252વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 28 મી, વૈષ્ણવ 28 માં. શ્રીગુસાંઇજીના સેવક ગોપાળદાસની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ ગોપાળદાસ રૂપાલ ગામમાં રહેતા હતા. તેમની સગાઈ ભાઈલા કોઠારીને ઘેર થઈ હતી. એક દિવસ એમને ભાઈલા કોઠારીને ઘેર જમવાનું હતું. તે વખતે ગોપાળદાસ પાંચ વર્ષના હતા. તેમને જોઈને શ્રીગુસાંઇજીએ પૂછ્યું. "આ કોણ છે."કોઠારીએ કહ્યું, "ગોમતીનો વર" છે શ્રીગુસાંઇજીએ કહ્યું, ગોમતીનો વર તો સાગર જોઈએ " કોઠારીએ કહ્યું, "આપની કૃપાથી એ સાગર થશે." એ વાત સાંભળીને શ્રીગુસાંઇજીએ વિચાર કર્યો મારો સેવક ભાઈલા કોઠારી થયો છે. માટે તેનું વચન સત્ય થવું જોઈએ. તેથી આપે ગોપાળદાસને ચર્વીત તાંબુલ આપ્યું. તેથી ગોપાળદાસનું હૃદય નિર્મળ થયું. ગોપાળદાસને રાસલીલાનાં દર્શન થયાં. રાસલીલામાં હંમેશાં રાત હોય છે. તેથી પહોર દિવસ ચઢ્યો હતો તો પણ ગોપાળદાસે કેદારા રાગમાં વલ્લભાખ્યાન ગાયું. એ ગોપાળદાસ એવા કૃપાપાત્ર હતા. એમણે માર્ગનો સર્વ સિદ્ધાંત નવઆખ્યાનમાં વર્ણવ્યો છે. ચોથા આખ્યાનમાં શ્રીમદભાગવતના બારે સ્કંધની બારલીલાઓનો સમાવેશ કર્યો છે દરેક ટૂંકમાં એક એકે સ્કંધનીલીલા ગાઈ છે. એ એવા કૃપાપાત્ર હતાં.
પ્રસંગ 2 જો :- ગોપાળદાસના હૃદયમાં શ્રીગુંસાઈજીએ પ્રવેશ કર્યો અને ગોપાળદાસના મુખદ્વારા વલ્લભાખ્યાનનું વર્ણન કર્યું. જેવી રીતે શ્રીમદ્ભાગવતનું વર્ણન શ્રીઠાકોરજીએ શ્રી શુકદેવજીના હૃદયમાં પ્રવેશ કરીને શ્રીશુકદેવજીના મુખદ્વારા કર્યું છે તેવી રીતે, આથી કરીને શ્રીમદ્ભાગવતમાં કોઈ જગાએ રાધાજી એવું નામ નથી તેજ પ્રમાણે વલ્લભાખ્યાનમાં કોઈ ઠેકાણે શ્રીરૂક્મણી વહુજીનું તથા શ્રીપધ્માવતી વહુજીનું નામ નથી. એ ગોપાળદાસ એવા કૃપાપાત્ર હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 28 માં.
(સાર) :- પ્રભુ પોતાના અનન્ય ભક્તની સંતતિને કૃપા કરીને પોતાની જાણે છે. અને પોતાની લીલાનો પ્રકાશ હૃદયમાં કરે છે. પ્રભુ સર્વ કરવાને સમર્થ છે. कर्तुम कर्तुमन्यथा कर्तुम स शक्नोति। મૂકને વાચા આપે છે. અને પંગુને ગિરી ઓળંગાવે છે. સર્વ પ્રભુ શરણથી સિદ્ધ થાય છે.
આ ગોપાળદાસે કરેલા વલ્લભાખ્યાન સંબંધી. પુષ્ટિભક્તિસૂધા વર્ષ 2 જાના અંક 3 જાની લાંબાણ પૂર્વક મોટો લેખ રા. રા. મુલચંદ્ર તુલસાદાસ તેલીવાલાએ લખેલ છે. તે લેખમાં શ્રી વલ્લભાખ્યાનની દરેક પંક્તિમાં રહેલા ગૂઢભાવોને સમજાવ્યા છે.તેમાંથી ફક્ત નીચેનુંજ અવતરણ શ્રી વલ્લભાખ્યાનનાં સારરૂપે આપીએ છીએ "શિષ્ટાચાર પ્રમાણે પ્રથમ આખ્યાનના આરંભમાં ભક્ત કવિ પોતાના પરમ દૈવતરૂપ શ્રીગુસાંઇજીને નમન કરે છે, અને પછી શ્રીગુસાંઇજીના સ્વરૂપનું દિગ્દર્શન કરાવીને પ્રથમ આખ્યાનના અંત સુધી બ્રહ્મવાદ અને પુષ્ટિનો અતિ સૂક્ષ્મ પણ અતિ પ્રકટ વિસ્તાર કરીને દૈવી અને આસુરી એમ દ્વિવિદ સૃષ્ટિના પ્રાકટ્યનુ નિરૂપણ કરીને આ સઘળું પ્રભુની લીલા છે એમ દ્રઢતાથી સૂચવે છે, દ્વિતીયાખ્યાનમા શ્રીગોપાળદાસજી શ્રીમદ વલ્લભાચાર્યજીના અલૌકિક સ્વરૂપ અને અલૌકિક ચરિત્રનું નિરૂપણ કરીને અંતમાં દર્શાવે છે કે, શ્રીકૃષ્ણ સ્વતઃ શ્રીગુસાંઇજીરૂપે શ્રીમદવલ્લભ ગૃહે પ્રકટ થયા છે. તૃતીયાખ્યાનમા શ્રીગુસાંઇજીના પ્રાક્ટ્યોત્સવનું નિરૂપણ કરે છે. ચતુર્થમાં શ્રીગુસાંઇજીજ પરમતત્વ છે એમ ભક્તરાજ દ્રઢતાથી દર્શાવીને પંચમમાં શ્રીગુસાંઇજીની અલૌકિક કૃતિ અને જગત પર તેઓ શ્રીએ કરેલા મહાન ઉપકારનું વર્ણન કરે છે.ષષ્ટાખ્યાનમાં ભગવલ્લીલાનો ગુણાનુવાદ કરીને શ્રીકૃષ્ણ અને શ્રીગુંસાઈજીની અનન્યતા દર્શાવે છે. સપ્તમમાં શ્રીગુસાંઇજીની કૃતિ અને પ્રતાપનો વિશેષ વિસ્તાર કરે છે. અષ્ટમ આખ્યાન પણ એજ દિશામાં છે. નવમાખ્યાનમા શ્રીમહાપ્રભુજી, શ્રીગોપીનાથજી, શ્રીગુંસાઈજી અને તેઓ શ્રીના સપ્તબાળક તથા પરીકરનું કલ્પદ્રુમ રૂપે વર્ણન કરી (પુત્ર પૌત્રાદિક સુખ શું કહ્યું જો તું મુખમાં એક રે રસના,"શ્રીવિઠ્ઠલ કલ્પદ્રુમ ફળયો જેની શાખા પ્રસરી અનેક રે રસના.") નિરવધિ આનંદમાં અવગાહન કરતાં કરતાં ભક્તિ ભાવે ગ્રંથનો ઉપસંહાર કરે છે.
આ ગ્રંથ ઘણો રસિક છે. દરેક વૈષ્ણવોએ તે મુખ પાઠ કરવો જોઈએ.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો