મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 16મી, વૈષ્ણવ 16માં.

252 વૈષ્ણવોની વાર્તા.



વાર્તા 16મી, વૈષ્ણવ 16માં. શ્રીગુસાંઇજીના સેવક હરિદાસની દીકરી કૃષ્ણાબાઈની વાર્તા.


પ્રસંગ 1 લો :- જે હરિદાસની દીકરીને પુરોહિત પરણાવીને સાસરામાં લઈ ગયો હતો તેનું નામ કૃષ્ણાબાઈ હતું. કૃષ્ણાબાઈએ સાસરાના ઘરનો અનાચાર જોઈને મનમાં વિચાર કર્યો " અન્નજળ નહીં લઉં, અને દેહ ત્યાગ કરીશ." તેણે ત્રણ દિવસ સુધી અન્નજળ લીધું નહીં. તેની સાસુનો સ્વભાવ બહુ દયાળુ હતો. તેથી તેને દયા આવી. તેણે કહ્યું " વહુ તું શા માટે ખાતી નથી ? કૃષ્ણાબાઈએ કહ્યું " હું મારા હાથનું રાંધેલું ખાઈશ, બીજાના હાથનું નહીં લઉં" તેની સાસુએ કહ્યું " તારે હાથે પાણી ભરી લાવીને રસોઈ કર" અને વહુએ જે વાસણો કહ્યાં તે સઘળાં સાસુએ મંગાવી આપ્યાં. વહુએ રસોઈ કરીને  ભોગ ધર્યો. ભોગ ધરાવીને એક પાતળ પોતાની કરી લીધી. અને સઘળો મહાપ્રસાદ તેમને આપી દીધો, એ મહાપ્રસાદ લેતાં વેંત તેની બુદ્ધિ નિર્મળ બની ગઈ. પછીથી તે ઘરમાં કૃષ્ણાની પ્રશંસા કરવાં લાગી. કૃષ્ણા ગામ બહાર કૂવાનું પાણી ભરવા જતાં. એ કુવા ઉપર એક વૈષ્ણવ તેમને મળ્યો. તેની સાથે હરિદાસજીનું ઓળખાણ કાઢયું. તે વૈષ્ણવ નિત્ય કુવા ઉપર આ બાઈને ભગવત્સ્મરણ કરતો, કૃષ્ણા પણ એમને ભગવત્સ્મરણ કર્યા વગર પ્રસાદ લેતાં નહીં. જો કોઈ દિવસ એ કુવાપર ન મળે તો તેને ઘેર જઈને પણ ભગવત્સ્મરણ કરી આવતાં. કારણકે શ્રીમહાપ્રભુજીએ નવરત્નગ્રંથમાં આજ્ઞા કરી છે. निवेदनं तुस्मार्तव्यं सर्वथा ताद्रशैर्जनै: (સર્વથા તાદશ્ય જનની સાથે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ.) તેથી નિત્ય ભગવત્સ્મરણ કર્યા વગર પ્રસાદ લેતાં નહીં, એક દિવસ તે વૈષ્ણવ ગામ ગયા હતા, તેથી ત્રણ દિવસે આવ્યા. આ કૃષ્ણાએ ત્રણ દિવસ સુધી પ્રસાદ લીધો નહીં. ત્યારે કૃષ્ણાની સાસુએ કહ્યું "તું પ્રસાદની પાતળ ગાયને કેમ મૂકે છે, શા માટે તું લેતી નથી ?" કૃષ્ણાએ કહ્યું " એક મારો ગુરુભાઈ છે તે નિત્ય કુવા ઉપર મને મળે છે. જો તે ન મળે તો તેને ઘેર જઈને હું ભગવત્સ્મરણ કરી આવું છું, હાલમાં ત્રણ દિવસથી એ મળ્યા નથી, તેથી મહાપ્રસાદ લેતી નથી." એ સાસુ એનું સત્ય જોઈને ઘણીજ પ્રસન્ન થઈ. અને કહેવા લાગ્યા "હું તમારી સાથે આવીશ, મને વૈષ્ણવનું ઘર દેખાડો." પછીથી સાસુને વૈષ્ણવને ઘેર લઈ ગયા. તે વખતે તે વૈષ્ણવ ઘેર આવ્યો હતો. કૃષ્ણાએ તેને ભગવત્સ્મરણ કહ્યા. એમની સાસુ હાથ જોડીને વૈષ્ણવને કહેવા લાગ્યા, " એ ત્રણ દિવસથી ભૂખી છે જો તમે અમારે ત્યાં નિત્ય આવીને કૃષ્ણાને ભગવત્સ્મરણ કહો તો તમારો મોટો ઉપકાર માનું. વળી તમારા સંગથી મારું સારું થશે." તે વૈષ્ણવે હંમેશા આવવાની હા કહી. તેથી હંમેશા એમને ઘેર આવીને ભગવત્સ્મરણ કહેતા. આથી કૃષ્ણાની સાસુ, સસરા અને પતિ બધાં ઘરનાં બધાં તે વૈષ્ણવ ને ઓળખવા લાગ્યાં અને કહ્યું "તમારો ધર્મ અમને સમજાવો. અમે સઘળાં તમારા શિષ્ય થઈશું. તે વૈષ્ણવે કહ્યું "અમારા ધર્મમાં તો સર્વ શ્રીગુંસાઈજીના સેવક છે" તેની સાસુએ કહ્યું " એ શ્રીગુંસાઈજી ક્યાં રહે છે? અહીંયા શી રીતે પધારે ? તમે કંઈક ઉપાય કરો. દ્રવ્ય અમારે ત્યાં ઘણું છે. તમે જે કહેશો તે પ્રમાણે હું ખર્ચીશ" ત્યારે આ વૈષ્ણવે કાગળ લખીને કાસદ મોકલ્યો. શ્રીગુંસાઈજી ત્યાં પધાર્યા. એ બધાં સેવક થયાં એમના સંગથી એ ગામ બધાં વાણીયા પણ વૈષ્ણવ થયાં. હરિદાસની બેટી શ્રીગુસાંઇજીના એવા કૃપા પાત્ર ભગવદીય હતા જેમના સંગથી ગામમાં બધાં વૈષ્ણવ થયાં.

પ્રસંગ 2 જો :- શ્રીગુંસાઈજી ત્યાંથી શ્રીદ્વારકાં પધાર્યા. એક દિવસ કૃષ્ણાની સાસુએ રસોઈ કરી. ત્યારે કૃષ્ણાને ઘણો તાપ થયો "  હમણાં મારી ભગવત્સેવા છૂટી ગઈ. રસોઈ કરવાની વખતે શ્રીઠાકોરજી  શીખવાડતા હતા. ઈચ્છા પ્રમાણે સામગ્રી કરાવતા. અને મને સઘળો બાલભાવ જણાવતા. આ સુખ મને નહીં મળે. આમ વિચાર કરતાં ઘણો વિપ્રયોગ થયો. એમનો તાપ શ્રીઠાકોરજી સહન કરી શક્યા નહીં. તેથી એની સાસુને સ્વપ્નામાં શ્રીઠાકોરજીએ જણાવ્યું કે" મને કૃષ્ણાના હાથની રસોઈ સારી લાગે છે. માટે તમે બીજી સેવા કરો " બીજે દિવસે કૃષ્ણાને સાસુએ કહ્યું "રસોઈ તમે કરો. બીજી સેવા કરીશ." વળી શ્રીગુંસાઈજીને પણ શ્રીઠાકોરજીએ જણાવ્યું કે તમે કૃષ્ણાને ભલામણ કરો કે રસોઈની સેવા છોડશો નહીં. ત્યારે શ્રીગુંસાઈજી દ્વારકાથી પાછા આ ગામમાં પધાર્યા. આ કૃષ્ણા શ્રીગુસાંઇજીના દર્શન માટે આવતાં ત્યારે રસોઈની બહુ વાર થશે એમ જાણીને એમની સાસુ રસોઈ કરતાં. શ્રીગુંસાઈજીએ કૃષ્ણાને આજ્ઞા કરી "તારા હાથની રસોઈ કરતાં. શ્રીગુંસાઈજીએ કૃષ્ણાને આજ્ઞા કરી" તારા હાથની રસોઈ શ્રીઠાકોરજીને ભાવે છે તો તું શ્રીઠાકોરજીને પહોંચીને અમારા દર્શન માટે આવજે. શ્રીપ્રભુને શ્રમ પડે એવું કરવું નહીં એ દાસનો મુખ્ય ધર્મ છે. ત્યારથી કૃષ્ણાબાઈ રસોઈની સેવા ખાસ કરીને પોતે કરતાં. આ કૃષ્ણાબાઈ એવાં કૃપાપાત્ર હતાં. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 16 માં 

(સાર) (1) નિવેદન કર્યા સિવાય પ્રસાદ લેવો નહીં.(2) સેવામાં પ્રભુ જે સેવા કરાવે તે કરવી. 
---------------------------------------------------------------------------------



---------------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------------

  







  

   
     

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।