વાર્તા 36 મી. વૈષ્ણવ 36 માં. શ્રી ગુસાંઈજીના સેવક વ્રજવાસીની વહુની વાર્તા. પ્રસંગ 1 લો :- દિવસે તે પોતાના સાસરે આવી તેજ દિવસે તેની ભેંસ ખોવાઈ ગઈ. ત્યારે ઘરનાં માણસો કહેવા લાગ્યાં."વહુનાં પગલાં સારાં નથી. જે દિવસે તે અહીંયા આવી તેજ દિવસે ભેંસ ખોવાઈ ગઈ." ત્યારે આ વહુના મનમાં ચિતા થઈ. એણે શ્રીનાથજીને સવાશેર માખણ માન્યું. તેથી પાંચ સાત દિવસમાં ભેંસ મળી ગઈ. પછીથી એ વહુ ભેંસની છાશ વલોવવા લાગી તે દરરોજ છ ટાંક માખણ ચોરી લેતી. બીજે દિવસે વાસી માખણ સારામાં મેળવી લે અને સારું કાઢી લે. જયારે સવાશેર માખણ થયું ત્યારે તે લઈ શ્રીનાથજીને આરોગાવા ગઈ, જતાં વિચાર થયો" કોઈ મને જોઈ જશે તો હું શો જવાબ દઈશ. તેથી આગળ જવાય નહીં તેમ પાછા પણ અવાય નહીં. શ્રીનાથજી એને ચિંતાતુર જોઈને પધાર્યા શ્રીનાથજીએ એવું જાણ્યું "આ મારા વગર બીજા દેવને જાણતી નથી તેથી પધાર્યા. એનું માખણ લઈને આરોગ્યા. એ વહુ એવાં કૃપાપાત્ર હતાં. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 36માં.
(સાર) પ્રભુમાં શ્રદ્ધા હોય તો સર્વ લૌકિક ચિંતાઓ દૂર થઈ જાય છે.
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો