મુખ્ય સામગ્રી પર જાઓ

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 61-થી-70)



______________________________________________________

બેઠક (61) મી શ્રી ગોપી તળાવનું બેઠકનું ચરિત્ર 



શ્રી  આચાર્યજી મહાપ્રભુજી ગોપી તળાવ પધાર્યા ત્યાં છોકર ની નીચે બિરાજ્યા ત્યાં કૃષ્ણદાસ મેઘનને વિનંતી કરી કે મહારાજ આ ગોપી તળાવ ઘૂઘવે છે તેનું કારણ શું શ્રી ગોપીજન તો નિત્ય વ્રજમાં બિરાજે અને ગોપીચંદન અહીંયા થાય તેનું કારણ આપ કૃપા કરી કહો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે એક પુરાતન કથા છે કે એક સમય શ્રી દ્વારિકાધીશે શ્રી રૂક્મણિજી એ કહ્યું મહારાજ હું પણ રાજાની દીકરી છું અને આપની આજ્ઞામાં હાજર રહું છું છતાં તમે ગોપીજનોના બહુ વખાણ કરો છો ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે બધું ઠીક છે પણ વ્રજભક્તો ની બરોબરી કોઈ નહીં કરે જેણે લોક વેદ દ્રઢ સાંકળ તણખલાની જેમ તોડીને અને મેં વેણુનાદ કર્યો ત્યારે અર્ધી રાત્રે ત્યાં પધાર્યા પણ સ્વકાયા છો તો  પણ તમે એમ  આવી  શકો નહીં ત્યારે શ્રી રૂક્મણીજી એ કહ્યું તમે વેણુનાદ કરો ત્યારે અમે  આવશું અમને કોની બીક છે ત્યારે શ્રી દ્વારિકાનાથજી એ ગોપી તળાવ ઉપર  વેણુ નાદ કર્યો તે સમયે શ્રી રૂક્મણીજી આદિ આઠ પટરાણીઓ અને સોળ હજાર સ્ત્રીઓ આભૂષણ પહેરી બેઠાં હતા તે વેણુનાદ સાંભળી  ચાલવા લાગી પણ બહાર ઉગ્રસેન સહિત યાદવ સમાજને જોઈ મનમાં શરમ લાગી આપ પૂછશે તો શું જવાબ દેશું એવી લોક્લાજથી બધી રાણીઓ પોતાના મંદિરમાં પાછા જઈને બેઠાં અને વેણુનાદ સાંભળીને કુમારિકાના જૂથો પધાર્યા તેનાથી શ્રી ઠાકોરજીએ રાસ કર્યો અને કુમારિકાઓએ લીલામાં પ્રવેશ કર્યા તે કુમારિકાઓની પાસે આપ સદૈવ બિરાજે છે તેથી અહીંયા ગોપીચંદન થાય છે ત્યારે કૃષ્ણદાસે  વિનંતી કરી કે મહારાજ આ દર્શન તો અવશ્ય કરાવો ત્યારે શ્રી  આચાર્યજીએ તેને દિવ્ય ચક્ષુ આપી રાસના દર્શન કરાવ્યા ભગવદીઓને  મહા અલૌકિક આનંદ થયો કોઈને શરીર શુધ્ધી રહી નહીં  પછી બધા સાવધાન  થયા અને આપે ત્યાં સપ્તાહ કરી મહાઆલૌકિક આનંદ આપ્યો પછી આપ ત્યાંથી શંખોદ્વાર પધાર્યા.
ઇતિ શ્રી ગોપી તળાવની બેઠકનું ચરિત્ર સમાપ્ત.

contact:
place: ગોપી તળાવ 
district: જામનગર(ગુજરાત)361335
contact person: શ્રી ગોવિંદ ભાઈ 
mo: 09426233511 / 08000492884  
______________________________________________________

બેઠક (62)મી શંખોદ્વારની બેઠકનું ચરિત્ર 


શ્રી આચાર્યજી મહાપ્રભુજી શંખોદ્વાર માં શંખ તળાવને કિનારે છોકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા ને દામોદરદાસને આજ્ઞા કરીકે અહીંયા શ્રી ઠાકોરજીએ શંખાસુર દૈત્યને મારી શંખ લઈ શંખ તળાવ માંથી પ્રગટ થયા તેથી તેનું નામ શંખનારાયણનું છે. ત્યાંના માલીક શ્રી શંખનારાયણજી છે અને આ રમણદ્વીપ  કહેવાય છે તેથી શ્રી દ્વારિકાનાથજી  સદૈવ રમણ કરે છે  તેથી જણાય છે કે કોઈક દિવસ પછી શ્રી દ્વારિકાનાથજી આપ અહીંયા બિરાજશે પછી શ્રી આચાર્યજીએ શંખ તળાવમાં સ્નાન કરી શંખનારાયણના દર્શન કર્યા અને પ્રભુને શુંગાર કરી ભોગ સરાવી બીડી આરાગાવી આરતી કરી પછી બેઠકમાં પધાર્યા પછી શ્રી શંખનારાયણજી બેઠકમાં પધાર્યા ને કહ્યું કે આપે શ્રી ભાગવત ટીકા શ્રી સુબોધિનીજી કર્યા છે તેમાંથી વેણુગીતનું પ્રકરણ કહો ત્યારે શ્રી આચાર્યજીએ એક શ્લોકની વ્યાખ્યા ત્રણ દિવસ ત્રણ રાત્રી કરી કોઈને દેહનું ભાન રહ્યું નહીં એવો રસાવેશ થયો પછી બધાં સાવધાન થયાં ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ કથા તો આપથી બને પછી શ્રી આચાર્યજીએ સપ્તાહ કરી મહા અલૌકિક આનંદ થયો સપ્તાહ સમાપ્ત કરી આપ શ્રી  શંખનારાયણની આજ્ઞા લઈ આપ શ્રી નારાયણ સરોવર પધાર્યા. 
ઇતિ શ્રી શંખોદ્વારની બેઠક ચરિત્ર સમાપ્ત.

શંખ તળાવ ઉપર 
contact:
place: બેટ દ્વારકા 
district: જામનગર (ગુજરાત)361330
contact person: શ્રી અતુલભાઈ મુખ્યાજી 
mo:   09974841500
______________________________________________________


બેઠક (63) મી શ્રી નારાયણ સરોવરની બેઠક નુંચરિત્ર     



શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક નારાયણ સરોવર ઉપર માર્કંડેય રૂષિના આશ્રમની પાસે છોકરના વૃક્ષની નીચે છે ત્યાં આપ બિરાજ્યા હતા ત્યાં દામોદરદાસને આપે આજ્ઞા કરી અહીં શ્રી આદિનારાયણજી બિરાજે છે તે નારાયણ સરોવરમાંથી પ્રગટ થયા છે તેથી અહીંયા સપ્તાહ કરશું પછી આપે નારાયણ સરોવરમાં સ્નાન કરી સપ્તાહ પ્રારંભ કર્યું ત્યાં શ્રી કોટેશ્વર મહાદેવજી નિત્ય કથા સાંભળવા પધારતા ત્યાં શ્રી મહાદેવજી દર્શન દેતા તે દર્શન કર્યા પછી ખાનપાન કરતો એક દિવસ તેને સાંજ સુધી દર્શન ન થયાં તેનું કારણ શું ત્યારે મહાદેવજીએ કહ્યું અહીં શ્રી આચાર્યજી પધાર્યા છે તેની કથા સાંભળવા જાઉં છું દર્શન કરવા હોય તો જલ્દી આવો પછી દામોદરદાસે વિનંતી કરી કે મહારાજ આપ સીંધ પ્રાંતમાં  પધારશો ત્યારે આપે કહ્યું કે સીંધમાં દૈવી જીવ બહુ છે પણ અમે  નહીં પધારીએ કારણકે સરસ્વતીજીનુ ઉલ્લંઘન નહીં કરીએ તે શ્રી ભગવદ વાણીનો પ્રવાહ છે  અમારા વંશ દ્વારા ત્યાંના જીવોનો અંગીકાર થશે ત્યારે દામોદરદાસે વિનંતી કરીકે મહારાજ આપની ઇચ્છામાં આવે તેમ કરો.
ઇતિ શ્રી નારાયણ સરોવરની બેઠકનું ચરિત્ર સમાપ્ત.

contact:
place: નારાયણ સરોવર (લખપટ)
district: કચ્છ (ગુજરાત)370624
contact person: શ્રી વસંતભાઈ મુખ્યાજી 
mo: 09925313189 / 09979736562
______________________________________________________

બેઠક (64) મી શ્રી જૂનાગઢની બેઠકનું ચરિત્ર



શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક જૂનાગઢમાં રેવતી કુંડ ઉપર છોકરની નીચે  છે. ત્યાં આપ બિરાજ્યા તે સમયે ગીરનાર પર્વત અને રઇવતાચલ બ્રાહ્મણનું રૂપ ધરી આવ્યા અને દંડવત કરી કહ્યું મહારાજ આપનું પ્રાગટ્ય સકળ તીર્થને સનાથ  કરવા માટે છે ત્યારે આપે આજ્ઞા કરીકે રઇવતાચલ અમે તો તમારે માટે આવ્યા છીએ આપ પધારીને એક શીલા ઉપર બિરાજ્યા ત્યારે રઇવતાચલને પરમ આનંદ થયો તે સમયે રઇવતાચલ માખણથી કોમળ થયો તેથી આપના ચરણારવિંદ ના  ઉથલ પાથલ શીલા ઉપર પડ્યા પછી શ્રી આચાર્યજી દામોદરદાસ કુંડમાં  સ્નાન કરવા પધાર્યા તેમાંથી શ્રી દામોદરજી નું સ્વરૂપ આપને પ્રાપ્ત  થયું તે  હાલમાં જૂનાગઢ માં શ્રી રૂઘનાથ લાલજીને માથે બિરાજે છે   પછી આપે બેઠકમાં પધારી સપ્તાહ પ્રારંભ કર્યું તે સમયે એક યોગેશ્વરે આવીને  દંડવત કરી કહ્યું કે આપના શ્રી મુખેથી મને કથા સાંભળવા  ઈચ્છા છે ત્યાર પછી તે યોગેશ્વર નિત્ય કથા સાંભળવા આવતો એક દિવસ કૃષ્ણદાસે પૂછ્યું મહારાજ આ યોગેશ્વર આવે છે તે કોણ છે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તે દ્રોણાચાર્ય ના પુત્ર અશ્વત્થામાં અહીંયા ગિરનારમાં રહે છે તે કથા સાંભળવા આવે છે ત્યારે કૃષ્ણદાસજીએ  સાષ્ટાંગ દંડવત કર્યા પછી આપે ચરણાવિંદની રજદ્વારા અનેક જીવ અંગીકાર કર્યા. 
ઇતિ શ્રી જૂનાગઢની બેઠકનું ચરિત્ર સમાપ્ત. 
દામોદરકુંડ રેવતીકુંડ, ગિરનાર કુંડ 
contact:
place: દામોદરકુંડ રેવતીકુંડ, ગિરનાર કુંડ 
district: જૂનાગઢ(ગુજરાત)362001
contact person: સુરજભાઈ મુખ્યાજી  
mo: (0285) 2655555 / 2624108 
______________________________________________________


બેઠક (65) મી શ્રી પ્રભાસ ક્ષેત્ર ની બેઠક નું ચરિત્ર



શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રભાસ ક્ષેત્ર પધાર્યા ત્યાં દેહોત્સર્ગ ઉપર છોકરની નીચે આપ બિરાજ્યા આપે  આજ્ઞા કરીકે યાદવાસ્થળી અહીંયા  થઈ છે અહીંયા શ્રી બળદેવજી શેષ રૂપ થઈને પધાર્યા છે પછી આપ ત્રિવેણીમાં સ્નાન કરી સપ્તાહ પ્રારંભ કર્યું ત્યાં શ્રી સોમનાથ મહાદેવ નિત્ય કથા સાંભળવા પધારતા એક બાજુ બિરાજતા કથા પૂર્ણ થાય એટલે પોતાને સ્થાને પધારતા શ્રી સોમનાથજીના એ કૃપા પાત્ર હતો દર્શન વિના મહાપ્રસાદ લેતો નહીં એક દિવસ ત્રણ પ્હોર મંદિરમાં બેઠો પછી શ્રી મહાદેવજી પધાર્યા ત્યારે વિનંતી કરી મહારાજ અત્યાર સુધી આપનું  દર્શન ન થયું તેનું શું કારણ ત્યારે શ્રી મહાદેવજીએ આજ્ઞા  કરી શ્રી  આચાર્યજી મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે તેની કથા સાંભળવા ગયો  હતો ત્યારે ભક્તે વિનંતી કરી મહારાજ અમને શ્રી મહાપ્રભુજી ના દર્શન કરવો આપે કહ્યું તું  દેહોસર્ગ તીર્થ ઉપર જા તને દર્શન થશે ભક્ત શ્રી આચાર્યજી ના દર્શન માટે આવ્યો અને દંડવત કરી વિનંતી કરી મહારાજ કૃપા કરી મને શરણ લ્યો ત્યારે શ્રી આચાર્યજી કહે તું શ્રી મહાદેવજીનો કૃપા પાત્ર છો ત્યારે તેણે વિનંતી કરી મને શ્રી મહાદેવજીએ મોકલ્યો છે પછી આપે તેને સ્નાન કરાવી નામ સંભળાવી વૈષ્ણવ થયો પછી શ્રી આચાર્યજીએ  પ્રભાસક્ષેત્રની પંચ તીર્થ પરિક્રમા કરી ત્યાં અનેક જીવ શરણે આવ્યા. 

ઇતિ શ્રી પ્રભાસક્ષેત્રની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
ત્રિવેણી નદી ના ઘાટ ઉપર 
contact:
place:પ્રભાસ પાટણ 
district: જૂનાગઢ(ગુજરાત) 362268
contact person: શ્રી પ્રવીણભાઈ મુખ્યાજી 
mo: (02876) 232334 / 09426982720

______________________________________________________
બેઠક (66) મી શ્રી માધવપુરકી બેઠકનું ચરિત્ર 

શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક માધવપુરમાં કદંબકુંડ ની ઉપર છે.  ત્યાં આપ બિરાજ્યા ત્યારે દામોદરદાસને આજ્ઞા કરી કે અહીંયા શ્રી કૃષ્ણ  અને રૂક્મણિ વિવાહ થયો આ વિવાહની જગ્યા છે. આપ શ્રી કૃષ્ણ રૂક્મણિ  સહિત એક વસ્ત્રે આ કદંબ કુંડમાં સ્નાન કર્યું પછી બધા ઋષિ મંડળે સ્નાન કર્યું હતું પછી આપે માધવરાયના દર્શન કર્યા અને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ આપ અહીંયા આમજ બિરાજો છો? ત્યારે શ્રી માધવરાયજીએ કહ્યું કે એક બ્રાહ્મણ મને નિત્ય લોટ જળથી સ્નાન કરાવે છે તેને મને સેવા પ્રકાર શીખવો પછી બીજે દિવસે ફરી આપ માધવરાયજીના દર્શન  કરવા પધાર્યા એટલામાં તે બ્રાહ્મણ આવ્યો તેને આપે  આજ્ઞા કરી કે શ્રી માધવરાયજી ને સારી જગ્યામાં પધરાવો અને સેવા શૃંગાર સારી રીતે કરો પ્રભુની કૃપાથી તમારો નિર્વાહ સારી રીતે ચાલશે ત્યારે બ્રાહ્મણે વિનંતી કરી મહારાજ મારાથી કાંઈ નહીં બને આપ કહો તેમ કરૂ પછી નાની સરખી જગ્યા બનાવી શ્રી માધવરાયજીને પધરાવ્યા અને ધોતી ઉપરણો ધરાવી પાઘનો શણગાર કર્યો અને બ્રાહ્મણને  આપે કહ્યું કે તું આવી રીતે સેવા કરજે જે મળે તેનો ભોગ ધરજે પછી આપ શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ બેઠકમાં પધાર્યા કદંબ કુંડમાં સ્નાન કરી સપ્તાહ કરી શ્રી ઠાકોરજી નિત્ય શ્રવણ કરવા પધારતા ત્યાં અલૌકિક આનંદ થયો અનેક જીવ આપને શરણ આવ્યા ત્યાંથી આપ ગુપ્ત પ્રયાગ ક્ષેત્રમાં પધાર્યા. 
ઇતિ શ્રી માધવપુરની બેઠક ચરિત્ર સમાપ્ત.
    
contact:
place:અન્યોર 
district: મથુરા(ઉ.પ્ર.)281502
contact person: શ્રી ગિરીધારીજી મુખ્યાજી 

mo: 09456661810
______________________________________________________
બેઠક(67) મી શ્રી ગુપ્તપ્રયાગ ની બેઠક નું ચરિત્ર 
   


શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક માધવ સરસ્વતી પર છે. ત્યાં આપ સ્નાન કરી  પછી શ્રી માધવરાયજી ના દર્શન કરી આપ મૂળ દ્વારિકામાં પધાર્યા  ત્યાંથી ગુપ્ત પ્રયાગ પધાર્યા ત્યાં આપ પ્રયાગ કુંડ ઉપર છોકર ની  નીચે બિરાજ્યા ત્યારે દામોદરદાસ ને આજ્ઞા કરી કે જો સારસ્વત કલ્પમાં  મુખ્ય પ્રયાગરાજ તીર્થ આજ હતું અહીંયા શ્રી ગંગા યમુના કુંડ છે પછી આપ પ્રયાગરાજ માં સ્નાન કરી આપની બેઠકમાં પધાર્યા બીજે દિવસે સવારે આપે શ્રી ભાગવતની પારાયણનો આરંભ કીધો ત્યારે એક બ્રાહ્મણ આવ્યો તેણે આવી સાષ્ટાંગ  દંડવત કરી વિનંતી કરી કે મહારાજ હું ઘણા દિવસથી આપનું ભજન સ્મરણ કરતો હતો, તો બધા દિવસનું ફળ આજ સિદ્ધ થયું ત્યારે આપે આજ્ઞા કરી કે તું પહેલાં ક્યાં રહેતો હતો, અને અહીંયા ક્યારનો આવ્યો છે, ત્યારે તે બ્રાહ્મણે વિનંતી કરી, કે હું પ્હેલાં પંઢરપુર માં રહેતો હતો, ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે બધા શાસ્ત્રમાં મુખ્ય શ્રી  ભાગવત છે, તો શ્રી મદ ભાગવતનો હું નિત્ય પાઠ કરતો ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી પ્રસન્ન થયાં અને આજ્ઞા કરી કે તું વર માંગ, ત્યારે મેં આ વર માંગ્યો કે મને વ્રજલીલાના દર્શન થાય, ત્યારે આપે આજ્ઞા કરી કે, તે એવો વર માંગ્યો છે કે તે કેમ દેવાય, પણ મારૂં વચન ખાલી નહીં જાય, પ્રભાસ ક્ષેત્રની પાસે ગુપ્ત પ્રયાગ છે, ત્યાં જઈને તું બેસ, થોડા દિવસમાં શ્રી પૂર્ણ પુરૂષોત્તમનો અવતાર થશે, તે પૃથ્વી પરિક્રમા કરી બધા તીર્થોને સનાથ કરશે, ત્યારે તારા મનોરથ પુરા કરશે, ત્યારે મેં વિનંતી કરી મહારાજ, તે હું કેમ જાણીશ, ત્યારે આપ શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે  જે દિવસે શ્રી વલ્લભાચાર્ય પધારશે તે દિવસે હું તને કહીશ, આજ શ્રી  વિઠ્ઠલનાથજી એ જણાવ્યું કે તું જેને માટે ભજન સ્મરણ કરે છે, તે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, તારો મનોરથ પૂર્ણ થશે, માટે મહારાજ આપ મારો ઉદ્ધાર કરો, શ્રી આચાર્યજીએ તેને સ્નાન કરાવ્યું, અને નામ મંત્ર કહ્યો, અને આજ્ઞા કરી કે, આજથી આઠમે દહાડે તારે કાળ થશે, ત્યારે શ્રી ગિરિરાજ ની તળેટી માં તારો જન્મ થશે, અને શ્રી ગુંસાઈજી તારો અંગીકાર કરી, શ્રીનાથજી ની ગાયોના સેવામાં  રાખશે, ત્યાં તને શ્રીનાથજી બધી લીલાના અનુભવ કરાવશે, પછી બ્રાહ્મણે સાષ્ટાંગ દંડવત કરી કહ્યું, નિજ ઈચ્છા તહ કરિષ્યતાડ પછી સપ્તાહ ની સમાપ્તિ કરી ત્યારે મહાઅલૌકિક આનંદ થયો બ્રાહ્મણ પણ દંડવત કરી પોતાના આશ્રમે ગયો. પછી આપ ગુપ્ત પ્રયાગથી ગુજરાતમાં તગડીમાં પધાર્યા. ઇતિ શ્રી ગુપ્ત પ્રયાગની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place: દેલવાડા 
district: જૂનાગઢ(ગુજરાત)362510
contact person: શ્રી રાજુભાઈ મુખ્યાજી  
mo: 09824164996
contact person: શ્રી જીતુભાઇ મહેતા 
mo: (02875) 222767 / 09924122767
______________________________________________________

બેઠક (68) મી શ્રી તગડી ની બેઠક નું ચરિત્ર 



શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક તગડી માં છે. ત્યાં એક બ્રાહ્મણ ગ્રહસ્થના ઘર પાસે એક ચોતરો હતો, ત્યાં આપ બિરાજ્યા, રાત્રે ત્યાંજ પોઢ્યા, તે બ્રાહ્મણને દસ પાંચ ગાય ભેંસ હતી. તે નિત્ય ઉઠીને બ્રાહ્મણની સ્ત્રી છાસ કરીને કુવા ઉપર જળ ભરવા ગઈ, કૂવો દૂર હતો, તેથી વાર લાગી, તે બ્રાહ્મણને પાંચ અને સાત વર્ષના બે દીકરા હતા, તેણે જાગીને ગોળીમાંથી  માખણ ખાવા લાગ્યા તે દેખીને બ્રાહ્મણને પ્રેમ ઉત્પન્ન થયો અને બહાર આવી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ને દંડવત કરી. વિનંતી કરી કે મહારાજ આપ અંદર પધારી જુઓ, કે શ્રીકૃષ્ણ અને બળદેવ માખણ ખાય છે. શ્રી આચાર્યજીએ જોયુ કે બેઉ છોકરાં માખણ ખાઈ રહ્યાં હતાં ત્યારે આપે બ્રાહ્મણ ને આજ્ઞા કરી કે. તમને ભગવદ લીલાની સ્પૂર્તિ થઈ છે, તેથી તમે સ્ત્રીની સામે જઈને કહો, કે આ બાળક ને કાંઠે લગાવી, પ્યાર કરી કહે કે શ્રીકૃષ્ણ, બળરામ, આપે  સારૂ કર્યું, કે આ માખણ ખાધું કારણકે સ્ત્રી નો સ્વભાવ લોભી હોય છે, જરા માખણને માટે બાળકને મારે છે, બ્રાહ્મણ સ્ત્રી ની સામે ગયો, સ્ત્રી ને સમજાવી બધી વાત કરી અને કહ્યું કે આપણે  દ્વારે મહાપુરુષ પધાર્યા છે, તેની કૃપાથી આપણો ભાગ્યોદય થયો, ત્યારે સ્ત્રીએ કહ્યું કે હું બાળકને પ્યાર કરીશ, પછી જળના વાસણ એક  બાજુ ભરીને તે પુરુષે શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા, પછી  તે સ્ત્રીએ અંદર જઈને બને બાળકોને કંઠે લગાવીને કહ્યું કે લાલ આપે માખણ ખાધું તે સારું કીધું તે સમયે તે સ્ત્રી પુરૂષને અને આચાર્યજીના સેવકોને અલૌકિક દર્શન થયા પછી બ્રાહ્મણોએ વિનંતી કરી કે કૃપા કરી અમને શરણ લ્યો આપે કૃપા કરી તે સ્ત્રી પુરૂષ અને બેઉ છોકરાઓને નામ તથા નિવેદન કરાવ્યું પછી આપે ત્યાં સપ્તાહ કરી, ત્યારે દામોદરદાસે વિનંતી કરી, મહારાજ અને બહુ જલદી નામ નિવેદન કરાવ્યું ત્યારે આપે કહ્યું કે તે જીવ લીલા સંબંધી હતા તે લીલામાં પ્રાપ્ત થયા.
ઇતિ શ્રી તગડીની બેઠક ચરિત્ર સમાપ્ત.
અમદાવાદ બોટાદમાર્ગ 
contact:
place: તગડી 
district: અમદાવાદ(ગુજરાત) 382250
contact person: 
mo: 
______________________________________________________


બેઠક (69) મી શ્રી નરોડાની બેઠક ચરિત્ર



શ્રી આચાર્યજી મહાપ્રભુજી બેઠક નરોડામાં ગોપાળદાસના ઘરમાં છે. ત્યાં આપે બિરાજી ગોપાળદાસને સાક્ષાત સ્વરૂપાનંદ નો અનુભવ કરાવ્યો, અને નામ નિવેદન કરાવ્યું. ત્યારે ગોપાળદાસે વિનંતી કરી મહારાજ, મને કૃપા કરીને એક ભગવદ સ્વરૂપ પધરાવી આપો, ત્યારે આપે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી આપ્યું તે ગોપાળદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની વધાઈ તથા ચોખરા બહુ બનાવ્યા છે, તે ગોપાળદાસજી આનંદમાં મગ્ન રહેતા, પછી ત્યાં શ્રી આચાર્યજી એ સપ્તાહ કરી પછી અનિર્વચનીય સુખ થયું પછી આપ નરોડાથી ગોધરા પધાર્યા.
ઇતિ શ્રી નરોડાની બેઠક ચરિત્ર સમાપ્ત.
શ્રી વલ્લભાચાર્ય ચોક, શ્રી વલ્લભાચાર્ય માર્ગ 
contact:
place:નરોડા 
district:અમદાવાદ(ગુજરાત) 382330
contact person: શ્રી રાજુભાઈ મુખ્યાજી 
mo: (071) 22813444 / 09825022187 
______________________________________________________ 
બેઠક (70) મી શ્રી ગોધરાની બેઠક નું ચરિત્ર 


ગોધરા માં રાણા વ્યાસના ઘરમાં આપ બિરાજ્યા હતા, તે રાણાવ્યાસ ને છ શાસ્ત્રનું જ્ઞાન હતું, તેણે દક્ષિણમાં તથા કાશીનાં બધા પંડિતોને જીત્યા હતા તેથી મનમાં બહુજ ગર્વ હતો કે મારા સમાન કોઈ પંડિત નથી ? વળી ફરી તેણે  કાશીમાં સભા ભરી, ત્યાં રાણા વ્યાસ હારી ગયા ત્યારે મનમાં બહુજ ક્લેશ થયો કે હવે શ્રી ગંગાજી માં ડુબી મારૂ મોઢું કેમ દેખાડું, એ  નિશ્ર્ય કરી ને ગંગાજી ઉપર આવ્યા તે સમયે શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘનને સાથે લઈ સંધ્યાવંદન કરવા. પધાર્યા ત્યાંજ રાણા વ્યાસ બેઠા હતા ભગવદ ઈચ્છાથી શ્રી કૃષ્ણદાસે મહાપ્રભુજી ને વિનંતી કરી કે મહારાજ જે પ્રાણી આપઘાત કરી ગંગાજી માં ડૂબી મરે તેને શું ફળ થાય, ત્યારે આપે કહ્યું કે આત્મઘાતીવાળાને ગંગાજી પણ મુક્ત ન કરે, તે તો સાત જન્મ સુધી એમજ કર્યા કરે નર્કના પ્રાપ્ત થાય અને આલોક પરલોક બેઉ બગડે ઉદ્ધાર ન થાય તે બધી વાત રાણા વ્યાસે સાંભળી, શ્રી આચાર્યજીની પાસે આવી દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો આપે જે આજ્ઞા કરી તે મારે માટે કરી છે નહીં તો હું ગંગાજી માં હમણાં જ ડૂબી મરવાનો હતો. ત્યારે આપે કહ્યું કે તને એવું શું સંકટ હતું રાણા વ્યાસે વિનંતી કરી મહારાજ, દક્ષિણ તથા પૂર્વના બધા પંડિતને જીત્યો છું અને કાશીમાં સભા ભરી તેમાં હારી ગયો છું તેથી મેં વિચાર કર્યો કે ગંગાજી માં ડૂબી મારૂ, ત્યારે શ્રી આચાર્યજી એ કહ્યું કે આ તો  તારૂ અજ્ઞાન છે મરવાથી શું થાય જીવીશ તો ફરી જીતીશ પછી તેને ગંગાજીમાં સ્નાન કરાવી આચાર્યજીએ નામ મંત્ર આપ્યું અને ચતુઃશ્ર્લોકી ગ્રંથ ભણાવ્યા અને આજ્ઞા કરીકે હવે તું સવારમાં જઈને સભા કરજે તું જીતીશ પછી પ્રાતઃકાળ માં રાણા વ્યાસ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી સભામાં ગયા ત્યારે પંડિતો એ કહ્યું કાલતો હારી ગયો હતો આજ ફરી કેમ આવ્યો, ત્યારે તેણે કહ્યું કાલે હાર્યો હતો તો શું થયું આજ ફરીવાર કરીશ પછી સભા ભેગી થઈ ત્યારે વાદનો આરંભ કરી ક્ષણ માત્રમાં રાણા વ્યાસે બધા વ્યાસ ને નિરૂત્તર કર્યા અને મનમાં બહુજ પ્રસન્ન થયો અને જાણ્યું કે આ પ્રતાપ શ્રી આચાર્યજી નો છે પછી આપની પાસે આવી દંડવત કરી વિનંતી કરી કે મહારાજ આપની કૃપાથી બધા પંડિતને નિરૂત્તર કર્યા ત્યારે આપે કહ્યું તું ગંગાજી માં મરત તો સભા કોણ જીતત, જીવ્યો તો જીત્યો પછી રાણા વ્યાસે વિનંતી કરી કે મહારાજ  મને શ્રી ભગવત સ્વરૂપ પધરાવી આપો આપે શ્રી બાલકૃષ્ણનું સ્વરૂપ પધરાવી આપ્યું તેની શ્રી રાણા વ્યાસે  ગોધરામાં સેવા કરતા શ્રી આચાર્યજી ગોધરા પધારતા રાણા વ્યાસ ના ઘરે બિરાજતા અને શ્રી વેણુપ્રીત અને સુબોધિજીનો પ્રસંગ રાણા વ્યાસે પૂછ્યો ત્યારે શ્રી આચાર્યજીએ વ્યાખ્યાન કર્યું વ્યાખ્યાન કરતાં ત્રણ દિવસ અને ત્રણ રાત્રી ચાલી ગઈ એવો રસાવેશ થયો પછી શ્રી આચાર્યજીએ ગોધરાથી વિજય કરી ખેરાલુ પધાર્યા.
ઇતિ શ્રી ગોધરાની બેઠક ચરિત્ર સમાપ્ત.
રાણા વ્યાસ માર્ગ, પટેલ વાડા 
contact:
place: ગોધરા 
district: પંચમહાલ(ગુજરાત) 396001
mo: (0267)240442 ઓફિસ 
contact person: શ્રી શિરીષભાઈ 
mo: 09898493893
contact person: શ્રી જગદીશભાઈ મુખ્યાજી 
mo: 09426044611
______________________________________________________


ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।