મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 37 મી. વૈષ્ણવ 37 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 37 મી. વૈષ્ણવ 37 માં. શ્રીગુસાંઇજીના સેવક ગોપીનાથદાસ ગ્વાલની વાર્તા. પ્રસંગ 1 લો : - આ ગોપીનાથદાસ વનમાં ગાયો ભેંસો ચરાવતા હતા. એક દિવસે વનમાં એમને ભૂખ લાગી ત્યારે શ્રીનાથજીએ આઠ લાડવા રાજભોગની સામગ્રીમાંથી લાવીને તેમને આપ્યા. એમને વિચાર કર્યો "આ લાડવા શ્રીગુસાંઇજીની આજ્ઞા વગર ખાવા નહીં. તેથી તે લાડવા શ્રીગુંસાઈજી પાસે લઈ ગયા. અને  શ્રીગુસાંઇજીને વિંનતી કરી ત્યારે તેમણે આજ્ઞા કરી "આ લાડવા શ્રીનાથજીએ તમને આપ્યા છે તો તમે ખાવ" એ ગોપીનાથદાસ શ્રીગુસાંઇજીની આજ્ઞા વગર કંઈ પણ કરતા ન હોતા. એક વખત ગોપાળદાસ ભીતરીયાને વનમાં શ્રીનાથજીએ કહ્યું "મને ભૂખ લાગી છે. ભીતરીયાએ આવીને શ્રીગુસાંઇજીને વિંનતી કરી."મહારાજ આવા ધામમાં શા માટે પધારો છો. શ્રીનાથજીતો બાળક છે. માટે આપ પાછા પધારો. તોપણ શ્રીગુંસાઈજી વનમાં પધાર્યા. જઈને શ્રીનાથજીને સામગ્રી આરોગાવી. પછીથી ગોપીનાથ ગ્વાલે શ્રીનાથજીને વિનંતી કરી "મહારાજ,આપે આવા ધામમાં શ્રીગુસાંઇજીને શા માટે શ્રમ આપ્યો. આપે આજ્ઞા કરી હોતતો બહુ સામગ્રી આવી જાત." ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી."એમના હાથ સિવાય બીજાના હાથની સામગ્રી મને ભાવતી નથી. અને એમના કહ્યા વગર બીજાના હાથની આરોગીશ નહીં. આ વાત સાંભળીને ગોપીનાથજી ચૂપ થઈ ગયા. આથી શ્રીરઘુનાથજીએ નામરત્નગ્રંથમાં શ્રીગુસાંઇજીનું નામ "तन्निमंत्रणभोजक:" એમ કહ્યું છે. એ ગોપીનાથદાસ ગ્વાલ એવા કૃપાપાત્ર હતા. એમની વાર્તા કેટલી લખીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 37 માં.  

(સાર) જ્યાં ગુરુની આજ્ઞાની જરૂર પડે ત્યાં ગુરુની આજ્ઞા સિવાય કંઈપણ કાર્ય ન કરવું. 


  

















     

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।