252 વૈષ્ણવો ની વાર્તા.
વાર્તા 45 મી. વૈષ્ણવ 45 માં. શ્રીગુસાંઇજીના સેવક વૈશ્યાની બેટીની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ વૈશ્યાની બેટીએ સાઠોદરા વૈષ્ણવને ઘેર શ્રીઠાકોરજીની આગળ આખી રાત નૃત્ય કર્યું. જયારે સવાર થયું ત્યારે તેને કશી બુદ્ધિ રહી નહીં. ભગવાનના આવેશમાં મગ્ન થઈ ગઈ. દોઢ પહોર દિવસ થયો એટલે એના ઘરથી બોલાવવાને આવ્યાં ત્યારે તે કશું બોલી નહીં. કંઈપણ સાંભળ્યું નહીં. એના ઘરના માણસો તેથી એને પકડીને લઈ ગયા. ઘરમાં ગઈ એટલે ત્યાં બહાવરી થઈ ગઈ. કશું ખાતી ન હોતી, તેમ બોલતી ન હોતી. ઘરનાં માણસોની નજર ચુકાવીને વૈષ્ણવને ઘેર આવી તો તેની સાથે બોલવાં લાગી. ભગવદવાર્તા કરવા લાગી. પ્રસાદ લીધો. આ પ્રમાણે નિત્ય કરવા લાગી. એના ઘરનાં માણસો એ રાજદ્વારમાં ફરિયાદી કરી. "આ વૈષ્ણવે અમારી બેટીને બાવરી કરી દીધી છે." રાજના માણસો આ વૈષ્ણવને પકડીને લઈ ગયા. રાજાએ આ વૈષ્ણવને દીઠો તો એ વૈષ્ણવ પરમ ભગવદીય જણાયા.ભગવદતેજ તેના મુખ ઉપર પ્રકાશનું હતું. રાજા બોલ્યા આ વાત જૂઠી છે. એણે મંત્ર જંત્ર કશું કર્યું નથી. આ વૈષ્ણવ પોતાને ઘેર આવ્યો અને વૈશ્યાની બેટીને એનાં ઘરના માણસોએ બાવરી ધારી કાઢી મૂકી. તેથી એ બાઈ વૈષ્ણવના ઘરમાં આવીને રહી એટલામાં શ્રીગુંસાઈજી પધાર્યા. ત્યારે આ બાઈને નામ નિવેદન કરાવ્યું. પછી એ બાઈ વૈષ્ણવને ઘેર પર ચારજી કરવા લાગી. એક દિવસે આ સાઠોદરા વૈષ્ણવને શ્રીઠાકોરજીએ કહ્યું " મારી શુંગાર સેવા આ બાઈ કરશે, તું મારી રસોઈ સેવા કર." આથી આ વૈષ્ણવ ઘણા પ્રસન્ન થયા. એ બાઈ શ્રુંગાર કરવા લાગ્યા. અને એ રસોઈ કરતા હતા. જયારે તે વૈષ્ણવ વ્યાવૃત્તિને માટે જતા ત્યારે આ બાઈની સાથે શ્રીઠાકોરજી બોલતા. અને ભુલ પડે તો બતાવતા. એ બાઈ શ્રીગુંસાઈજી ની એવી કૃપાપાત્ર હતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 45 માં.
(સાર) વૈષ્ણવનો સંગ પારસમણી જેવો છે. લોઢાને જો પારસમણીનો સંગ થાય તો, તે સવર્ણ બનીજાય છે, તેમ ગમે તેવો હીન યોનિનો તથા અધમ સ્થિતિનો જીવ હોય પણ જો તેને વૈષ્ણવનો સંગ થાય તો તેનો અપરાધ છૂટી જાય છે. અને તેપણ પરમ ભગવદીય બને છે. પૂર્વ જન્મનાં બંધન તૂટી જાય છે.
વૈષ્ણવના સંગનું મહત્વ નીચેના પદમાં ગાયું છે. ---
મિલે કબ વે મનકે અનુરાગી.
શ્રીવલ્લભ વચનામૃત પીવત, જ્યું ચકોર લવ લાગી.
તીનકે નામ સંબંધ માત્રતે, જાય અવિદ્યા ભાગી.
આનંદ રોમ રોમ ભર આવત, સુખ ઉપજાવત સાગી.
જાકે પીછે ડોલત ગિરિધર, પ્રેમ પુજરસ પાગી,
રસિકદાસ જન કે કૃષ્ણસંગ, સોઈ દાસ બડભાગી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો