મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા.વાર્તા 5 મી, વૈષ્ણવ 5 માં.



252 વૈષ્ણવો  ની વાર્તા.

વાર્તા 5 મી, વૈષ્ણવ 5 માં. શ્રીગુસાંઈજીના સેવક નાગજીભાઈ સાઠોદરાનાગરની વાર્તા.



પ્રસંગ 1 :- આ નાગજીભાઈ શ્રીમહાપ્રભુજી પાસે સેવક થવાને ગયા. ત્યારે શ્રીમહાપ્રભુજીએ વિચાર્યું કે " નાગજીદ્વારા બહુ સુષ્ટિ અંગીકાર થશે. અને નાગજીભાઈના સંગથી ઘણા દૈવી જીવો પ્રભુના સન્મુખ થશે. નાગજીભાઈ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના પાત્ર છે. એમનો વંશ બહુ વર્ષ સુધી ચાલશે. તો એ લાલજીને શરણ જાય તો બહુ સારું તેથી શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી તમે લાલજીના સેવક થાઓ " પછી નાગજીભાઈ શ્રી ગુસાંઈજીના સેવક થયા એ નાગજીભાઈ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. 

પ્રસંગ 2 :- આ નાગજીભાઈ ગોધરા ગામના દેસાઈ હતા. કંઈક કારણથી સરકારમાંથી આજીવિકા બંધ થઈ ગઈ. તેથી તે મોટા સંકોચમાં આવી ગયા. એવામાં તેમની દીકરીનો વિવાહ આવ્યો. આ વાત ખંભાતના વૈષ્ણવોએ સાંભળી તેથી સહજપાલ દોશી, માધવદાસદલાલ તથા જીવાપારેખ જેઓ ના ગજીભાઈના સ્નેહી હતા, એમને નાગજીભાઈ ની દીકરી ના વિવાહમાં દસહજાર રૂપિયા નાગજીભાઈને ત્યાં મોકલ્યા. એ રૂપિયા પહોંચ્યા. પછી તેમણે વિચાર કર્યો કે આ દ્રવ્ય વૈષ્ણવનું છે. વૈષ્ણવના સંબંધથી એમણે મોકલ્યું છે. તો એ દ્રવ્ય લૌકિકમાં ન ખર્ચાય તો  સારું, આપત્કાળતો ચાર દિવસમાં જતો રહેશે. એમ વિચારી એ દ્રવ્યની  સોના મોહોરો લઈને લાકડીમાં ભરીને અડેલ ગયા. રસ્તામાં એક વૈષ્ણવ દોશી રહેતી  તેને શ્રીઠાકોરજીએ આજ્ઞા કરી કે કાલે નાગજીભાઈ  વૈષ્ણવ કાસદનો વેષ ધરીને આવે તો તેને પ્રસાદ લેવડાવજો. બીજે દિવસે પરદેશીના ઉતારામાં આ ડોશીએ નાગજીભાઈને શોધી કાઢ્યાં. આ ડોશીએ કહ્યું " તમારી નાતની હું છું. અને શ્રીગુસાંઇજીની સેવક છું. તો મારે ઘેર પ્રસાદ લેવાને ચાલે. ત્યારે નાગજીભાઈએ ના પાડી. અને ત્યાંથી ચાલી નીકળ્યા જયારે બે  મૈલ ગયા ત્યારે શ્રીઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી " કે શા માટે તે એ ડોશીને ઘેર પ્રસાદ ના લીધો. એ ડોશીને મેં આજ્ઞા આપી હતી. " ત્યારે નાગજીભાઈ પાછા ફરીને એ ડોશીને ઘેર પ્રસાદ લેવા માટે આવ્યાં. ત્યાં ત્રણ દિવસ રહ્યા. એ ડોશીએ કહ્યું " તમને શ્રીઠાકોરજીએ આજ્ઞા આપી હતી તો મને શા માટે ના કહી." ડોશીએ કહ્યું " તમે તો શ્રીઠાકોરજીનું અંગછો હું એ વાતમાં શું સમજુ" નાગજીભાઈ આ વાત સાંભળીને ડોશીની નમ્રતા જોઈને ઘણા પ્રસન્ન થયા. ત્યાંથી નાગજીભાઈ અડેલ ગામમાં આવ્યા. શ્રીગુંસાઈજીના દર્શન કર્યા અને લાકડી ભંડારીને આપી અને કહ્યું "આ લાઠી વૈષ્ણવોએ આપી છે તે શ્રીગુસાંઇજીને આપજો." આમ કહીને નાગજીભાઈ વ્રજમાં ગયા. ભંડારીએ લાકડી શ્રીગુસાંઇજીની આગળ ખોલી તો તેમાંથી દ્રવ્ય નીકળ્યું. નાગજીભાઈ ત્રણ મહિના શ્રીનાથદ્વારમાં રહ્યાં. પછી ગોધરામાં સઘળા પંચોએ હાકેમને કહીને નાગજીભાઈની આજીવિકા શરૂ કરાવરાવી. ચઢેલું દ્રવ્ય લઈને નાગજીભાઈની દીકરીનો વિવાહ કર્યો. જયારે નાગજીભાઈ ગોધરામાં આવ્યા ત્યારે દસ હજાર રૂપિયા ખંભાતમાં મોકલી દીધા ખંભાતના વૈષ્ણવોએ વિચાર કર્યો કે આ દ્રવ્ય નાગજીભાઈને અમોએ આજ પ્રમાણે આપ્યું હતું. તો પછી કેવી રીતે એ લઈએ ? એ દ્રવ્ય એ દ્રવ્ય ખંભાતના વૈષ્ણવોએ શ્રીગુંસાઈજીની પાસે મોકલી દીધું. એ નાગજીભાઈ એવા ભગવદીય અને અનુભવી હતા. શ્રીગુસાંઇજીના સ્વરૂપમાં એવા આસકત હતા કે વરસમાં બે વાર ગોધરાથી જરૂર દર્શન માટે આવતા.

પ્રસંગ 3:- એક દિવસે આ નાગજીભાઈને ગોધરાના હાકેમે બાદશાહની પાસે જાગીર વધારવાને માટે રાજનગર મોકલ્યા અને બે હજાર રૂપિયા ખરચવાને આપ્યા. તેઓ રાજનગર આવ્યા. અહીંયા તેમણે દક્ષિણનું રેશમનું કપડું ઘણું સૂક્ષ્મ દીઠું. તે હજાર રૂપિયામાં લઈને ગોકુળ ગયા. અને જઈને શ્રીગુસાંઇજીને તે ચીરની ભેટ કરી. પાછા રાજનગર આવીને બાદશાહને મળી પાંચ ગણી જાગીરનો પટો વધારાવ્યો. અને ગોધરા જઈને હાકેમને ખબર આપી. હાકેમ આ વાત સાંભળીને ઘણો પ્રસન્ન થયો. તેને એક મહાલના પાંચમહાલ થયા. ત્યારથી આજ સુધી એ ગોધરા પંચમહાલ કહેવાય છે. નાગજીભાઈનો સ્નેહ પ્રભુમાં નિષ્કામ હતો. લૌકિકને તો તેઓ તુચ્છ માનતા હતા. એમનું લૌકિક કાર્ય પ્રભુ આપો આપ સિદ્ધ કરતા એવા તે ભગવદીય હતા. 

પ્રસંગ 4:- એક દિવસ શ્રીગુંસાઈજી શ્રીદ્વારકા પધાર્યા હતા. નાગજીભાઈ રાજનગરથી આમ-કેરી લઈને દ્વારકા પહોંચ્યા, શ્રીગુંસાઈજીના દર્શન કરીને કેરી માટે વિનંતી કરી. શ્રીગુસાંઇજીએ કહ્યું કે એ કેરી શ્રીરણછોડજીના મંદિરમાં પહોંચાડો. આથી નાગજીભાઈએ તે કેરી ત્યાં પહોંચાડી અને બીજી કેરી માણસ મોકલીને રાજનગરથી ફરી મંગાવી. ત્યારે શ્રીગુંસાઈજીને વિનંતી કરીકે આ કેરી આપના ડેરામાં શ્રીરણછોડજી ને પધરાવીને અંગીકાર કરાવો. શ્રીગુસાંઇજીનો ડેરો રામ લક્ષ્મણના મંદિર પાસે હતો. અહીંઆ શ્રીગુસાંઇજીએ શ્રીરણછોડજીને પધરાવીને કેરીનો ભોગ ધર્યો અને નાગજીભાઈને સાક્ષાત શ્રીરણછોડજીનાં દર્શન થયાં. ત્યાર શ્રીગુસાંઇજીની બેઠક આ ઠેકાણે થઈ. અહીંઆ શ્રીગુસાંઇજીના મનમાં એવું આવ્યું કે " આ પ્રમાણે શ્રીનાથજી કેરી આરોગે તો સારું." નાગજીભાઈએ શ્રીગુસાંઇજીના મનની વાત જાણી. એટલે ત્યાંથી ચાલ્યા. રાજનગર થી કેરી લઈને શ્રીનાથજી તથા શ્રીનવનિતપ્રિયાજીને કેરી પહોંચાડી અને ફરી બીજી કેરી લઈને ગંગાગુરગઢ ગામમાં શ્રીગુસાંઇજીને મળ્યા, અને ત્યાંના સર્વ સમાચાર કહ્યા. અને પત્ર આગળ ધર્યો. ત્યારે શ્રીગુસાંઇજીએ મનમાં વિચાર્યુકે નાગજી વગર મારા મનની વાત કોણ જાણે? "પછી નાગજીભાઈને કહ્યું " તમારો મનોરથ શો છે? "ત્યારે તેમણે વિનતી કરી" મહારાજ, શ્રીનાથજીને અહીંઆં પધરાવીને કેરી ભોગ ધરું. અને મને દર્શન થાય તો મારુ ચિત્ત પ્રસન્ન થાય. તો શ્રીગુસાંઇજીએ તે પ્રમાણે દર્શન નાગજીભાઈને કરાવડાવ્યાં એ નાગજીભાઈ એવા કૃપાપાત્ર હતા. શ્રીગુસાંઇજીએ એમનામાં એવું સામર્થ્ય મૂક્યું હતું કે તે ચાહે તેટલો બોજો ઉઠાવી લેતા અને ચાહે તેટલો રસ્તો ચાલતા. દશ દિવસનો રસ્તો હોય ત્યાં એક દિવસમાં પહોંચી જતા. એ નાગજીભાઈ એવા કૃપાપાત્ર હતા. 

પ્રસંગ 5:-  એક દિવસ નાગજીભાઈ અડેલ ગયા. રસ્તામાં શ્રીજીદ્વાર આવ્યા. ત્યાં રામદાસે કહ્યું " નાગજીભાઈ થોડા દિવસ અહીંયા રહીને સેવા કરો " ત્યારે નાગજીભાઈ અહીંઆ સેવામાં ન્હાયા. અને શ્રીગુસાંઇજીને એક શ્લોક લખી મોકલ્યો, તે શ્લોક -----


सरसिकुशेशयमप्यास्वादितुमागच्छतोलिनो मार्गे। 
यदिकनककमलपानेनासीत्तोष: किमन्येन।। १    
  
જયારે અડેલમાં આ પત્ર શ્રીગુસાંઇજીને પાસે પહોંચ્યો, ત્યારે શ્રીગુંસાઈજી એ બે શ્લોક લખી મોકલ્યા.


नात्रकुशेशयमानसामर्थयसेयत्प्रियोमधुपः।
तस्मिस्तुष्टेतोषोदूस्थेदैस्थ्यं ही निरुपमस्नेहात 
यधलिरपि निरुपधिभावःस्वभावतःसमागच्छेत 
निरवधितोषोस्यापित्रभवेदे ति किवाच्यम ।२ 

આ શ્લોક વાંચી નાગજીભાઈ  ઘણા પ્રસન્ન થયા. પછીથી અડેલ જઈને શ્રીગુસાંઇજીના દર્શન કર્યા.

પ્રસંગ 6 :-  એક વખત  ગોધરાથી શ્રીગુસાંઇજીને પત્ર લખ્યો. એમાં લખ્યું હતું કે શ્રીસુબોધિનીજી, નિબંધ, અણુભાષ્ય, વિગેરે શ્રીમહાપ્રભુજીએ ગ્રંથો કર્યા છે તેનો આશય થોડામાં સમજણ પડે તેવી રીતે લખી મોકલવા કૃપા કરશો " ત્યારે શ્રીગુસાંઇજીએ બે શ્લોક લખીને મોકલ્યા તે શ્લોક --


श्रीवल्लभाचार्यपथिप्रगाढ़ प्रेमैवचास्त्यव्यभिचार हेतु:

तत्रोपयुत्कानवधोत्कभक्ति स्तत्रोपयोगॉडखिलसाधनानाम ।१
यःकुर्यात्सुन्दराक्षीणा भवनेलास्यनर्तने 
तासां भावनया नित्यं सहीसर्वफलानुभाक ।२

આ શ્લોક વાંચીને નાગજીભાઈ ને સઘળો સિદ્ધાંત સ્ફૂર્યો એ નાગજીભાઈ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા અનિર્વચનીય છે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 5 માં. 

(સાર) (1) વૈષ્ણવો પાસેથી મળેલું ધન પ્રભુ સેવાના વિનિયોગમાંજ ખર્ચવું. ચાલતા સુધી વૈષ્ણવો પાસેથી દ્રવ્ય લેવું નહીં, અને કદાચ મળે તો પ્રભુ સેવામાંજ તેનો વિનિયોગ કરવો જોઈએ. લૌકિકકાર્યમાં ખર્ચવાથી તે જીવનું અધઃપતન થાય છે. (2) એક સ્વરૂપમાં આસક્તિ રાખવી. (3) લૌકિક સંકટોમાં માણસે ચિંતા કરવી નહીં. પ્રભુ કૃપાથી કાર્ય સિદ્ધ થયે જશે.  

આ નાગજીભાઈ ગોધરાના રહીશ હતા. તેમના વંશજો પૈકી રા.બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ હજુ પણ અમદાવાદમાં છે. ગોધરામાં નાગજીભાઈના ઘરમાં હાલ શ્રીગુસાંઇજીની બેઠક છે.
---------------------------------------------------------------------------------
252.  વૈષ્ણવ 5 માં નાગજીભાઈ સાઠોદરા નાગરની વાર્તા  (ભાગ 1) 



252.  વૈષ્ણવ 5 માં નાગજીભાઈ સાઠોદરા નાગરની વાર્તા  (ભાગ 2)




---------------------------------------------------------------------------------


---------------------------------------------------------------------------------







      

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1