252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 48 મી, વૈષ્ણવ 48 માં. શ્રીગુસાંઇજીના સેવક બીરબલની પુત્રીની વાર્તા.
પ્રસંગ 1 લો :- એક દિવસ
શ્રીગુસાંઇજીના આગ્રા પધાર્યા હતા. બીરબલની બેટીને શ્રીગુસાંઇજીનાં દર્શન સાક્ષાત
પૂર્ણ પુરુષોત્તમનાં થયાં. તેથી બીરબલની બેટી શ્રીગુસાંઇજીની સેવક થઈ નિત્ય કથા
સાંભળવાને શ્રીગુંસાઈજી પાસે જતી. કથામાં જે સાંભળતી તે મનમાં લખી રાખતી. એક પણ
અક્ષર ભૂલતી નહીં. દિવસ અને રાત આ કથાનો અનુભવ કરતી. એક દિવસે બીરબલને બાદશાહે
પૂછ્યું સાહેબને શી રીતે મલાય ? એ નિશ્ચય કરીને કહો ત્યારે બીરબલે સઘળા પંડિતોને તથા મહંતોને પૂછ્યું પણ એમનું
કહ્યું કશું નજરમાં આવ્યું નહીં. તેથી બહુ જ ચિંતાતુર થયા. અને એવોડર લાગ્યો
" બાદશાહ મને લૂંટી લેશે" ત્યારે બેટીએ કહ્યું આનો ઉત્તર શ્રીગુંસાઈજી
દેશે, ત્યારે બીરબલ
શ્રીગોકુળ આવ્યા. શ્રીગુસાંઇજીને વિનંતી કરી, ત્યારે શ્રીગુંસાઈજીએ આજ્ઞા કરી
"આનો ઉત્તર બાદશાહને એકાંતમાં દઈશું" ત્યારે બીરબલે બાદશાહને કહ્યું
"ત્યારે બાદશાહ શ્રીગોકુળ આવ્યા. બીરબલ પણ સંગ આવ્યા. બીરબલ આવીને બાદશાહના
મુકામ પર શ્રીગુસાંઇજીને પધરાવીને લઈ ગયા. બાદશાહે એકાંતમાં શ્રીગુંસાઈજી ને
પૂછ્યું "સાહેબ શી રીતે મળે ? એનો ઉપાય બતાવો. શ્રીગુસાંઇજીએ
લૌકિક રીતથી ઉત્તર આપ્યો "જેવી રીતે તમે અમને મળો છો તેવી રીતે સાહેબ મળે
છે." બાદશાહે કહ્યું એનું કારણ સમજાવો. શ્રીગુંસાઈજીએ કહ્યું "અમે હઝારો
ઉપાય કરીએ તોપણ તમને મળવું કઠણ છે. પણ જો તમે વિચારો તો ઘડી પણ લાગતી નથી. તર્તજ
અમને મળી જાવ છો. તે પ્રમાણે જીવ હજારો ઉપાય કરે તો પણ સાહેબ મળતા નથી. સાહેબ વિચારે
તો જલદીથી મળે છે. જીવની પાસે કોઈપણ ઉપાય નથી. સાહેબની મરજી હોય તો ક્ષણ એક પણ ન
લાગે. આ સાંભળીને બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો. શ્રીગુસાંઇજીને દંડવત કર્યા અને વિનંતી
કરી. મારો અંગીકાર કરો. પછીથી શ્રીગુસાંઇજીએ કહ્યું "અમારે ગોપાલપુર જવું છે.
તો એક ઘંટામાં ત્યાં પહોંચાય એવી અસ્વારી હોય તો ઠીક. બાદશાહે એવો ઘોડો આપ્યો. તે
ઘોડો એક ઘંટામાં (કલાકમાં) દશ કોશ જતો હતો ઘોડાનાં ખર્ચમાં શ્રીગોકુળ તથા ગોપાલપુર
એમ બે ગામ આપ્યાં અને દંડવત કર્યા અને આગ્રામાં ગયા. આ ઘોડાપર બેસીને શ્રીગુંસાઈજી
હમેશાં ગોપાલપુર પધારતા. પછીથી શ્રીગોકુલ આવતાં આ ઘોડાની વાત ગોપાલદાસજીએ
સપ્તમવલ્લભાખ્યાનમાં ગાઈ છે,
"તુરંગ ચાલે વાયુવેગે ઉતાવળા
જાણે નૌકા ચાલી સીધું તરવા"
(સાર)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો