252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 13 મી વૈષ્ણવ 13 માં. શ્રીગુસાંઇજીના સેવક કૃષ્ણદાસની વાર્તા.
આ કૃષ્ણદાસ એક મ્લેચ્છની પાસે પરગણામાં હતા. એ જે કોઈ વૈષ્ણવ આવતો તેની પાસેથી રૂપિયા આપીને ખત લખાવી લેતા, અને વેપાર કરાવતા. એમ કરતા ત્રીશ હજાર રૂપિયા ખૂટ્યા. ત્યારે મ્લેચ્છે કૃષ્ણદાસને બંદીખાના માં નાખ્યા. કૃષ્ણદાસના પુરોહિત બધાં ખત મ્લેચ્છને આપવાં લાગ્યો. ત્યારે કૃષ્ણદાસે વિચાર કર્યો" આથી મારો ધર્મ જશે; અને વૈષ્ણવને કષ્ટ પડશે. હું એકલો ક્લેશ ભોગવીશ તો ચિંતા નથી" આ વિચાર કરીને કૃષ્ણદાસને બોલાવીને કહ્યું" તારી પાસે ખત હોય તે મને આપ" એમણે કહ્યું" મારી પાસે કશું નથી" મ્લેચ્છે તેથી કૃષ્ણદાસને શિરપાવ આપીને પરગણામાં મોકલ્યા. અને ધીરેધીરે બધા રૂપિયા ભરી દીધા. એ કૃષ્ણદાસજી એવા કૃપાપાત્ર હતા. બંદીખાનું ભોગવ્યું, પણ વૈષ્ણવોને ક્લેશ ન આપ્યો આથી શ્રીપ્રભુએ મ્લેચ્છની બુદ્ધિ ફેરવી દીધી. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 13 માં વાર્તા 13 મી સમાપ્ત.
(સાર) દુનિયાઆમાં જેટલું દુઃખ આવી પડે તે સર્વ ધીરજથી વૈષ્ણવે સહન કરવું, પણ પોતાના દુઃખમાંથી છૂટવાને બીજાને ક્લેશ આપવો નહીં. દુઃખ સહન કરનારને પ્રભુ સહાય આવે છેજ. વૈષ્ણવના લક્ષણ તો નીચે પ્રમાણે સુરદાસજી જણાવે છે.
એ સબ જાને ભક્તકે લક્ષણ,
કોઉ નિંદા કોઉ વંદો, કોઉ માર લે જાવો, ધન ગચ્છન.
કોઉ આન લે ચંદન ડારો, કોઉ મારો ધૂળ લે ભચ્છન.
કોઉ કહે એ મૂરખ અજ્ઞાની, કોઉ કહે એ બડો વિલક્ષણ.
ભલી બુરી કછુ મનમેં ન લાવે, કૃષ્ણ ચરણ રતિ તરણ એક ક્ષણ.
સુર સુખ દુઃખ વ્યાપે નહીં તા તન, યાહીંતે ગિરિધર મિલે તત્ક્ષણ.
---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો