મુખ્ય સામગ્રી પર જાઓ

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 26 મી, વૈષ્ણવ 26 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 26 મી, વૈષ્ણવ 26 માં. શ્રીગુસાંઇજીના સેવક ભાઈલા કોઠારીની વાર્તા.
પ્રંસગ 1 લો :-  જયારે શ્રીગુંસાઈજી દ્વારિકા પધારતા ત્યારે ભાઈલા કોઠારીને ત્યાં ઉતરતા શ્રીગુંસાઈજીના દર્શન કરવાને ભાઈલાકોઠારીનું મન ઉદ્વિગ્ન હતું. તેથી શ્રીગુંસાઈજી તેના મનની વાત જાણીને પધારતા. ભઈલાકોઠારીના ઘરમાં એવો ચમત્કાર હતો. જે કોઈ એમના ઘરમાં જતો તેની બુદ્ધિ શ્રીગુસાંઇજીની કૃપાથી નિર્મળ થઈ જતી. એ દેશમાં એક બ્રાહ્મણી શ્રીગુસાંઇજીની સેવક થઈ તેણે પોતાનું સઘળું દ્રવ્ય ભેટ કરી દીધું. તેની પડોસમાં એક ચાડિયો બ્રાહ્મણ રહેતો હતો. તેણે ધોળકામાં લાછબાઈ રાણીને કહ્યું કે એક ગોકુળના ફકીર આવ્યા છે તે ભાઈલાકોઠારીને ઘેર ઉતર્યા છે અને બધાનું દ્રવ્ય ઠગી લે છે. લાછબાઈએ પોતાના બાજબહાદુર પ્રધાનને બોલાવીને પરવાનગી આપી."રાજનગર જઈને કોઠારીને ઘેર બધી ખબર કાઢો." ત્યારે બાજબહાદુર કોઠારીને ઘેર આવ્યો. આ વખતે પાંચ દશ ગરાસીઆ તેની પાસે બેઠા હતા. તે શ્રીગુસાંઇજીનાં દર્શન કરવા આવ્યા હતા. બાજબહાદુર એમની પાસે જઈને બેસી ગયો. જયારે શ્રીગુંસાઈજી પધાર્યા ત્યારે બાજબહાદુર ઉભો થયો અને દંડવત કર્યા. તેને સાક્ષાત કન્હૈયાલાલના દર્શન થયાં. બાજબહાદુરે મનમાં વિચાર કર્યો કે લોક નકામા મને એમની સાથે લઢાવે છે.  ફરીથી કાળ ને કાળ નજરે પડયા એટલે ખુબ ડર્યા. એટલે શ્રીગુંસાઈજી પાસેથી જવાની આજ્ઞા માંગી. આપશ્રીએ બીડું આપ્યું, ત્યારે બાજબહાદુરે વિનંતી કરી કે એવી વસ્તુ કૃપા કરીને આપો કે જેને સદૈવ મારે માથે ધરીને ફરું. ત્યારે શ્રીગુસાંઇજીએ એક સોપારી આપી. તે પાઘડીના આટામાં બાંધીને માથા પર પહેરી રાખતો. બાજબહાદુર મનમાં સમજ્યો કે આ ઈશ્વર છે. પછી તેણે શ્રીગુંસાઈજીને વિનંતી કરી " કે મેઘ ક્યારે વર્ષશે ? દુનિયા ઘણી ગભરાઈ ગઈ છે. પોતે આજ્ઞા કરી "આજે વર્ષશે" તે સાંભળીને બાજબહાદુર એને ઘેર ગયો. રસ્તામાં વર્ષાદ પડ્યો તેથી બધું ભીંજાઈ ગયું અને દઢ નિશ્ચિત થયો કે આ તો ઈશ્વર છે, પછી એ ચાડી કરનારા બ્રાહ્મણને મારી નાખવો એમ વિચાર કરી તેને પકડી મંગાવ્યો. આ વાત સાંભળીને શ્રીગુસાંઇજીએ કહેવડાવ્યું એને મારશો નહીં ત્યારે તેણે આ બ્રાહ્મણને કહ્યું "કોઈ દિવસ કોઈની ચાડી કરવી નહીં એવું લખાવી લઈને તેને શ્રીગુંસાઈજી પાસે મોકલ્યો. તેણે આવીને દંડવત કર્યા અને કહ્યું આપની કૃપાથી બચ્યો છું. મને સેવક બનાવો. પછી તે બ્રાહ્મણને શરણ લીધો. એ ભાઈલાકોઠારી એવા કૃપાપાત્ર હતા. એમના ઘરમાં જે કોઈ આવે તેની બુદ્ધિ નિર્મળ થઈ જતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 26 માં. 

(સાર) વૈષ્ણવે પોતાના ચિત્તનો નિરોધ એવી રીતે કરવો કે જેથી કરીને પોતાના આજુબાજુ એવું વાતાવરણ થાય કે સર્વ કોઈ તેના પ્રભાવે નિર્મળ બની જાય. શ્રીગુસાંઇજીની જેના ઉપર કૃપા હોય છે. એવા મહાનુભાવી વૈષ્ણવો જ્યાં જાય છે ત્યાં શાંતિ પ્રસરે છે અને સર્વની બુદ્ધિને નિર્મળ બનાવે છે. 
આ ભાઈલાકોઠારીના શ્રીઠાકોરજી શ્રીબાલકૃષ્ણજી હતા. તે હાલમાં અમદાવાદમાં શ્રીરણછોડલાલજી મહારાજને માથે બિરાજે છે. 
 

  

    

 

 

     

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 51-થી-60)

______________________________________________________ બેઠક (51) મી શ્રી તોત્રાદ્રિ પર્વતની બેઠકનું  ચરિત્ર bethak (51) video click here to look શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક  તોત્રાદ્રિપર્વતની પાસે એક વડની નીચે છે. તેના નીચે આપ બિરાજ્યા હતા, કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી, મહારાજ જળનું સ્થળ ક્યાંય દેખાતું નથી.  ત્યારે શ્રી આચાર્યજી એ આજ્ઞા કરી. કે મારી પાસે આં કદંબનું વૃક્ષ છે. ત્યાં કદંબની દક્ષિણ તરફ એક મોટી શીલા છે. તે શીલાને ઉપાડવાથી તેની નીચે એક જળ નું કુંડ નીકળશે. ત્યારે ત્યાં જઈને કૃષ્ણદાસે શીલા ઉઠાવી. તેની નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારાં હતા નીચે એક મોટો કુંડ નીકળ્યો, તેમાં પગથિયાં પણ બહુ સારા હતાં સેવકોએ તે કુંડનું નામ વલ્લભ કુંડ પાડ્યું. આ સમાચાર માયાવાદીઓ એ સાંભળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, એણે વિદ્યાનગર તથા કાશીમાં માયામતનું ખંડન  કરી ભક્તિનું સ્થાપન કર્યું છે, અને અગ્નિ કુંડમાંથી  પ્રાગટ્ય હોવાથી તેનું અગ્નિ જેવું તેજ છે. માટે આપણામાંથી બે પંડિત  જઈને જોઈ આવો. બે પંડિતો ગયા જ...

252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 1 લી વૈષ્ણવ 1લા.

252 વૈષ્ણવો ની વાર્તા  વાર્તા 1 લી વૈષ્ણવ 1લા. શ્રી ગુસાંઈજીના સેવક ગોવિંદસ્વામી સાનોડીયા બ્રાહ્મણ મહાવનમાં રહેતા હતા તેમની વાર્તા।