252 વૈષ્ણવો ની વાર્તા.
વાર્તા 15 મી. વૈષ્ણવ 15 માં. શ્રીગુસાંઇજીના સેવક હરિદાસ વાણીઆની વાર્તા.
પ્રસંગ 1 :- હરિદાસ મેડતા ગામમાં રહેતાં હતા ત્યાં આ એક જ વૈષ્ણવ હતા. ગામનો રાજા જયમલ હતો તે સ્માર્ત ઘર્મમાં હતો. તે એકાદશી પહેલી કરતો જયમલ રાજાની બહેનનું ઘર હરિદાસની સામે હતું. જયારે શ્રીગુંસાઈજી હરિદાસને ઘેર પધાર્યા, ત્યારે જયમલની બહેનને બારીમાંથી શ્રીગુસાંઇજીના સાક્ષાત પૂર્ણપુરુષોત્તમનાં દર્શન થયાં. ત્યારે જયમલની બહેને પત્ર દ્વારા શ્રીગુસાંઇજીને વિનંતી લખી અને તે સેવક થઈ. કારણકે તે પડદાથી બહાર નીકળી શકે એમ નહોતું, તેથી પત્ર દ્વારા સેવક થઈ. એક દિવસે જયમલે એવા હુકમ કર્યો કે જે કોઈ બીજી એકાદશી કરશે તેનો દંડ થશે. પછી જયમલના હલકારા એ ખબર આપી કે હરિદાસે બીજી એકાદશી કરી છે, તેથી હરિદાસને બોલાવ્યા. કહ્યું કે " હરીઆ તે બીજી એકાદશી કેમ કરી ?" ત્યારે જવાબ આપ્યો" જયમલા, અમારી ખુશી. ત્યારે જયમલને ઘણો ક્રોધ થયો અને ક્રોધાવેશમાં શુદ્ર ભૂલી ગયો, તેથી તલવાર ખેંચીને હરિદાસને મારવા દોડયો; જયમલરાજાની કચેરીમાં એવો હુકમ હતો કે મારા હુકમ વગર કાંઈપણ કોઈ કરે તો તેને શિક્ષા કરીશ એવી એની રીત હતી. તેથી હરિદાસજીને પકડવાને કોઈ પણ ઉઠયું નહીં. જયમલને તલવાર ખેંચેલી જોઈને હરિદાસ બહાર નાઠા. જયમલ પાછળ દોડયા. હરિદાસ જયમલની બહેનના ઘરમાં ગયા. તે પણ પાછળ તલવાર લઈને ત્યાં ગયો. ત્યારે જયમલની બહેને જયમલને જોઈને કહ્યું"જો તું વૈષ્ણવને મારીશ તો અપરાધ થશે. એતો મારો મોટો ભાઈ છે, તું નાનો ભાઈ છે માટે એને પગે લાગ, નહીંતો તને અપરાધ લાગશે અને આપણા બાપદાદા બધા નર્કમાં જશે. એમ કહી વૈષ્ણવ માહાત્મ્યના શ્લોક બાઈએ જયમલને સંભળાવ્યા.
। । अथ भगवद्चन ।।
मत्तोमभ्दक्तेभक्तेषुप्रीतिरभ्यधिकाभवेत ।
तस्मान्मभ्दक्तभक्तश्र्च पूजनीयों विशेषतः।।१।।
अध्वश्रांतमवीज्ञातमतिथीं क्षुर्तपपासितम ।
योन पूजयते भक्त्यातमाहुर्ब्रह्मघातकम।।२।।
मद्वंदनाच्छतणं मभ्दक्तस्यतुवंदनम।
मभ्दोजनाच्छतगुणं मभ्दक्तस्य तू भोजनम ।।३।।
बुहन्नारदीये
यो विष्णुभक्तान निष्कामान भोजयेच्छध्दयान्वित: ।
त्रिःसत्पकुलध्दूत्य स याति हरिनंदिरम।।४।।
विष्णोःप्रसादमाकाक्षन्वैषणवान्परितोषयेत।
अन्यथावात्पकामो सो नैव केनापि तुष्यति।।५।।
पूजनाद्विष्णुभक्तानां पुरुषाथोड़स्ति नेतरः।
तेषु च द्वेषतः किचिन्नास्ति नाशनमात्मनः ।।६।।
वस्त्रालंकारभूषाधैयोभागवतमर्चयेत ।
भूष्यते तस्य वंशोडपि श्रीवृद्विः पुत्रपौत्रकैः ।।७।।
अंगसंगवाहनाधैश्र्चतांबूलैव्र्यजनैस्तथा ।
तोषयेदभगवदभक्तंतुष्यते च जनार्दनः ।।८।।
श्रीमदभागवते
बाध्यमानोडपिमदभक्तो विषयरजितेन्द्रियः।
प्रायः प्रगल्भयाभक्त्या विषयैर्नाभिभूयते ।।९।।
श्रीमदभगवदगीतायाम
अपिचेत्सुदूराचारो भजते मामनन्यभाक।
साधुरेव समन्तव्यः सम्यग्व्यवसितो ही सः ।।१०।।
स्कन्दपुराणे
ब्राह्मणक्षत्रियो वैश्यः शुद्रोवायदिवेतरः।
विष्णुभक्तिसमायुक्तो ज्ञेयः सर्वोत्तमोत्तमः ।।११।।
दुराचारोंडपिसर्वाशी कृतन्द्योनास्तिकः पूरा।
समाश्रयेदादीदेवं श्रद्धया शरणं ही यः ।।१२।।
हरितस्मृतौ
भगवदभक्तिदीपाग्निदग्धदुर्जातिकश्मलः।
श्र्वपचोडपिबूधैःश्र्लाध्योनवेदाढ़योडपिनास्तिकः।।१३।।
पाराशरस्मृतौ
तदियाराधनं पुण्यं वक्ष्यामि मुनिसत्तमाः।
यदन्वेषणमात्रेण सर्वपापैः प्रमुच्यते ।।
नातःपरतरं पुण्यं त्रिषुलोकेषु विधते ।।१४।।
सर्वकामप्रदं पुंसामत्यंतातिशयं हरे:।
तस्मात्परतरंश्रेयो नास्ति सत्यंब्रवम्यीहम ।।१५।।
सकृत्संपूजनं तेषा मुक्तिदं पापिनामपि ।
सहस्रवार्षिकी पूजा विष्णोर्भगवतो हरे:।।
सकृदभागवतार्चायाः कलां नार्हति षोडशीम ।।१६।।
सकृत्संपूजिते पुण्ये महाभागवते गृहे ।
आकल्पकोटि पितरः परितृत्पा न संशयः ।।१७।।
यथा तुष्यति देवेशो महाभागवतार्चनात ।
तथा न तुष्यति हरिर्वीधीवत्स्वार्चनादपि ।।१८।।
षष्टिवर्षसहस्त्राणि विष्णोराराधनेफलम ।
सकृद्वैष्णवपुजायां लभतेनात्रसंशयः।।१९।।
वैष्णवोंयद्गृहे भूंक्ते तस्य भूंक्ते हरिः स्वयम ।
हरिर्यस्य गृहे भूंक्ते तस्य भूंक्ते जगत्त्रयम ।।२०।।
अंवरीषारव्याने दुर्वासाय भगवद्धाक्यम अंहभक्तापराधीनो ह्मस्वतंत्र इव द्धिज ।
साधुभिर्ग्रस्तह्रदयो भक्तैंर्भक्तजनप्रियः ।।१।।
नाहमात्मानमाशसे मदभक्तैः साधुर्वीना।
श्रियं चात्यन्तिकिं ब्रह्मन्येषांगतिरहंपरा ।।२।।
ये दारागारपुत्रात्पान्प्राणान्वित्तमीमं परम् ।
हित्वामांशरणं याताः कथं तास्त्यत्कुमुत्सहे।।३।।
मयि निर्बध्दह्रदयाः साधवः समदर्शनाः।
वशी कुर्वन्ति माँ भकत्या सत्त्रियः सत्पतिं यथा ।।४।।
मत्सेवयां प्रतीतं च सालोक्यादी चतुष्टयम ।
नेच्छन्ति सेवया पूर्णाः कुतोडन्यत्कालविप्लुतम ।।५।।
साधवो हृदयं मह्मं साधूनां हृदयं त्वहम।
मदन्यत्तेनजानन्ति नाहं तेभ्योमनागपि ।।६।।
णवंधर्मैर्मनुष्याणामुद्ववाडडत्मनिवेदिनाम।
मयि संजायते भक्तिः कोडन्योडर्थोडस्यावशिष्यते ।।७।।
दशमस्कन्धे उत्तरार्धे भगवद्वाक्यमनह्मम्मयानि तीर्थानि न देवामृच्छिलामयाः ।
ते पुनंत्युरुकालेन दर्शनादेव साधवः ।।८।।
नाग्निर्ग सूर्यो न च चंद्रतारका न भुर्जलं खंश्वसनोडथवाडःमनः ।
उपासिता भेदकृतो हरंत्यधं विपश्चितो ध्नन्तिमुहूर्तसेवया।।९।।
यस्याडडत्मबुद्धीः कृणपे त्रिधातुकेस्वधीः कलत्रादीषुभौम ईज्यधीः ।
यत्तिर्थबुद्धिः सलिले न कर्हीचिज्जनेष्वभिज्ञेषु स एव गोस्वरः ।।१०।।

આ સાંભળીને જયમલજી શાસ્ત્રાના જ્ઞાતા હતા તે કહેવા લાગ્યા" આ શાસ્ત્રનો અભ્યાસ તે ક્યાથી કર્યો" ત્યારે તે બાઈએ કહ્યું " મારા મોટાભાઈ હરિદાસ પાસેથી શીખી છું" ત્યારે જયમલે કહ્યું " એ તારો મોટોભાઈ શી રીતે ? " બાઈ એ કહ્યું " એ શ્રીગુસાંઇજીના પહેલા સેવક થયા હતા. હું પછીથી થઈ છું. તેથી એ મારા મોટાભાઈ છે. મને પ્રાણથી પ્રિય છે." ત્યારે જયમલે કહ્યું " એ તારે ઘેર નિત્ય શા માટે આવે છે? " તે બાઈએ કહ્યું" હમેશાં ભગવત્સેવા કરવા આવે છે. તું ચાલ દર્શન કર, તલવાર નીચે મૂકી દે. શ્રીઠાકોરજીની સન્મુખ તલવાર નહીં જોઈએ" આ બાઈ જયમલને તે પ્રમાણે કહી, હાથ ઝાલીને તલવાર નીચે મુકાવીને તેને શ્રીઠાકોરજીની પાસે લઈ ગયાં. અને દર્શન કરતાંની સાથે તેમનો ક્રોધ ઉતરી ગયો. બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. જેવી રીતે સૂર્ય ઉદય પામે છે ત્યારે કમળ પ્રફુલ્લિત થાય છે, તેમ જયમલનું હૃદય કમલ પણ પ્રફુલ્લિત થયું. અને કહેવા લાગ્યો. હરિદાસ પાસે મારો અપરાધ ક્ષમા કરાવડાવો મને વૈષ્ણવ બનાવો." ત્યારે આ બાઈએ જયમલજીને ન્હવડાવીને હરિદાસની પાસે બેસાડયો અને આજ અહીંયા પ્રસાદ લો એમ કહ્યું. જયમલજીએ મહાપ્રસાદ લીધો. એટલામાં શ્રીગુંસાઈજી દ્વારકાથી મેડતા પધાર્યા. અને હરિદાસજીને ઘેર ખબર મોકલી. આ વાત સાંભળીને હરિદાસજી જયમલજીને સાથે લઈને શ્રીગુસાંઇજીના દર્શન કરવાને ગયા. જયમલજી ત્યાં વૈષ્ણવ થયા. અને આખું કુટુંબ તથા ગામ વૈષ્ણવ થયું. ત્યારે સર્વ લોકોને મોટું આશ્ચર્ય થયું " જયમલ તો હરિદાસને મારવાને માટે ગયા હતા. પણ વૈષ્ણવ થઈને ઘેર આવ્યા છે. એ હરિદાસ એવા ટેકવાળા વૈષ્ણવ હતા. જયમલથી ડર્યા નહીં અને તેને સામો ઉત્તર આપ્યો.
પ્રસંગ 2 :- એ હરિદાસને એક દીકરી હતી. હરિદાસે પુરોહિતને કહ્યું આની સગાઈ કરી આવો, ત્યારે તે પુરોહિતે જૈનધર્મી ધનાઢય જાણીને પૈસાના લોભથી તેની સાથે સગાઈ કરી આવ્યો. હરિદાસે સાંભળ્યું ત્યારે કશું બોલ્યા નહીં. પણ પુરોહિતને કહ્યું કે દ્રવ્ય તથા દીકરીને લઈ જઈ વિવાહ કરી આવો. ત્યારે પુરોહિતે હરિદાસનું દ્રવ્ય લઈ વિવાહ કરી દીધો. દીકરીને બારોબાર વિદાય કરી. તે હરિદાસ એવા ટેકવાળા ભગવદીય હતા. એમણે લૌકિક નિંદા સહન કરી, પણ જૈનધર્મીનું મુખ જોયું નહીં. એ એવા ભગવદીય હતા. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 15 માં.
(સાર) - (1) વૈષ્ણવે નિર્ભયતા રાખવી જોઈએ. (2) ગમે તેવા વિકટ પ્રસંગોમાં પણ ટેક છોડવો નહીં. (3) વૈષ્ણવ માં પ્રભુ કરતાં પણ અધિક સ્નેહ રાખવો. અને તેમનો અજાણથી પણ યત્કિચિત અપરાધ થાય તો ભગવાનનો અપરાધ કર્યો પ્રમાણે છે એમ સમજવું માટે કોઈ પણ રીતે એવો અપરાધ ન થાય એવું વર્તન રાખવું જોઈએ. (4) લૌકિકમાં આસક્તિ ન રાખવી (5) અન્ય ધર્મીઓનો સંસર્ગ અથવા પરિચય ન રાખવો. આ હરિદાસના સેવ્ય શ્રીઠાકોરજી શ્રીદ્વારકાનાથજી હતા. હાલમાં તે મથુરામાં શ્રીવિઠ્ઠલનાથજી તથા શ્રીપુરુષોત્તમલાલજીને માથે બિરાજે છે.
શ્લોકના અર્થ -
(1) મારા કરતાં મારા ભક્તના ભક્તોમાં અધિક પ્રીતિ થવી જોઈએ. કારણકે મારા ભક્તોભક્ત વિશેષ પૂજનીય છે. (2) જે માર્ગમાં થાકી ગયેલો, અજાણ્યો, ભૂખ અને તરસવાળો અતિથિ હોય તેનું પૂજન ભક્તિથી કરતો નથી તે બ્રહ્નધાતી છે એમ કહે છે. (3) મારા વંદન કરતાં મારા ભક્તનું વંદન સોગણું વધારે છે મારા ભોજન કરતાં મારા ભક્તનું ભોજન સોગણું વધારે છે.
બૃહન્નારદીયાપુરાણમાં કહ્યું છે કે :-
જે નિષ્કામ વિષ્ણુભક્તોને શ્રદ્ધાથી ભોજન કરાવે છે તે 21 કુળનો ઉદ્ધાર કરીને હરીધામમાં જાય છે (4) વિષ્ણુની કૃપા મેળવવાની ઈચ્છા રાખનારે વૈષ્ણવોને સંતોષવા. તે સિવાય બીજી કોઈપણ રીતે તે અવાપ્રકામથી પ્રભુ સંતોષ પામતા નથી (5) વિષ્ણુભક્તોના પૂજનથીજ પુરુષાર્થ થાય છે, બીજી કોઈપણ રીતે નહીં. તેમના દ્વેષ કરનારનું કંઈપણ થતું નથી, અને પોતાનો નાશ થાય છે. (6) જે વસ્ત્ર અલંકાર આદિથી ભગવાનના સેવકનું અર્ચન કરે છે તેનો વંશ શ્રીની વૃદ્ધિથી તથા પુત્રથી અને તેમના પુત્રોથી ભૂષિત થાય છે. (7) અંગ સંવાહન વગેરેથી તથા તાંબુલ અને પંખાથી ભગવાનના ભક્તને સંતોષવા જોઈએ. તેથી ભગવાન સંતોષ પામે છે. (8) શ્રીમદ્ભાગવતમાં - મારો ભક્ત વિષયથી બાધિત થાય છે છતાં પણ તે અજીતેન્દ્રિય ધીમે ધીમે બળવાન ભક્તિથી વિષયોને વશ થતો નથી (9) શ્રીમદ્ભગવદગીતામાં - જો ઘણોજ દુષ્ટાચારવાળો માણસ હોય અને તે મને અનન્ય ભાવથી ભજેંતો તે સાધુ પુરુષ છે એમ માનવું જોઈએ. તે બરાબર નિશ્ચયવાળો છે. (10) સ્કન્દપુરાણમાં - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અથવા બીજો કોઈપણ જો વિષ્ણુની ભક્તિથી યુક્ત હોય તો તે સર્વથી ઉત્તમોત્તમ છે એમ જાણવું જોઈએ. (11) દુરાચારી, કૃતજ્ઞ, અને પહેલાં નાસ્તિક એવાએ શ્રીહરિનો આશ્રય શ્રદ્ધાથી કરવો જોઈએ. તેજ શરણ છે. (12) હારિત સ્મૃતિમાં - ભગવાનની ભક્તિરૂપી અગ્નિથી જેનાં પાપ બળી ગયાં છે એવો ચંડાળ હોય તે ડાહ્યા માણસોની શ્રલાધ્ય છે. વેદ જાણનારો કે નાસ્તિક નહીં. (13) પારાશર સ્મૃતિમાં - હે ઉત્તમ મુનિઓ ! તેના અપરાધનું ફળ કહીશ કે જેના અન્વેષણ માત્રથી સર્વ પાપથી મુક્ત થવાય છે (14) આનાથી ત્રણ લોકમાં બીજું કંઈપણ પુણ્ય નથી (14) સર્વ કામનાઓ આપનાર ઘણું જ હરિને પ્રિય એવું આનાથી બીજું મનુષ્યોનું શ્રેય નથી. એ હું સત્ય કહું છું.(15) એક વખત જો તેમનું પૂજન કર્યું હોય તો તે પાપીઓને પણ મુક્તિ આપે છે. વિષ્ણુ ભગવાનની પૂજા કરી હોય તો તેની સોળમી કળાની પણ બરાબર નથી. (16) એક વખત પુણ્યશાળી મહાભગવદીય નું ઘરમાં પૂજન કર્યું હોય તો કલ્પ કોટી પર્યન્તના તેના પિતૃઓ પરિતૃપ્ત થાય છે. એમાં શંકા નહીં.(17) મહાભગવદીયની પૂજા કરવાથી ભગવાન જેવા પ્રસન્ન થાય છે તેવા વિધિ પ્રમાણે ભગવાનનું અર્ચન કરવાંથી પણ તે પ્રસન્ન થતા નથી (18) વિષ્ણુનું 60 હજાર વર્ષ સુધી આરાધન કરવાથી ફળ મળે છે તે વૈષ્ણવની જો એક વખત પૂજા કરી હોય તો મળે છે. (19) જેના ઘરમાં વૈષ્ણવ ભોજન કરે છે તેના ઘરમાં ભગવાન જાતે જમે છે. જેના ઘરમાં ભગવાન જમે છે, તેને ત્યાં ત્રણે જગત જમે છે (20) અંબરીષાખ્યાનમાં દુર્વાસાને ભગવાને કહેલા વાક્યો ----
હે બ્રાહ્મણ ! હું ભક્તને પરાધીન છું. સ્વતંત્ર જેવો નથી. મારુ હૃદય સાધુ ભક્તોને વશ છે. હું ભક્તજનને પ્રિય છું. (1) મારા સાધુ ભક્તો વગર હું મારા આત્માનું આશાસન કરી શકું એમ નથી. આત્યન્તીક શ્રી પણ હે બ્રાહ્મણ ! મારા હાથમાં નથી (ભક્તો વગર) કારણકે તેમની ગતિ મત્પરાયણ છે.(2) જેઓ સ્ત્રી ઘર, પુત્ર, સગાઓ, અને પ્રાણ તથા પરમ દ્રવ્યનો ત્યાગ કરીને મારે શરણે આવ્યા છે તેઓનો ત્યાગ કરવાને હું શી રીતે ઉત્સાહ મેળવું ? (3) સરખી દષ્ટિવાળા સાધુઓનું હૃદય મારામાં હોય છે. તેઓ જેમ સારી સ્ત્રી સારા પતિને વશ કરે છે તેમ, તેમની ભક્તિથી મને વશ કરે છે. (4) મારી સેવાથી સાલોક્યાદિ ચાર પ્રકારના મોક્ષની પ્રતીતિ થાય છે તેની પણ તેઓ ઈચ્છા કરતા નથી. સેવાથીજ તે પૂર્ણ (સંતોષ પામે છે) બને છે તો બીજું જે કાળથી વિપ્લુત છે તેનો તેમને શો હિસાબ ? (5) સાધુઓ મારુ હૃદય છે. હું સાધુઓનું હૃદય છું. મારાથી બીજાઓને તે જાણતા નથી, હું તેમનાથી બીજા કોઈકને અલ્પ પણ જાણતો નથી. (6) આ પ્રમાણે આત્મનિવેદી માણસોનો ધર્મ જાણે છે તેની મારા માં ભક્તિ થાય છે. એને બીજો કયો પદાર્થ બાકી રહે છે. (7) દશમ સ્કંધના ઉત્તરાર્ધ માં ભગવાનનાં વાક્યો - જળથી ભરેલા તીર્થો, તીર્થો નથી; શીલામુર્તીઓ દેવ નથી. તે લાંબા વખતે પવિત્ર કરે છે. સાધુઓ તો દર્શનથીજ પવિત્ર કરે છે. (8) અગ્નિ, સૂર્ય, ચંદ્ર, તારાઓ, પૃથ્વી, જળ, આકાશ, વાયુ, વાક, મન ઉપાસનાથી પાપ હસ્તા નથી. પણ સાધુઓની મુહૂર્ત માત્રની સેવાથી પાપ હરાય છે.

---------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------
વૈષ્ણવ સમાજની વાર્તા જેમાં 252, 84 વૈષ્ણવો ની વાર્તા અને 84 બેઠકોની વાર્તા જોવા માટે અહીંયા ક્લિક કરો.
---------------------------------------------------------------------------------
વૈષ્ણવ સમાજની વાર્તા જેમાં 252, 84 વૈષ્ણવો ની વાર્તા અને 84 બેઠકોની વાર્તા જોવા માટે અહીંયા ક્લિક કરો.
---------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો