મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવ ની વાર્તા. વાર્તા 17 મી. વૈષ્ણવ 17માં.

252 વૈષ્ણવ ની વાર્તા.


વાર્તા 17 મી. વૈષ્ણવ 17માં. શ્રીગુસાંઇજીના સેવક અલીખાન પઠાણની વાર્તા. 
પ્રસંગ 1 :-  આ અલીખાન પઠાણ પૃથ્વીપતિની પાસેથી નવીસાલની હકુમત લઈને મહાવનમાં આવીને રહ્યા, અને શ્રીગુંસાઈજીની પાસે નિત્ય કથા સાંભળવાને આવતા. તેમણે કથામાં એમ સાંભળ્યું હતું કેઃ --

वृक्षे वृक्षे वेणुधारी पत्रे पत्रे चतुर्भुज:
यत्र वृंदावनं तत्र लक्षा लक्षकथा कृत:

આ શ્લોક સાંભળીને પોતે એવો હુકમ ફરમાવ્યો કે જે કોઈ વ્રજનાં વૃક્ષનાં પાંદડાં તોડશે તેને શિક્ષા કરવામાં આવશે. એ પ્રદેશમાં એક તેલી તેલ લાદીને જતો હતો, તેણે, એક વૃક્ષની ડાળી તોડી, ત્યારે અલીખાને એનું સઘળું તેલ ઝાડમાં ઠાલવાવી દીધું. ત્યારથી એવો ડર બેસી ગયો કે કોઈ વ્રજના ઝાડનાં પાંદડાં તોડતાં નહીં. 

પ્રસંગ 2 :- એક દિવસ એક ચોરને અલીખાનની પાસે પકડી લાવ્યા એ ચોર સોગંદ ખાવા લાગ્યો, અને કહ્યું કે હું ગરમ તેલમાં હાથ નાખું, અને જો તેલ ઠંડુ થાય તો મારી વાત સાચી માનશો. અલીખાને તેલ માંગવીને કહ્યું "જો પરમેશ્વર ગરમ તેલને ઠંડુ કરે છે તો ઠંડાનું ગરમ પણ કરી શકશે. માટે તું ઠંડા તેલમાં હાથ નાખ. તે ચોર ઠંડા તેલમાં હાથ નાખ્યો, ત્યારે તેનો હાથ બળી ગયો. એ અલીખાનને પરમેશ્વર ઉપર એવો દ્રઢ વિશ્વાસ હતો.

પ્રસંગ 3 :- અલીખાનની  પાસે એક ઘોડો ઘણો સુંદર હતો. એક ઘડીમાં છ કોસ ચાલતો હતો. આ ઘોડાને જોઈને શ્રીગુસાંઇજીએ ઘણી પ્રશંસા કરી. તેથી અલીખાને એ ઘોડાને શ્રીગુસાંઇજીની પાસે મોકલી દીધો. પણ શ્રીગુસાંઇજીએ રાખ્યો નહીં. ત્યારે અલીખાને મનમાં વિચાર કર્યો. " જો હું તેમનો સેવક થઉં તો રાખશે" ત્યારે અલીખાન સેવક થયા. પછી થી સેવા કરવા લાગ્યા. અલીખાનની દીકરી પણ સેવા કરવા લાગી. શ્રીઠાકોરજી અનુભવજતાવવા લાગ્યા. એની સંગે નૃત્ય કરતા, અલીખાનને ખબર પડી કે " અંદર કંઈક નૃત્યનો શબ્ધ થયા છે. " અલીખાને છુપાઈને જોયું તો શ્રીઠાકોરજી પધારેલા છે અને નૃત્ય કરે છે. તે દેખીને દીકરીની ઘણી સરાહના કરવા લાગ્યા.

પ્રસંગ 4:- શ્રીગુંસાઈજી શ્રીગોકુળમાં નિત્ય કથા કરતા હતા. અને બધા વૈષ્ણવો સાંભળતા હતા. અલીખાન પણ નિત્ય કથા સાંભળવાને આવતા. જયારે અલીખાન આવતા ત્યારે શ્રીગુંસાઈજી કથા કહેતા હતા. ત્યારે વૈષ્ણવોના મનમાં એમ આવ્યું કે મ્લેચ્છ આવે છે ત્યારે કથા વાંચે છે. શ્રીગુંસાઈજીએ બધા વૈષ્ણવ મનની વાત જાણી. એક દિવસ વૈષ્ણવોને પૂછ્યું કે કાલે શો પ્રસંગ હતો, પણ કોઈ વૈષ્ણવ કહી શક્યો નહીં. ત્યારે અલીખાને હાથ જોડીને વિનંતી કરી કે " આપની આજ્ઞા હોય તો કાલની કહું અથવા આજ્ઞા હોય તો જે દિવસથી કથા સાંભળું છું તે બધા દિવસની કહ્યું" આ સાંભળીને શ્રીગુંસાઈજી ઘણા પ્રસન્ન થયા. એ અલીખાન એવા કૃપાપાત્ર હતા. જો કંઈ ભગવત કથા સાંભળતા તેમાંથી એક અક્ષર પણ ભૂલતા નહીં. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 17 માં. 

(સાર) (1) પ્રભુ ભક્તિનો માર્ગ સર્વને માટે ખુલ્લો છે. તેમાં ન્યાય જાતનો ભેદ નથી. વૈષ્ણવોએ કુળ અગર ન્યાતનો ગર્વ કદીપણ કરવો નહીં. જેનામાં પ્રભુ માટે ભાવ છે તેજ ઉત્તમ કુળનો છે. (2) જ્યાં સુધી માર્ગની રીતિ પ્રમાણે નિવેદન મંત્ર પાંમીને સેવા કરવામાં આવતી નથી ત્યાં સુધી, આ માર્ગમાં પ્રભુ તેને અંગીકાર કરતા નથી. (3) પ્રભુએ જે જે સ્થળે વિહાર કર્યા છે તે બધાં પ્રભુલીલાના સાક્ષી છે, માટે તે સ્થળનું સૌંદર્ય સાચવી રાખવું જોઈએ. ત્યાંના વૃક્ષ, લતાઓ, તથા નદીઓનું રક્ષણ થવું જોઈએ તે બધામાં પ્રભુની લાવણ્યમય મૂર્તિ હજુ પણ વિહાર કરી રહી છે તેવો ભાવ હૃદયમાં આરૂઢ થવો જોઈએ. 

અલીખાનનાં સેવ્ય પ્રભુ શ્રીમદનમોહનજી હતા. તે હાલમાં મુંબઈમાં શ્રીગોવર્ધનલાલજી મહારાજને માથે બિરાજે છે. અને તેમની દીકરીના શ્રીંત્રીભંગીરાયજી હતા તે પણ હાલમાં શ્રીગોવર્ધનલાલજી મહારાજને માથે બિરાજે છે. 


---------------------------------------------------------------------------------






ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1