મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 21 મી. વૈષ્ણવ 21 માં.

252 વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 21 મી. વૈષ્ણવ 21 માં. શ્રીગુસાંઇજીના સેવક કઠહરીઆ ક્ષત્રીની વાર્તા.
પ્રસંગ 1 લો :- એક વખત શ્રીગુંસાઈજી ગુજરાતથી વ્રજમાં પધારતા હતા. રસ્તામાં ત્રણસો અસ્વાર લઈને કઠહરીઆ ક્ષત્રી લોકોને લૂંટતા ફરતા હતા. ત્યારે શ્રીગુંસાઈજીની અસ્વારી જતી દેખીને, તેઓ આવ્યા અને ઘેરો ઘાલ્યો. પંદર વીસ ગાડીઓ હતી, તે બધા ને રોકી લીધી. ત્યારે શ્રીગુંસાઈજીના માણસ એક એક ગાડીમાં ઊભા થઈ ગયા. તે ચોરોએ એવી રીતે જોયું કે એક એક ગાડીમાં એક એક સિંહ ઉભો છે. એ કઠહરીઓ શ્રીગુંસાઈજીના રથની પાસે ગયો. જઈને જુએ છે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બિરાજતા હતા. તેથી દંડવત કરીને ઉભો રહ્યો અને વિનંતી કરી, " હું અપરાધી છું. આપ કૃપા કરીને મને પાવન કરો. આપના સિવાય મારો ઉદ્ધાર કરી શકે એવું કોઈ નથી. આ વિનંતી સાંભળી શ્રીગુંસાઈજીએ નામ આપ્યું. અને ત્યાં મુકામ કર્યો. કઠહરીઆઓ બધા ચોરોને વિદાય કર્યા. અને પોતે શ્રીગુંસાઈજીની સાથે ગયા. અને જઈને શ્રીગોકુળમાં રહ્યા. કઠહરીઆઓ સેંકડો નવાં પદ બનાવ્યાં અને ગાયાં. એક દિવસ જન્માષ્ટમીને રોજ શ્રીનાથજીની આગળ આ પદ ગાયું. 

મહામંગલ મહેરાને આજ,
પાંચ શબ્દ ધ્વનિ ભેર વધાઈ ઘર ઘર વેરખવાને. 

આ પદ સાંભળીને શ્રીગુંસાઈજી ઘણાજ પ્રસન્ન થયા. અને મનમાં વિચાર કર્યો, " શ્રીનાથજીએ કંઠહારીઆ ઉપર કેવી કૃપા કરી છે. એ ચોરી કરતો હતો, માણસ મારતો હતો, પણ હવે તો ભગવાનની લીલાનું અવગાન કરે છે. એવું વિચારીને આપ ઘણા પ્રસન્ન થયા. 

ગોપાળદાસજીએ ગાયું છે કે:- 

એવા તે ગુણનિધિ નાથ ગાતાં બ્રહ્મહત્યાદિક અઘટરે,
લીલાતે લહેરી સિંધુ ઝીલે રાસ રસિકને જઈ મલે. 

આ વાત કઠહરીઆ માં પ્રત્યક્ષ દેખાય છે. તે એવા કૃપાપાત્ર ભગવદીય હતા. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 21 માં. 

(સાર) (1) દ્વેષભાવથી ગુરુની પાસે જાય છે તેનું પણ કલ્યાણ થાય તો પછી જે ભાવપૂર્વક ગુરુને શરણે જાય તેનો જરૂર ઉદ્ધાર થયા વગર રહેજ નહીં (2) આ કઠહરીઆ ના સેવ્ય પ્રભુ શ્રીબાલકૃષ્ણજી હતા. તે શ્રીયમુનાજીમાંથી પ્રાપ્ત થયેલા અને શ્રીમહાપ્રભુજીના સેવ્ય હતા. તે હાલમાં જોધપુરમાં શ્રીવ્રજાધિશજી મહારાજને માથે બિરાજે છે.  






  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1