252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 10 મી. વૈષ્ણવ 10 માં. શ્રીગુસાંઇજીના સેવક કાયસ્થ વિઠ્ઠલદાસની વાર્તા.
આ વિઠ્ઠલદાસે ગૌડદેશમાં જઈને એક પરગણું ઈજારે લીધું. એ પરગણામાં નુકશાન ગયું, ત્યારે ગૌડદેશના બાદશાહના દીવાન નારાયણદાસે તેમને બંદીખાને નાખ્યા, અને હમેશાં માર મારતા, નિત્ય માર ખાતા, પણ પોતાની વૈષ્ણવતા પ્રકટ કરતા ન હોતા. જયારે વિઠ્ઠલદાસ હિસાબ ચૂકવીને બંદીખાનેથી છૂટ્યા હતા તેવામાં શ્રીગુંસાઈજી ગૌડદેશમાં પધાર્યા હતા ત્યારે નારાયણદાસ દર્શન કરવાને ગયા અને વિઠ્ઠલદાસ પણ ગયા. શ્રીગુસાંઇજીએ પૂછ્યું " વિઠ્ઠલદાસ, આટલા દીવસ ક્યાં હતા. ? ત્યારે વિઠ્ઠલદાસે કહ્યું " આ દેશમાં રહું છું " પછી શ્રીગુંસાઈજીએ ભોજન કરીને વિઠ્ઠલદાસને પ્રસાદ લેવાની આજ્ઞા આપી, વિઠ્ઠલદાસજીએ કપડાં ઉતાર્યા, એમના શરીર ઉપર માર ઘણોજ પડ્યો હતો તેથી શરીર ઘણુંજ બગડી ગયું હતું. શ્રીગુસાંઇજીએ વિઠ્ઠલદાસને પૂછ્યું " તમને શું થયું છે ?" વિઠ્ઠલદાસે કહ્યું " મહારાજ દેહનો દંડ દેહ ભોગવે છે" નારાયણદાસે વિનંતી કરી " મહારાજ મેં એમને માર મરાવ્યો હતો , એમને વૈષ્ણવ જાણ્યા નહોતા; એ અપરાધ આપ ક્ષમા આપશો. " શ્રીગુસાંઇજીએ કહ્યું "વૈષ્ણવ જાણ્યા નહી, પણ જીવ તો હતો, તો વૈષ્ણવે જીવમાત્ર ઉપર દયા રાખવી જોઈએ. જેના હૃદયમાં વિવેક, દયા ધૈર્ય, અને ભગવદાશ્રય ન હોય તેને ભગવદાવેશ થતો નથી. વિઠ્ઠલદાસ કેવા ધીરજવાળા છે તેજુઓ. આવું કષ્ટ તેમણે સહન કર્યું પણ પોતાની વૈષ્ણવતા ગુપ્ત રાખી. આવાને વશ શ્રીઠાકોરજી છે. " આમ બોલીને શ્રીગુંસાઈજી ચૂપ રહી ગયા. નારાયણદાસે તેમની પાસે એકાંતમાં જઈને અપરાધ ક્ષમા કરાવ્યો. વળી અહીંયા રહેતો ઘણું સારૂં એવું કહ્યું પણ વિઠ્ઠલદાસે કહ્યું " તમે મારી વૈષ્ણવતા જાણી ગયા છો તેથી આ દેશમાં રહેવું યોગ્ય નથી. આ વિઠ્ઠલદાસ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમણે અત્યંત દુઃખ સહન કર્યું. પણ વૈષ્ણવ પણું ગુપ્ત રાખ્યું. એમની વાર્તા કેટલી લખીયે. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 10 માં.
(સાર ) (1) ગમે તે દુઃખ આવી પડે તો વૈષ્ણવે તે દુઃખ સહન કરવું પણ પોતાની વૈષ્ણવતા ને ગુપ્ત રાખવી. (2) વૈષ્ણવોએ વિવેક, ધૈર્ય તથા આશ્રય રાખવાં જોઈએ. विवेक धैर्यश्रयमां શ્રી મહાપ્રભુજી કહે છે विवेक धैर्य सततं रक्षतिये तथाश्रय: વિવેક એટલે हरि: सर्व निजेच्छात: करिष्यति " હરિ સર્વ નિજ ઈચ્છા થી કરશે એવી માન્યતા તેનું નામ વિવેક. અને ધૈર્ય એટલે त्रीदुःख सहन ત્રણ પ્રકારના દુઃખનું સહન કરવું (3) સર્વ પ્રાણી ઉપર દયા રાખવી જોઈએ. (4) વૈષ્ણવોને વૈષ્ણવ તરફ નીચે પ્રમાણે પ્રેમ હોવો જોઈએ.
---------------------------------------------------------------------------------

આયે મેરે શ્રીવલ્લભ નામ ઉપાસી,
માલા તિલક ગોપીજન મુદ્રા, કોટીકે ચંદ્ર પ્રકાશી.
ભગવતકથા શ્રવણ પુટભાવત, પૂરણ પ્રેમ નિવાશી.
દર્શન ભયે લહે સબહિં સુખ, તત્ક્ષણ આનંદ રાશિ.
પુષ્ટિભકતકો દાન કરત નિત્ય, વિષય ન શોક ઉદાસી,
રસિકદાસ જન સો બડભાગી ઇનકો સંગ સુવાસી.
---------------------------------------------------------------------------------
252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 10 મી. વૈષ્ણવ 10 માં.શ્રીગુસાંઇજીના સેવક કાયસ્થ વિઠ્ઠલદાસની વાર્તા. ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો.
---------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો