મુખ્ય સામગ્રી પર જાઓ

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 31-થી-40)




_________________________________________________________________________________

બેઠક (31) મી શ્રી ગંગાસાગર ની બેઠક નું ચરિત્ર 
   



શ્રી ગંગાસાગર માં કાંપિલાશ્રમ. કપિલાવનમાં કપિલકુંડ ઉપર છોકરના વૃક્ષ ની નીચે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. તેની આસપાસ સઘન વનમાં સિંહ ગેંડા, હાથી, સરસ,હરણ,અને ભેંસો તેવા તામરસી પ્રાણીઓ બહુ હતા, મનુષ્ય જઈ શકતા નહીં ત્યાં છ માસ આપ બિરાજ્યા અને  પ્રીજાસુધ ની સૂબોઘીનીજી સંપૂર્ણ કરીને આપ પધાર્યા. ત્યાં કૃષ્ણદાસ મેઘન મમરા અલોઉંકિક રીતે લાવ્યા. આપે અંગીકાર કર્યો. કૃષ્ણદાસને વરદાન આપ્યું એક સમય આપ પ્રાતઃકાળે ગંગાસાગર માં સ્નાન કરીને બિરાજ્યા હતા ત્યાં વિચાર આવ્યો કે દૈવી જીવોનો ઉદ્ધાર ભગવઆજ્ઞા થી કરવો છે. પણ જીવો તો તામસી યોનીવાળા છે. તે ઉત્તમ યોનિમાં આવે ત્યારે ભગવદ ભજનનો અધિકાર થાય. તેથી ભક્તિનો સંબંધ કરાવવો અને પ્રમેયબલ થી તામસી યોની નિવૃત થાય ત્યારે, ત્યારે ઉત્તમ યોની થઈ ઉદ્ધાર થાય. જેમ ગંધથી ચારે પર્વ વિદ્યમાન છે તેથી ચરણાંર્વિદ છે તે ભક્તિ રૂપ છે એને ભક્તિ ગંધનો સંબંધ કરવાથી તામસી યોની નિવૃત થશે તેથી એની મનુષ્ય યોની સિદ્ધ થાશે એમ વિચારીને તે ગહનવનમાં શ્રી આચાર્યજી પધાર્યા. પાંચ વૈષ્ણવ આપની સાથે હતા. ત્યાં નાના પર્વતની એક ટેકરી હતી તેની નીચે આપના ચરણાર્વિંદ નું  ચિન્હ થઈ આવ્યું, ત્યારે આપ ટેકરી ઉપર જઈને બિરાજ્યા તે સમયે આપણા ચરણાર્વિંદ માંથી અલૌકિક જાતજાતની સુગંધી નીકળી, એ ગંધનું ગ્રહણ તામસીજીએ કર્યું, તેથી સર્વ તુરંત તામસી દેહ છોડતા જાય. પછી કસ્તુરીની સુગંધ નીકળી એને મૃગોએ ગ્રહણ કરીને શરીર છોડ્યા. તેથી જેને જે સુગંધ પ્રિય હતી તેને ગ્રહણ કરીને, તે સુગંધ લેવાથી તામસી યોની નિવૃત થઈ. ત્યારે તે મનુષ્ય યોનિમાં પ્રાપ્ત થયા અને ભગવદ (અવિધા પૂતનાનષ્ટ ગંધ માત્રા વશેષતા:) સંપૂર્ણ અવિધા પૂતનાના વધથી ઢગલાબંધ ગંધ તેના સંબંધ થી નિવૃત થઈ.મૂળ અવિધા સ્વરૂપજ્ઞાનને ભુલવવા વળી છે જેમ પૂતનાના શરીરમાંથી ચંદન જેવી સુગંધ નીકળી તેથી બધા વૃજવાસીને નાસિકાદ્વારા અવિધાનો પ્રવેશ થયો. ચારે પર્વ વિદ્યમાન હતા તે પ્રમેય બળથી નિવૃત  કર્યા જેમ દેહાધ્યાસે ધેનુંકનો  વધ કર્યો, ઈન્દ્રીકાધ્યાયે કાલનું દમન કર્યું અંતઃકરણા ધ્યાસે કેશી પ્રલંબનો વધ કરી પ્રાણાધ્યાસ દાવાનળ નું પાન  કર્યું પ્રાણાધ્યાસ બે પ્રકારનો છે તેથી દાવાનળ નું બે વાર પાન કર્યું એવી રીતે પ્રમેય થી સંપૂર્ણ અવિદ્યા પર્વ સહિત નિવૃત કરી સાધન પ્રકરણ માં દાન કીધું પર્વ સહિત સંપૂર્ણ ભક્તિનો સંબંધ કરાવ્યો. (વૈરાગ્ય સાંખ્યયોગચ તપો ભક્તિશ્ર્વ કેશધે પંયપર્વતી વિજ્ઞેય યથા વિદ્યા હરિવિશેત) ભજનના  અધિકારી થયા. આ અલૌકિકી ચરિત્ર થઈ ને ગંગાસાગર પર વૈષ્ણવોને આશ્ચ્રર્ય થયું. તે ગોપાલદાસજી એ ગયું છે 

(એ તામસ ના અઘ હર્યા પ્રતાપ પદ રજગંધ )
ઇતિ શ્રી ગંગા સાગર બેઠક નું ચેરિત્ર સમાપ્ત.
contact:
place:  
district:  
contact person: શ્રી ઉદયચંદ્ર મુખ્યાજી 
mo: 09002296884  
______________________________________________________


બેઠક (32) મી શ્રી ચંપારણ્ય ની બેઠક નું ચરિત્ર   
 

  

  શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ નિજધામમાં અખંડ બિરાજમાન છે. આપણી લીલા  નિત્ય છે ભક્તો સહિત રમણ કરે છે દૈવી સૃષ્ટિ બહુ કાળથી વિખુટી છે, તે વિષે ગોપાળદાસજી સાતમાં વલ્લભાખ્યાનમાં ગાય છે તે ( પર પોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર,દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચારી) તેથી કૃપા કટાક્ષથી તો દૈવી  સુષ્ટિ થઈ અને માયા કટાક્ષથી આસુરી થઈ, હવે દૈવીનો ઉદ્ધાર કરવો તેથી લીલા સહિતભુતળ ઉપર આપનો પાદુર્ભાવ થશે ત્યારે સેવારૂપ થશે અને ભગવત્સેવા કરીને ભગવાનની લિલા માં પ્રાપ્તિ થશે, એ વાતનું શ્રી ગુંસાઈજીએ વલભાષ્ટકમાં નિરૂપણ કર્યું છે (" સુષ્ટિવૃથા ચ ભુયાન્નીજફલરહિતા દેવ વિશ્વાનરેશા") અને સર્વોત્તમજીવ માં પણ આપનું નામ દૈવોદ્વારા પ્રયત્નમાં  છે શ્રી ગોવર્ધનનાથજી એ શ્રી આચાર્યજીને આજ્ઞા કરીકે તમે વ્રજ ભક્ત ગોપબાળ સહિત ચોર્યાશી બસો બાવન અને અંતરંગ આપના કૃપાપાત્ર સેવક બધા ભુતળ ઊપર પ્રાદુર્ભાવ થયા પછી આપે ઈચ્છા કરીકે દૈવી સૃષ્ટિ તો ભુતળ ઊપર ચારે  વર્ણ માં છે તેને શરણ ઉપદેશ કરી પાંચમો વર્ણ પ્રગટ કરી ભક્તિ માર્ગ પ્રવર્તાવવો, તેથી કૃષ્ણદાસજીએ ગાયું કે (અભય દિનો લેખ હરિદાસ વર્ય ભેખ કૃષ્ણદાસ પંચવર્ણ છાપ છાપી.) ત્યારે આપે વિચાર્યું કે ઉત્તમ કુળ માં પ્રગટ થઈને સંપ્રદાય પ્રગટ  દક્ષિણ માં કાંકરવાડ ગામમાં રામાનુજાચાર્યભટ સાક્ષાત વેદના અવતાર થાય. ચારે વેદ, છ શાસ્ત્ર તેને મુખાગ્રે હતા, મોટા મોટા રાજા શાહુકાર તેના શિષ્ય હતા બહુ ધનવાન હતા. એ નારાયણ ભટજી એ  સોમયજ્ઞ સારા મુહૂર્તમાં આરંભ કર્યો, સારા વિદ્વાનને ભોજન કરાવવા નારાયણભટજી એ બત્રીસ સોમયજ્ઞ કર્યા,  ત્યારે યજ્ઞકુંડમાંથી વાણી થઈ, નારાયણભટ તમને ધન્ય છે, તમારો યજ્ઞ સાક્ષાત શ્રી પૂર્ણ પુરૂષોત્તમ સ્વીકાર્યો છે તો તમારા કુળમાં સાક્ષાત પુરૂષોતનો પ્રાદુર્ભાવ થશે અને કુંડમાંથી શ્રી મદનમોહનજી નું સ્વરૂપ પ્રાપ્ત થયું. તે સારા સ્વરૂપમાં શ્રી રમણલાલજી ને માથે કામવાનમાં બિરાજે છે અને ભગવદીયોએ ગાયું છે (કુંડ તે હેરી કહી બાંની જન્મ કુલ નુમહરે અબે, ચક્ર્ત તત છિન જાએ સબ જન અસી અબલો ભઈ કબે, સુનતહી મનહર્ષ કિનો, ધન્ય ધન્ય કહ્યો  સબે) ત્યારે નારાયણ ભટ ના બહુ વખાણ થવા લાગ્યા. બધા કહે તે સાક્ષાત વેદનું સ્વરૂપ છે એને હજારો પંડિતોને વેદ ભણાવ્યા ત્યારે કોઈ કહ્યુ કે મનુષ્યને ભણાવાય તેમાં શું  મોટી વાત ત્યારે નારાયણભટે પાડાને છડી મારી ત્યારે પાડો વેદ ભણવા લાગ્યો અને બધી સભા ચકિત થઈગઈ, પછી નારાયણ ભટના પુત્ર ગંગાધર ભટ તે બહુ સામર્થવાન હતા તે પણ નિત્ય બ્રાહ્મણને ભોજન  કરાવતા , દાન દક્ષિણા બહુ દેતા, ત્યાર પછી  ગંગાધર ભટજી એ  અઠ્યાવીસ સોમયજ્ઞ કર્યા. તેથી કીર્તિ બહુ વઘી, બધા કહેવા લાગ્યા  કે આતો શિવજીનો અવતાર છે, ત્યારે એક પંડિતે કહ્યું કે શિવજી ને તો જટાં માં ગંગાજી છે ત્યારે ગંગાધર ભટે પોતાની જટાં મોકળી કરી, એમાંથી ગંગાજીની ધારા ચાલી, તેના પુત્ર ગણપતિ ભટ થયા તે પણ તે ઉદાર હતા, તેણે ત્રીસ સોમયજ્ઞ કર્યા પછી અને હજારો વિદ્યાર્થી ભણવ્યા તેની બહુ કીર્તિ ચાલી, ત્યારે કોઈએ કહ્યું તે તો ગણપતિ નો અવતાર છે, ત્યારે  એક પંડિત બોલ્યો કે ગણપતિનું કામ છે કે મહોરોનો વરસાદ કરે તો જણાય કે ગણપતિ નો અવતાર છે, ત્યારે તેણે એક જોજનની વચમાં સવા પ્હોર સુધી વરસાદ વરસાવ્યો એવા સામર્થ્યવાન હતા, તેના  દીકરા ગંગાધર ભટ બહુજ તેજસ્વી હતા તેણે પાંચ સોમયજ્ઞ કર્યા ત્યારે તેને બધા સૂર્યનારાયણ નો અવતાર કહેવા લાગ્યા, ત્યારે કોઈએ કહ્યું કે રાત માં મધ્યાનકાળ  કરે તો સૂર્યનારાયણનો અવતાર ખરો, એણે બાર ગાઉમાં અર્ધી રાત્રીના સમયે બપોર કર્યા, એના પુત્ર શુદ્રસત્વ શ્રી વસુદેવ અવતાર શ્રી લક્ષ્મણ ભટ થયા, તેણે પાંચ સોમયજ્ઞ કર્યા ત્યાં આકાશવાણી થઈ અને કહ્યું કે લક્ષ્મણ ભટજી તમને ધન્ય છે તમારા યજ્ઞ શ્રી પુરુષોત્તમને ભોગ ધર્યો છે, તમારી સુધી તમારા વંશમાં તમારા સુધી સોમયજ્ઞ થયા છે, હવે સારૂ મુહૂર્ત જોઈને યજ્ઞની પુર્ણાહુતી કરો, જેના કુળમાં સો સોમયજ્ઞ થાય તે કુળમાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ અવતાર થાય, હવે તમારે ત્રણ પુત્ર થશે. એમાં શ્રી પૂર્ણ પુરૂષોત્તમ પ્રગટ થશે તેનું તમે સારીરીતે જતન કરજો, એવી આજ્ઞા સાંભળી લક્ષમણ ભટજી ને પરમ આનંદ થયો, સારૂં મુહૂર્ત જોઈને પુન્યાહવાયન કર્યું, દસ હજાર બ્રાહ્મણો ને ભોજન કરાવ્યું અને યજ્ઞની પૂર્ણહૂતી કરી પછી પ્રથમ પુત્ર થયો તેનું કેશવપુરી નામ રાખ્યું, એક દિવસ લક્ષમણ ભટજી ને સ્વપ્ન માં જુગલ સ્વરૂપના દર્શન થયા અને આજ્ઞા કરીકે થોડા દિવસ માં આપને  ત્યાં પૂર્ણ પુરુષોત્તમ પ્રાગટ્ય થશે તમે આ કાંકરવાડ ગામમાં ન રહો. કારણકે પ્રભુની નિકુંજ સામગ્રી અને લીલા સુષ્ટિ ચંપારણમાં થઈ છે તેથી પ્રભુનો પ્રાદુર્ભાવ ચંપારણ્યમાં થશે એમ કહીને શ્રી ઠાકોરજી ને એક ઉપરણા માં ચર્વીત તાંબુલ બાંધ્યું, બે માળા આપી એક નાની મણકાની એક મોટા મણકાની અને કહ્યું કે નાના મણકાની માળા તો જયારે બાળક પ્રગટ થાય ત્યારે પહેરાવજો મોટા મણકાની માળા જપ કરવા રાખજો. ઉપરણા ઓઢાડજો અને ચર્વીત તાંમ્બુલ મુખમાં દેજો, એમ આજ્ઞા કરી જુગલ સ્વરૂપ પાધારી ગયા.ત્યારે લક્ષ્મણ ભટજી જગ્યા જુવે તો સ્વપ્ન માં જે વસ્તુ મળી તે વસ્તુ તેમને તેમ હતી, લક્ષ્મણ ભટજી એ કહ્યું કે સ્વપ્ન તો ખોટું હોય તો પણ મારૂં સ્વપ્ન સાચું છે, આ વાત  પોતાની સ્ત્રી યલ્લમાગારૂજી પાસે કહી તે સાંભળી યલ્લમાગારૂજી એ પ્રસન્ન થઈ ને કહ્યું કે હવે અહીંયાથી  ચાલો, ત્યારે લક્ષ્મણ ભટજી બધા કુટુંબ ને લઈ યાત્રા માટે ચાલ્યા અને પ્રયાગરાજ આવ્યા, ત્યાં તીર્થ સ્નાન કરી બ્રાહ્મણ ભોજન કરાવી કાશી ચાલ્યા કાશીમાં થોડા દિવસ રહ્યા પછી મ્લેચ્છનો ઉપદ્રવ થયો, તેથી ત્યાંથી ચાલ્યા ભગવદ ઈચ્છાથી, ચંપારણ્ય આવ્યા તે ચંપારણ્યમાં ચંપાના વૃક્ષનું ભારી વન હતું. મહાઅરણ્ય એક જોજનમાં હતું, તેથી તેનું નામ ચંપારણ્ય પડ્યું, ત્યાં સિંહ, ગેંડા, મૃગ,આદિ તામસી જીવ હતા ત્યાં આપ આવ્યા અને બહુ ડરથી ગભરાયાં, તેથી રાત્રી ના નગરચોડા ગામમાં આવ્યા ત્યારે યલ્લમાગારૂજી એ લક્ષ્મણ ભટજી ને કહ્યું કે ગર્ભ તો શ્રવિત થયો, શ્રી ઠાકોરજીની આજ્ઞા હતી કે તમારે ઘરે પૂર્ણ પુરષોતમ પ્રગટશે. પણ તે ગર્ભ તો શ્રવિત  થયો, શ્રી લક્ષ્મણ ભટજી એ વિચાર્યું કે શ્રી પૂર્ણ પુરૂષોત્તમ કોઈના ગર્ભ માં આવે નહિ, તો આપણી આજ્ઞા છે તો સ્વેચ્છાથી પ્રાપ્ત થશે, લક્ષ્મણ ભટજી જ્યોતિષ વિદ્યામાં નિપુર્ણ હતા સમય જોઈને બોલ્યા કે આ સમયે પુરૂષોત્તમના પ્રાદુર્ભવના ચિન્હ દેખાય છે, દિશાઓ પ્રફુલિત થઈ છે, વન લીલા  દેખાય છે. આપણને હર્ષ થયો છે તેથી પુરૂષોત્તમ નિશ્ર્ય પ્રાપ્ત થશે, પછી સુતા ત્યારે ફરી સ્વપ્નમાં ભટજી ને આજ્ઞા થઈ કે મારૂં આગમન સ્વેચ્છાથી થશે તમે બને ચંપારણ્યમાં  આવો હું અગ્નિકુંડ માંથી પ્રગટ થઈસ તે સાંભળી લક્ષ્મણ ભટજી જાગ્યા, યલ્લમાગારૂજીને બધા સમાચાર કહ્યા અને કહ્યું કાશીમાં હવે યવનનો ઉપદ્રવ શાંત થયો છે, માટે બધાને વિદાય કર્યા અને કાશીમાં જઇ બ્રાહ્મણ ભોજન કરાવી, ફરી ચંપારણ આવ્યા, ત્યાં  જુએ તો ભીમરયા ને તીરે એક ભોજના વચમાં ચાલીશ હાથનો અગ્નિ કુંડ હતો તેના મધ્યમાં ચાર હાથનો રેતનો ચોતરો થયો તેના મધ્ય કોટી કંદર્પ લાવણ્ય સુંદર એક બાળક ખેલે છે, સંવંત 1535 માધવ માસ કૃષ્ણ (વૈશાક વદી )એકાદશી મધ્યાનકાળે જ્યેષ્ઠા નક્ષત્ર. વૃષભ લગ્ન,રવિવારને દિવસે આપનો પ્રાદુર્ભાવ થયો ને સમયે શેષજી સહસ્ત્ર ફણથી  છત્ર ના જેમ છાયા, કરતા હતા, મંદમંદ છાંટા પડતા હતા, સિંહ ગર્જના કરી રહ્યા હતા , તે સમયે તે લગ્નમાં શ્રી ગોર્વધનનાથજીનું પ્રાગટ્ય થયું છે તે સમયે ભૂમંડળ માં બહુજ જૈ જૈકાર થયો. ચંપારણ્ય માં લક્ષ્મણ ભટજી તથા યલ્લમાગારૂજીને દર્શન થયા યલ્લમાગારૂજી ને અત્યંત આતુરતા થઈ મારાપુત્ર  મને પ્રાપ્ત થશે, ત્યાં જુવે તો અગ્નિના મધ્ય માં ચોતરા ઉપર સુંદર બાળક ખેલે છે. ત્યારે આકાશ વાણી થઈ કે તમને અગ્નિ બાધ્ય નહીં કરે માર્ગ દેશે તે સાંભળી યલ્લમાગારૂજી અગ્નિકુંડ ના ભીતર જઈને અત્યંત પ્રેમથી બાળકને ખોળામાં લીધા. શ્રી લક્ષ્મણ ભટજી એ કાંઠે લગાવ્યા દેવતાઓએ દુંદું ભી વગાડ્યા અને પુષ્પની વૃષ્ટિ કરી. તે સમયે કૃષ્ણ જન્મ જેવો મહોત્સવ ભગવદઈચ્છાથી દેવતાઓએ કર્યો બંદીજન ભાટચારણ બધાં ઉચ્ચાર કરતાં હતા હવે ભીમરથીનો પ્રકાર કહે છે કે શ્રી રત્ન જડિત પારણાં માં શ્રી મહાપ્રભુજીને પોઢાડ્યા સોનારૂપાના રમકડાં આગળ ધર્યા શ્રી લક્ષ્મણ ભટજી ઝુલાવવા લાગ્યા સ્વપ્નમાં શ્રી ઠાકોરજી એ જે ઉપરણો દીધો હતો, તે શ્રી અંગ ઉપર ઓઢાડ્યો અને ચવિત તામ્બુલ શ્રી. મુખમાં દીધું તે સમયે શ્રી મહાપ્રભુજીનું કોટી કંદર્પ લાવણ્ય મુખાર્વિંદ જોઈને તન મન ધન નોછાવર કરવા લાગ્યા બધા દૂધ દહીંના ગગરા લઈને ઝાંઝ બજાવતાં નાચતા કુદતા આવ્યા ત્યાં એક કૂવો હતો તેમાંથી શ્રી નંદરાયજી શ્રી વૃષભાનજી પ્રગટ થઈને બધાંએ મળીને લક્ષ્મણ ભટજી ને મંગળ સ્નાન કરાવ્યું અને વેદ વિધિથી જતી કર્મ કર્યું.

     શ્રી લક્ષ્મણ ભટજી દાન દેવા બેઠા, ત્યારે આસપાસ હજારો ગાય અને ભેંસના હજારો ટોળાં હતા. જેણે જે માગ્યું તે દાન આપ્યું, નંદ મહોત્સવ અલૌકિક રીતે થયો દહીં દૂધની નદીઓ વહી, કોઈને દેહનું ભાન ન રહ્યું, પ્રેમ વિવશ થયા કોઈ ભગવદીએ ગયું છે કે ("નાચત ગાવત પ્રેમ વિવશ વ્હે છાંડી લોકકલ લાજ , ભુતળ મહા મહોત્સવ આજ।। શ્રી લક્ષ્મણ ગ્રેહ પ્રગટ ભયે હેં શ્રી વલ્લ્ભમહારાજ ।।ભયો જગતીપર ।।જે જે  કાર")

 તે વખતે અનિર્વચનીય સુખ થયું નામ કર્મ કર્યું, અને લક્ષ્મણ ભટજી ને કહ્યું  કે આપના પુત્રમાં અપાર ગુણ છે શ્રી મહાપ્રભુજીની જન્મ પત્રિકા કરીને કહ્યું કે તમારા પુત્રનો અપાર જશ ગવાશે માયા મત ખંડન કરીને 

ભક્તિમાર્ગનું સ્થાપન કરશે અને દૈવી જીવનો ઉદ્ધાર કરી બધા તીર્થને સનાથ કરશે અને અને શ્રી વિષ્ણુસ્વામી માર્ગ નો આચાર્ય થઈ બધાને પ્રિય થશે. તેથી તેનું જગત પ્રસિદ્ધ નામ તો શ્રી વલ્લભાચાર્યજી કહેવાશે. સારસ્વત કલ્પની નિત્ય લીલા પ્રગટ કરીને સેવા માર્ગ પ્રગટ કરશે જે એના વંશમાં થશે તે બહુ દિવસ ક્રીડા કરશે, જગતમાં ત્રણ કુળ છે. રઘુકુળમાં શ્રી રામચંદ્રજી પ્રગટ્યા યદુકુળ માં શ્રી કૃષ્ણચંદ્રજી પ્રગટ્યા , તૈલંગ કુળમાં શ્રી આચાર્યજી પ્રગટ્યા તેથી એ  કુળને શ્રી વલ્લભકુળ પણ કહેશે। આ ત્રણ કુળ શુદ્ધ કુળ થયા છે જે કોઈ તેનું સ્મરણ ભજન કરશે તેને સાક્ષાત શ્રી પુરૂષોત્તમની લીલા પ્રાપ્ત થશે. આપનું પ્રાગટ્ય ચંપારણ્ય વનમાં થયું તેનું કારણ દેવતાનું આવવું શહેરમાં ન થાય તેથી આપનું પ્રાગટ્ય જંગલમાં થયું, ચંપારણ્યમાં જે દૈવી જીવ હતા તેણે આપ પ્રગટ્યા. ત્યારે કટાક્ષ દ્વારા લીલામાં પ્રાપ્ત કર્યા અને શ્રી ગુસાંઇજીનો પ્રાદુર્ભાવ ચરણાર્ય માં શ્રી ગંગાજી ના તીર પર થશે ત્યાં પણ આવું જ સુખ થશે, આવી રીતે જન્મ પત્રિકા લક્ષ્મણ ભટજી ને સંભળાવી સૌ પોત પોતાને સ્થળે ગયા શ્રી યલ્લમાગારૂજી બાળક ને ગોદમાં રમાડતાં હતાં શ્રી લક્ષ્મણ ભટજી પાસે બેઠા હતા, આસપાસ અગ્નિકુંડ હતો, ત્યારે લક્ષ્મણ ભટજી એ કહ્યું કે આ સાક્ષાત તો ઈશ્વર છે. તેની અપાર લીલા છે. આપણા ઉપર કૃપા કરવા પધાર્યા છે. તેથી તેની સેવા બને તે કરવી,તેને  પુત્ર તરીકે ન જાણવો હવે અહીંયા છઠ્ઠી પૂજન કરીને ઘરે ચાલશું. આ ચરિત્ર શ્રી મહાપ્રભુજીએ ચંપારણ્ય ની નિજધામની બેઠકમાં કર્યું. 
ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની ચંપારણ્ય ની બેઠકમાં કર્યું.  
  
contact:
place: ચંપારણ્ય  
district:  રાયપુર (છત્તીસગઢ) 493885
contact person: બેઠકજી ઓફીશ 
mo:  0771 2777106, 2777137, 2777138
______________________________________________________


 બેઠક (33) મી શ્રી  ચંપારણ્યની બીજી બેઠકનું ચરિત્ર.


   
  બીજી બેઠક શ્રી આચાર્યજી મહાપ્રભુજી ચંપારણ્ય માં છે. ત્યાં છઠ્ઠી પૂજન થયું હતું, એક એક માધવાનંદ કરીને બ્રહ્મચારી કાશીમાં ગંગાજી ને તીરે અઠ્યાવીસ વર્ષથી તપશ્ચ્રર્ય કરતા હતા ત્યારે શ્રી ગંગાજીમાંથી વાણી થઈ કે તમે ગમે તે માંગો ત્યારે બ્રહ્મચારી એ કહ્યું કે મને વ્રજલીલા દર્શન કરાવો. ત્યારે ફરી આજ્ઞા થઈ કે તમે ચંપારણ્ય જાઓ, ત્યાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો છે. ત્યાં તમને  લીલાના દર્શન થશે, વળી એક મુકુંદદાસ સન્યાસી પુષ્કરજીમાં હતા. તે શ્રી ભાગવતનો પાઠ નિત્ય કરતા, તેને પણ આજ્ઞા થઈ કે વર માંગો ત્યારે તેણે પણ કહ્યું કે વ્રજલીલા ના દર્શન કરવો ફરી આજ્ઞા થઈ કે લક્ષ્મણ ભટજીને ઘરે શ્રી પૂર્ણ પુરૂષોત્તમનો પ્રાદુર્ભાવ થયો છે તમે ચંપારણ્ય માં સત્વર જાઓ અને બેઉ જણા ચંપારણ્ય આવ્યા ત્યારે નંદ મહોત્સવ થઈ ગયો હતો. બંને જણાએ પોતાનું વૃતાંત લક્ષ્મણ ભટજી જ્યોતિષ વિદ્યા ભણાવી લક્ષ્મણ ભટજી એ કહ્યું કે પ્રાગટ્ય સમયે બહું આનંદ થયો હતો હવે છઠ્ઠી પૂજન થાશે ત્યારે તમે વિનંતી કરો, આપના ઈચ્છા હશે તો દર્શન કરાવશે,છઠ્ઠી પૂજનના સમયે ચંપારણ્ય કુંડ ઉપર ચંપાના વૃક્ષની નીચે યલ્લમાગારૂજી સહિત પૂજન કર્યું, તે સમયે નાંધવાનંદ અને મુકુંદદાસ આવ્યા, શ્રી આચાર્યજીને દંડવત કર્યા. યલ્લમાગારૂજીની ગોદમાં કોટી કંદર્પ લાવ્ણ્યના દર્શન કર્યા. આપે બન્ને ની ઈચ્છા જાણીને ગોપ ગાય સહિત શ્રી ગિરિરાજ, શ્રી યમુનાજી, શ્રી વૃંદાવન અને વ્રજ લીલા સ્થળના છઠ્ઠીની બેઠકમાં દર્શન કરાવ્યા અને તે બન્ને જણ લીલામાં પ્રાપ્ત થયા. પછી આપના માતા પિતા શ્રી આચાર્યજી મહાપ્રભુજી ને પધરાવીને નગર ચોડામાં પધરાવ્યા ત્યાંના રાજાએ બહુજ સન્માન કર્યું, અને કહ્યું કે ચાર દિવસ અહીં બિરાજો, ત્યારે લક્ષ્મણ ભટજી એ કહ્યું કે મારે કાશી જવા ઉતાવળ છે માટે આપ બંદોબસ્ત કરો રાજાએ મ્યાનો અને બે પ્હેરા સંગે આપ્યા અને પહેરાવાળાને કહ્યું કે તમે તેમને ઠેક કાશી પહોંચાડી પત્ર લખાવતા આવજો। ત્યારે લક્ષ્મણ બટજી શ્રી મહાપ્રભુજી ને લઈને શ્રી કાશી  પહોંચ્યા ત્યારે પરમ આનંદ જૈ જૈકાર થયો. આ ચરિત્ર આપે ચંપારણ્યની બીજી બેઠક માં પ્રગટ કર્યું 
ઇતિ શ્રી ચંપારણ્યની બીજી બેઠકનું ચરિત્ર સમાપ્ત.

contact:

place:  ચંપારણ્ય 
district:  રાયપુર (છત્તીસગઢ) 493885
contact person: બેઠકજી ઓફીશ 
mo: 0771 2777219

______________________________________________________

બેઠક (34) મી શ્રી જગન્નાથપુરી નું બેઠકનું ચરિત્ર  

  



 શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી જગન્નાથ દેવના દર્શન કરવા પુરૂષોત્તમ ક્ષેત્ર પધાર્યા, દક્ષિણ દરવાજાની પાસે આપની બેઠક છે, ત્યાં એક વર્ષ બિરાજ્યા ત્યાંના રાજા વિષ્ણુ દેવની પાસે પંડિત બહુ રહેતા, રાજાએ તેઓને પ્રશ્ન કર્યો કે બધા દેવો માં મુખ્ય દેવ કોણ ? અને મંત્ર માં  મુખ્ય મંત્ર કયો ? શાસ્ત્ર માં મુખ્ય શાસ્ત્ર કયું ? અને કર્મ માં મુખ્ય કર્મ કયું અને શું ? એમ ચાર પ્રશ્ન કર્યા, પણ તેમાંથી જે દેવના ઉપાસક હતા તે તેણે મુખ્ય બતાવ્યું. તેથી રાજાનો સંદેહ મટ્યો નહીં કારણકે પંડિત જુદા જુદા મત હતા ત્યારે રાજા પોતાના પંડિતો ને લઈને શ્રી મહાપ્રભુજી ના દર્શન કરવા આવ્યા, દંડવત કરીને બેસીને વિનંતી કરી કે મહારાજ, આપતો સાક્ષાત ઈશ્વર છો આપે માયા મત નું  ખંડન કરીને દિગ્વિજય કર્યો છે. તેથી એક મારો સંદેહ કૃપા કરીને નિવૃત કરો, મુખ્ય સિદ્ધાંત શું છે, ત્યારે આપે વિચાર્યું, આને શાસ્ત્ર સિદ્ધાંત મનમાં નહીં આવે. તેને શ્રી જગન્નાથજી નો વિશ્વાસ છે તેથી શ્રી જગન્નાથજી ના મુખથી કહેરાવવું ત્યારે તે માનશે.

આપે રાજાને આજ્ઞા કરી કે શ્રી જગન્નાથદેવ ની પાસે કાગળ, લેખન, ખડિયો, મુકો. શ્રી જગન્નાથજી લખી દે પ્રમાણ આ સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયો, તેણે શ્રી જગન્નાથજી પાસે એક કાગળ ખડિયો લેખન મૂકી વિનંતી કરી કે મહારાજ કર્મ, મંત્ર, શાસ્ત્ર, અને મુખ્ય દેવ હોય તે કૃપા કરીને લખી આપો, એમ કહીને મંદિર ને તાળું મારી બહાર આવી બેઠા, શ્રી જગન્નાથજી એ એક શ્ર્લોક લખી દીધો (એક શાસ્ત્ર દેવકી પુત્રં ગીતં એકો દેવો દેવકી પુત્ર એવા મંત્રોડપ્યેક તસ્ય નામાની યાની કર્માપ્યેક 
તસ્ય દેવસ્ય સેવા ) જયારે શ્રી જગદીશ લખી ચુક્યા  ત્યારે શ્રી આચાર્યજી  એ રાજાને કહ્યુકે તમે જઈને કાગળ લાવો, રાજાએ મંદિરના કમાડ ખોલ્યા  અને કાગળ લઈ આવ્યા। પંડિતો ને વંચાવ્યો રાજાએ વાંચ્યો બધા સંદેહથી નિવૃત થઈ રાજાએ કહ્યું આપને ધન્ય છે, જેના કહ્યામાં શ્રી જગન્નાથજી છે તે પંડિતોમાં, એક બ્રાહ્મણ બહિર્મુખ હતો, નિરાકર માયાવાદી  હતો તેને અનેક પ્રશ્ન કર્યા કે જગન્નાથ દેવને હાથ નથી તો પત્ર કેમ લખ્યો, તે અમારે પ્રમાણ નથી, શ્રી આચાર્યજીએ કહ્યું  કે આ તો બહુ મૂર્ખ છે. અનેક રૂપે સમજાવ્યો પણ માન્યું નહિં ત્યારે રાજા ને શ્રી આચાર્યજી એ વિનંતી કરીને કહ્યું કે મહારાજ બધાનો સંદેહ નિવૃત થયો પણ આનો  સંદેહ નિવૃત થયો નહીં શ્રી આચાર્યજીએ કહ્યું કે ફરીને કાગળ જગન્નાથજીએ ધર્યો ને કમાડ લગાવ્યા ત્યારે ફરી શ્રી જગન્નાથજી એ અર્ધો શ્ર્લોક લખી આપ્યો "ય:પૂમાન ભગવદદોષિ  તં વિદ્યાદન્યરેતસમ્" પછી મંદિર ખુલવી કાગળ મંગાવી રાજાને  વંચાવ્યો, તેમાં જે પુરૂષ ભગવાનનો દોષી  હોય તે પોતાના પિતાથી ઉત્પ્ન્ન થયેલો ન માનવો, પછી રાજાએ બ્રાહ્મણ ની માઁ ને બોલાવી એકાંતમાં લઈ જઈ. ભય દેખાડી પૂછ્યું,  તું સાચું કહે કે તારો પુત્ર કોનાથી ઉત્પ્ન્ન થયો છે. ત્યારે તેણે સાચી વાત કહી કે તે એક મલેચ્છથી પેદા થયો છે. તે સાંભળી રાજાએ બ્રાહ્મણને પુરીમાંથી બહાર કાઢી મુક્યો કારણકે તેણે ભગવદ આજ્ઞા ન માની શ્રી આચાર્યજી મહાપ્રભુજી નો દિગ્વિજય પ્રખ્યાત થયો, પુરૂષોત્તમક્ષેત્ર માં જૈ જૈકાર થયો, પછી ત્રણ વખત શ્રી આચાર્યજી મહાપ્રભુજી પુરીમાં પધાર્યા  હતા. ત્રણ વખત આપે જુદા જુદા ચરિત્ર દેખાડ્યા 
ઇતિ શ્રી આચાર્યજીની શ્રી જગન્નાથપુરીની બેઠક ચરિત્ર સમાપ્ત.

contact:

place:પુરી 
district:પુરી (ઉડીસા) 750001
contact person: શ્રીમતી મધુબેન 
mo: 09337608070

______________________________________________________

બેઠક (35) મી શ્રી પંઢરપુરની બેઠકનું ચરિત્ર   
  

     

   હવે પંઢરપુર ક્ષેત્રમાં ભીમરથના તીર ઉપર શ્રી મહાપ્રભુજીની બેઠક છે, એક સમયે શ્રી આચાર્યજી શ્રી પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા પધાર્યા, ભીમરથી સામેના તીર ઉપર બિરાજ્યા, સેવકોને આજ્ઞા કરી એક નાવ ભાડે કરી લાવો, દર્શન કરવા જઈએ, એટલામાં શ્રી વિઠ્ઠલનાથજી પાંચ વર્ષના બાળક નું સ્વરૂપ ધરી ને પુંડલીક ભક્ત સાથે લઈ, શ્રી આચાર્યજી પાસે આવ્યા, શ્રી મહાપ્રભુજી ઉઠીને મળ્યા, ભેટ્યા, એક આસન બિછાવી ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી બિરાજ્યા, શ્રી અકાર્યજી એ કહ્યું કે આપને બહુ શ્રમ પડ્યો હું જ  આપના દર્શન માટે આવતો હતો, શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું કે જો મિત્ર આવે તો, સામે જઈને મળવું જોઈએ। તે સાંભળી શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા અને મિશ્રી ભોગ ધરી અબીલ થી ખેલાવ્યા પાંડુરંગ મહાત્મ્યમાં અને ભવિષ્યોત્તર માં કથા છે કે પુંડરીક નામનો એક બ્રાહ્મણ હતો પોતાના માતા પિતાને બહુ દુઃખ દેતો. તેના ગામમાં એક સંઘ ગંગા નહાવા ચાલ્યો તે સંઘમાં પુંડરીક પણ ચોરીની લાલચથી ચાલ્યો, માર્ગ માં સંઘ થી ભૂલો પડ્યો, રાત પડી ત્યારે જંગલમાં સૂતો ચાર ઘડી રાત બાકી રહી ત્યારે જાગ્યો જુએ તો બે સ્ત્રીઓ નખથી શીખ પર્યત શણગારેલી જોઈ તેને માથે સોનાના કળશ ભરેલા હતા પુંડરીક કે તેને પૂછ્યું તમે કોણ, ક્યાં જાવ છો ત્યારે એમાંથી એક બોલી હું શ્રી ગંગાજી છું અને આ જમુનાજી છે કોઈ ગામમાં એક બ્રાહ્મણ માતા પિતાની બહુ સેવા કરે છે તેને ગંગા યમુના સ્નાનની ઈચ્છા છે પણ  સેવામાંથી સમય મળતો નથી, તેને ઘેર અમે સ્નાન કરાવવા જઈએ છીએ જે માતા પિતાની સેવા કરે છે, તેને ઘરમાં જ ગંગા સ્નાનનું ફળ મળે છે, તેના પ્રમાણ શ્લોક છે કે ("માતા ગંગા સર્મ તીર્થ પિતા પુંષ્કર મેવચા ।। ગુરૂ કેદાર તીર્થ પન:પૂ:ન ") એટલું કહીને શ્રી ગંગા યમુના અંતર્ધ્યાન થયા, ત્યારે પુંડલીકને જ્ઞાન ઉત્પ્ન્ન થયું અને વિચાર્યું કે માતા પિતાની સેવાનો આવો પ્રતાપ, માટે હું પણ માતા પિતાની સેવા કરીશ તે પોતાને ઘરે આવ્યો, માતા પિતાને ખેદ થયો કે આ દુષ્ટ ફરી ક્યાંથી 

આવ્યો, બે દિવસથી કંઈ ગયો હતો, એટલે સુખી હતા. પણ પુંડરીક કે માતા પિતાના દંડવત કરી પરિક્રમા કરી કહ્યું કે મારા અપરાધ ક્ષમા કરો હવે હું આપની સેવા કરીશ પછી તેણે પોતાના માતા પિતાની અનન્ય ભાવથી સેવા કરી. દીનતાથી સેવા કરતા બાર વર્ષ થયા, એક દિવસે શ્રી ભગવાને વ્યાપી વૈકુંઠમાં શ્રી લક્ષ્મીજી ને કહ્યું કે મારો એક ભક્ત ભૂમિ ઉપર થયો તેને દર્શન દેવા જાઉં છું ને માતા પિતાની સેવા બહુજ દિવસથી કરે છે.  ત્યારે શ્રી લક્ષ્મીજીએ  કહ્યું કે તે ભક્તના દર્શન કરવા હું પણ આવીશ પછી જુગલ સ્વરૂપે ભૂલોકમાં પંઢરપુર પધાર્યા. તે સમયે પુંડરિક માતા પિતાની સેવા કરતો હતો તેણે નામથી બે વાર કહ્યું  કે અમે દર્શન દેવા વૈકુંઠથી આવ્યા છીએ દર્શન કર, ત્યારે તેણે ઘરમાંથી જવાબ આપ્યો. મહારાજ એક ચરણ પિતાજીનો દબાવું છું બીજે હાથે એક ઈટ ફેંકી અને કહ્યું મહારાજ આના ઉપર આપ બિરાજો, પછી માતા પિતાની આજ્ઞા લઈને બધી સેવા કરી પુંડરીકે આવી શ્રી ઠાકોરજીના દર્શન કર્યા. ત્યારે પ્રભુએ કહ્યું કે તારી ભક્તિ દેખીને હું બહુ પ્રસન્ન થયો છું. તું કોઈ વરદાન માંગ ત્યારે તેણે કહ્યું મહારાજ મને ત્રણ વરદાન આપો એક તો આપ મારા ઘરે સદાય બિરાજો બીજું પ્રથમ મારુ નામ પછી આપનું  નામ આવે ત્રીજું શ્રી ગિરિરાજ તથા શ્રી ગોકુળવૃજમંડળ ના બાળલીલાના  દર્શન મને  થાય. એવી ત્રણ વાત માંગી. શ્રી વિઠ્ઠલનાથજી એ આજ્ઞા કરી તથાસ્તુઃ એક મનવંતર સુધી તારા ઘરમાં બિરાજીશ પહેલાં તારૂ નામ પછી મારૂં નામ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ આ નામ જગતમાં પ્રસિદ્ધ થશે મેં કોઈ આ પુરીમાં આવશે તમને મળશે તે ગમે તેવો પાપી પણ યમપુરી નહીં જાય અને વ્રજલીલા નું દર્શન તો અઠ્યાવીશ ચોકડી પછી શ્રી વલ્લભાચાર્યજી પધારશે ત્યારે મારા કહેવાથી વ્રજલીલાના દર્શન કરાવશે. આ વરદાન પુંડરીકને આપ્યું "લોકો ગાય છે કે પુંડરીક વરદાન હરિવિઠ્ઠલ " પછી પુંડરીકના માતા પિતાને સદેહે વૈકુંઠમાં મોકલ્યા. પછી આપશ્રી લક્ષ્મીજી સહિત તેના ઘરમાં બિરાજ્યા. પુંડલીક બ્રાહ્મણ સેવા કરતો અઠ્યાવીશ ચોકડી પછી શ્રી આચાર્યજી પધાર્યા, ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી એ કહ્યું કે મારો ભક્ત પુંડરીક છે. તેને વ્રજ લીલાના દર્શન કરવો. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું કે આપે શ્રી વ્રજલીલાના  દર્શન કેમ ન કરાવ્યા. ત્યારે વિઠ્ઠલનાથજી એ કહ્યું આ અધિકાર આપને અમે આપ્યો છે, આપની કૃપા વિના વ્રજલીલા દર્શન ન થાય ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ હસીને કહ્યું કે આપની આજ્ઞા છે તેમ કરીશું. પછી શ્રી વિઠ્ઠલનાથજી પુંડરીક સહિત મંદિરમાં પધાર્યા, શ્રી આચાર્યજીએ પણ શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં પધારી સેવા શૃંગાર કરી સાત મહોર જે કૃષ્ણદેવની ભેટમાંથી દૈવી દ્રવ્યની લીધી હતી તેના નૂપુર બનાવી અંગીકાર કરાવ્યા. પછી શ્રી આચાર્યજી પુંડરીક ભક્તને સાથે લઈ પાંચ વૈષ્ણવ હતા તેને પણ સાથે લઈ ગામ બહાર એક યોજનના વચમાં અરણ્ય હતું. ત્યાં પધાર્યા ત્યાં એક પીપરનું વૃક્ષ હતું તેની નીચે આપ આસન પાથરી બિરાજ્યા અને પુંડરીક ના નેત્ર માં સંધ્યાના જળના  છાંટા નાખ્યા તેથી તેને દિવ્યનેત્ર થયાં, અને વ્રજલીલા ના દર્શન થવા લાગ્યા. શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ, શ્રી ગોકુળ, શ્રી વંદ્રાવન, શ્રી મથુરામંડળ વ્રજચોર્યાશી કોશ, બાર વન, ઉપવન, શ્રી નંદરાય, શ્રી યશોદાજી, ગોપીગ્વાલ, અને સંપૂર્ણ વ્રજ લીલા દર્શન થયા, બે મહુર્ત સુધી દર્શન કરાવ્યા અને દિવ્ય ચક્ષુ હતા તે તીરોધાન કર્યા અને બધી લીલા અદ્રશ્ય થઈ ત્યારે તેણે વિનંતી કરી કર મહારાજ, હું તો બહુ સુખમાં  હતો, સુખમાંથી મને કેમ કાઢ્યો, ત્યારે આપે આજ્ઞા કરીકે તારે શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરાવી છે. તને કેવળ દર્શન કરાવવાની આજ્ઞા હતી, તેથી દર્શન કરાવ્યા, આપ શ્રી વિઠ્ઠલનાથજી એકોતર ચોપડી આ ક્ષેત્ર માં બિરાજ્શે ત્યાં સુધી તારૂં એવુંજ સ્વરૂપ રહેશે પછી તું લીલામાં આવીશ એવું કહીને તેને શ્રી વિઠ્ઠલનાથજી પાસે મોકલ્યો. 
ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીની બેઠક નું ચરિત્ર સમાપ્ત.


ચંદ્રભાગા નદી ના સામેના કિનારે શેગાંવ દુમાલા રોડ.શેગાંવ 

contact:
place:પંઢરપુર 
district:સોલાપુર (મહારાષ્ટ્ર) 413304
contact person: શ્રી શર્માજી મુખ્યાજી 
mo: 09850157795, 09422027660
contact person: શ્રી ગોકુલ ભાઈ 
mo:    09422653623
______________________________________________________


બેઠક (36) મી શ્રી નાશીકની તપોવનની બેઠકનું ચરિત્ર  

    


   

     
શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક નાશીકમાં તપોવનમાં છે ત્યાં આપે દામોદરદાસને આજ્ઞા કરીકે ત્યાં શ્રી રામચંદ્રજીએ તપશ્ર્ચર્યા કરી છે અને સીતાજી નું હરણ અહીંથી થયું છે. તેથી અહીં ભાગવત સપ્તાહ કરશું આગમમાં માયાવાદી બહુ છે, તેથી માયા મત ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરીશુ, એવું કહીને આપ ત્યાં થોડા દિવસ બિરાજ્યા ત્યાંના પંડિતોએ સાંભળ્યું કે અહીંયા શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, તેણે દક્ષિણ તથા કાશી માં માયા મતનું ખંડન કર્યું, ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે, અને વિષ્ણુસંપ્રદાય ને માને છે. સાંભળ્યું છે કે અગ્નિ કુંડમાંથી આપનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી તેનું તેજ અગ્નિ થી અધિક છે, તેથી તેથી તેમના દર્શન કરીયે. એમાંથી એક પંડિતે કહ્યું કે આપણા માંથી ચારજણા એક મત કરીને ચાલીએ, અને માયામત સ્થાપન થશે અને ભક્તિ માર્ગ અસત્ય ઠરશે, કદાચીત માયાવાદનું ખંડન થાય, ભક્તિ માર્ગનું સ્થાપન થાય તો કંઈ ચિંતા નથી. જે મોટા દેશમાં દિગ્વિજય કરીને પધારે છે. સાક્ષાત ઈશ્વર વિના આ કાર્ય ન થાય. ઈશ્વર આગળ હારવાની ફિકર નહીં, માટે તમો ડરો નહીં, આમ વિચારી ને માયાવાદી તે વખતે શ્રી આચાર્યજીની પાસે આવ્યા. શ્રી આચાર્યજી સપ્તાહ કરી ચુક્યા હતા, નાશીકના પંડિતોને શ્રી આચાર્યજી સપ્તાહ કરી ચુક્યા હતા, નાશીકના પંડિતો શ્રી આચાર્યજીએ સત્કાર કરી બેસાડ્યા ત્યારે પંડિતોએ કહ્યું,  મહારાજ અમારૂ ધન્યભાગ્ય છે કે આપના દર્શન થયા, પછી ચર્ચા થઈ ચાર ઘડી માં શ્રી આચાર્યજીએ બધા પંડિતોને નિરૂત્તર કર્યા, પંડિતો એ કહ્યું આ તો વેદ શાસ્ત્ર થી નિરૂપણ કરે છે, માટે ઈશ્વર છે. તેથી વિનંતી કરી અમે ધન્ય છીએ કે આપ ઈશ્વરના અમને દર્શન થયા આપ કૃપા કરીને અમને શરણ લ્યો, ત્યારે આપે કહ્યું તમે રૂદ્રાક્ષ ઉતારી ગંગાજી માં સ્નાન કરી આવો. અમારા સંપ્રદાય માં તુળશીમાળા ધારણ કરવી જોઈએ, બ્રાહ્મણો રૂદ્રાક્ષ ઉતારી સ્નાન કરી આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ બધાને નામ મંત્ર દીધા, તુલસીની માળા પહેરાવી તેથી નાશીક ક્ષેત્રમાં જય જયકાર થયો, માયા મત ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું પછી બધા પંડિતો દંડવત કરીને પોતાને ઘેર ગયા. પછી શ્રી આચાર્યજીએ કટાક્ષ દ્વારા અનેક તામસી જીવોનો અંગીકાર કર્યો. અને ત્યાંથી દક્ષિણ પધાર્યા, ઈતી  શ્રી પંચવટી બેઠક સમાપ્ત.


પંચવટી કરંજા, ઇંદ્ર કુંડ ના સામે પરસરામ પુરિયા માર્ગ. 

contact:
place:નાસિક 
district:નાસિક(મહારાષ્ટ્ર)422003
contact person: પૂ.પા.ગો.108 પરેશ બાવાશ્રી 
mo: 09822511588, 0253 2510775(ઓફિસ)
______________________________________________________

બેઠક (37) મી શ્રી પન્ના નરસિંહજી બેઠક ચરિત્ર 
     




  શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક પન્ના નરસિંહમાં એક છોકર ની નીચે છે, ત્યાં આપ બિરાજ્યા હતા.ત્યારે એમની પાસે શ્રી નુસિંહજી પધાર્યા, આપે ઉભા થઈને નમસ્કાર કર્યા, અને શ્રી નૃસિંહાય નમઃ એમ કહીને વિનંતી કરીકે આપ પરિશ્રમ કરી શા માટે પધાર્યા, હું હમણાંજ મંદિર માં આપના દર્શન માટે આવતો હતો, શ્રી નુસિંહજી એ કહ્યું મિત્રનો ધર્મ છે કે મિત્ર પધારે પછી ધીરજ કેમ રહે, તમે અમારૂ સર્વસ્વ છો, આપનું પ્રાગટ્ય દૈવીજીવોના ઉદ્ધાર માટે અને તીર્થોને સનાથ  કરવા માટે છે માટે આપ સત્વર મંદિરમાં પધારો, આમ કહી ને શ્રી નુસિંહજી પોતાના મંદિર માં પધાર્યા, ત્યારે શ્રી મહાપ્રભુજીએ   કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરીકે મિશ્રીનો પણો સિદ્ધ કરો, એમાં સુગંધીત ગુલાબ જળ પધરાવો ત્યારે દામોદર દાસે વિનંતી કરીકે શ્રી નુસિંહજી પણો આરોગે તેનું કારણ શું ત્યારે શ્રી આચાર્યજીએ  કહ્યું, શ્રી નુસિંહજીએ પ્રગટ થઈ યુદ્ધ કરીને હિરણ્યકશ્યપુ ને માર્યો, ત્યારે બહુ  શ્રમ થયો, પણોશ્રમ નિવારક છે તેથી આપ આરોગ્યા, આપને પણો બહુ પ્રિય છે, પછી આપે પણો સિદ્ધ કરાવી સેવકો સહિત મંદિરમાં પધાર્યા ત્યાં  પંડ્યા ને શ્રી નુસિંહજીએ આજ્ઞા કરી કે શ્રી આચાર્યજી પધાર્યા છે તે સાક્ષાત શ્રી પૂર્ણપુરૂષોત્તમનો અવતાર છે, માટે મંદિરમાં પધરાવી લાવો, ત્યાંના પંડ્યાએ આવીને સાક્ષાત દંડવત 
કરીને વિનંતી કરી કે મહારાજ. આપ મંદિરમાં પધારો. શ્રી આચાર્યજીએ મંદિરમાં પધારી શ્રી નુસિંહજીના દર્શન કર્યા, અને પણો આરોગાવ્યો, શ્રી નુસિંહજીએ અર્ધો પણો આરોગ્યો, અને રહેવા દીધો, ત્યારે શ્રી આચાર્યજી  એ વિનંતી કરી કે મિત્રતાની રીત થી વધારે આરોગો. શ્રી નુસિંહજીની થોડો આરોગી આપને દીધો, પછી નુસિંહજીની આજ્ઞા લઈ, આપ   બેઠકમાં પધાર્યા ત્યાં સપ્તાહ કરી  શ્રી નુસિંહજી સાંભળવા પધાર્યા. શ્રી આચાર્યજી એ કહ્યું આપ પરિશ્રમ કરી શા માટે પધાર્યા ત્યારે શ્રી નુસિંહજીએ કહ્યું તમારા શ્રી મુખથી કથા સાંભળવાની અભિલાષા હતી. તે  વચન સુણી ને શ્રી આચાર્યજી પ્રસન્ન થયા આપે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે એક પટા બીછાવો ને ઉપર શ્રી નુસિંહજી બિરાજ્યા જ્યાં સુધી સપ્તાહ થઈ ત્યાં સુધી શ્રી નુસિંહજી નિત્ય પધારતા, ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ  આપના ચરણાવિંદની રાજદ્વારા અનેક તામસી જીવોનો ઉદ્ધાર  કર્યો। પછી આપશ્રી નુસિંહજીની આજ્ઞા માંગી દક્ષિણ પધાર્યા  ઇતિ શ્રી પન્નાનુસિંહજીની બેઠક ચરિત્ર સમાપ્ત.
દક્ષિણ મધ્ય રેલવે ની મસૂલીપટનમ, વિજયવાડા ગુટ્ટરલાઈન માં મંગલ ગિરી સ્ટેશન છે. ત્યાંથી લગભગ એક કિલોમીટર દૂર નૃસિંહ મંદિર છે.નજીકમાં જ બેઠક છે જે હજીસુધી બની નથી. પન્નાનૃસિંહજી ના મંદિર ના પાસે એકાંત સ્થળ પર જઈને બેઠકજી ની ભાવના કરવી જોઈએ    
contact:
place:
district:
contact person: 
mo: 
______________________________________________________

બેઠક (38)  મિ શ્રી લક્ષ્મણ બાલાજી બેઠકનું ચરિત્ર    

bethak (38) video click here to look

જયારે શ્રી આચાર્યજી લક્ષ્મણ ભટજી સહિત કાશીમાં બિરાજ્યા હતા. ત્યારે પંડિતો શ્રી આચાર્યજી ની સાથે ચર્ચા કરવા આવતા, અને લક્ષ્મણ ભટજી  બ્રાહ્મણો ને ભોજન કરવા બોલાવતા, ત્યારે તે શ્રી આચાર્યજીની વાત કરતા. આપ માયાવાદ ને નીરાશ કરી, ભક્તિ માર્ગ ને સ્થાપન કરતા. એક દિવસે શ્રી આચાર્યજીએ વિચાર્યું કે હવે દક્ષિણમાં ચાલીએ તો ઠીક. પણ લક્ષ્મણ ભટજીને આપના વિના ક્ષણ માત્ર પણ ચાલતું નથી, માટે  પૃથ્વી પરિક્રમાને બહાને સકળ તીર્થને સનાથ કરવા છે અને દશે દિશામાં દિગ્વિજય કરી બ્રહ્મવાદનું સ્થાપન કરવું છે. તે સ્વંતંત્રતા વિના ન થાય પણ પિતાજીનો સ્નેહ બહુ છે. એકલા પરદેશ જવાની આજ્ઞા નહીં આપે માટે પિતાજી સ્વધામ પધારે તો ઠીક, એક દિવસે શ્રી લક્ષ્મણ ભટજી  બહુ પ્રસન્ન થઈને કુટુંબ સહિત શ્રી લક્ષ્મણ બાલાજી માં આવ્યા. એક સુંદર જગ્યામાં બિરાજ્યા, ત્યાં શ્રી લક્ષ્મણ ભટજી સ્નાન કરી શ્રી યલ્લમાગારૂજી  સહિત શ્રી આચાર્યજીને લઈને શ્રી લક્ષ્મણ ભટજી બાલાજીના દર્શન માટે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી એ પિતાને વિનંતી કરી, આપ શ્રી લક્ષ્મણ બાલાજી ને શુંગાર કરો, ત્યારે શ્રી લક્ષ્મણ  ભટજીએ પ્રભુને શૃંગાર કર્યો, તે સમયે શ્રી લક્ષ્મણ બાલાજીને  બગાસું આવ્યું અને શ્રી લક્ષ્મણ ભટજી શ્રી લક્ષ્મણ બાલાજીના મુખમાં લીન થઈ 

ગયા, ત્યારે યલ્લમાગારૂજી ખેદ કરવા લાગ્યા, શ્રી મહાપ્રભુજીએ માતાજીનું બહુ પ્રકારે સમાધાન કર્યું,અને કહ્યું કે અમારા પિતા તો અક્ષરબ્રહ્મ સ્વરૂપ હતા, તે અક્ષર બ્રહ્મમાં પ્રાપ્ત થયા, પછી આપ પિતાજીનું વસ્ત્ર લઈ  બહાર પધાર્યા, અને વેદપ્રણીત માર્ગ થી તે વસ્ત્ર ને અગ્નિ સંસ્કાર કર્યો કરીને થોડા દિવસ વીત્યા બાદ માતાજીને વિનંતી કરી. આપ રામકૃષ્ણને લઈને વિદ્યાનગરમાં મામાને ઘેર પધારો. આવી
રીતે સૂતક નિવૃત થયા પછી બધા વિદાય થયા. પછી આપ બ્રહ્મ છોકર નીચે બિરાજ્યા, સપ્તાહનો પ્રારંભ કર્યો. ત્યાં શ્રી લક્ષ્મણ બાલાજી નિત્ય  કથા સાંભળવા પધારતા. તેને આપે નમસ્કાર કરી આસન કરી પોતાની પાસે પધરાવ્યાઅને કહ્યું આપ શ્રમ કરી શા માટે પધાર્યા, શ્રી લક્ષ્મણ બાલાજીએ આજ્ઞા કરી, તમારા મુખથી કથા સાંભળવા અમને અભિલાષા હતી, તે આજે સમય મળ્યો છે, શ્રી આચાર્યજીએ સપ્તાહ સમાપ્ત કરી ત્યાં મહાઅલૌકિક આનંદ થયો, પછી શ્રી આચાર્યજી લક્ષ્મણ બાલાજી ના મંદિરમાં પધાર્યા, સેવા શુંગાર કર્યો અને પંડ્યાને પચીસ રૂપિયા સામગ્રીના આપ્યા, અને શ્રી લક્ષ્મણ બાલાજીને પૂછ્યું કે મહારાજ, આપને  શું સામગ્રી પ્રિય છે, શ્રી લક્ષ્મણ બાલાજી એ  આજ્ઞા કરીકે , મનોરના લાડવા કરાવો, તે સામગ્રી સિદ્ધ કરી કે આપ આપને હાથે ભોગ ધરો, શ્રી આચાર્યજીએ ભોગ ધર્યો, ત્યારે શ્રી લક્ષ્મણ બાલાજીએ કહ્યું આપ પણ ભોજન કરવા  બિરાજો,તેની બાં પકડીને પોતાની સંગે ભોજન  કરવા બેસાડ્યા, પરસ્પર ભોજન કર્યું, તે સમયે અનિર્વનીય સુખ થયું, પછી આચમન કરી મુખ વસ્ત્ર કરી બીડી આરે ગાવી આરતી કરી, પછી બાલાજીની આજ્ઞા માંગી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતાના મંદિરમાં પધાર્યા આ રીતે ત્રણ વખત શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી લક્ષ્મણ બાલાજી પધાર્યા, ત્યારે ત્રણે વખત જુદા જુદા ચરિત્ર કર્યા.     
ઇતિ શ્રી લક્ષ્મણ બાલાજી બેઠક ચરિત્ર સમાપ્ત.
મેદર મિટ્ટા રોડ, કાંચી મઠ ના સામેં રિંગ રોડ    
contact:
place:
district:તિરૂમાલા (આ.પ્ર.)517504
contact person:શ્રી પુરુષોત્તમભાઈ અધિકારી  
mo:08772277317
contact person:પ્રકાશ ભાઈ  
mo:  08772270416
______________________________________________________


    બેઠક (39) મી શ્રી રંગજી બેઠક નું ચરિત્ર 

    

  

     

શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક શ્રી રંગમાં કાવેરી નદી ને તીરે છોકર ના  વૃક્ષ નીચે છે, ત્યાં આપ બિરાજ્યા, ત્યાં દામોદરદાસ ને આજ્ઞા કરી કે શ્રી રંગજી વૈકુંઠથી પધારે છે આપ શ્રી રંગજી ને દેખીને ઉભા થયા. અને પ્રણામ  કરી ને આસન ઉપર પધરાવ્યા, અને કહ્યું કે આપ પરિશ્રમ કરીને કેમ પધાર્યા, ત્યારે શ્રી રંગજી એ આજ્ઞા કરી આપ પરિશ્રમ કરી આટલા દૂરથી આવ્યા તો અમે થોડા દૂર આવ્યા તેમાં શું મોટી વાત, આપ દૈવી જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છો, અને શ્રીનાથજી ના પ્રાગટ્ય ના સમાચાર શ્રી રંગજી એ  પૂછ્યું. કેવી રીતે  આપ શ્રી નાથજી ને પ્રાગટ્ય,

શું શું ચરિત્ર કર્યા અને કેવી રીતે બિરાજે છે, તે આપ વિસ્તાર પૂર્વક કહો,  શ્રી આચાર્યજીએ શ્રીનાથજી ના પ્રાગટ્યની બધી વાત શ્રી રંગજીને  સંભળાવી , સુણીને શ્રી રંગજી બહુ પ્રસન્ન થયા અને શ્રી રંગજીએ કહ્યું કે હવે મંદિરમાં પધારો, શ્રી આચાર્યજીએ કહ્યું કે આપ પધારો, હું પછી આવું છું, પછી શ્રી રંગજીએ મંદિરમાં પધારી મુખિયા આનંદરામને આજ્ઞા કરી, શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે, તે સાક્ષાત પુરૂષોત્તમનો અવતાર છે, તેને તમે ભક્તિભાવથી વિનંતી કરી મંદિરમાં પધરાવી લાવો, સેવા શૃંગાર તેજ કરશે. મુખિયાજી એ જઈને શ્રી આચાર્યજી ને સાષ્ટાંગ દંડવત  કરી વિનંતી કરી કે મહારાજ આપ કૃપા કરી મંદિરમાં પધારો, સેવા શૃંગાર આપજ કરો, શ્રી ઠાકોરજીની આજ્ઞા છે, ત્યારે શ્રી આચાર્યજીએ પધારી શ્રી રંગજીને શૃંગાર કર્યા, આનંદરામ મુખિયાને મહા અલૌકિક દર્શન થયા, ત્યારે મુખિયાયે વિનંતી કરી મહારાજ અને શરણ લ્યો, આપે 
આજ્ઞા કરી કે તમે તો શ્રી રંગજીના કૃપા પાત્ર છો, ત્યારે રંગજીએજ કહ્યું કે આ દૈવી જીવ છે તેને સેવક કરો, ત્યારે શ્રી આચાર્યજીએ મુખિયાને નામ મંત્ર સંભળાવી ને દશ રૂપિયા સામગ્રીના આપીને આજ્ઞા કરી કે સત્વર સામગ્રી સજીને લઈ આવો, ત્યારે મુખિયાજી સામગ્રી સિદ્ધ કરી થાળ લાવ્યા  આપે શ્રી હસ્તથી ભોગ સર્મપ્યો ત્યારે શ્રી રંગજી આજ્ઞા કરી, આપ  મુખારવિંદ રૂપ છો, અને ભોજન તો મુખાર્વિંદથી હોય માટે આપ આરોગો. પછી શ્રી રંગજીએ આગ્રહ કરીને હસ્તકમળ પકડી પોતાની પાસે શ્રી આચાર્યજીને બેસાડ્યા, પરસ્પર ભોજન કર્યું, તે સમયે અનિર્વનીષ સુખ થયું. પછી આચમન કરી બીડા આરોગાવી આનંદરામ મુખિયાને કહ્યું  કે આરતી લાવો ત્યારે મુખિયા આરતી  પ્રગટ કરી લાવ્યા, પછી શ્રી રંગજી પાસે થી આજ્ઞા લઈ આરતી કરી, આપ બેઠકમાં પધાર્યા ત્યાં સપ્તાહ  કરી, ત્યારે મહાઅલૌકીક આનંદ થયો. ત્યારે શ્રી રંગજીમાં જે માયાવાદી હતા. તે ભેળા થઈને ચર્ચા કરવા આવ્યા. શ્રી આચાર્યજીએ બધાને સત્કાર કરી બેસાડ્યા, પછી ચર્ચા થઈ, બે ઘડીમાં શ્રી આચાર્યજીએ માયાવાદી ને નિરૂત્તર કર્યા અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું  ત્યારે શ્રી રંગજીમાં જૈ જૈકાર થયો, આવું મહાત્મ્ય જોઈને અનેક જીવ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા, પછી આપ શ્રી રંગજી થી વિદાય થઈ, વિષ્ણુકાંચી પધાર્યા.
ઇતિ શ્રી મહાપ્રભુજીની શ્રી રંગજીની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place:શ્રી રંગમ 
district:ત્રિચી (ત્રિચિનાપલ્લી)(તમિલનાડુ)620006
contact person: શ્રી ગંગાપ્રસાદ મુખ્યાજી 
mo:09443949277 
______________________________________________________

બેઠક (40) શ્રી વિષ્ણુકાંચીની બેઠકનું ચરિત્ર     



   શ્રી  આચાર્યજી મહાપ્રભુજીની બેઠક સુરભી નદી ઉપર છોકરની વૃક્ષનીચે છે ત્યાં,  આપ બિરાજ્યા અને દામોદરદાસ ને આજ્ઞા કરી કે જે સાત પુરી  છે, એમાં સાડાત્રણ પુરી તો શિવની છે અને સાડાત્રણ પુરી વિષ્ણુની છે, વિષ્ણુ પુરી કહે છે કે (1) શ્રી મથુરાપુરી પછી (2)  અયોધ્યાપુરી, (3) દ્વારકાપુરી (4) અને અડધી વિષ્ણુકાંચી, વિષ્ણુકાંચીના મલિક શ્રી ભારદ્ધાજ સ્વામી છે, તેના અલૌકિક દર્શન છે, પણ અમે તો મંદિરમાં નહીં પધારીયે, ત્યારે  દામોદરદાસે પૂછ્યું કે મહારાજ આપ મંદિર માં  નહીં પધારો તેનું  શું કારણ છે, શ્રી આચાર્યજી કહ્યું કે જયદેવજી કવિ અહીં આજ થયા હતા, તે ભારદ્ધાજ સ્વામીના કૃપાપાત્ર હતા, તેને ચોવીશ અષ્ટપદી કરી છે નિજ મંદિરના ચોવીશ પગથિયાં છે, ત્યાં એક એક  સીડી પર અષ્ટપદી લખી છે, તેથી ભગવદ નામ ઉપર અમે પગ કેમ  દઈએ, આ વાત શ્રી ભારદ્ધાજ સ્વામીએ મંદિરમાં બેઠા જાણી આપે વિચાર્યુ "કે શ્રી આચાર્યજી મંદિરમાં ન પધારે તો મને એના એ હસ્તનો સ્પર્શ  નહીં થાય તેથી  ભારદ્ધાજ સ્વામી શ્રી આચાર્યજી  મહાપ્રભુજીને  પધરાવવા પધાર્યા, અને મળીને આપે આજ્ઞા કરી કે આપ નિજ મંદિરમાં કેમ નહીં પધારો, ત્યારે શ્રી આચાર્યજી એ કહ્યું આપના દર્શનથી જીવકૃતાર્થ થાય, પણ ભગવન નામ ઉપર પગ કેમ ધરું, ત્યારે શ્રી ભારદ્ધાજ સ્વામી એ શ્રી આચાર્યજી નો શ્રી હસ્ત પકડીને મંદિરમાં લાવ્યા, અને પોતાના સિંહાસન ઉપર અડધી ગાદી ઉપર પધરાવ્યા, ત્યાં એક હસ્તસંગાર નામનો મુખીયો હતો, તેનાથી શ્રી ભારદ્ધાજ સ્વામી સંભાષણ કરતા. તેથી આપે આજ્ઞા કરી કે તમે બધા પંડ્યાને લઈ બહાર નીકળો, ત્યારે પંડ્યા મુખીયા બહાર આવ્યા, પછી બે મુહૂર્ત સુધી શ્રી ભારદ્ધાજ સ્વામીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની સાથે વાતો કરી અને કહ્યું કે શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય કહો. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્યનો સર્વ પ્રકાર કહ્યો, તે સાંભળીને શ્રી ભારદ્વાજ સ્વામી બહુજ પ્રસન્ન થયા અને મુખિયાને બોલાવ્યા, ત્યારે 

શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સાત મુદ્રા આપી અને કહ્યું કે આની સામગ્રી લઈને શ્રી ભારદ્વાજ સ્વામીને અંગીકાર કરવો, ત્યારે મુખિયાએ પૂછ્યું, શું  સામગ્રી સિદ્ધ કરૂ, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું શ્રી ભારદ્વાજ સ્વામીની ઈચ્છા હોય તેમ કરો ત્યારે ભારદ્વાજ સ્વામીની આજ્ઞા થઈ કે ઢોકળાં ની સામગ્રી સિદ્ધ કરો, પછી તે સામગ્રી સિદ્ધ કરી ભોગ સરાવવા ગયા ત્યારે શ્રી ભારદ્વાજ સ્વામી એ આજ્ઞા કરી કે તમે ભોગ ન સરવો પછી શ્રી આચાર્યજીએ ભોગ સરાવ્યો ત્યારે શ્રી ભારદ્વાજ સ્વામીએ આજ્ઞા કરી કે આપ અહીંયા પ્રસાદ લ્યો શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ભારદ્વાજ સ્વામીજી  બન્ને મળીને ભોજન કર્યું. તે સમયે અલૌકિક સુખ થયું, હસ્તસંગાર મુખીયા તે સમયે ત્યાં ઉભા હતા, તે આ સુખ દેખી મૂર્છિત થયા પછી ભોજન કરી જળ પણ કરી બીડા આરોગ્યા અને મુખિયાને સાવધાન કર્યો, મુખિયાયે વિનંતી કરીકે મહારાજ હું તો શ્રી યમુનાજી તથા ગિરિરાજજી ના દર્શન કરતો હતો, તે સુખમાંથી આપે કેમ જગાડ્યો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું જેટલો અધિકાર હોય તેટલું પ્રાપ્ત થાય. હવે  તમે શ્રી ભારદ્વાજ સ્વામીની સેવા કરો અને પછી તેની આજ્ઞા હોય તે કરો, તમને વ્રજલીલાના દર્શન થશે અને એ સુખ પ્રાપ્ત થશે, પછી કાલાંતરે તેને વ્રજલીલાનો સંબંધ થયો જેમ પુંડરિક બ્રાહ્મણને એજ દેહથી શ્રી વ્રજલીલાના દર્શન કરાવ્યા, તે તો શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી તેનો  અધિકાર વધારે હતો અને મુખિયાનો અધિકાર ન હતો તેથી જન્માંતર કરીને તેને વ્રજલીલાનો સંબંધ થયો: પછી વ્રજલીલામાં પ્રાપ્ત થયા પછી શ્રી ભારદ્વાજ સ્વામીની આજ્ઞા લઈ આપ બેઠકમાં પધાર્યા અને સાત  દિવસ સુધી શ્રી ભાગવતની સપ્તાહ કરી ઇતિ શ્રી વિષ્ણુકાંચીની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
71, વેગવતી મુતુકોલમ,સદવરમ 
contact:
place:કાંચીપુરમ 
district:કાંચીપુરમ (તમિલનાડુ)631503
contact person: 
mo: 
______________________________________________________       


______________________________________________________

    



ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।