મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 33 મી. વૈષ્ણવ 33 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 33 મી. વૈષ્ણવ 33 માં. શ્રીગુસાંઇજીના સેવક બ્રહ્મદાસની વાર્તા.પ્રસંગ 1 લો :-  એ ગોપાળપુરમાં રહેતાં હતા. વ્રજમાં ફરતા અને માનસી સેવા કરતા. માનસી સેવા તેમને સાક્ષાત્કાર થઈ ગઈ હતી. રાધાકુંડપર એક બંગાળી કૃષ્ણ ચૈતન્યનો સેવક રહેતો. એ બ્રહ્મદાસનો મિત્ર હતો, એ પણ માનસી સેવા કરતા અને દૂધ પીને રહેતા. પછી થોડા દિવસ રહીને દૂધ છોડી દીધું. અને છાસ પીવા લાગ્યા. એક દિવસ આ બંગાળીએ માનસી સેવા કરી. માનસીમાં દૂધ ભોગ ધર્યો અને પ્રસાદી દૂધ માનસીમાં પીધું. પછી હંમેશની છાસ લેવાનો વખત થયો ત્યારે તે શિષ્યે તેને ના કહી છતાં પણ પરાણે છાશ પાઈ. કારણ એણે માનસીમાં દૂધ પીધું હતું. એ શિષ્યને ખબર નહતી. આથી તે બંગાળીને તાવ આવ્યો. એ બ્રહ્મદાસ બંગાળીને જોવા આવ્યા. બ્રહ્મદાસ વૈદકમાં બહુ ચતુર હતા. તેમણે જોઈને કહ્યું તમે દૂધની ઉપર છાશ લીધી છે તેથી જ્વર આવ્યો છે. બંગાળીના શિષ્યે કહ્યું એમણે દૂધ પીધું નથી." ત્યારે એ બંગાળી બોલ્યો " તને શી ખબર છે" જે  ઘરનું મેં દૂધ પીધું છે તે ઘરમાં આ રહે છે. અને જયારે મેં પીધું તે વખતે ઘરમાં હતા. એ બ્રહ્મદાસજી એવા કૃપાપાત્ર હતા. બીજો કોઈ માણસ માનસી સેવા કરતો તે પોતાની માનસીના પ્રતાપથી તથા શ્રીગુસાંઇજીના પ્રતાપથી સર્વની માનસી જાણી લેતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 33 માં.

(સાર) સેવા ત્રણ પ્રકારની છે તનુજા,વિત્તજા માનસી. માનસી એ ઉત્તમ છે માત્ર શ્રીજીના પરમ કૃપાપાત્ર ભગવદીયોથીજ તે સિદ્ધ થઈ શકે છે.સામાન્ય વૈષ્ણવોએ તો તનુજા અને વિત્તજાજ કરવી જોઈએ. એ બેનો ત્યાગ કરીને માનસી કરવા જાય તો તે સિદ્ધ થઈ શકતી નથી, પ્રભુની કૃપા વગર તે બનતી નથી. માટે તનુજા અને વિત્તજા તેજ કરવી જોઈએ, અને તે દ્વારા ભાવનું ઉદબોધન થવું જોઈએ.





ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1