બેઠક (11) મી - શ્રી પરાસોલીની ચંદ્રસરોવર ની બેઠક નું ચરિત્ર
પરાસોલીન માં બંશીબટ ના રાસનાં દર્શન કર્યા ચંદ્રસરોવર ને ચંદ્ર કૂપ માં સ્નાન કર્યું, ચંદ્રસરોવર થી જરા દૂર છોકર ની નીચે આપની બેઠક છે. ત્યાં આપે શ્રી ભાગવત પારાયણ કરી, સાત દિવસ બિરાજ્યા અને ભગવાદીઓને રાસ લીલા ના દર્શન કરાવ્યા, ત્યાં એક વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ શ્રી ગિરિરાજનાં સાક્ષાત દર્શન કેમ થાય ત્યારે આજ્ઞા કરી કે શ્રી ગિરિરાજની એક દિવસ માં ત્રણ પરિક્રમા કરે. વચમાં કહ્યું કે બેસે નહીં, ત્યારે શ્રી ગિરિરાજજી ના નિજ સ્વરૂપના સાક્ષાત દર્શન દે. ત્યારે તે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી ને સાષ્ટાંગ દંડવત કરી ને ગયો અને ત્રણ પરિક્રમા કરી. તેમાં તેણે પ્રથમ તો એક ધોળો સર્પ દેખ્યો, ત્યારે અપશુકન સમજીને એક ઘડી ઉભોરહ્યો તે પછી આગળ ચાલ્યો, પૂછરી ગામ તરફ એક ગ્વાલ મળ્યો તેને કહ્યું અરે વેરાગી આગળ જઈશમાં, ત્યાં તો એક સિંહ ઊભોછે, ત્યારે તેના મનમાં ચિંત માં ભય ઉત્પન્ન થયો, ત્યારે તેણે શ્રી મહાપ્રભુજી નું ચિંતન મનમાં કર્યું ત્યારે સિંહ અંતરધ્યાન થઈ ગયો, પછી સુંદર શીલાની પાસે એક ગાય દેખી, તેની પરિક્રમા કરી ને તત્કાલ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો, અને વિનંતી કરી કે મહારાજ આપની આજ્ઞા થી ગિરિરાજ ની ત્રણ પરિક્રમા કરી આવ્યો, મને શ્રી ગિરિરાજ નાં સાક્ષાત દર્શન થયા ત્યારે આપે આજ્ઞા કરી કે વેદ માં ગિરિરાજ નાં સ્વરુપનું પાંચ પ્રકારે વર્ણન કર્યું છે. એમાં એક તો ધોળા સર્પ રુપે, એક ગ્વાલ,રુપે એક સિંહ રુપે, એક ગૌરુપે અને એક સ્થૂળ રૂપે તે મારી આજ્ઞા થી ગિરિરાજ ની ત્રણ વાર પરિક્રમા કરી. તેથી તને સારે સ્વરૂપના દર્શન થયા અને સ્થૂળ રૂપે બધા દર્શન કરે છે એમ કહી આપ હસી ને આપ ચૂપ થયા, પછી આપે દામોદરદાસ ને કહ્યું કે દમલા ભગવદ ઈચ્છા હોય તો શ્રી બગવાન સાક્ષાત દર્શન દે અને તેમનું જ્ઞાન થાય. પછી દિવાળી ના દિવસમાં આપ પેઠો ગામ પધાર્યા, ત્યાં નારાયણે તપશ્ચર્યા કરી ને વ્રજ લીલામાં પ્રવેશ કર્યો, ત્યાં લક્ષ્મી કૂપ છે ત્યાં શ્રી લક્ષ્મીજી એ તપશ્ચર્યા કરી છે. ત્યાં સ્નાન કર્યું, આ કથા સામવેદ માં છે ત્યાર પછી આપ આન્યોર માં પધાર્યા, ઇતિ શ્રી મહાપ્રભુજીની પરાંસોલીની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place: ગોવર્ધન
district: મથુરા (ઉ.પ્ર.) 281504
contact person: શ્રી બાલકૃષ્ણ મુખ્યાજી
mo:09536204402
______________________________________________________
બેઠક (12) મી શ્રી આન્યોરની બેઠક નું ચરિત્ર
આન્યોર ગામમાં સદુપાંડે ને ત્યાં શ્રી આચાર્યજી ની બેઠક છે ત્યાં શ્રી નાથજીનો મેળાપ થયો છે. પછી એક સુંદર મંદિર બંધાવીને શ્રી નાથજીને પાટ બેસાડ્યા, આ વાત નિજ નિજ વાર્તા માં પ્રસિદ્ધ છે. પછી શ્રી મહાપ્રભુજી ત્યાં ત્રણ દિવસ બિરાજ્યા શ્રી ભાગવત ની પારાયણ કરી. ઇતિ શ્રી આચાર્યજી આન્યોર ની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place: આન્યોર
district:મથુરા (ઉ.પ્ર)281502
contact person: શ્રી ગિરિધારી મુખ્યાજી
mo:09456661810
______________________________________________________
બેઠક (13) મી શ્રી ગોવિંદકુંડ ની બેઠકનું ચરિત્ર
શ્રી ગોવિંદ કુંડ ઉપર શ્રી આચાર્યજી ત્રણ દિવસ બિરાજ્યા અને શ્રી ભાગવત પારાયણ કરી, ત્યારે કૃષ્ણદાસ મેઘનને કહ્યું મહારાજ ગિરિરાજ માં વ્યાપી વૈકુંઠ સાંભળ્યું છે તેના દર્શન અમને કરાવ્યો આ સાંભળી ને આપ કંઈ બોલ્યા નહીં, પછી બે ઘડી દિવસ રહ્યો ત્યારે આપ ગોવિંદ કુંડ
સમીપ શ્રી ગિરિરાજ ઉપર બિરાજ્યા હતા ત્યારે કૃષ્ણદાસ ને આંગળી કરી બતાવ્યું કે આ શીલા દેખાય છે. તેને ઉઠાવી અંદર જાઓ તો વ્યાપી વૈકુંઠ ના દર્શન થશે, કૃષ્ણદાસે કંદરા માં ત્રણ દિવસ ચાલ્યા પછી વ્યાપી વૈકુંઠ ના તથા લીલા સામગ્રી ના દર્શન થયા પછી કુંડ ઉપર એક પોપટ દેખ્યો તે ત્રણ શ્રી કૃષ્ણ સ્મરણ કર્યું। ત્યારે તેણે ત્રણ વખત જળમાં ચાંચ બોળી જળ પીધૂ અને ફરી ભગવત નામ લેવા લાગ્યા એટલામાં કૃષ્ણદાસે નિંદ્રા આધી, અને પોતે ગોવિંદ કુંડ ઉપર આવ્યા અને જુવે તો બે ઘડી દિવસ ચડ્યો છે ત્યારે વિનંતી કરી મહારાજ આપે લીલા સામગ્રી ના દર્શન કરાવ્યા, ત્યારે આપે કહ્યું હતું તારી જેવી ભાવના હશે તેવા દર્શન થયા, કૃષ્ણદાસે ફરી કહ્યું મહારાજ એ પોપટ કોણ હતો ? ત્યારે આપે કહ્યું સાસ્વત કલ્પમાં એ પોપટ હતો. શ્રી સ્વામિનીજી એ તેને કૃષ્ણ નામ પઢાવ્યું હતું એ માધુરી ના વૃક્ષ પર બેકી કૃષ્ણ નામ લેતો હતો; પણ કુંડમાં જળપાન ન કરતો જો જલપાન કરીશ તો સ્મરણ માં અંતરાય પડશે, તે ત્રણ વાર સ્મરણ કર્યું ત્યારે તેણે જળપાન કર્યું; જીવને ભગવત નામમાં આવી આશક્તિ જોઈ એ એને સ્વામિનીજીનું વરદાન હતું કે જે દિવસે શ્રી આચાર્યજી નો સેવક આવી ને શ્રી કૃષ્ણ સ્મરણ કરશે ત્યારે તમારુ પોપટ શરીર છૂટી જશે ને નિજ લીલા માં સહચરી થશે તેથી તને ત્યાં મોકલ્યો હતો. એક સમય શ્રી સ્વામિનીજી ને પ્રભુજીને માટે વિરહ થયો. ત્યારે એક ક્ષણ યુગ સમાન લાગે ક્ષણ યુગ સાત વિપ્રમયા સો યેન વિરહા ભવેત આ શ્લોકાર્ધમાંથી શ્રી આચાર્યજી એ કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ કર્યો તેમાંથી એક શ્લોક છે ("એકદા કૃષ્ણ વિરહતુ ધ્યયનતી પ્રિય સંગમ મુભનો ભાષ્ય નિરાસાય જલ્પન્તિ મુહુર્મુહુ") આ ગ્રંથમાં શ્રી કૃષ્ણનાં એકસો સોળ નામ છે તેનો શ્રી સ્વામિનીજી એ જપ કર્યો, તેથી પ્રભુનો સમાગમ થયો સંયોગરસ પ્રાપ્ત થયો ત્યારે પ્રભુને પૂછ્યું કે,આ ગ્રંથ નું દાન કોને કરુ, ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે તમારી બરાબર હોય તેને દેજો જે મારા સમાન હશે તે વાંચી શકશે, આગ્રંથ શ્રી આચાર્યજી ને હાથ લાગ્યો, તે સમયે શ્રી સ્વામિનીજી ના હસ્તાક્ષર આપે મનમાં વાંચીને પાઠ કર્યા તે સમયે કૃષ્ણચૈતન્યગોડિયા, તથા કેશવ ભટ કાશ્મીરી , શ્રી મહાપ્રભુજી ની પાસે ઉભા હતા. તેનાથી શ્રી સ્વામિનીનાં હસ્તાક્ષર વાંચી શક્યા નહીં, ત્યારે શ્રી મહાપ્રભુજી એ વાંચી સંભળાવ્યા, ત્યારે કૃષ્ણચૈતન્ય આપને વિનંતી કરી કે મહારાજ કૃપા કરી આ ગ્રંથ નું દાન મને કરો, ત્યારે આ કૃષ્ણચૈતન્ય ને આપ્યો કાશ્મીરીને ન આપ્યો કારણ કે એક સમયે શ્રી જગન્નાથજી ને આજ્ઞા કરી હતીકે આ ગ્રંથ તમારા માર્ગવાળા ને કેજો, આ વાતનું સ્મરણ કરી ને શ્રી આચાર્યજી એ આ ગ્રંથ કૃષ્ણચૈતન્ય ને આપ્યો, પછી ગોવિંદ કુંડ ઉપરથી આપ પધાર્યા, ત્યાં સંકર્ષણ કુંડ તથા, ગાંધર્વ કુંડ માં સ્નાન કરી સઘન કંદરા અને અપ્સરા કુંડ , થઈ ઐરાવત કુંડ પર શ્રી બળદેવજી ના દર્શન કરીને કદમખંડી, દંડવતી શિલાપર એક નાના મંદિર ની પાસે છોકર નું વૃક્ષ છે ત્યાં આપ પધાર્યા અને બિરાજ્યા આ ચરિત્ર શ્રી મહાપ્રભુજી એ ગોવિંદકુંડ ની બેઠકમાં પ્રગટ કર્યું।, ઇતિ શ્રી ગોવિંદ કુંડ ની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place: આન્યોર
district:મથુરા (ઉ.પ્ર)281502
contact person: શ્રી જનાર્દન મુખ્યાજી
mo:09837664752
contact person: શ્રી લાલાભાઈ મુખ્યાજી
mo:09784316823
બેઠક (14) મી - શ્રી સુંદરશીલ ની બેઠક નું ચરિત્ર
ત્યાં સુંદર શિવાની સામે છોકરની નીચે આપ બિરાજ્યા ત્યાં પ્રથમ શ્રી ગોવર્ધન પૂજા કરી. દિપમાલિકા કરી અને અન્નકૂટ નો ઉત્સવ કર્યો, આ બેઠક માં શ્રી આચાર્યજી એ સવાશેર ભાતનો અન્નકૂટ કર્યો હતો. એ દર્શન શ્રી ગુંસાઈજી એ શ્રી ગોકુલનાથજી અને શ્રી શોભા બેટીજી ને અદભુત અને અલોકિક કરાવ્યા, એ વાર્તા વચનામૃતમાં પ્રસિદ્ધ છે. એક સમય શ્રી આચાર્ય મહાપ્રભુજી ભોજન કરી ને છોકર ની નીચે બિરાજ્યા હતા. દામોદરદાસ ના ખોળા માં શ્રી મસ્તક મૂકી ને પોઢ્યા હતા. તે સમયે શ્રીનાથજી પધાર્યા, ત્યારે દામોદરદાસજી એ કહ્યું કે આપ હમણાં ન પધારો ત્યારે શ્રીનાથજીના ઝાંઝરનો ધ્વનિ સાંભળી ને શ્રીઆચાર્યજી જાગ્યા, ત્યાં સુધી શ્રીનાથજી ત્યાં ઉભારહ્યા ત્યારે આપે શ્રીનાથજી ને પોતાના ખોળામાં બેસાડી ગાલ પર હાથ લગાડી મૂકહચુંબન કર્યું ઇતિ શ્રી સુંદર શીલાની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place:જતીપુરા
district:મથુરા (ઉ.પ્ર)281502
contact person: શ્રી મહેશભાઈ મુખ્યાજી
mo:09758333134
બેઠક (15) મી - શ્રી ગિરિરાજની બેઠક નું ચરિત્ર
શ્રી ગિરિરાજ ઉપર શ્રીનાથજીના મંદિર માં દક્ષિણ ભાગ તરફ એક ચોતરો હતો. ત્યાં શ્રીઆચાર્યજી મહાપ્રભુજી ની બેઠક છે, ત્યાં સેવાના અવકાશમાં આપ બિરાજ્યા હતા. કારણકે સામગ્રી તૈયાર નહોતી, તેથી ગોપીવલ્લભ ભોગમાં ઢીલ થઈ. એટલામાં શ્રી સ્વામિનીજી થાળ લે ને પધાર્યા, ત્યારે નૂપુરનો શબ્દ સાંભળી ને આપે કહ્યું દમલા, અમે તો ભોગ ધરવામાં ઢીલ કરી પણ શ્રી સ્વામિનીજી ગોપીવલ્લભ નો થાળ લઈ ને પધાર્યા, તેથી શૃંગાર પછી ગોપીવલ્લભ માં ઢીલ ન કરવી, પછી દેવદિવાળી સુધી આપ ગિરિરાજમાં બિરાજ્યા ત્યાં બે પારાયણ શ્રી ભાગવત ની કરી એક પ્રદક્ષિણા શ્રી ગિરિરાજની કરી, પછી ગુલાલકુંડ,બિલછું, પરમદરો, શ્રીદમસખા નું ગામ છે, ત્યાં આપ શ્રી એક રાત્રી રહ્યા, જ્યાં આદિબદ્રિ નું સ્વરુપ લઈને શ્રીનાથજી એ સખાઓને દર્શન કરાવ્યા અને જ્યાં સધન વન હતું ત્યાં, એક રાત્રી બિરાજ્યા ત્યાં થી બીજે દિવસે ઇંદ્ર કુંડ માં આચમન કરી આગળ કામવન પધાર્યા, ઇતિ શ્રી આચાર્યજી મહાપ્રભુજીની ગિરિરાજ મંદિર ની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place: જતીપુરા
district:મથુરા (ઉ.પ્ર )
contact person: શ્રી ગોવિંદ મુખ્યાજી
mo:09897166519
______________________________________________________
બેઠક (16) મી- શ્રી કામવનની બેઠક નું ચરિત્ર
કામવનમાં શ્રી કુંડ ઉપર છોકર ની નીચે શ્રીઆચાર્યજીની બેઠક છે આપ ત્યાં સાત દિવસ બિરાજ્યા, અને ચોરાશી કુંડ માં સ્નાન કરી ભાગવત ની એક પારાયણ કરી એક દિવસ રાત્રે આપ બિરાજ્યા હતા ત્યાં એક બ્રહ્મરાક્ષસ બહુ દિવસ થી રહેતો હતો તેણે કોઈ એવું પાપ કર્યું હતું; જે વ્રજરસ થી મુક્ત ન થયું; કોઈ રાત માં શ્રીકુંડ ઉપર રહે તેનું ભક્ષણ કરી જતો, તેથી તીર્થગોરો આપને વિનંતી કરી કે મહારાજ દિવસમાં તો આપ અહીંયા આપ સુખે બિરાજો પણ રાત્રે આપ ગામમાં જઈને રહેજો, અહીંયા એક બ્રહ્મરાક્ષસ દુઃખ દે છે, આ સાંભળીને આપે કાંઈ ઉત્તર દીધો નહીં અને રાત્રી ના ત્યાં બિરાજ્યા જ્યારે અર્ધી રાત થઈ ત્યારે બ્રહ્મરાક્ષસ નીકળ્યો, એક વૈષ્ણવ ધોતીયું ધોઈને અપરસ સુકવતો હતો તેણે દેખ્યો તેથી તેણે આપને વિનંતી કરી કે મહારાજ બ્રહ્મરાક્ષસ તો દૂર દૂર દેખાય છે ત્યારે આપે કહ્યું, આ આગલા જન્મ માં બ્રાહ્મણ હતો. કામવાનમાં રાજ્ય કરતો હતો તેણે બ્રાહ્મણો ને ઘણી પૃથ્વી દાનમાં આપીને પાછી લઈ લીધી હતી. તે અપરાધ થી તે બ્રાહ્મણ પીશાચ થયો છે બસો વર્ષ એને થયા છે.વ્રજ રજ થી પણ એની મુક્તિ થઈ નહી ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ આપના દર્શન નથી એની મુક્તિ ન થાય ? ત્યારે શ્રી આચાર્યજી એ અપરસના ધોતીયાનું જળ એના પર છાંટ્યું એ જળ થી એ મુક્ત થઈ ગયો દિવ્ય શરીર ધરીને એ વૈકુંઠ ગયો , પછી શ્રી કુંડ પર ડર રહ્યો નહીં પછી આપ કદમખડી થઈ ને ચિત્રવિચિત્ર થઈને ઊંચે ગામ થઈ ને ભાનુખંડી આદિમાં સ્નાન કરી ને શ્રી લાડીલાંજી ના દર્શન કર્યા તથા અષ્ટશખી ના દર્શન કરી આઘે પર્વત પર બિરાજ્યા ત્યાં આપની બેઠક છે. ઇતિ શ્રી કામવનની બેઠક નું ચરિત્ર સમાપ્ત.
contact:
place: કામા
district:ભરતપુર (રાજસ્થાન)321022
contact person:શ્રી દિપકભાઈ
mo:09460689125
______________________________________________________
બેઠક (17) મી શ્રી ઘેરાવનની બેઠકનું ચરિત્ર
bethak (17) video click here to look
શ્રીઆચાર્યજી ની બેઠક બરસાના ઘેવરવનમાં કુંડ ઊપર છે. ત્યાં આપ સાત દિવસ બિરાજ્યા અને શ્રી ભાગવત ની એક સપ્તાહ કરી એક દિવસ આપ વન જોવા પધાર્યા ત્યાં સિંહ વાઘ વરુ હતા આગળ જુએ તો એક અઝગર પડ્યો હતો એને કીડીઓ કરડી હતી એ દેખીને શ્રી આચાર્યજી ને દયા ઊપજી ત્યાં આપે દામોદરદાસજી ને કહ્યું કે દમલા આ અઝગર આગલા જન્મમાં વૃંદાવન મહંત હતો એણે પેટ ભરવા માટે સેવક બહુ કર્યા હતા દ્રવ્ય પણ બહુ ભેગું કર્યું હતું અને તે દ્રવ્ય વિષયભોગ માં વાપર્યું ભગવાનને માટે ન વાપર્યું અને ભગવદભજન પણ ન કર્યું તેથી મર્યા પછી અજગર થયો છે અને જેટલા સેવક હતા તે કીડીઓ થઈ તેને કરડે છે અને કહે છે કે અરે અધર્મી ! તે અમારો જન્મ વૃથા ખોયો, અમને શેવક શા માટે કર્યો ? મનુષ્ય જન્મનો ઉદ્ધાર બે વાતથી થાય, એક ભગવદ નામથી તથા ભગવદ સેવાથી આ બેમાંથી તે કાંઈ ન કર્યું એણે શ્રી વૃંદાવન માં વાસ કર્યો હતો તેથી તે વ્રજ માં અઝગર થયો વ્રજ નો જીવ બીજે જતો નથી તેથી સુખ દુઃખ બહુ વ્રજ માં ભોગવેછે અમે એને જોયોછે તેથી તે સેવક સહિત મુક્ત થશે,એવી આજ્ઞા કરી ને શ્રી મહાપ્રભુજી એ પોતાના અંગુઠા નું ચરણોદર લે ને સેવકદ્વારા છંટાવ્યું તે સમયે અઝગર શરીર છૂટી ને દિવ્ય શરીર થયું અને શિષ્ય સહિત વિમાનમાં બેસીને સીધો વૈકુંઠ ચાલ્યો ગયો આ બધું વૈષ્ણવો ને અને બરસાના ના વ્રજવાસી ઓને દેખાડ્યું તે દેખીને બધા વૈષ્ણવ પ્રસન્ન થયા પછી આપ બરસાને થી પધાર્યા ત્યાંથી પીસી પોજર તથા પ્રેમસરોવર માં સ્નાન કરીને સંકેતવડ પધાર્યા।, ઇતિ શ્રી ઘેવરવનની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place: બરસાના
district:મથુરા
contact person:શ્રી ચતુર્ભુજદાસ મુખ્યાજી
mo:09897404538
______________________________________________________
બેઠક (18) મી - સંકેત વનની બેઠક નું ચરિત્ર
(પ્રેમસરોવર ઉપર શ્રી મહાપભુજી ની બેઠક એક વૃક્ષ નીચે છે પણ તેનું વર્ણન હસ્તલિખિત પુસ્તકમાં જોવામાં આવતું નથી કેટલાક આ બેઠક ને શ્રી ગુસાંઇજીની બેઠક કહે છે. ) શ્રી અચાર્યજી ની બેઠક સંકેતવડ ની પાસે કૃષ્નકુંડ ઉપર છોકર ની નીચે છે ત્યાં સાત દિવસ શ્રી ભાગવત પારાયણ કર્યું ત્યાં એક સુંન્દર સ્ત્રી 16 વર્ષ ની અનેક આભૂષણો થી સજ્જીત થયેલી હાથ માં રત્નજડિત દાંડીવાળું ચમ્મર લઈ ને શ્રી મહાપ્રભુજી ને ઢોળવા લાગી, શ્રી ભાગવત પારાયણ હોય ત્યાં સુધી ઉભી રહે એમ સાત દિવસ ચમ્મર ડોળ્યું; જ્યારે કથાનો આરંભ થઈ ત્યાં તે આવે અને સંપૂર્ણ થાય ત્યારે અંતરધ્યાન થઈ જાય પછી કોઈ તેને દેખે નહીં એક દિવસ એક વૈષ્ણવે પૂછ્યું કે મહારાજ ! આ સ્ત્રી કોણ છે અને ક્યાંથી આવે છે ત્યારે આપે આજ્ઞા કરીકે સંકેતદેવી ને અમારા દર્શન તથા સેવાની બહુ ઈચ્છા હતી તે સંપૂર્ણ થઈ છે. પછી ત્યાંથી આપ આગળ પધાર્યા વિઠોરમાં શ્રી ચંદ્રવલી ના દર્શન કરી નંદ ગામમાં પાનસરોવર ઉપર દૂર નંદછોકર છે ત્યાં શ્રી નંદરાયજી દશેરા ને દિવસે પૂજન કરતા હતા ત્યાં આપ પધાર્યા ત્યાં શ્રી આચાર્યજી ની બેઠક છે ઇતિ શ્રી સંકેતવનની બેઠક બેઠક નું ચરિત્ર સમાપ્ત.
contact:
place: બરસાના
district: મથુરા(ઉ.પ્ર )
contact person:શ્રી જીતુભાઇ મુખ્યાજી
mo:09719281752
______________________________________________________
બેઠક (19) મી શ્રી નંદગામ ની બેઠક નું ચરિત્ર,
શ્રી નંદગામ માં પણ સરોવર ઉપર શ્રી આચાર્યજી ની બેઠક છે. ત્યાં આપ છ મહિના બિરાજ્યા અને પારાયણ કર્યું અને આજ્ઞા કરી કે અહીંયા ઓધવજી છ મહિના બિરાજ્યા હતા તેથી અમે પણ છ મહિના પર્યત રહીશુ અને શ્રી નંદરાયજી ને ભાગવત સંભળાવશું અને ક્રીડા સ્થળના દર્શન કરશું, એક દિવસ શ્રી આચાર્યજી પાન સરોવર પર બેઠક હતાં તે સમયે એક મોગલ ઘોડાને પાણી પાવા આવ્યો, પાન સરોવરમાં પાણી પીવરાવીને ચાલ્યો, તે વખતે ઘોડાના પેટમાં દર્દ થયું અને એ ઘોડો લોટીને મરી ગયો. તે ચતુર્ભુજ સ્વરુપ ધરી વિમાનમાં બેસી વૈકુંઠ ગયો ત્યારે તેને સાત્વિક આવિર્ભાવ થયો. તે શ્રી આચાર્યજી એ દેખ્યું, તેથી માથું ધુણાવ્યું, ત્યારે વૈષ્ણવે વિનંતી કરીકે મહારાજ ઘોડો મરેલો દેખી આપે મસ્તક કેમ ધુણાવ્યું, ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ આપી અને કહ્યું ઉંચે જુઓ. ઉંચે જુએ તો ઘોડો વિમાન સહિત વૈકુંઠમાં જાય છે પછી દિવ્યદ્રષ્ટિ મટી ગઈ, ત્યારે ઘોડાવાળા મોગલે વૈષ્ણવોને વિનંતી કરી, ત્યારે આપે કહ્યું તારો અંગીકાર બીજાં જન્મ માં થશે. તે સાંભળી ને તે ગયો પણ અષ્ટ પ્રહોર શ્રી મહાપ્રભુજી નું ધ્યાન કરતે, એનો દેહ છૂટ્યો પછી એણે નવાનગર માં મોચીને ઘરે જન્મ લીધો, એનું નામ સંગજીભાઈ હતું, એને મેલા મંત્ર બહુ આવડતાં હતા એણે એક વૈષ્ણવ સાથે કજીઓ કર્યો, એણે વીર વિદ્યાનો પ્રયોગ કરી તે અઘી રાત્રે વૈષ્ણવ ને મારવા મોકલ્યો પણ એ વીર વૈષ્ણવ ને ઘરે જઈ શક્યો નહીં, વીરે આવીને કહ્યુકે તે વૈષ્ણવ મહા પુરુષ છે. શ્રી ગુંસાઈજી નો સેવક છે. એના ઉપર અમારું કૈં ચાલશે નહીં જ્યારે સવાર થઈ ત્યારે તે મોચી આવીને વૈષ્ણવ ના પગમાં પડ્યો અને કહ્યું કે તમે કોઈ મહા પુરુષ છો મને તમારો સેવક કરો. વૈષ્ણવે કહ્યું કે તમે મેલા મંત્ર તંત્ર છોડી દયો. ત્યારે તેણે મંત્ર તંત્ર છોડી દીધા તે પછી થોડેક દિવસે શ્રી ગુંસાઈજી શ્રી દ્વારિકાજી પધાર્યા ત્યારે નવાનગર ના વૈષ્ણવો એ વિનંતી કરીકે મહારાજ આ મોચીને કૃપા કરી શરણ લ્યો, આપે આજ્ઞા કરીકે અમે આને અંગીકાર કરવા માટે જ અહીં આવ્યા છીએ પછી શ્રી ગુંસાઈજી એ તે મોચીને નામ દઈ ને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને વસ્ત્ર ઉપર કંકુ થી છાપી ને ચરણાવિંદ ની સેવા પધરાવી દીધી ત્યારે તે મોચી મોતી ઉપરણા પહેરવા લાગ્યો અને બહુ અપરસથી સેવા કરતો ત્યાંના બ્રાહ્મણ સ્માર્ત હતા. એ બધા ઈર્ષ્યા કરવા લાગ્યા ત્યાં તો રાજા થમત કુમાખી હતો. એ બ્રાહ્મણે રાજા પાસે જઈને કહ્યું રાજાજી અહીં એક અતિ શુદ્ર રહે છે. એ બ્રાહ્મણની ચાલ ચાલે છે. રાજા એ મોચીને બોલાવી પૂછ્યું, તું બ્રાહ્મણનો ધર્મ કેમ પાળે છે. મોચી એ કહ્યું મને શ્રી ગુંસાઈજીએ પોતાનો સેવક કરીને બ્રાહ્મણ કર્યો છે. આ સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયો અને કહ્યું કે બ્રાહ્મણ ભ્રષ્ટ થઈ જાય એ શુદ્ર થાય પણ ક્યાંય શુદ્ર બ્રાહ્મણ થયો છે. ? દૂધ માં થી છાશ થાય પણ છાશ માં થી દૂધ થાય ? ત્યારે સંગજીભાઈ એ કહ્યુકે પ્રભુ કૃપા હોય તો છાશ માંથી દૂધ થાય ત્યારે રાજા એ સભામાં છાશ ની દોણી મંગાવી અને સંગીજીભાઈ ને કહ્યું કે છાશ માંથી દૂધ કરો. ત્યારે મોચી એ કહ્યું કે શ્રી ગુંસાઈજી એ મને બ્રહ્મ સંબંધ કરાવી ને બ્રાહ્મણ કર્યો હોય તો છાશ માંથી દૂધ થઈ જાય અને હું મોચી નો મોચી હોઉંતો છાશ ની છાશ રહે. પછી મટકી ખોલી તો છાશ ને બદલે દૂધ દેખાયું ,ત્યારે રાજા ને બધા બ્રાહ્મણો ચકિત થઈ ગયા અને પ્રણામ કર્યું કે બ્રહ્મ સંબંધ બહુ પ્રભાવ છે. પછી શ્રી ગુંસાઈજી ત્યાં પધાર્યા ત્યારે રાજા તથા બ્રાહ્મણો સેવક થયા. અપરસ થીસેવા કરવા લાગ્યા અને મોચી ને કોઈ ટોકતું નહીં, કારણકે રાજા નો વિશ્વાસુ થયો. કેશવદાસ તથા ગોવિંદદાસ બે ભાઈ સારસ્ત્રત બ્રાહ્મણ હતા તેથી સંગથી તે મોચી બ્રાહ્મણ થયો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની દ્રષ્ટિ જે મોગલ પર પડી હતી તેથી આ જન્મમાં તે મોગલ ભગવદી થયો. એજ જન્મમાં સંગજીભાઈ લીલામાં પ્રાપ્ત થયા. એનો વિસ્તાર સંગજીભાઈ ની વાર્તા માં છે. અહીંયા તો ટૂંકમાં લકયુ છે. પછી શ્રી આચાર્યજી ત્યાંથી કરડલા, અંજનો ખરી, પિસાયો, ખીદ્રવન, જાવવા થઈને આપ કોકિલાવન પધાર્યા
ઇતિ શ્રી નંદગામની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place:નંદગામ
district: મથુરા (ઉ.પ્ર )281403
contact person: શ્રી બાંકેબિહારી મુખ્યાજી
mo:09719666588
contact person:શ્રી હરિવલ્લભ મુખ્યાજી
mo:09917755788
બેઠક (20) મી- શ્રી કોકિલા વનની બેઠક નું ચરિત્ર
કોકિલા વનમાં શ્રી કૃષ્ણ કુંડ ઉપર છોકર ની નીચે શ્રી મહાપ્રભુજી ની બેઠક છે. ત્યાં એક માસ સુધી આપ બિરાજ્યા ત્યાં નિંબાર્ક સંપ્રદાયનો ચતુરનાગા કરીને એક વૈષ્ણવ હતો. એને સંગે હજારો નાગા હંમેશા રહેતા એણે શ્રી મહાપ્રભુજી ને વિનંતી કરી કે મહારાજ ! આપ શ્રી વિષ્ણુસ્વામીના મતના આચાર્ય છો. માયામતનું ખંડન કરી જગત માં વિજય કર્યો છે. ભક્તિ માર્ગ નું સ્થાપન કર્યું છે.માટે હમારા હજારો સાધુ છે એને ખીરનું ભોજન કરવો, ત્યારે આપે કહ્યું કે બહુ સારુ પછી આપે કૃષ્ણદાસને આજ્ઞા કરીકે પાંચ શેર દૂધ લાવો, કૃષ્ણદાસ નંદગામથી પાંચ શેર દૂધ લાવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજી એ વાસુદેવ છકડાને આજ્ઞા કરી કહ્યું કે આની ખીર કરીને હજારો વૈરાગી ને જમાડો, એણે ખીર તૈયાર કરી, શ્રી મહાપ્રભુજી એ તેની સામે જોયું, દ્રષ્ટિ માંત્રથી એ ખીર અખૂટ થઈ ગઈ. તે પછી વૈરાગી ઓને કહ્યું કે તમે પાતળ દડિયા લઈ ને પંગત કરી બેસો તેઓ બેઠા વાસુદેવદાસ છકડા પીરસવા લાગ્યા, બધા ને જમાડ્યા પછી જુએ તો ખીર પાંચશેર જેમની તેમ હતી, ત્યારે આપે આજ્ઞા કરીકે અહીંના વાંદરા તથા માળી ને ખવડાવી દયો, તોપણ ખીર ખૂટી નહીં ત્યારે આપે આજ્ઞા કરીકે વાસુદેવદાસ આ ખીર પ્રસાદી છે માટે તું લઈ જા. પછી એક હાંડો લાવીને એમાં ખીર ઠાલવી ને લઈ ગયા. ત્યારે ખીર ખલાસ થઈ આ દેખી ને ચતુરનાગા શ્રી આચાર્યજી મહાપ્રભુજી ને દંડવત કરી વિનંતી કરીકે આપ તો પૂર્ણ પુરષોતમ છો. આપનું સ્વરૂપ મેં ઓળખ્યું નહીં। મને કૃપા કરીને આપનો સેવક કરો ત્યારે આપે આજ્ઞા કરીકે તમે સેવકજ છો. આગળ હમારે પૌત્ર શ્રી ગોકુલનાથજી કરીને પ્રગટ થાશે તે તમને સેવક કરશે, ચતુરનાગા એ વિનંતી કરીકે તે વખતે મારૂં શરીર હશે કે કેમ ! ત્યારે આપે કહ્યું કે તારૂં 150 વર્ષ નું આયુષ્ય છે. એમાંથી મને 40 થયા છે માટે 110 વર્ષ ની અંદર તમારો અંગીકાર થશે. પછી ચતુરનાગા સારા ભગવદીય થયા. એ વ્રજ માં એક વખત ચાલ્યા જતાં હતાં ત્યારે એક ઝાડમાં જટા ભરાઈ ગઈ પણ કાઢવા લાગ્યા તો વૃક્ષ ના પાંદડા ખરવા લાગ્યા ત્રણ દિવસ ત્યાં ઉભારહ્યા પણ જટા નીકળી નહીં, શ્રીનાથજી એ આવીને જટા કાઢી, એને શ્રીનાથજી ના શણગારનો નિયમ હતો પછી કેટલેક દિવસે બાદશાહે બધાની માળા ઉતરાવી હતી તે સમયે શ્રી ગોકુલનાથજી મથુરા પધાર્યા હતા, માર્ગમાં ચતુરનાગા મળ્યો, તેની ડોક માં માળા ન દેખી ત્યારે આજ્ઞા કરીકે અરે ચતુરનાગા અમે ગૃહસ્થી થઈને માળા નથી ઉતારતા તો તે વૈરાગી થઈને માળા કેમ ઉતારી?એણે કહ્યું કે મહારાજ ! બાદશાહના ડરથી, આપે આજ્ઞા કરી કે તારો બાદશાહ શું કરશે ? ત્યારે તે પગમાં પડ્યો આંખમાં આંસુ આવ્યા અને વિનંતી કરી મહારાજ આપ કૃપા કરીને માળા પહેરાવો તો પહેરું ત્યારે શ્રી ગોકુલનાથજી એના પર બહુ પ્રસન્ન રહેતા, તેણે એક ધમાર બનાવી અને એમાં ગાયું કે (સારંગી પ્રતાપ તે પાય ગોકુલનાથ ) આ ધમાર શ્રી ગોકુલનાથજી માં ગવાય છે. જ્યારે 150 વર્ષ ની અવસ્થા પૂરી થઈ ત્યારે ચતુરનાગા એ જઈને ગોવિંદકુંડ ઉપર સમાધિ લીધી અને લીલામાં પ્રાપ્ત થયા. ઇતિ શ્રી કોકિલા વનની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place:બઢેલ
district: મથુરા (ઉ.પ્ર )
contact person: શ્રી ઉમેશચંદ્ર મુખ્યાજી
mo: 09675554821
contact person:શ્રી દાલચંદ્ર મુખ્યાજી
mo:09319348440
__________________________________________________________________________
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો