મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 8 મી વૈષ્ણવ 8 માં.

252 વૈષ્ણવો ની વાર્તા.


વાર્તા 8 મી વૈષ્ણવ 8 માં. શ્રીગુસાંઇજીના સેવક મુરારીદાસની વાર્તા. 


આ મુરારીદાસ ગૌડદેશમાં નારાયણદાસ પાસે નોકરી શોધવાને ગયા. નારાયણદાસે મુરારીદાસને કામ દેખાડ્યું. મુરારીદાસનું સારું કામ જોઈને મહિનાના દશ રુપિયા આપવાના કર્યા. મુરારીદાસે કહ્યું " મહિને આઠ રુપિયા લઈશ. સવા પહોર દિવસે આવીશ. છ ઘડી દિવસ રહેશે ત્યારે જઈશ." નારાયણદાસે એ વાત કબૂલ રાખી. મુરારીદાસ ચાકરી કરવા લાગ્યા. મુરારીદાસને માથે શ્રીબાલકૃષ્ણજી બિરાજતા હતા. અને સાનુભાવ જણાવતા હતા. ચાહે તે માંગતા. બાળકની માફક સર્વ માગી લેતા. એક દિવસ નારાયણદાસે એવો વિચાર કર્યોકે તે મોડો આવે છે. અને વહેલો જાય છે, તો તેનું કારણ શું હશે? તેથી નારાયણદાસ એમની પાછળ જઈને એમના ઘરમાં છુપા સંતાઈ ગયા અને તેમને સઘળી સેવા કરતાં જોયા. શ્રીઠાકોરજીની સાથે વાતો કરતાં દીઠા. ફરીથી નારાયણદાસે બીજે  દિવસે એકાંતમાં મુરારીદાસને કહ્યું "મેં ગઈ કાલે તમારા ઘરની બધી રીત  દીઠી છે તો તમે મને સેવક બનાવો." એમની બહુજ નમ્રતા જોઈને મુરારીદાસે કહ્યું " હું તો શ્રીગુસાંઇજીનો સેવક છું " તમે શ્રીગુસાંઇજીના સેવક થાઓ ત્યારે નારાયણદાસે મુરારીદાસ પાસે શ્રીગુસાંઇજી ઉપર વિનંતી પત્ર લખાવ્યો અને માણસ સાથે મોકલાવ્યો; અને શ્રીગુસાંઇજીને પધરાવ્યા. નારાયણદાસ તથા તેમની સ્ત્રી શ્રીગુસાંઇજીના સેવક થયા. ભગવાનની સેવા કરવા લાગ્યા. જેમ મુરારીદાસ સાથે શ્રીઠાકોરજી વાતો કરતા હતા. તેમ નારાયણદાસ સાથે પણ કરવા લાગ્યા. એ મુરારીદાસ એવા કૃપાપાત્ર હતા. એમનાં સંગથી નારાયણદાસ પણ વૈષ્ણવ થયા. જો સંગ કરીએ તો એવાનો કરવો. જોઈએ જેમના સંગથી આપણામાં ભગવદ્ધર્મ આવે. એ મોરારીદાસ એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા અનિર્વચનીય છે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 8 માં. 

સાર :- (1) વૈષ્ણવોએ પોતાની વૈષ્ણવતાનું ગોપાન કરવું જોઈએ. બહિર્મુખ માણસો અગર જેઓને અલૌકિક વસ્તુઓમાં શ્રદ્ધા ન હોય તેવોઓની સમક્ષ કદીપણ ભગવદભાવ પ્રગટ કરવો જોઈએ નહીં. સંસારના વ્યવહારને માટે બહિર્મુખોના પરિચયમાં આવવું પડે તોપણ વૈષ્ણવોએ પોતાનું કાર્ય સાવધાનતાથી કરવું જોઈએ (2) ખરો વૈષ્ણવ તો એ કહેવાય કે જેના સંગથી બીજાનામાંથી પણ લૌકિક ગંધ જતી રહે અને ભગવાન માટે પ્રીતિ થાય. પ્રભુ કૃપાથી ખરા ભગવદીયોમાં એવું સામર્થ્ય આવે છે કે જ્યાં જ્યાં આવા મહાનુભાવી ભગવદીયો છે. ત્યાં ત્યાં તેમના સંસર્ગ અને પરિચયથી અન્યનાં મન પણ ભગવાન તરફ વળે છે. 
---------------------------------------------------------------------------------
252. વૈષ્ણવ 8 માં મુરારીદાસની વાર્તા



---------------------------------------------------------------------------------






    
---------------------------------------------------------------------------------







ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.