વાર્તા 38 મી. વૈષ્ણવ 38 માં. શ્રીગુસાંઇજીના સેવક બે ભાઈની વાર્તા. પ્રસંગ 1 લો :- આ બે ભાઈ ગુજરાતના પટેલ હતા. તે શ્રીજીદ્વારમાં રહીને શ્રીનાથજીની સેવા કરતા હતા. એક દિવસ એ બન્નેના મનમાં એમ આવ્યું" અમે દ્રવ્ય ખર્ચીને શ્રીનાથજીને સામગ્રી આરોગાવી નથી" એમ વિચાર કરીને તે બે જણ ચાલ્યા. જતાં એક તળાવ ખોદાતું હતું. ત્યાં કંઠી તિલક ગુપ્ત રાખીને મજૂરી કરતા, એમ કરતાં કરતાં ઘણાં દિવસ થયાં. ત્યારે કોઈએ એ વૈષ્ણવ છે એમ જાણ્યું. અને એ બેની ખાત્રી કરવા લાગ્યા. અને તેમની પાસે થોડી મજૂરી કરાવવા માંડી. ત્યારે એમણે વિચાર કર્યો. "ધર્મ વેચીને પૈસા કમાવવા એ ઠીક વાત નથી." આથી ત્યાંથી તેઓ શ્રીજીદ્વાર આવ્યાં. જે પૈસા લાગ્યા હતા તે શ્રીગુંસાઈજીને આપ્યા. અને શ્રીનાથજીને અંગીકાર કરાવડાવ્યાં. અને શ્રીગુસાંઇજીને બધી વાત કહી. શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "વૈષ્ણવ ધર્મ પ્રકટ કરીને પૈસા લાવે તે પૈસા શ્રીનાથજી અંગીકાર કરતા નથી" એ બે ભાઈ એવા કૃપાપાત્ર હતા. એમણે મજૂરી કરી તો પણ વૈષ્ણવ ધર્મ પ્રકટ કર્યો નહીં. એમની વાર્તા કેટલીક કહીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 38 માં.
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો