મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 31 મી. વૈષ્ણવ 31 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 31 મી. વૈષ્ણવ 31 માં. શ્રીગુસાંઇજીના સેવક ગણેશ વ્યાસની વાર્તા. 

પ્રસંગ 1 લો:- આ ગણેશવ્યાસને શ્રીનાથજી સાનુભાવ હતા. એ એક દિવસ શ્રીનાથજીને માટે સામગ્રી લાવતા હતા. રસ્તામાં વરસાદ પડયો. ગામ બહાર દેવીના દેવળમાં આવીને મુકામ કર્યો. ત્યારે લોકોએ કહ્યું "જે કોઈ માણસ  અહીંયા રાત રહે છે તેને દેવી ખાઈ જાય છે" ત્યારે ગણેશવ્યાસે દેવીના મંદિરને ધોઈ નાખ્યું ને દેવીના કાનમાં અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો અને તે ત્યાં સુઈ ગયા. તે વખતે દેવીએ ગામના રાજાને સ્વપ્નમાં કહ્યું "હું હવે વૈષ્ણવ થઈ છું. તું જે મને દરરોજ બે બકરા મોકલે છે તે ના મોકલીશ, અને તમે બધા વૈષ્ણવ થાવ, નહીં તો હું તમને દુઃખ દઈશ."પછી રાજાએ સવારે ગણેશવ્યાસ પાસે જઈને સઘળી વાત પૂછી. ગણેશવ્યાસ રાજાને સાથે લઈને આવ્યા. અને  શ્રીગુસાંઇજીના સેવક કરાવ્યો. એ ગણેશવ્યાસ શ્રીગુસાંઇજીના એવા કૃપાપાત્ર હતા. એમના સંગથી દેવી તથા રાજા વૈષ્ણવ થયા. 

પ્રસંગ 2 જો :- આ ગણેશવ્યાસને શ્રીગુંસાઈજી ખીજતા હતા. ત્યારે તે પોતાનું  અહો ભાગ્ય માનતા. અને શ્રીગુંસાઈજી પાછળથી એમની બહુ પ્રસંશા કરતાં. ત્યારે એક વૈષ્ણવે પૂછ્યું "આપ એમના ઉપર ખીજ કરો છો, અને પાછળથી પ્રસંશા કરો છો તેનું કારણ શું ? ત્યારે શ્રીગુંસાઈજીએ આજ્ઞા કરી " વૈષ્ણવતા તો એજ છે કે રીસ કરવા છતાં પણ અભાવ ન આવે. તે ગણેશવ્યાસ એવા કૃપાપાત્ર હતા. એમના પર શ્રીગુંસાઈજી ખીજતા છતાં પણ તે અભાવ રાખતા ન હોતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 31 માં.

(સાર):- (1) ગુરુ ક્રોધ કરે તો પણ મનને ઉધ્વીગન કરવું નહીં, પણ તેમાં ગુરુની પરમકૃપા છે એમ સમજીને ચિત્તને પ્રસન્ન રાખવું (2) ભક્ત પ્રભુ સિવાય બીજા કોઈપણ દેવ દેવીથી ડરતો નથી. દેવ દેવીઓ પ્રભુના ભક્તની સહાય કરે છે. 
   


  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1