મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

252 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 12 મી. વૈષ્ણવ 12 માં.

252 વૈષ્ણવોની વાર્તા.


વાર્તા 12 મી. વૈષ્ણવ 12 માં. શ્રીગુસાંઇજીના સેવક કાયસ્થ પિતા પુત્રની વાર્તા. 


તે બન્નેએ એક પરગણું ઈજારે લીધું હતું. તેમને વિસ હજાર રૂપિયાની ખોટ આવી. તેથી બાદશાહે એમને બંદીખાનામાં નાખ્યા. તેમણે પુરોહિતને પોતાના દેશમાં મોકલ્યો. તે પુરોહિતે એમના ઘરનાં દાગીના વેચીને 2000 રૂપિયાઆ લીધાં અને 3000 એક બ્રાહ્મણના દેવા કરીને રૂપિયા 5000 એમને માટે આણ્યા. પછીથી એમણે વિચાર કર્યો કે આ રૂપિયાથી આપણે છૂટવાના નથી રૂપિયા 3000 બ્રાહ્મણને પાછા મોકલ્યા અને રૂપિયા 2000 શ્રીગુસાંઇજીને ભેટ મોકલી તે પુરોહિત રૂપિયા લઈને શ્રીગુસાંઇજીની પાસે ગયો. શ્રીગુસાંઇજીએ તેને પૂછ્યું " એ પિતાપુત્ર ક્યાં છે ? " ત્યારે તેણે કહ્યું " એ બે તો બંદીખાનામાં છે " ત્યારે શ્રીગુસાંઇજીએ ચાચા હરિવંશજીની સાથે પત્ર લખીને બીરબલ તરફ દિલ્હી મોકલ્યા. ચાચાજી આવીને બીરબલને ત્યાં ઉતર્યા અને પિતા પુત્રની પાસે મનુષ્ય મોકલ્યો. આ મનુષ્યે શ્રીગુસાંઇજીના આશીર્વાદ કહ્યા અને પત્ર આપ્યો. આ પત્રની સાથે બીરબલનો પત્ર હતો. તે પિતા પુત્રે બીરબલનો પત્ર વાંચી છુપાવી રાખ્યો. આ પત્રનો અભિપ્રાય એવો હતો કે " શ્રીગુંસાઈજી રૂપિયા  2000ના જામીન થશે તો આપણો ધર્મ રહેશે નહીં. જો બંદીખાનામાં રહીશું તો આપણો ધર્મ રહેશે. એમ જાણીને બીરબલનો પત્ર છુપો રાખ્યો અને પેલા માણસને કહ્યું કે એ પત્ર તો ખોવાઈ ગયો, ત્યારે તે વ્રજવાસીએ ચાચાજીને કહ્યું કે બીરબલનો પત્ર તો ખોવાઈ ગયો, ત્યારે ચાચાજીએ મનમાં વિચાર કર્યો કે" પત્ર તો ખોવાઈ ગયો તો શું ? શ્રીગુસાંઇજીના પ્રતાપથી સઘળું કામ સિદ્ધ થશે " આમ વિચાર કરીને ચાચાજીએ બીરબલને કહ્યું " શ્રીગુંસાઈજી રૂપિયા 2000ના જમીન થશે. આ બાપબેટો છોડાવો." ત્યારે બીરબલે કહ્યું " હું શ્રીગુંસાઈજીનો દાસ છું, મારી પાસે જે દ્રવ્ય છે. તે શ્રીગુસાંઇજીનું છે. તો હું જામીન થઈશ "આથી બીરબલે બાદશાહને કહીને તેમને છોડાવ્યા. અને તેમના પરગણામાં મોકલ્યા. પછીથી તે બાપબેટાએ કમાઈને પૈસો ભરી દીધો. એ બાપબેટા શ્રીગુસાંઇજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા.વાર્તા 12 મી સમાપ્ત. વૈષ્ણવ. 12 માં.

(સાર) ગમે તેમ થાય પણ પોતાના ધર્મનું રક્ષણ કરવું.     

---------------------------------------------------------------------------------




  

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1