252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 27 મી. વૈષ્ણવ 27 માં. શ્રીગુસાંઇજીના સેવક હરજીકોઠારીની વાર્તા. પ્રસંગ 1 લો :- એ ત્રણ ભાઈ હતા જયારે શ્રીગુંસાઈજી અસારવા પધારતા ત્યારે એ ત્રણે ભાઈઓનાં મન પ્રસન્ન રાખતા. એકને ઘેર સુઈ જતા, એકને ઘેર ભોજન કરતા, એકને ઘેર બેઠક રાખતા. આ ત્રણ ભાઈઓમાં હરજીકોઠારી પંડિત હતા. આ હરજી કોઠારીએ શ્રીવિઠ્ઠલ સહસ્ત્ર નામનો ગ્રંથ પ્રકટ કર્યો છે. શ્રીગુંસાઈજીને પૂર્ણ પુરુષોત્તમ જાણતા હતા. ત્રણે ભાઈઓ આવા કૃપાપાત્ર હતા. અત્યાર સુધી અસારવામાં એમનાજ ઘરમાં શ્રીગુંસાઈજીની બેઠક પ્રસિદ્ધ છે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 27 માં.
(સાર) ભક્તનું ઘર પણ પોતાનું ઘર સમાજે છે. પ્રભુ
આ હરજીવન કોઠારીના શ્રીઠાકોરજી શ્રીમદનમોહનજી હાલમાં શ્રીગોકુળમાં શ્રીગોવર્ધનલાલજી મહારાજને માથે બિરાજે છે. વાર્તા સંબંધે વધુ માહિતી "તીર્થ યાત્રાનો અહેવાલ" આ પુસ્તકમાં આપી છે ત્યાં જોવું.
આ હરજીવન કોઠારીના શ્રીઠાકોરજી શ્રીમદનમોહનજી હાલમાં શ્રીગોકુળમાં શ્રીગોવર્ધનલાલજી મહારાજને માથે બિરાજે છે. વાર્તા સંબંધે વધુ માહિતી "તીર્થ યાત્રાનો અહેવાલ" આ પુસ્તકમાં આપી છે ત્યાં જોવું.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો