાવીશ, આપ હસીને ચૂપ રહ્યા, પછી રાત્રીએ મામાએ કહ્યું ભોજન કરો, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, અમે તે, સ્વયં પાકી છીએ આ સાંભળી મામાને ખરાબ લાગ્યું, અને કહ્યું તમારા મોટા ભોજન કરતા હતા, તમે એમ કહો છો, તમે શું સાક્ષાત ઈશ્વર છો, શ્રી આચાર્યજીને મામાએ કહ્યું, તેનો ઉત્તર ન આપ્યો, તે સમય મામાએ રાજદ્વારમાં જઈને રાજાને કહ્યું, કાલ કોઈ નવો બ્રાહ્મણ ન આવે, અને  ચર્ચા ન થાય, કારણ કે બહુ દિવસથી માયાવાદી અને વૈષ્ણવનો ઝગડો  થઈ રહ્યો છે, અને બાર વર્ષથી સરકારમાંથી ખર્ચ ખવાય છે. માયાવાદી  અતિ પ્રબળ છે, તેથી વૈષ્ણવ સંપ્રદાયનું ખંડન થશે. આ વાત સાંભળી રાજાએ ખવાસને કહ્યું કે, પ્રતિહારને કહો કે કાલે કોઈ નવો બ્રાહ્મણ ન આવે, મામા બધી વાતનો બંદોબસ્ત કરી ઘેર આવ્યા ત્યારે ઈલ્માજીએ બહુ કહું કે કાલે કોઈ નવો બ્રાહ્મણ ન આવે, મામા  બધી વાતનો બંદોબસ્ત કરી ઘેર આવ્યા ત્યારે ઈલ્માજીએ બહુ કહ્યું કે, હું બધી તૈયારી કરાવી દઉં, શ્રી હસ્તથી રસોઈ કરી, ભોજન કરો, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે, હવે તો સવારે વાત, અત્યારે કાંઈ નહીં ખાઉં, પછી આપ પોઢ્યા, અર્ધી રાત્રીએ શ્રી ગોવર્ધનનાથજી પધાર્યા, શ્રી આચાર્યજીને  જગાડી કહ્યું, તમે આ અભિમાનીને ત્યાં શુ કામ રહો છો, હું તો તમારી પાછળ પાછળ  ફરું છું કોટાન કોટી રાજા આપના ચરણારવિંદ ની અભિલાષા કરે છે હું આપને રાજાનો મેળાપ કરાવીશ, તમે વિધ્યા કુંડ ઉપર જાવ, તે સમયે  શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃષ્ણદાસ તથા દામોદરદાસને સાથે લઈને વિધ્યાકુંડ ઉપર પધાર્યા ત્યાં દેહકૃત્ય સસ્તા તથા નિત્ય નિયમ કરી, પ્રાતઃકાળે પોતાના કમંડળને આજ્ઞા કરી, તમે રાજા કૃષ્ણદેવની સભામાં  ખબર આપો, કમંડળ તે સમયે રાજાની સભામાં ગયું, તે સમયે રાજા સભા સહિત ઉભો થયો, દંડવત કર્યો, કારણકે કમંડળનું તેજ દેખી રાજાએ જાણ્યું, કે આ તો ઈશ્વરનું કમંડળ હશે. તેથી વિનંતી કરી તમે તમારા સ્વામીને અહીંયા; પધરાવી લાવો, ત્યારે કમંડળ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યું અને કહ્યું મહારાજ આપ સભામાં પધારો, ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સેવકોને સાથે લઈ રાજાની સભામાં પધાર્યા, જ્યાં  કૃષ્ણદેવે સો મણ સોનાનું સિંહાસન બનાવ્યું હતું, તેની ઈચ્છા હતી કે, માયામત  ખંડન કરી બ્રહ્મવાદ સ્થાપન કરશે, તેને આ સિંહાસન ઉપર  પધરાવીશ. અને કનકા ભિષેક કરીશ, એટલામાં શ્રી આચાર્યજી દરવાજા ઉપર આવ્યા, તેનું કરોડો સૂર્ય જેવું તેજ દેખી પ્રતિહારે રાજાને કહ્યુ કે મહારાજ સાક્ષાત ઈશ્વર પધાર્યા છે. ત્યારે રાજા ઉઠીને દોડયો અને આપનું તેજ દેખી સાષ્ટાંગ દંડવત કર્યા, અને  વિનંતી કરી કે કૃપા કરી  પધારો, અને માયામતનું ખંડન કરો, ત્યારે શ્રી મહાપ્રભુજી ગજગતી ચાલથી સભામાં પધાર્યા, સભા બધી ઉભી થઈ, રાજાએ સિંહાસન ઉપર પધરાવ્યા, ત્યારે આપે કહ્યું, રાજા તમારે ત્યાં શું ઝગડો છે, ત્યારે રાજાએ વિનંતી કરી કે મહારાજ વૈષ્ણવોને માયાવાદીની ચર્ચા ચાલે છે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે વૈષ્ણવો નો સંપ્રદાય અમારો છે. જેને ચર્ચા કરવી હોય તે અમારી પાસે આવો, ત્યારે રાજાએ માયાવાદીઓને કહ્યું કે તમે બધા  ચર્ચા કરો, ત્યારે તેઓએ પ્રશ્ન કર્યા, શ્રી આચાર્યજીએ એક ઉત્તરમાં માયાવાદીને નિરૂત્તર કર્યા, ત્યારે પંડિતોએ હાથ જોડી કહ્યું મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો, આપનું દર્શન અમને ભાગ્યથી થયા છે, આવી રીતે વિધ્યાનગરમાં માયામત ખંડન કરી, બ્રહ્મવાદ સ્થાપન કર્યો ત્યાં જેજેકાર થયો. રાજા કૃષ્ણદેવ પોતે પણ સેવક થયા અને બહુ સેવક કરાવ્યા ને શ્રી આચાર્યજી એ કનકાભિષેક કર્યો. અને વિનંતી કરી, મહારાજ આ બધું દ્રવ્ય આપનું છે, ત્યારે આપે આજ્ઞા કરી કે આ તો સ્નાનનું  સુવર્ણ કહેવાય, માટે તેના ટુકડા કરાવી હજારો બ્રહ્મણ આવ્યા છે. તેને આપી દયો, ત્યારે બ્રહ્મણો કહેવા લાગ્યા, આવું તો ઈશ્વર વિના કોણ કરે, ત્યારે સો મણ સોનુ આપી દીધું, ત્યારે વખાણ કરતા બ્રાહ્મણ ઘેર આવ્યા, ત્યારે કૃષ્ણદેવે વિનંતી કરી કે કૃપા કરીને અમને શરણે લ્યો. ત્યારે આપે રાજા કૃષ્ણદેવ ને નામ મંત્ર આપ્યો ત્યારે રાજાએ મહોરોનો થાળ ભરી ભેટ કરી એમાંથી આપે સાત મહોર લીઘી, ત્યારે રાજાએ પૂછ્યું આપે સાત મહોર કેમ લીધી આ બધી મહોર આપની છે, ત્યારે આપે આજ્ઞા કરી આ મહોરના કટી મેખલા બનાવી, શ્રી જગન્નાથજીને અંગીકાર કરાવો, આવું મહાત્મ્ય જોઈને અનેક જીવ શરણે આવ્યા, પછી આપ વિધ્યા કુંડ ઉપર પધાર્યા, ત્યાં માધવાચાર્ય અને રામાનુજચાર્ય આવીને  વિનંતી કરી, મહારાજ આપે અમારા ધર્મ ની રક્ષા કરી, તેથી ભક્તિ  માર્ગના રક્ષક થયા, માટે અમારી ગાદી ઉપર બિરાજો અમે આપની આજ્ઞા માં રહેશું ત્યારે આપે વિચાર્યું કે ચારે સંપ્રદાયમાં મુખ્ય વિષ્ણુસ્વામી છે, અને વિષ્ણુસ્વામી સંપ્રદાયને માટે અમારૂ પ્રાગટ્ય થયું છે, તેટલામાં વિષ્ણુસ્વામીના શિષ્ય બિલ્વમંગળ ત્યાં આવ્યાં, આવી નમસ્કાર કરીને કહ્યું કે કૃપા સાગર વિષ્ણુસ્વામીએ સેવા માર્ગ પ્રગટ કરી  બહુ  દિવસ ભુતળ પર બિરાજ્યા, પ્રભુ એવો કોઈ શિષ્ય ન થયા કે એ  માર્ગ ચલાવે, આથી વિષ્ણુસ્વામી ને બહુ સંતાપ થયો પણ સ્વધામમાં પધાર્યા ત્યારે મને આજ્ઞા કરી કે મારા શિષ્ય તો બધા દેહના સુખાર્થી થયા, પણ પ્રભુનો વિચાર કર્યો નહીં, તે સંપ્રદાયના ગ્રંથો પણ અવલોકન ન કર્યા, સેવકનો મુખ્ય ધર્મ તો એમ છે કે સ્વામી જે રીતે પ્રસન્ન હોય તે પ્રમાણે કરવું. આ પ્રકાર વિષ્ણુસ્વામીને બહુ વિરહ થયો હતો. ત્યારે સ્વપ્નામાં  તેને ભગવદ આજ્ઞા થઈ કે. દક્ષિણમાં તૈલંગ કુળમાં સાક્ષાત  શ્રી પૂર્ણ પુરૂષોત્તમનું  પ્રાગટ્ય થશે, જેથી બહુ કાળથી વિખુટા પડેલા દૈવીજીવો નો ઉદ્ધાર કરશે ભુતળ ઉપર સંવત (1535) ચૈત્ર માસમાં કૃષ્ણપક્ષની  એકાદશી એ મધ્યાનકાળમાં જયેષ્ટા નક્ષત્ર રવિવારને દિવસે સ્વેચ્છાથી ચંપારણ્ય માં અગ્નિ કુંડમાંથી પ્રગટ થશે. તેનું નામ  શ્રી વલ્લભાચાર્યજી પડશે તે સેવા માર્ગ પ્રગટ કરશે એવી ભગવદ આજ્ઞા  થઈ હતી, ત્યારે મને વિષ્ણુસ્વામીએ કહ્યું કે, અને જયારે શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ થઈ, વિધ્યાનગર પધારી અને સભા જીતી દિગ્વીજય કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરી માયામતનું ખંડન કરશે, ત્યારે તને અનુભવ થશે. તે સમયે વિધ્યાનગરમાં વિધ્યાકુંડ ઉપર જેજે , ત્યાં આપનું દર્શન થશે તે સમયે વિનંતી કરી વિષ્ણુસ્વામી માર્ગનો અંગીકાર કરાવજો. આવી મને આજ્ઞા મળી છે, પછી બિલ્વમંગળે પોતાનું વૃતાંત  કહ્યું કે, મહારાજ શ્રી વિષ્ણુસ્વામીની આજ્ઞાથી વૃંદાવનમાં બ્રહ્મકુંડ ઉપર આંબલાના વૃક્ષની નીચે બેસીને આપનું  સ્મરણ કરતો હતો, મને બેઠા બેઠા  સાડા સાતસો વર્ષ થયા છે, ત્યારે ભગવદ આજ્ઞા થઈ, કે તું  વિધ્યાનગર જા અને તને  શ્રી આચાર્યજીના દર્શન થશે. બીલ્વમંગળનો વૃતાંત સાંભળીને આચાર્યજી તેના ઉપર બહુજ  પ્રસન્ન થયા, અને કહ્યું કે વિષ્ણુસ્વામીને માટે તો પ્રાગટ્ય છે, પછી શ્રી બિલ્વમંગળજીએ  શ્રી આચાર્યજીને તિલક કર્યું, ત્યારે ચારે સંપ્રદાયના આચાર્યોએ શ્રી વલ્લભાચાર્યજી  નામ ધર્યું અને વિનંતી કરી કે મહારાજ, ચારે સંપ્રદાય આપનાજ છે. પછી બિલ્વમંગળ સ્વધામ પધાર્યા, વિધ્યાનગરમાં જેજેકાર થયો, અનેક જીવ શરણે આવ્યા. આવી રીતે શ્રી આચાર્યજી વિદ્યાનગરમાં બિરાજી ત્યાંથી પધાર્યા.
ઇતિ શ્રી વિદ્યાનગરની બેઠક ચરિત્ર સમાપ્ત.
હગ્પિ ગામ , તુંગભદ્રા નદીના કિનારે આંધ્રપ્રદેશ  
contact:
place: હગ્પિ ગામ
district: તુંગભદ્રા નદીના કિનારે આંધ્રપ્રદેશ
contact person: 

mo: 
______________________________________________________

બેઠક (50) મી શ્રી ત્રિલોક ભાનજીની બેઠકનું ચરિત્ર

       


શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક ત્રિલોક ભાનજીમાં છે, ત્યાં એક રમણીય સ્થળે છોકર ના વૃક્ષ નીચે આપ બિરાજ્યા, ત્યાં માયાવાદીઓ શક્તિના ઉપાસક હતા ત્યારે આપે દામોદરદાસને આજ્ઞા કરી, કે અહીં ભક્તિમાર્ગ નું સ્થાપન કરશું, પછી આપે શ્રી ભાગવત સપ્તાહ આરંભ કરી, ત્યાં અલૌકિક આનંદ થયો પછી તે વાત માયાવાદીઓએ સાંભળીને  બધા મળીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા, તેનો આપે સત્કાર કરી બેસાડ્યા. પછી ચર્ચા થઈ, અને સહજ માં આપે માયાવાદીઓને નિરૂત્તર કર્યા અને ભક્તિમાર્ગ નું સ્થાપન કર્યું, ત્યાં જે જેકાર થયો, ત્યારે બ્રાહ્મણો એ વિનંતી કરી કે મહારાજ મનુષ્ય હોય તેને જીતાય આપ તો સાક્ષાત ઈશ્વર છો  કૃપા કરીને અમને શરણે લ્યો શ્રી મહાપ્રભુજીએ બધાને સ્નાન કરાવી, નામ મંત્ર આપી તુલસીની માળા પહેરાવી, પછી દંડવત કરી પોતાને ઘેર ગયા, પછી ત્રિલોકીભાનજી ઠાકોરજી આપની પાસે પધાર્યા આપે દર્શન કર્યા અને શ્રી ઠાકોરજીને સિંહાસન ઉપર પધરાવ્યા, શ્રી ઠાકોરજીએ બિરાજીને કહ્યું કે તમે માયાવાદનું ખંડન કર્યું, ત્યારે શ્રી આચાર્યજી કહ્યું તે બધો આપનો પ્રતાપ છે. આપ કૃપા કટાક્ષ કરો તો બધું બની શકે, પછી શ્રી ઠાકોરજી પધાર્યા, અને શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘનને લઈને  ત્યાં પધાર્યા અને લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી, શ્રી આચાર્યજીએ ત્રિલોકભાનજીને શૃંગાર કરી, સામગ્રી આરોગાવી. તે સમયે બધાને અદભુત દર્શન થયા પછી શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ, આપ બેઠકમાં  પધાર્યા ત્યાં થોડાં દિવસ બિરાજી તોત્રાદ્રિ પર્વત ઉપર પધાર્યા.  ઇતિ શ્રી ત્રિલોકભાનજી ની બેઠક ચરિત્ર સમાપ્ત.
શ્રી ત્રિલોક ભાનજી, તમિલનાડુ
contact:
place:શ્રી ત્રિલોક ભાનજી 
district: તમિલનાડુ
contact person: 
mo: 
______________________________________________________

     

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1