મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 20 મી. વૈષ્ણવ 20 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 20 મી. વૈષ્ણવ 20 માં. શ્રીગુસાંઇજીના સેવક માધવદાસ ભટ્ટ નાગરા કાયસ્થની વાર્તા. 
પ્રસંગ 1 લો :- આ માધવદાસ શ્રીગુસાંઇજીના સેવક થયા ત્યારથી તેમનું ચિત્ત શાન્ત થયું અને ભગવત્સેવા કરવા લાગ્યા. માધવદાસના પિતા સંસારમાં આસક્ત હતા તથા વિષયી હતા. અને માધવદાસ ઉપર અપ્રસન્ન હતા. તેમની પાસે દ્રવ્ય ઘણું હતું. તે માધવદાસને એક પૈસો પણ આપતા નહીં કારણકે તે એમ જાણતા કે માધવદાસ ભગવત્સેવામાં ખર્ચ કરશે. તેથી માધવદાસની બહુજ નિન્દા કરતા હતા. જયારે તે બહુ વૃદ્ધ થયા ત્યારે માધવદાસે એમને કહ્યું " હવે તો તીર્થયાત્રા કરો તો ઘણું જ સારું." ત્યારે માધવદાસના પિતા તીર્થયાત્રા કરવાને ચાલ્યા. જયારે મથુરાના ચોબા એમને મલ્યાં ત્યારે તેમણે કહ્યું ગુરુ મુખ થઈ જાવ. ત્યારે તેમણે વિચાર કર્યો. "આ ચોબા તો મારા ગુરુ થયાં, પણ મારુ મનતો સંસારના વિષયમાંથી નીકળ્યું નથી. માધવદાસના ગુરુને શરણ જઈશ ત્યારે મારુ મન નિવૃત થશે." એમ વિચાર કરીને શ્રીગોકુળ ગયા. અને વિનંતી કરી. " મારો અંગીકાર કરો." શ્રીગુસાંઇજીએ નામ નિવેદન કરાવડાવ્યું. માધવદાસના પિતાએ શ્રીગુંસાઈજીની સાથે જઈને શ્રીગોવર્ધનનાથજીના દર્શન કર્યા. મનમાં એવો વિચાર કર્યો. " જ્યાં સુધી દેહ રહેશે ત્યાં સુધી શ્રીગુંસાઈજીના ચરણારર્વિંદ નહીં છોડું આમ વિચાર કરીને માધવદાસને પાસે બોલાવી લાવ્યા. મનમાં કહેવા લાગ્યા. "મારુ ધન્યભાગ્ય છે કે માધવદાસ જેવો પુત્ર મારે ત્યાં જન્મ્યો છે. એને લીધે મને શ્રીગુંસાઈજીના ચરણારર્વિંદ મળ્યા છે. સઘળાં તીર્થ એમના ચરણારવિંદમાં છે. માટે તીર્થ કરવા નહીં જવું."  પછી સઘળું દ્રવ્ય માધવદાસને સોંપી દીધું. તે માધવદાસ એવા ભગવદીય હતા કે એમના સંગથી એમના પિતા જે વિષયાસંક્ત હતા તે વિષયો છોડી દઈને મન પ્રભુમાં લગાડયું. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 20 માં.

(સાર) (1) પુત્ર વૈષ્ણવ હોય તો તે પિતાને પણ સુધારી શકે છે. કોઈ કુટુંબમાં એકપણ વૈષ્ણવ હોય તો તેના સંગથી આખું કુટુંમ્બ પવિત્ર બને છે, અને વૈષ્ણવ થાય છે, (2) પ્રભુની નિરંતર સેવા કરનારને તીર્થની આવશ્યકતા નથી. કારણકે પ્રભુના ચરણારવિંદમાંજ સર્વ તીર્થ આવી જાય છે. (3) વિષયાસક્તિ છોડી દેવી જોઈએ, ત્યાર વગર મન પવિત્ર બનતું નથી 
  






     

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1