મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252વૈષ્ણવોની વાર્તા. વાર્તા 30 મી. વૈષ્ણવ 30 માં.

252વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 30 મી. વૈષ્ણવ 30 માં. શ્રીગુસાંઇજીના સેવક દેવ બ્રાહ્મણ બંગાળના વાસીની વાર્તા.  


પ્રસંગ 1 લો :- આ બ્રાહ્મણ વ્રજયાત્રા કરવાને આવ્યા. શ્રીગોવર્ધનનાથજીનાં દર્શન કરીને તેમનું મન ઘણું પ્રસન્ન થયું. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયાં. તેમણે શ્રીગુસાંઇજીને વિનંતી કરી કે મને શરણે લ્યો. શ્રીગુંસાઈજીએ કૃપા કરીને સમર્પણ કરાવ્યું. પછીથી આ બ્રાહ્મણ અહીંયા રહીને પુષ્ટિમાર્ગીય સર્વ સેવાની રીત શીખ્યા. અને શ્રીગુંસાઈજીની આજ્ઞા લઈને બંગાળામાં ગયા. ત્યાં ઘરમાં સેવા કરવા લાગ્યા. એક દિવસ આ બ્રાહ્મણે અડદની દાળના વડા કર્યા. તે વખતે એમના મનમાં એવું આવ્યું કે કંઈ મિષ્ટાન પણ જોઈએ. દ્રવ્યનો ઘણો સંકોચ હતો. તેથી થોડો ગોળ આણ્યો અને શ્રીનાથજીને ભોગ સમર્પ્યો. ત્યાં શ્રીનાથજી પોતે સાક્ષાત આરોગવાને પધાર્યા. અને શ્રી ગિરિરાજ ઉપર રાજભોગ ધરેલો હતો તે ન આરોગ્યા. પછી ભીતરીયાએ અનોસર કર્યો તે વખતે શ્રીગુંસાઈજી શ્રીગોકુળમાં બિરાજતા હતા. ત્યાં શ્રીનાથજીએ જણાવ્યું "આજે હું ભૂખ્યો છું, હું દેવ બ્રાહ્મણના ઘરમાં ગોળ તથા વડા આરોગવા ગયો હતો. પછીથી રાજભોગ સરાવીને ભીતરીયાએ અનોસર કર્યો. શ્રીગુંસાઈજી તે વખતે શ્રીગોકુળથી શ્રીગિરિરાજ પધાર્યા અને સામગ્રી કરીને રાજભોગ ધરાવ્યો. પછીથી તે બ્રાહ્મણને પત્ર લખ્યો કે તમે જે ગોળ તથા વડા અમુક દિવસે ધર્યા હતાં તે શ્રીનાથજીને સારી રીતે આરોગ્યા છે. એ પત્ર વાંચીને બ્રાહ્મણ ઘણાજ પ્રસન્ન થયા. અને બે થાન બંગાળી મલમલ લઈને ગયા. આવીને એક શ્રીગુસાંઇજીને ભેટ કર્યા અને વિનંતી કરી આ થાન અંગીકાર કરો" શ્રીગુંસાઈજીએ કહ્યું "આ થાન શ્રીનાથજીને લાયક છે " આ બ્રાહ્મણે વિનંતી કરી " હું એક બીજું થાન લાવ્યો છું તે શ્રીનાથજીને અંગીકાર કરાવો, ત્યારે શ્રીગુંસાઈજીએ એ પ્રમાણે કર્યું પછીથી આ બ્રાહ્મણે મલમલના વાઘા ધરેલા શ્રીનાથજીનાં દર્શન કર્યા. એ બ્રાહ્મણ એવા શ્રીનાથજીના કૃપાપાત્ર હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 30 માં. 

(સાર) પ્રભુ ભક્તની ભાવનાના ભૂખ્યા છે. દ્રવ્યનો સંકોચ હોય પણ જો ભાવથી ભક્તિ કરવામાં આવે તો પ્રભુ તેને અધિક માને છે. શબરીનું દ્રષ્ટાંત સર્વને વિદિત છે તેણે એઠાં બોર શ્રીરામચંદ્રજીને અંગીકાર કરાવ્યાં હતા. પણ શ્રી રામચંદ્રજી તે પ્રેમથી આરોગ્યા હતા. આમ મર્યાદામાં જણાય છે. તો પુષ્ટિમાં શા માટે ભક્તે પ્રેમથી આરોગાવેલી વસ્તુનો પ્રભુ અંગીકાર ન કરે ? પુષ્ટિમાર્ગ તો ભાવનો છે. 'पुष्टिपथमर्म' માં શ્રી હરિરાયજી કહે છે पश्चमं कृष्णलोलाया भावनं हृदिसर्वथा. ભાવોદ બોધ એ પુષ્ટિમાર્ગ માં પાંચમો મર્મ છે. 





ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1