252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 47 મી. વૈષ્ણવ 47 માં. શ્રીગુસાંઇજીના સેવક અજબકુંવરબાઈ ની વાર્તા.
પ્રસંગ 1 લો :- આબાઈ મેવાડમાં રહેતા હતા અને મીરાબાઈનાં દેરાણી હતાં. અહિયાં એક દિવસ શ્રીગુંસાઈજી પધાર્યા ત્યારે અજબકુંવર બાઈને સાક્ષાતપૂર્ણ પુરુષોત્તમના દર્શન થયાં. અજબકુંવરબાઈ શ્રીગુસાંઇજીનાં સેવક થયાં. આઠ પહોર શ્રીગુસાંઇજીના ચરણારવિંદમાં ચિત્ત લાગ્યું. શ્રીગુંસાઈજી પધારવા લાગ્યા ત્યારે અજબકુંવર બાઈને મૂર્છા આવી. શ્રીગુસાંઇજી એમની એવી દશા જોઈને ચાર દિવસ એમને ત્યાં રહ્યાં. અજબકુંવર બાઈને પાદુકા પધરાવી દીધી. ત્યારે અજબકુંવરબાઈ (શુદ્ધ પુષ્ટિમાર્ગની રીતિ પ્રમાણે સેવા કરવા લાગ્યાં. શ્રીનાથજી અજબકુંવરબાઈ સાથે નિત્ય ચોપાટ ખેલતા. અજબકુંવરબાઈના મનમાં એવું હતું." જો શ્રીનાથજી હમેશાં અહીંયા બિરાજે તો સારું."એક દિવસ અજબકુંવરબાઈ ઉપર શ્રીનાથજી પ્રસન્ન થયા અને કહ્યું "કંઈપણ માંગ" અજબકુંવરબાઈ એ માગ્યું" આપ હંમેશાં અહીંયા બિરાજો. ત્યારે શ્રીનાથજીએ કહ્યું " જ્યાં સુધી શ્રીગુસાંઇજી તથા તેમના સાત લાલજી ભુતળ ઉપર મારી સેવા કરશે ત્યાં સુધી ગોવર્ધન પર્વત નહીં છોડું, પછીથી અહીંઆં પધારીશ. ત્યાં સુધી નિત્ય આવજા કરીશ.એવાં વચન સાંભળીને અજબકુંવર બાઈ ઘણાં પ્રસન્ન થયાં." એમનાં વચન સત્ય કરવાને અત્યાર સુધી પણ મેવાડમાં શ્રીનાથજી બિરાજે છે. એમની વાર્તા કેટલીક કહીએ. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 47 માં.
(સાર) ભગવદીયથી ગુરુનો તથા પ્રભુનો વિરહ સહન કરાતો નથી. એકક્ષણનો જો વિયોગ પડે તો તેમને મૂર્છા આવે છે અને ભાન જતું રહે છે.
મારે સર્વસ્વ શ્રીવલ્લભવર, હું છું એમની દાસીરે;
બીહું નહીં હું બીજા કોઈથી, લોક કરે કોન હાંસીરે. મારે..
એમને ચરણે પ્રીત બંધાણી, તોડાવી નવ તુટેરે;
બાંધેલી એ પેટોળે ગાંઠી, છોડાવી નવ છુટેરે. મારે..
લોપીલાજ લોક કુળની મેં, ભલીબુરી હું તો એઉનીરે;
કહે હરિદાસ જે એઉના, ચરણ રેણુ હું તો એઉનીરે. મારે..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો