252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 34 મી. વૈષ્ણવ 34 માં. શ્રીગુસાંઇજીના સેવક નરુ વૈષ્ણવની વાર્તા.
પ્રસંગ 1 લો :- તે ઝાડ દેખાડો." તે વૈષ્ણવ શ્રીગુસાંઇજીને પધરાવીને એ વૃક્ષ પાસે એક વખત શ્રીગુંસાઈજી દ્વારિકામાં પધાર્યા, ત્યારે તે વૈષ્ણવે શ્રીગુસાંઇજીને પોતાને ઘેર પધરાવીને મુકામ કરાવડાવ્યો. એનું ઘર ઘણું જ ન્હાનું હતું. તોપણ તેનો આગ્રહ દેખીને શ્રીગુસાંઇજીએ ત્યાં મુકામ કર્યો. શ્રીગુસાંઇજીએ તે વૈષ્ણવને પૂછ્યું "તમે નિર્વાહ શી રીતે કરો છો ?" તેમણે કહ્યું " ગામની બહાર એક વૃક્ષ છે. તેની નીચે આપે પહેલાં મુકામ કર્યો હતો તેની પાસે નીચે બેસીને ભગવદવાર્તા કરું છું. આ ગામમાં કોઈ વૈષ્ણવ નથી" ત્યારે શ્રીગુંસાઈજીએ કહ્યું મનેલઈ ગયા. આ વૃક્ષે શ્રીગુસાંઇજીને આવતાં જોઈને દંડવત કર્યા અને મૂળમાંથી ઉખડી પડ્યું. શ્રીગુસાંઇજીએ બધા માણસોને કહ્યું "આના પાંદડાં તથા ડાળો ઉઠાવીને ચાલો. આનો સર્વ અંગીકાર થયો. એ વૃક્ષ આગલા જન્મમાં વૈષ્ણવ હતો. લોકોના દોષ દેખતો હતો તેથી વૃક્ષ થયો છે." આ વાત સાંભળીને એ વૈષ્ણવને ઘણું આશ્ચ્રર્ય થયું. પછી શ્રીગુંસાઈજી દ્વારિકા પધાર્યા. આ વૈષ્ણવે ઘરમાં જે કાંઈ હતું તે બધું ભેટ કરી દીધું. આ વૈષ્ણવ એવા કૃપાપાત્ર હતા. શ્રીગુસાંઇજીએ એમને લૌકિક નિર્વાહની વાત પૂછી ત્યારે એમણે અલૌકિક નિર્વાહ બતાવ્યો. વૈષ્ણવોએ એવું જોઈએ તેમની વાર્તા કેટલી કહીએ. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 34 માં.
(સાર):- (1) વૈષ્ણવોએ પારકાના દોષ જોવા નહીં તથા કોઈની નિન્દા કરવી નહીં. (2) કેટલાક વૈષ્ણવો લૌકિક નિર્વાહ કેમ ચાલશે તેનોજ વિચાર કર્યા કરે છે, પણ તેમ નહીં કરવું જોઈએ. પ્રભુકૃપાથી લૌકિક કાય તેની મેળે બની આવશે. (3) ગુરુની સન્મુખ લૌકિક નિર્વાહની વાત કરવી નહીં.
(સાર):- (1) વૈષ્ણવોએ પારકાના દોષ જોવા નહીં તથા કોઈની નિન્દા કરવી નહીં. (2) કેટલાક વૈષ્ણવો લૌકિક નિર્વાહ કેમ ચાલશે તેનોજ વિચાર કર્યા કરે છે, પણ તેમ નહીં કરવું જોઈએ. પ્રભુકૃપાથી લૌકિક કાય તેની મેળે બની આવશે. (3) ગુરુની સન્મુખ લૌકિક નિર્વાહની વાત કરવી નહીં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો