252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 25 મી. વૈષ્ણવ 25 માં. શ્રીગુસાંઇજીના સેવક જ્ઞાનચંદ ની વાર્તા.
પ્રસંગ 1લો :- જયારે જ્ઞાનચંદની દેહથાકી ત્યારે બધા વૈષ્ણવોએ કહ્યું તમે ભગવાનનું નામ લ્યો. ત્યારે વૈષ્ણવ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા અને ભગવત્સ્મરણ કરતાં કરતાં જ્ઞાનચંદની દેહ છૂટી ગઈ. પણ શ્રીગોકુળમાં નવો દેહ ધરીને શ્રીગુસાંઇજીની પાસે ગયા અને દંડવત કર્યા. ત્યારે શ્રીગુસાંઇજીએ પૂછ્યું "ક્યારે આવ્યા ? " જ્ઞાનચંદે કહ્યું " હમણાં આવ્યો છું " એટલામાં શ્રીનવનિતપ્રિયાજી ના દર્શન ખૂલ્યાં અને જ્ઞાનચંદ દર્શન કરીને લીલામાં પ્રવેશ્યા. શ્રીગુંસાઈજી પછીથી બહાર પધાર્યા ત્યારે વૈષ્ણવોએ પૂછ્યું "જ્ઞાનચંદ ક્યાં છે ?" શ્રીગુસાંઇજીએ કહ્યું જ્ઞાનચંદ ભક્તચંદ ની સાથે ગયા છે,"ચચાહરિવંશજી સમજી ગયા કે જ્ઞાનચંદની દેહ છૂટી ગઈ છે. અને ભગવલ્લીલામાં પ્રવેશ કર્યો છે. ચાચાજીએ સઘળા વૈષ્ણવોને કહ્યું "એ જ્ઞાનચંદ એવા કૃપાપાત્ર હતા. બધાનાં દેખતા સઘળા વૈષ્ણવોને વિશ્વાસ ઉત્પન્ન કરવાને લીલામાં પ્રવેશ પામ્યા. વાર્તા સંપૂર્ણ.વૈષ્ણવ 25 માં.
(સાર) - અવસાન સમયે વૈષ્ણવોને પાસે રાખીને ભગવત્સ્મરણ કરવું જોઈએ જેથી કરીને ચિત્ત પ્રભુમાંજ પરોવાય, અને લૌકિક પદાર્થમાં ન રહે. એક પદમાં કહ્યું છે.
યમદુતન જાઈ પુકાર કોયો, ધર્મરાય સુનો એક બાત હમારી,
શ્રી વલ્લભ કુલમે પ્રગટે સો, આનંદકંદ વિનોદ બિહારી.
સો જીનકે શિર હાથ ધરે, તિનસુ ન ચલે કછુ રીત હમારી ,
આગે કહો ન પાછે પ્રસિદ્ધિ ચલેગી કેસે તેહારી.
ભગવતગીતા અધ્યાય 8 ના શ્લોક 5. માં કહ્યું છે.
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम।
यः प्रयाति स मदभावं यात्रीनास्त्यत्र संशयः।।
જે અનંતકાળે મારું જ સ્મરણ કરતો દેહ છોડે છે, તે મારા ભાવને પ્રાપ્ત કરે છે તેમાં કોઈપણ જાતનો સંશય નથી. આ જ્ઞાનચંદ આગ્રાના રહીશ હતા.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો