મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષણવોની વાર્તા. વાર્તા 22 મી. વૈષ્ણવ 22 માં.

252 વૈષણવોની વાર્તા. 


વાર્તા 22 મી. વૈષ્ણવ 22 માં. શ્રીગુસાંઇજીના સેવક રૂપચંદનંદાની વાર્તા.
પ્રસંગ 1 લો :- આ રૂપચંદનંદા આગ્રામાં રહેતા હતા. એક દિવસ શ્રીગોકુળ આવ્યા. શ્રીગુંસાઈજીની પાસે રાઘવદાસ બ્રાહ્મણ શ્રીસુબોધિનીજી ભણતા હતા. તેમના મનમાં એમ આવ્યું કે ચાચાજી પરદેશમાં જઈને ભેટ બહુ લાવે છે. મારા સરખો પંડિત જાય, તો ચાચાજીથી અધિક ભેટ લાવે, કારણ ચાચાજી કશું ભણેલા નથી. એમના મનની વાત શ્રીગુંસાઈજીએ જાણી. રૂપચંદનંદાએ પણ જાણી. ત્યારે રૂપચંદનંદાએ રાઘવદાસને પૂછ્યું," તમે ભણેલા છો તો શ્રીમદ્ભાગવતના દશમ સ્કંધના પૂર્વાર્ધના 49 અધ્યાય છે. તો પછી તે દરેક અર્ધભાગ કેમ કહેવાય છે?" તેનો રાઘવદાસને કશો ઉત્તર જડ્યો નહીં. ત્યારે રૂપચંદનંદાએ કહ્યું " યોગ્યતા તો મનથી ચાચાજી કરતાં પણ અધિક માનોછો." પછી રાઘવદાસે પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો. તે રૂપચંદનંદા એવા કૃપાપાત્ર હતા. શ્રીગુસાંઇજીના મનની તથા વૈષ્ણવના મનની વાર્તા જાણી જતા. એવા હતા. 

પ્રસંગ 2 જો :- એક દિવસ શ્રીગુંસાઈજી આગ્રા પધાર્યા હતા. ત્યારે શ્રીગુંસાઈજીના મનમાં એમ આવ્યું કે જો એવો ઘોડો હોય કે એનાથી ચાર ઘડીમાં શ્રીનાથજીનાં દર્શન કરી અવાય. રૂપચંદનંદાને શ્રીગુસાંઇજીના મનની ખબર પડી અને એણે એવો ઘોડો આણી દીધો. ત્યારે શ્રીગુંસાઈજી ઘોડા ઉપર અસ્વાર થઈને શ્રીનાથજીનાં દર્શન કરી ફરીથી આગ્રા પધાર્યા. અને રૂપચંદનંદાને કહ્યું " તું કંઈક માંગ " ત્યારે તેમણે માગ્યું " આગ્રા માં આપ પધારો ત્યારે મારા ઘર સિવાય બીજાના ઘરમાં બિરાજો નહીં. જયારે પધારો ત્યારે મારે ઘેર પધારો." એ માગ્યું એમની શ્રીગુસાંઇજીના સ્વરૂપની એવી પ્રીતિ હતી. શ્રીગુંસાઈજી શ્રીગોકુળ બિરાજતા હતા, ત્યારે સામગ્રી જેજે શ્રીગુંસાઈજીના મનમાં આવતી, તે સઘળી રૂપચંદનંદા જાણી જતા અને શ્રીગુસાંઇજીને મોકલતાં. રૂપચંદનંદાનું મન શ્રીગુસાંઇજીના સ્વરૂપમાં તલ્લીન થઈ ગયું હતું. એવી એવી એમની વાર્તા અનેક છે તે. ભગવદીય કૃપાપાત્ર હતા. એમની વાર્તા શી કહીએ ? વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 22 માં. 

(સાર) (1) પરમ ભગવદીયમાં પ્રભુ એટલું બધું સામર્થ્ય મૂકે છે કે તે અન્યના મનના વિચારો આપો આપ જાણી જાય છે. (2) વૈષ્ણવોએ કદી પણ અહંકાર કરવો નહીં. દૈન્ય એ આ માર્ગમાં મુખ્ય વસ્તુ છે. વિદ્યાનો ગર્વ અગર અન્ય કોઈ પણ જાતનો ગર્વ બહિર્મુખતાને વશ કરે છે. (3) ગુરુ પ્રસન્ન થાય તો વૈષ્ણવે લૌકિક વસ્તુની માગણી તેમની પાસેથી કરવી નહીં. 
  

  
  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 3 જી. વૈષ્ણવ 3 જા.શ્રી ગુસાંઈજીના સેવક ચતુર્ભુજદાસ તે કુંભનદાસના બેટાની વાર્તા.

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।