વાર્તા 42 મી. વૈષ્ણવ 42 માં. શ્રીગુસાંઇજીના સેવક કણબી વૈષ્ણવની વાર્તા.પ્રસંગ 1 લો :-આ વૈષ્ણવ ગુજરાતના સંઘવી સાથે વ્રજયાત્રા માટે ગયા. રસ્તામાં એ સંઘના વૈષ્ણવોની મંજુરી કરતા હતા. જયારે શ્રીજી દ્વાર એક માઈલ જેટલે દૂર રહ્યું ત્યારે આ વૈષ્ણવને તાવ આવ્યો. એમણે સર્વને કહ્યું મને કાલે ગાડીમાં બેસાડજો પણ કોઈ એ તેની વાત સાંભળી નહીં. ત્યારે એને ચિંતા થઈ કે મને સવારે શ્રીનાથજીનાં દર્શન શી રીતે થશે. આ ચિંતાને લીધે તેને આખી રાત ઉંઘ આવી નહીં. શ્રીનાથજી એની ચિંતા સહન કરી શક્યા નહીં તેથી શ્રીનાથજીએ શ્રીગુસાંઇજીને કહ્યું "આને મારા દર્શનને માટે ઘણી ચિંતા થઈ છે. તેથી મને ઉંઘ આવતી નથી." એ વાત સાંભળી ને શ્રીગુંસાઈજીએ કહ્યું " આપ સુખેથી પોઢો એ બધાથી પહેલો આવશે તેથી શ્રીગુંસાઈજીએ તેને માટે ગાડી મોકલી અને બધાથી પહેલાં બોલાવી લીધો. અને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. દર્શન કરતાંની સાથે પોતાની દેહ દશા ભૂલી ગયા. શ્રીગુંસાઈજીએ એમની આ અવસ્થા જોઈને ચરણ સ્પર્શ કરાવ્યો. ત્યારે આને સ્મૃતિ આવી. શ્રીગુસાંઇજીને સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રીગુંસાઈજીએ આને સઘળા સમાચાર પૂછ્યા, જયારે સંઘ આવ્યો ત્યારે શ્રીનાથજીએ શ્રીગુસાંઇજીને કહ્યું "એમને દર્શન કરાવશો નહીં. શ્રીગુસાંઇજીએ વિનંતી કરી."જીવતો હંમેશાં અપરાધથી ભરેલા છે. એમણે વૈષ્ણવ જાણીને અપરાધ કર્યો નથી."ત્યારે શ્રીનાથજીએ કહ્યું,"એમને દર્શન કરાવો વૈષ્ણવ જાણીને જો આપરાધ કરે તો હું અંગીકાર નહીં કરું." પછીથી શ્રીગુસાંઇજીએ એ બધાને સમજાવ્યા. હવે પછી કોઈ દિવસ વૈષ્ણવનો અપરાધ કરવો નહીં. એમ સમજાવી ફરીથી એમને દર્શન કરાવવાની આજ્ઞા થઈ. એ પટેલ શ્રીગુસાંઇજીના એવા કૃપાપાત્ર હતા. એમની ચિંતા શ્રીનાથજી સહન કરી શક્યાં નહીં. વાર્તા સંપૂર્ણ વૈનવ 42 માં. (સાર) (1) પ્રભુ પોતાના જીવનો થયેલો યતકિંચિત પણ આપરાધ સહન કરી શકતા નથી. (2) વૈષ્ણવોએ કુળનો તથા લક્ષ્મીનો ગર્વ કરવો નહીં.
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો