મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 35 મી. વૈષ્ણવ 35 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 

વાર્તા 35 મી. વૈષ્ણવ 35 માં. શ્રીગુસાંઇજીના સેવક પાથો ગૂજરીની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ પાથો ગુજરી આન્યોરમાં રહેતા હતાં. એક દિવસ તે પોતાના દીકરાને માટે શાક લઈ જતાં હતાં. રસ્તામાં શ્રીનાથજીએ કહ્યું "આ દહીં ભાત મને આપ તેથી એમણે આપ્યું. શ્રીનાથજી આરોગ્યા, આરોગી રહ્યા એટલામાં શંખનાદ થયા. તેથી શ્રીહસ્ત ધોયા વગર મંદિરમાં પધાર્યા ત્યારે શ્રીગુસાંઇજીએ શ્રીનાથજીના શ્રીહસ્ત દહીં ભાત વાળા જોઈને પૂછ્યું "આપ ક્યાં આરોગ્યા છો?" ત્યારે શ્રીનાથજીએ કહ્યું "પાથો ગૂજરીની પાસેથી આરોગ્યા. ત્યારથી શ્રીગુસાંઇજીએ પોરીઆને કહ્યું " પાથો ગુજરી આવે તો કમાડ ખોલી નાંખવા." જયારે શ્રીગુંસાઈજી આજ્ઞા કરતા ત્યારે પાથો ગુજરી આવીને આરોગાવતી. તે દિવસથી કુનવારામાં શ્રીગુસાંઇજીએ દહીં ભાતની સામગ્રી રાખી છે. એ પાથો ગુજરી એવા કૃપાપાત્ર હતાં. વાર્તા સંપૂર્ણ. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 35 માં. 

(સાર) :- પ્રભુ જે ભક્ત ઉપર અનુગ્રહ કરે છે તેથી પાસેથી સર્વ ચીજ જાતે માંગીને લે છે. પ્રભુ ભક્તોની વાત ન્યારી છે, એ વર્ણવી શકાય એમ નથી. ભક્તવાણી ખરી છે કે:- 

જબ ગોપાલ કૃપા કરે, તબ સબહી બન આવે;
સુખ સંપત્તિ આનંદ ઘણો, ઘર બેઠે પાવે.
કુબજા કહા ઉધમ કીયો, મથુરાંકે માલી;
ઉહી ચંદન ઉહી પુષ્પમાલા, ચરચત બનવારિ.
  બિનુ તીરથ બિનુ દાન પુન્ય, બિનહિ તપકીને; 
પાંડવકુલ હિત જાન કે,અપને કર લીને.
એસી બહુત ગોપાલકી, તાકે મુનિ સાખી.
પરમાનંદ પ્રભુ સભામાંજ; દ્રૌપદી પતરાખી.
માટે-                                                                                        
દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો. ટેક.

શ્રીવલ્લભ નખચંદ્ર છટા બિન, સબ જગમાંઝ અંધેરો.
સાધન ઓર નહીં યા કલિમેં, જાસો હોય નિવેરો; 
સુરકહા કહે દ્વિવિધ આંધરો, બિના મુલકો ચેરો.


 આન્યોર ગામ શ્રીગિરિરાજજીની પાસે છે, વ્રજયાત્રાનાં તીર્થ સ્થળોમાં ગોવિંદ કૂંડપણ એક છે, ત્યાં શ્રી દાઉજી તથા શ્રી ગોવિંદજીનાં મંદિરો છે. અને શ્રીઆચાર્યજી મહાપ્રભુજીની બેઠક એક કદમના વૃક્ષ નીચે છે. આ કુંડની નજીક આન્યોર ગામ આવેલું છે. આન્યોર ગામની બધી ગાયો ગોવિંદ કુંડ આગળ બેસી રહે છે તેથી જાણે આ સ્થળે શ્રીનાથજીની ગૌશાળા હોય તેવો ભાસ થાય છે. 









  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1