મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 29 મી, વૈષ્ણવ 29 માં.

252 વૈષ્ણવોની વાર્તા.

વાર્તા 29 મી, વૈષ્ણવ 29 માં. શ્રીગુસાંઇજીના સેવક માણિકચંદ ઓશવાલની વાર્તા. 

પ્રસંગ 1 લો :- આ માનિકચંદને શ્રીગુસાંઇજીનાં પૂર્ણપુરુષોત્તમનાં દર્શન થયાં. તે તથા એમની સ્ત્રી શ્રીગુસાંઇજીના સેવક થયા. અને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. સેવક થતી વખતે માનિકચંદે આ પદ ગાયું.

ચહું યુગ વેદ વચન પ્રતિ પાળ્યો.

વિગેરે ઘણાં પદ ગાયાં. પછીની માનિકચંદને શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી "તમે વેપાર કરો અને ઘરમાં રહીને શ્રીઠાકોરજીની સેવા કરો."ત્યારથી તે વેપાર કરવા લાગ્યા. જયારે તે વૃદ્ધ થયા, ત્યારે શ્રીઠાકોરજી પધરાવીને શ્રીગુસાંઇજીની પાસે આવીને રહ્યા. તેમને એવો નિયમ હતો, જો પાતળ પર મહાપ્રસાદ લેવાને બેસે તો પાતાળ પરનો મહાપ્રસાદ છાંડતા નહીં. એક દિવસ શ્રીગોકુળનાથજીના મંદિરમાં માનિકચંદજી પ્રસાદ લેવાને બેઠા હતા. ત્યારે સાચોરાએ જાણ્યું કે પાતાળ પર કશું છાંડતો નથી, અને પાતાળ ધોઈને પી જાય છે. તેથી મશ્કરી કરવાને માટે સાચોરાએ ભાતની નીચે ગોબર-છાણ ધર્યું. ત્યારે માનિકચંદ છાણ સહિત ખાઈ ગયા. આ વાતની ખબર શ્રીગોકુળનાથજીને પડી ત્યારે તેમણે હાથમાં જળ લીધું અને સાચોરાને શ્રાપ દીધો કે તમારા સાચોરા દેહથી તેમનો ઉદ્ધાર નહીં કરેતે દિવસથી સેવકીજ્લ પર્યત શ્રીગોકુળનાથજીના ઘરમાં સાચોરાને અડકવા દેતા નથી એવો બંદોબસ્ત કર્યો. આ માનિકચંદજી એવા કૃપાપાત્ર હતા. એમની કાન શ્રીગોકુળનાથજી એવી રાખતા હતા. જેને લીધે આજ સુધી સાચોરાઓને શ્રીગોકુળનાથજીની સેવામાં રાખવા દેવામાં આવતા નથી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 29 માં. 

(સાર)- (1) વ વૈષ્ણવોએ અમુક પ્રકારનો નિયમ રાખવો જોઈએ. (2) મહાપ્રસાદ લેતી વખતે એમાંથી એક પણ કણ નીચે પડે નહીં. તથા કંઈપણ છંડાય નહીં એવી કાળજી રાખવી. કોઈ પણ કણ જો નીચે પડે અને કોઈ ના પગ નીચે આવે તો પ્રભુનો મોટો અપરાધ થાય છે.(3) પોતાના ભક્તોનો બીજો કોઈ અપરાધ કરે તો તે પ્રભુ સહન કરતા નથી. જો કોઈ બહિર્મુખ વૈષ્ણવની મશ્કરી કરે અથવા તો અપરાધ કરે તો પણ તેણે ગુસ્સે થવું નહીં. પણ ચિત્તની વૃત્તિપર નિરોધ રાખી ને શાંતિથી નિયમ પ્રમાણે પોતે જેમ કરતા હોય તેમ કર્યા જવું. ધ્યાન એટલું રાખવાનું છે કે કંઈપણ આડંબરથી ના કરવું. અને નેક છોડવો નહીં પ્રભુ જરૂર અપરાધીઓને શિક્ષા કરે છે જ.
  
  આ માણિકચંદના શ્રીઠાકોરજી શ્રીબાળકૃષ્ણજી હતા. તે હાલમાં મુંબઈમાં સુરતવાળા શ્રીગિરિધરલાલજી મહારાજને માથે બિરાજે છે. 
  


   

 


 

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1