મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 19 મી. વૈષ્ણવ 19 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 19 મી. વૈષ્ણવ 19 માં. શ્રી ગુસાંઇજીના સેવક માધવદાસક્ષત્રી ની વાર્તા. 


પ્રસંગ 1 લો :- એ માધવદાસ કાબુલમાં રહેતા હતા. એક વખત ભૈયા રુપમુરારી દેશાધિપતી ની સાથે કાબુલ ગયા. ત્યાં બજારમાં માધવદાસને માથે તિલક જોઈને પૂછવા લાગ્યાં. "તમે કોણ છો ? અને આ તિલક કેમ કર્યું છે ?" ત્યારે માધવદાસે કહ્યું" હું શ્રીગુસાંઇજીનો સેવક છું " રુપમુરારીએ કહ્યું "હું પણ શ્રીગુસાંઇજીનો સેવક છું. " ત્યારે માધવદાસ ઘણા પ્રસન્ન થયા. એટલામાં માધવદાસ ઉઠીને આંચળ ફેરવવા લાગ્યા. ત્યારે રુપમુરારીએ પૂછ્યું "આ શું છે " ત્યારે તેમણે કહ્યું શ્રીનાથજી ગાય ચરાવીને વ્રજમાં પધારે છે તેથી આંચળ વારુ છું " ત્યારે રુપમુરારી એ સાંભળીને ઘણા વિસ્મય પામ્યા. એવું આશ્ચર્ય થયું કે શ્રીનાથજી એમને અહીંયા દર્શન દે છે ! ત્યારે મનમાં એમની ઘણી સરાહના કરી. માધવદાસે શ્રીનાથજીનો જે શૃંગાર કહ્યો તે રુપમુરારીએ લખી લીધો. પછીથી માધવદાસને ઘેર જઈને શ્રીઠાકોરજીના દર્શન કર્યાં. તો સાક્ષાત શ્રીગોવર્ધનનાથજી નાં દર્શન થયાં. અને મનમાં કહ્યું કે "મારુ મોટું ભાગ્ય છે. કે જો કે મ્લેચ્છ દેશમાં છું છતાં પણ મને આવો વૈષ્ણવનો સંગ થયો. " ફરીથી કેટલાક દિવસ રહીને ચાલવા લાગ્યા. માધવદાસે કહ્યું " તમે થોડા દિવસ રહો. એ પૃથ્વીપતિ ( બાદશાહ ) વીસ મજલ જશે તો હું તમને એક દિવસમાં પહોંચાડી દઈશ. " આથી  રુપમુરારી ત્યાં રહ્યાં. વીસ દિવસ પછી માધવદાસજી રુપમુરારીની સાથે ઘોડા ઉપર બેસીને પર્વતમાંથી બીજો રસ્તો શોધી કાઢયો ને 80 ગાઉ જેટલો રસ્તો એક રાતમાં પહોંચી ગયા. આ રસ્તામાં ચોર બહુ હતા, પણ માધવદાસને તથા રુપમુરારીને કોઈએ દીઠા નહીં. આખી રાત રસ્તામાં ભગવદવાર્તા કરતા કરતા આવ્યા. માધવદાસે કહ્યું "હું હરિદ્વારમાં શ્રીગુસાંઇજીનો સેવક થયો હતો." ત્યારે રુપમુરારીને ઘણું આશ્ચર્ય થયું." શ્રીનાથજી વ્રજલીલા સહિત એમને દર્શન દે છે. તેથી તેમની ઉપર શ્રીગુસાંઇજીની ઘણી કૃપા છે. ત્યારે માધવદાસ રુપમુરારીથી વિદાય થઈને પોતાને ઘેર આવ્યા. એ માધવદાસ એવા કૃપાપાત્ર હતા. તેમને શ્રીનાથજી કાબુલમાં નિત્ય દર્શન આપતાં હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 19 માં.

(સાર) પ્રભુતો કેવળ ભાવને વશ છે. સાધનને વશ નથી. નંદદાસજીએ પણ એવું કહ્યું છે. 

યદ્યપિ અગમ તેં અગમ હે, નિગમ કહત હૈં જાહી;
તદપિ રંગીલે પ્રેમવશ નિપટ નિકટ હરિ આહી.





ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1