252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 44 મી. વૈષ્ણવ 44 માં. શ્રીગુસાંઇજીના સેવક ગુજરાતના સાઠોદરા નાગરની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ વૈષ્ણવ જે ગામમાં રહેતાં હતા ત્યાં એક બીજો વૈષ્ણવ પણ રહેતો હતો. એ બન્ને એક બીજાની સાથે મેળાપ રાખતા, ને હળીમળીને ભગવત્સેવા કરતાં એક દિવસ બે જણા જળ ભરીને આવતા હતા. રસ્તામાં એક વૈશ્યાનું ઘર હતું. તેની છોકરી દૈવી જીવ હતી, તેથી તેને જોવાને તે ઉભા રહ્યા. પેલો બીજો વૈષ્ણવ પોતાને ઘેર ગયો. તે મનમાં સમજ્યો કે આ વિષયી છે. આની સોબત નહીં કરવી. પોતાની સ્ત્રીને કહ્યું,"જો સાઠોદરો વૈષ્ણવ મને બોલાવા આવે તો કહેજો ઘરમાં નથી."પછી આ સાઠોદરો વૈષ્ણવ વૈશ્યાની સાથે ઠરાવ કરીને એની છોકરીને ઘેર લાવ્યો રાત્રે ન્હવડાવીને શૃંગાર કરાવ્યા. અષ્ટક્ષર મંત્ર સંભળાવ્યો. અને શ્રીઠાકોરજીની આગળ નૃત્ય કરાવડાવ્યું. શ્રીઠાકોરજી આનું ગાયન સાંભળીને ઘણાજ પ્રસન્ન થયા. એ છોકરીમાં એટલું સામર્થ્ય થયું કે સઁસ્કૃત બોલવા લાગી. ભગવાનના રૂપમાં તેનું મન લાગ્યું. આ વૈષ્ણવનો ઘણોજ ઉપકાર માન્યો. અને દ્રવ્ય ન લીધું. અને મનમાં વિચાર કર્યો." હંમેશાં આવા વૈષ્ણવનો સંગ થાય તો ઘણું સારું,"વૈશ્યાનું કર્મ છોડી દીધું. અને વૈષ્ણવોનો સત્સંગ કરવા લાગી. બીજો વૈષ્ણવ જે ગામમાં રહેતો હતો તેની સ્ત્રીને શ્રીઠાકોરજીએ કહ્યું," હવે હું તમારા માથે નહીં બિરાજું. તમે સાઠોદરા વૈષ્ણવનો નકામો દોષ જોયો. એ બીજો વૈષ્ણવ સાઠોદરા વૈષ્ણવને પગે લાગ્યો અને અપરાધ માફ કરાવ્યો. પછી સાઠોદરા નાગર, પેલો બીજો વૈષ્ણવ અને વૈશ્યાની દીકરી મળીને ભગવદ વાર્તા કરતા. એ સાઠોદરા વૈષ્ણવના સંગથી વૈશ્યાની દીકરી પણ પરમ વૈષ્ણવ થઈ. તેમની વાર્તા કેટલીક લખીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 44 માં.
(સાર) વૈષ્ણવોની કૃતિને આપણે ચર્મચક્ષુથી જોવી નહીં. કેટલાક વખત એ ચર્મચક્ષુઓ સરળ અને શુદ્ધ આશયની કૃતિઓમાં વિપરીત જુએ છે. જેની આંખે કમળો હોય તે સઘળું પીળું દેખાય છે, તે પ્રમાણે સદોષ ચર્મચક્ષુઓથી જે જે કૃતિઓ મહાનુભાવી વૈષ્ણવોના જીવનમાં આપણે જોઈએ છીએ તેમાં જો આપણને કંઈ વિપરીતતા દેખાય તો તે દોષ આપણા ચર્મચક્ષુઓનો છે.તે મહાનુભાવી વૈષ્ણવોનો નહીં. માટે આપણે આપણી દ્રષ્ટિ સુંદર વસ્તુનું નિરીક્ષણ કરતાં શીખવાડવું જોઈએ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો