મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 49 મી, વૈષ્ણવ 49 માં.

252વૈષ્ણવોની વાર્તા. 


વાર્તા 49 મી. વૈષ્ણવ 49 માં. શ્રીગુસાંઇજીના સેવક કુંજરીની વાર્તા.

પ્રસંગ 1 લો :- એક દિવસ શ્રીગુંસાઈજી ગોપાલપુરથી શ્રીગોકુળ પધારતા હતા. રસ્તામાં એક કુંજરી તરસથી ગભરાઈને પડી હતી. ત્યારે શ્રીગુસાંઇજીએ ખવાસને કહ્યું "તરસને લીધે આ લુગાઈના પ્રાણ નીકળે છે" પછીથી પોતાના ખવાસને કહ્યું "આપણી ઝારીમાંથી એને જળ પાવો." ખવાસે કહ્યું "ઝારી છુવાઈ જશે." શ્રીગુસાંઇજીએ કહ્યું "ઝારી તો બીજી આવશે પણ આનો પ્રાણ તો બચશે." પછી એને જળ પાયું તેથી તે ચેતન થઈ. પછીથી આ કુંજરી પોતાનું બધું દ્રવ્ય લઈને શ્રીગોકુળમાં આવીને રહી. દિવસે દુકાન માંડીને બેસે, રાત્રે ગામ બહાર જઈને રહે. કારણકે શ્રીગોકુળમાં મુસલમાનને રાત રહેવાનો બાદશાહનો હુકમ ન હતો. તે વખતે આ કુંજરી ઉત્તમ મેવા મંગાવીને વેચતી. જે કોઈ મંદિરમાં મેવા પહોંચડાવે તેની પાસે દામ થોડા લેતી. તે મનમાં એમ સમજતી કે આ રીતે મારુ દ્રવ્ય અંગીકાર થશે આમ કરતા કરતા આ કુંજરીએ આખો જન્મારો શ્રીગોકુળમાં વ્યતીત કર્યો. શ્રીગુંસાઈજી શ્રીયમુનાજીના ઘાટ ઉપર પધારતા ત્યારે આ કુંજરીને હમેશાં દર્શન થતાં. તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જાણીને શ્રીગોકુળમાં રહેતી હતી. જ્યાં સુધી આની દેહ રહી ત્યાં સુધી એને એ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમના દર્શન થતાં હતાં. આ કુંજરી શ્રીગુસાંઇજીની એવી કૃપાપાત્ર ભગવદીય હતી. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 49 માં. 








ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1