મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 21-થી-30)

   


______________________________________________________ 

બેઠક (21) મી શ્રી ભાંડીર વનની બેઠકનું ચરિત્ર 

    




શ્રી આચાર્યજી કોકિલા વનથી મોટી બહેન નાની બહેન તથા કોટવન થઈ શેષશાયી પધાર્યા, ત્યાં એક રાત રહ્યા પછી ત્યાંથી રામઘાટ, ગોપીઘાટ, ગુપવન,નિવારાગવન અને બધા ઉપવનના દર્શન કરીને ચિરઘાટ, નંદઘાટ થઈને ભાંડીર વન પધાર્યા, ત્યાં સાત દિવસ આપે શ્રી ભાગવતનું પારાયણ કર્યું ત્યાં એક મધવાચાર્ય સંપ્રદાયના વ્યાસ તીર્થસ્વામી મહંત હતા. એનું એક મહાસ્થળ હતું, તેણે આવીને શ્રી આચાર્યજી ને કહ્યું કે મારે લાખ તો સેવક છે. મોટી ગાદી મધ્વાચાર્ય સંપ્રદાયની છે. મારૂં ઘર દક્ષિણ માં છે, રાજા મહારાજાઓ મારા સેવકો છે, અને એક સેવક માધવેન્દ્રપુરી છે. તેના સેવક કૃષ્ણચૈતન્ય છે. લાખો રૂપિયા મારી પાસે છે. એ બધું આપને દઉં. આપ આ અમારી ગાદીપર બિરાજો, ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યુકે આનો પ્રત્યુત્તર કાલે આપીશ પછી મહંત પોતાને આશ્રમે ગયા. પછી અડધી રાત્રી થઈ ત્યારે ચાર જણા મુગદળ લઈને આશ્રમમાં આવ્યા એણે એને બહુ માર્યો, માર પડે પણ કોઈ દેખાય નહીં, ત્યારે એણે પૂછ્યું તમે કોણ છો ? તેઓએ કહ્યું તારી શું સામર્થ્ય છે કે શ્રી આચાર્યજીને ગાદી પર બેસાડે, માટે જો તું પોતાનું ભલું ચાહે તો શ્રી આચાર્યજીના ચરણ માં પદ નહીં તો અમે તને ઠાર મારશું સવારે મહંત આવીને શ્રી આચાર્યજી ના પગ માં પડ્યાં અને વિનંતી કરી કે મને સેવક કરો, મેં આપનું સ્વરૂપ જાણ્યું નહીં, મને ક્ષમા કરો. શ્રી આચાર્યજીએ કહ્યું કે તું તો સેવકજ છે. ત્યારે તેણે વિનંતી કરી કે મહારાજ ! કૃપા કરીને મને શરણે લ્યો, શ્રી મહાપ્રભુજી એ એનો અંગીકાર કર્યો, ત્યાંથી વેલવન ભદ્રવન થઈ ને માનસરોવર પધાર્યા, ઇતિ શ્રી ભાંડીર વનની બેઠક ચરિત્ર સમાપ્ત.


contact:

place:
district: માથુર (ઉ.પ્ર ) 
contact person: શ્રી ગોપાલબાબાજી મુખ્યાજી 
mo: 09719225640 / 09761087285

_____________________________________________________+ 
બેઠક (22) મી શ્રી માનસરોવર ની બેઠક 

    


માનસરોવર પર આપ ત્રણ દિવસ બિરાજ્યા, શ્રી ભાગવત પારાયણ કર્યું એક દિવસ અડધી રાત્રી એ બધા સેવક આપની સાથે હતા, ત્યારે દામોદરદાસે જોયું તો શ્રી આચાર્યજી દેખાયા નહીં, એક પ્રહોર પછી શ્રી પુરષોત્તમ સ્વરૂપનું દર્શન કરાવ્યા, ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ આજ અદ્દભુત દર્શન થયું; અનિર્વચનીય સુખ થયું, ત્યારે શ્રી મહાપ્રભુજી

એ આજ્ઞા કરીકે દમલા આજ શ્રી સ્વામિનીજી એ રૂસણું કર્યું હતું તેમને મનાવી ને શ્રીનાથજી ની પાસે પધરાવી ને આવું છું તે દર્શન દામોદરદાસ ને થયા. બીજા વૈષ્ણવો નિદ્રાવશ હતા. પછી આપ લોહવન, રાવલ,શ્રી બળદેવજી, મહાવન ફુલાહરણ ઘાટ તથા બ્રહ્માંડઘાટ માં સ્નાન કરી રમણ સ્થલ થઈને ગોપ કુવામાં સ્નાન કરી યશોદા ઘાટ, ગોવિંદઘાટ થઈ ને પછી શ્રી ગોકુળની બેઠક માં આવી બિરાજ્યા, જન્માષ્ટમીનો ઉત્સવ શ્રી ગોકુળમાં કર્યો વૃક્ષ પર ચાદર બાંધીને શ્રી આચાર્યજી એ નવનીત પ્રિયાજીને પારણે ઝુલાવ્યા, અને બધાને રત્નજડિત પરણાના દર્શન કરાવ્યા ત્યાં ગોપી, ગ્વાલ, શ્રી યશોદાજી તથા શ્રી નંદરાયજી એ પ્રગટ દર્શન દીધા, મહાન નંદ મહોત્સવ થયો. પછી એ બધા પધારવા લાગ્યા ત્યારે શ્રી નંદરાય યશોદાજી એ શ્રી આચાર્યજીને કહ્યું કાંઈ વરદાન માંગો, ત્યારે આપે કહ્યું કે આજ તો આપ સાક્ષાત પધાર્યા છો પણ અમે જ્યારે વેશ બનાવીએ ત્યારે આપે આપનો આવેશ ધરવો,  નહીં તો વૈષ્ણવો અભાવ થઈ જાય. ત્યારે બધા સ્વરૂપે કહ્યું અસ્તુ, શ્રી મહાપ્રભુજીએ  પહેલો નંદમહોત્સવનો ઉત્સવ કાશીમાં શેઠ પરષોત્તમદાસના ઘરમાં કર્યો, બીજો નંદમહોત્સવ શ્રી ગોકુળમાં કર્યો, કારણકે તે ભગવત જન્મભૂમિ છે. ત્યાં દર્શન કરી પછી શ્રી મથુરા પધાર્યા, વિશ્રામઘાટ પર બીરાજીને પ્રથમ પરિક્રમા પૂરી કરી. પછી ઉજાગર ચોબાને એકસો રૂપિયા આપ્યા ત્રણ વખત શ્રી આચાર્યજીએ  પૃથ્વી પરિક્રમા કરી તેમ ત્રણ વ્રજ પરિક્રમા પણ કરી. વ્રજવન યાત્રામાં તો શ્રી આચાર્યજીની બાવીશ બેઠક છે.
 ઇતિ શ્રી માનસરોવર બેઠક ચરિત્ર સમાપ્ત. 

contact:

place:ભાટ  
district: મથુરા (ઉ.પ્ર ) 
contact person: શ્રી બાંકેબિહારી મુખ્યાજી 
mo: 09719666588

contact person:શ્રી હરિવલ્લભ મુખ્યાજી   
mo:09917755788

______________________________________________________

બેઠક (23) મી શ્રી સુકર ક્ષેત્રની બેઠકનું ચરિત્ર     




સુકર ક્ષેત્ર સોરમજી માં શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે એને સોમરઘાટ કહે છે, ત્યાં કૃષ્ણદાસ મેઘનના ઉપદેષ્ટા ગુરૂ હતા તેની આજ્ઞા વિના કૃષ્ણદાસ આચાર્યના દર્શન માટે ગયા ત્યારે તેણે કૃષ્ણદાસ ને કહ્યું કે હે કૃષ્ણદાસ તું મારો સેવક થઈ ને આચાર્યજીનો સેવક કેમ થયો, ત્યારે કૃષ્ણદાસે કહ્યું મારા ગુરુ તો આપ છો, આપની કૃપા થી મને પૂર્ણપરૂષોત્તમ મળ્યા છે, ત્યારે તેણે કહ્યું પૂર્ણપુરૂષોત્તમ કેવી રીતે તેણે હાથમાં સળગતો અગ્નિ લઈને કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ શ્રી પૂર્ણપુરૂષોત્તમ હોય તો હે અગ્નિ દેવ મને બાળશોમાં, અને અન્ય હોય તો મને ભસ્મ કરી દેજો એમ કહીને એક મુહર્ત સુધી અગ્નિ હાથમાં પકડી રાખી ત્યારે તેના ગુરૂએ અગ્નિ હાથમાંથી નખાવી દીધી એવું શ્રી મહાપ્રભુજી નું મહાત્મય દેખાડ્યું, એક સમય શ્રી આચાર્યજી ગંગાજીમાં સ્નાન કરતાં હતા ત્યાં પોતાનાં મોટા ભાઈ કેશવપુરી પૃથ્વી પરિક્રમા કરતા ત્યાં આવ્યા અને શ્રી ગંગાજી ના પેલે પાર નાવ વિના  ચાલીને સંધ્યા વંદન કર્યું, પછી એમજ શ્રી આચાર્યજીના પાસે આવીને ઉભા રહ્યા અને પોતાની સિદ્ધિ દેખાડી, આ વાત  આપને સારી ન લાગી ત્યારે આચાર્યજીએ  આજ્ઞા કરીકે ખરી સિદ્ધિ તો ભગવત સેવા છે તેતો કરી નહીં  તેથી શું લાભ થયો અને તેની સિદ્ધિ આપે હરી લીધી, બીજે દિવસે એવી રીતે ગંગાપર જવા લાગ્યા પણ ડુબવા લાગ્યા, ત્યારે શ્રી આચાર્યજીનું નામ લઈને પોકાર કર્યો તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ગંગા કિનારે સંધ્યા વંદન કરતા હતા. ત્યાંથી પોતાનો હાથ લાંબો કરીને શ્રી ગંગાજી ની ધારા માંથી કેશવપુરીને તટ પર લાવ્યા, આ ચમત્કાર દેખી ને કેસવપુરી ચરણ માં પડ્યા અને કહ્યું કે આપ તો ઈશ્વરનો અવતાર છો. આ ચરિત્ર સોરમઘાટના બેઠકમાં કહ્યું છે.

 ઇતિ શ્રી આચાર્ય મહાપ્રભુજી ની સોરમઘાટ ની બેઠક સમાપ્ત.
    
contact:
place: એટા (ઉ.પ્ર.)207403  
district: 
contact person: 
mo: 

______________________________________________________ 

બેઠક (24) મી શ્રી ચિત્રકૂટ ની બેઠક નું ચરિત્ર 



ચિત્રકૂટ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. કાંતાનાથ પર્વતની પાસે છે, ત્યાં શ્રી રામચંદ્રજી એ ચતુર્માસ કર્યો છે, તેથી આપે શ્રી ભાગવતનું પારાયણ કરીને સોળ દિવસ વાલ્મિકી રામાયણ નો પાઠ કર્યો, ત્યાં શ્રી હનુમાનજી એક પગે ઉભા રહીને કથા શ્રવણ કરતા હતા, આપે તેમને આજ્ઞા કરીકે તમે બેસીને કથા સાંભળો, ત્યારે હનુમાનજી એ કહ્યું કે મારે તો આવો સંકલ્પજ છે શ્રી આચાર્યજી એ વિચાર્યું કે કાન્તાનાથ પર્વત શ્રી ગિરિરાજજીનો ભાઈ છે તેથી એના ઉપર પગ ધરવો નહીં, કાંતાનાથ પર્વત ના મનમાં વિચાર આવ્યો કે  મારા ઉપર શ્રી આચાર્યજી  મહાપ્રભુજી પધારે તો ઠીક, તેથી એક બ્રાહ્મણનું સ્વરૂપ લઈ ને  તે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યો, આવીને વિનંતી કરી કે મહારાજ જાનકીજી અને રામચંદ્રજી મારા હ્ર્દયશિખર પર બિરાજે છે અને આજ્ઞા કરી છે કે તમે શ્રી આચાર્યજી ને કહો કે અમને ભૂખ લાગી છે, કાંઈ સામગ્રી લઈ  પધારો, તે સમયે શ્રી આચાર્યજી શ્રી ઠાકોરજીનો ભોગ ધરીને બિરાજ્યા હતા, ત્યારે આપે દામોદરદાસને કહ્યું કે કેળાં સિદ્ધ કરો પછી  પાકાં પાકાં બેતાળીસ કેળાં ની સામગ્રી સિદ્ધ કરી એમાં  મિશ્રી અને ઈલાયચી નાખી ગુલાબજળ  પધરાવ્યું ત્યારે કૃષ્ણદાસમેઘે વિનંતી કરી કે મહારાજ ગુલાબજળ તો ખાસા શ્રી ઠાકોરજીનું હતું ત્યારે આપ હસ્યાં  પછી આજ્ઞા કરીકે શ્રી રામચંદ્ર પણ મર્યાદા આદિ પુરુષોત્તમ છે તેમાં ચિંતા નહીં તે પછી એક કારિકા કહી "સેતુબંધન  મામેક ચરિત્ર રામતમ દોષ ભાવાય નારિણામ લંકાસ્થાનમ નિરુપિતમ" પછી કાંતાનાથના શિખર ઉપર આપ પધાર્યા, જોયું તો એક રત્નશીલા ઉપર શ્રી રામચંદ્રજી અને શ્રી જાનકીજી બિરાજ્યા છે અને લક્ષ્મણજી શેષરૂપ થઈ ને છાયા કરતા હતા અને હનુમાનજી હાથ જોડી ઉભા હતા. ત્યાં શ્રી રામચંદ્રજી  શ્રી આચાર્યજી ને મળ્યા, હાથ પકડીને રત્નશીલા પર બેસાડ્યા ત્યારે  આપે કેળાં ની સામગ્રી આગળ ધરી, તે બેઉ સ્વરૂપે આરોગ્યા અને પછી પ્રસાદ શ્રી લક્ષ્મણજી અને હનુમાનજી ને આપ્યો, પછી શ્રી આચાર્યજીએ  તથા  રામચંદ્રજી એ એક કલાક સુધી વાતો કરી પરસ્પર બહુજ આનંદ થયો, શ્રી રામચંદ્રજી એ કહ્યું કે મને આપના હાથથી આરોગવું હતું  તેથી  તમને  બોલાવ્યા પછી શ્રી આચાર્યજી આજ્ઞા લઈ ને નીચે પોતાની બેઠક માં  પધાર્યા આ ચરિત્ર શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ચિત્રફૂટ ની  બેઠક  માં કર્યું . ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની ચિત્રફૂટ ની બેઠક ચરિત્ર સમાપ્ત.

contact:
place: પીલીકૂંડી  
district: સતના (મ.પ્ર.) 485336  
contact person: શ્રી રામકૃષ્ણ મુખ્યાજી 
mo: 09755300334
contact person:શ્રી ગણેશકુમાર મુખ્યાજી  


mo: 07898531295
______________________________________________________

બેઠક (25) મી શ્રી અયોધ્યાની બેઠકનું ચરિત્ર                         


શ્રી અયોધ્યા માં સરયૂ કાંઠે ગુંસાઈઘાટ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક છે ત્યાં બિરાજે છે  એક સમયે અયોધ્યા માં દર્શન કરવા આપ પધાર્યા ત્યાં વાલ્મિકી રામાયણ વંચાતી હતી. શ્રી હનુમાનજી શ્રવણ કરતા હતા ત્યાં હનુમાનજીએ  કહ્યું કે આપ કૃષ્ણ ઉપાસક થઈને શ્રી રામચંદ્રજી ની પુરીમાં કેમ પધાર્યા ? શ્રી આચાર્યજી એ કહ્યું અમે તો શ્રી ઠાકોરજીની સાસરી જાણી ને આવ્યા છીએ પણ તમે વસ્ત્ર રહિત કથા સાંભળો છો માટે એક લંગોટ લગાવીને કથા સાંભળો તો ઠીક, તે દિવસથી જ્યાં રામાયણ હોય ત્યાં એક વસ્ત્ર બિછાવે છે, પછી હનુમાનજીએ કહ્યું કે આપ અયોધ્યા શ્રી કૃષ્ણનું સાસરૂ કેમ કહ્યું ? આપે કહ્યું પૂર્વ અયોધ્યાના રાજા અગ્નિજીત હતો તેની દીકરી સત્યાજી હતા શ્રી કૃષ્ણે સાત બેલ નાથ્યા ત્યારે અગ્નિજીતે  સત્યાજી નો વિવાહ કર્યો તેથી તેનું સાસરૂ છે, શ્રી રામચંદ્રજી ના વખતમાં શ્રી મહાપ્રભુજી મળવા પધાર્યા અને ત્યાં આવીને કહ્યું મર્યાદા પુરૂષોતમાય નમઃ આ વાત સાંભળીને હનુમાનજી ને શંકા થઈ પણ એ વાત અંતરમાં રાખી કોઈને કહી નહીં, પછી શ્રી રામચંદ્રજી ના પોતાના મહેલમાં પધાર્યા અને તેની શંકા જાણીને શ્રી રામચંદ્રજી એ હનુમાનજીને શ્રી આચાર્યજી પાસે મોકલ્યા અને કહ્યું કે આ સામગ્રી  ત્યાં આપી આવો. હનુમાનજી ત્યાં આવ્યા અને જુએ તો શ્રી રામચંદ્રજી નું રૂપ ધરીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજ્યા છે તેને દંડવત કરી ને સામગ્રી આગળ મૂકી પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજી ની પાસે આવીને બધી વાત કરી શ્રી રામચંદ્રજી એ કહ્યું કે તેનાથી મારૂ સ્વરૂપ ધરી શકાય પણ મારાથી તેનું સ્વરૂપ નહીં ધરાય, એનું કારણ કે રામચંદ્રજી તો શ્રી પુરુષોત્તમ નો હાસ્ય અવતાર છે તે વાત બીજા સ્કંધના શ્રી સુબોધિનીજીમાં સાતમા અધ્યાયમાં તે કહ્યું છે તે હાસ્ય તો શ્રી મુખથી પ્રગટ થાય અને શ્રી આચાર્યજી પૂર્ણ પુરૂષોત્તમના  મુખારવિંદના અધિષ્ઠાતા લોકિક આનંદ સમયના અગ્નિરૂપ છે આ વાત નિશ્ચય થઈ ઇતિ  શ્રી આચાર્ય મહાપ્રભુજીની અયોધ્યા ની બેઠક પચીસમી સમાપ્ત,

contact:
place: અયોધ્યા 
district: ફૈઝાબાદ (ઉ.પ્ર.) 224123
contact person: શ્રી હરિશરણ મુખ્યાજી 
mo: 09415460280/08808753036
  
______________________________________________________

બેઠક (26) મી નૈમિષારણ્યની બેઠક નું ચરિત્ર




અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક નૈમિષારણ્યમાં ગોવિંદ ફૂટ ઉપર છોકરની નીચે છે. ત્યાં આપે સાત દિવસ શ્રી ભાગવત પારાયણ કરી એક દિવસ જપ પાઠ કરીને જ્યાં અદ્રશ્ય અઠ્ઠયાસી હજાર શૌનકાદી ઋષિ યજ્ઞ કરતા હતા ત્યાં ગુપ્ત રીતે યજ્ઞમાં પધાર્યા, ત્યારે બધા બ્રાહ્મણો એ પ્રશંસા કરી આસન ઉપર પધારી શ્રી આચાર્યજી ની પૂજા કરી. પછી આપે શ્ર્લોક કહ્યો (નૈષ્કમ્ય મપ્યચ્યુત ભાવર્વર્જીતં ન શોભતે જ્ઞાનમલં નિરજજનમ્ ।। કુત:પુન:શશ્વદભપ્રમી શ્ર્વરે ન ચ્વપિત કર્મ યદપ્ય કારણમ શ્રી ભા.પ્ર.સ્ક.અ.પ્ર.શ્લોક 12) આ શ્લોક ની વ્યાખ્યા શ્રી 

આચાર્યજીએ ત્રણ પ્રહોર કરી પછી આપ બહાર પધાર્યા જુવે તો બધા વૈષ્ણવને મૂર્છા આવી છે ત્યારે કમંડલ માંથી જળ લઈને છાંટયુ, બધા સાવધાન થયા અને બહુ કહ્યું કે મહારાજ ત્રણ પ્રહોર આપ વિના અમારા પ્રાણ બહુ દુઃખી હતા, આપે કહ્યું અહીંયા અઠ્યાસી હજાર  ઋષિ યજ્ઞ કરે છે તેના દર્શન કરવા ગયો હતો,  તેણે તમણે શ્રી ભાગવતનો પ્રશ્ન કર્યો તેની વ્યાખ્યા કરતા કરતા ત્રણ પ્રહોર થઈ ગયા. આ ચરિત્ર શ્રી આચાર્યજી એ નૈમિષારણ્ય ની બેઠક માં કર્યું. 
   ઇતિ શ્રી નૈમિષારણ્યની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
contact:
place: નૈમિષારણ્ય (મિશ્રક)  
district:  સીતાપુર (ઉ.પ્ર.) 261402
contact person: શૈલેન્દ્ર મુખ્યાજી 
mo: 09935800195
contact person: અમિતભાઇ મુખ્યાજી 
mo: 09198124158
______________________________________________________

બેઠક (27) મી શ્રી કાશીજી ની બેઠક ચરિત  




શ્રી કાશીમાં શ્રી પુરષોતમદાસ ને ઘેર શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક છે પ્રથમ ત્યાં આપે નંદમહોત્સવ પ્રગટ કર્યો તે સમયે  શ્રી યશોદાજી શ્રી વૃષભાનુ, ઉપનંદા આદિ ગોપ તથા વ્રજ ભક્ત સાક્ષાત સ્વરૂપાત્મક પધાર્યા. નંદ મહોત્સવ થયો. શ્રી વિશ્વવેશ્વર મહાદેવ દર્શન માટે પધાર્યા આ પ્રસંગ શેઠ પુરષોતમદાસ ની વાર્તા માં વિસ્તારથી લખ્યો છે. અહીંયાઆપે પત્રાવલંબન ગ્રંથ પ્રગટ કર્યો અને ત્યાં શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ મત સ્થાપન કર્યો અને માયા મતનું ખંડન કર્યું, અને કાશી માં મતપ્રાતંગ  પંડિત હતા તેને બધાને નિરુત્તર કર્યા તે કહેતા હતા કે ભાષ્ય તો ત્રણ છે ચોથું ભાષ્ય વિવેચન નથી. એને જીતીને આપે અણુ ભાષ્ય નિરૂપ કર્યું, શાકર મતનું ખંડન કર્યું અને પત્રાવલંબનના ત્રીસ શ્લોક થી માયાવાદી પંડિતો ને નિરૂત્તર કર્યા  તે પંડિતો શ્રી મહાદેવજીના દ્વારપર મરવા બેઠા અને કહ્યું કે આપે શંકરાચાર્ય સ્વરૂપ ધરીને નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું છે તે મતનું શ્રી વલ્લભાચાર્યજીએ ખંડન કરીને સાક્ષાત બ્રહ્મનું સ્થાપન કર્યું ત્યારે શ્રી મહાદેવજી એ સ્વપ્નમાં આજ્ઞા કરી કે શ્રી આચાર્યજી કહે તે સત્ય છે શ્રી વીશ્વવેશ્વર ની મૂર્તિ માંથી આ શબ્દ સંભળાયા (સત્યં સત્યંચ સત્યં ચ શ્રી વલ્લભોદિતમ ।।  પ્રવર્તાચ પ્રવર્ત્યચ પ્રર્વતેત પુનઃ પુનઃ।। ) પ્રવર્તયં  શંકર પ્રતિ આનો અર્થ એ છે કે " શ્રી વલ્લભાચાર્યજી કહે છે તે સત્ય છે તે પ્રમાણે ચાલવું" શ્રી પધ્મ પુરાણ માં મહાદેવજી એ જીવોને બહિર્મુખ કરવા આજ્ઞા કરી છે તે શ્લોક (ત્વંચ રૂદ્ર મહાબાહે મોહશાસ્ત્ર પ્રકાશય ।। પ્રકાશં કુરૂ ચાત્માનમ પ્રકાશં ચમાં કુરૂ ) આપ કાશીમાં બહુ દિવસ બિરાજ્યા ત્યાં યજ્ઞોપવીત વિવાહ કાશીમાં થયા. 
ઇતિ શ્રી કાશીમાં પુષોત્તમદાસ ના ઘરની બેઠકજી ચરિત્ર સમાપ્ત.
contact:

place:  કાશી

district:વારાણસી (ઉ.પ્ર.) 221001  

contact person: ઓંકારનાથ પંડિતજી  
mo: 09335485457 / 09335919369


______________________________________________________   
બેઠક (28) મી શ્રી કાશીજી માં બીજી બેઠકનું ચરિત્ર     




શ્રી આચાર્યજી ની બીજી બેઠાક કાશીમાં હનુમાન ઘાટ પર છે ત્યાં આપે સન્યાસ ગ્રહણ કર્યો છે, સન્યાસ ગ્રહણ કરીને એક માસ સુધી આપ એક શીલા ઉપર અન્નજળ ત્યાગ કરીને બિરાજ્યા તે સમયે એક બહિર્મુખ બ્રાહ્મણે પૂછ્યું તમે સંન્યાસ ગ્રહણનો ઉપદેશ કોના પાસે લોધો ત્યારે આપે સન્યાસ નિર્ણય ગ્રંથ લખી આપ્યો તે વાંચી ને તે નિરૂત્તર થયો, પછી ફરી ઘણા પંડિતો ભેગા થઈ ને આવ્યા ત્યારે આપે ભયંકર જગજગાટ અગ્નિ સ્વરૂપે દર્શન આપ્યા, તેથી બધા ભય પામીને પાછાં ફર્યા (રોષદકપાત સંપ્લુષ્ટ ભક્તદ્વીહ ) આ નામ શ્રી સર્વોત્તમમાં છે, પછી પુષ્પ નક્ષત્રમાં અભિજીત કાળમાં આષાઢ સુદી બીજ ઉપરાન્ત ત્રીજને દિવસે શ્રી ગંગાજી ના જળ માં કમર સુધી બિરાજ્યા ત્યારે ચાળીસ હાથ તેજનો પુંજ થયો તે આકાશ સુધી પહોંચ્યો બે મુહૂર્ત સુધી કશીવાસિએ દેખ્યો અને કહેવા લાગ્યા કે અમે શ્રી આચાર્યજી નું સ્વરૂપ જાણી શક્યાં  નહીં  તે ઇશ્ર્વર હતા તે પછી શ્રી આચાર્યજી બધાના  દેખતા સ્વધામ પધાર્યા આ ચરિત્ર કાશીમાં હનુમાન ઘાટ ઉપર દેખાડ્યું

ઇતિ શ્રી મહાપ્રભુજી ની કશી ની બેઠક નું ચરિત્ર સમાપ્ત .

contact:
place:  કાશી હનુમાન ઘાટ 
district: વારાણસી (ઉ.પ્ર.)221001 
contact person: બબલુભાઈ મુખ્યાજી 

mo: 09936182575 /09794113411 / 09648328999

______________________________________________________



બેઠક (29) મી શ્રી હરિહર ક્ષેત્ર ની બેઠક નું ચરિત્ર 



હરિહર ક્ષેત્રમાં શ્રી ગંગાજી અને ગડત્રકી નદીનો સમાગમ છે ત્યાં ભગવાનદાસ ના ગરમાં આપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી અખંડ બિરાજે છે કાશી માં આપે આસુરવ્યામોહ લીલા દેખાડી ત્યારે વૈષ્ણવોને બહુજ ખેદ થયો તેથી બધા મળીને ભગવાનદાસ ને ઘેર આવ્યા અને વૃતાંત કહ્યું ત્યારે ભગવાનદાસે બેઠકનો ટેરો ખોલ્યો ત્યાં બધા ને સાક્ષાત શ્રી આચાર્યજી દર્શન થયા તે વાત ભગવાન દાસ  ની વાર્તા માં લખ્યું છે જ્યારે ભગવાનદાસ ને ઘેરથી ચાલવાનું નામ લેતા ત્યારે ભગવાનદાસ  ને મૂર્છા આવતી પછી આપ ચાલતા ત્યારે જગન્નાથજી સુધી ભગવાનદાસ  આપને સંગ રહ્યા ત્યારે આપે આજ્ઞા કરીકે તમે ઘેર જાવ મારી લોક માં નિંદા થાશે, એણે કહ્યું મહારાજ, આપના દર્શન વિના કેમ થાય આપે કહ્યું મારી ચાખડી લઈ જાવ જે ચોતરા ઉપર તમે જપ કરો છો ત્યાં તમને મારા દર્શન થશે ત્યારે ભગવાનદાસ ઘરે આવ્યા એણે તે ચોતરા ઉપર શ્રી અચાર્યજી નું નિત્ય દર્શન થતા આ ચરિત્ર આપે હરિહર  ક્ષેત્ર ની બેઠક માં પ્રગટ કર્યું ઇતિ શ્રી હરિહર ક્ષેત્ર ની બેઠક નું ચરિત્ર સમાપ્ત.
contact:
place:  
district:  વૈસાલી (બિહાર) 844101
contact person: શિવકુમાર મિશ્રા 
mo: 09471484760
contact person:ચંદન શાસ્ત્રીજી  

mo: 09905651680
______________________________________________________

બેઠક (30) મી શ્રી જનકપુરની બેઠક ચરિત્ર  
    



શ્રી આચાર્યજી ની બેઠક જનકપુર માં માણેક તળાવ ઉપર ભગવાનદાસ ના બાગમાં છે ત્યાં શ્રી રામચંદ્રજી અને શ્રી સીતાજીએ એક વસ્ત્રથી સ્નાન કર્યું હતું અને શ્રી રામચંદ્રજી ની જાણ ત્યાં ઉતરી હતી. ત્યાં આપે ભાગવત પારાયણ કરી તે પછી કેવળરામ નાગા વિષ્ણુસ્વામી સંપ્રદાયના હતા એની સાથે એની સાથે પાંચસો નાગા જનપુરની યાત્રા કરવા આવ્યા હતા તેણે આવીને શ્રી આચાર્યજી ને દંડવત કર્યા અને કહ્યું મહારાજ અને સેવક કરો ત્યારે આપે મંત્ર આપ્યો અને કહ્યું તમારા વૈષ્ણવોને નામ મંત્ર સંભળાવી દયો, તે દિવસે શ્રી રામનવમી નો બીજો દિવસ હતો બાસુંદી નો એક ડબ્બો બચ્યો હતો તેમાંથી પાંચશો નાગા જમાડ્યા તો પણ બાસુંદી બચી આ મહાત્મ્ય જોઈ ને કેવળ રામ નાગા બહુ પ્રસન્ન થઈ દંડવત કરી ચાલ્યા ગયા, ત્યારે આપે કહ્યું વૈરાગી નું ઉચિષ્ટ છે તે તે વૈષ્ણવ ન લે, માળી ને પીવરાવી દયો  તો પણ બાસુંદી બચી તે ગામના લોકોને પીવરાવી આ ચરિત્ર માળીએ જઈને ભગવાનદાસ ને કહ્યું, ત્યારે ભગવાનદાસે આવીને, શ્રી આચાર્યજી ને દંડવત કર્યા અને સેવક થયા અને અપને પોતાને ઘેર પધરાવ્યા તે એક વર્ષ સુધી બિરાજ્યા આ ચરિત્ર જનકપુરકની બેઠક માં દેખાડ્યું  ઇતિ શ્રી જનકપુરની બેઠક ચરિત્ર સમાપ્ત.

contact:

place:  જનકપુર 
district:  વૈશાલી (બિહાર) 843320
contact person: ચંદન શાસ્ત્રીજી 
mo: 09905651680
______________________________________________________ 

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1