pusti bhakti,pusti marag, vaishnav, vaishnav samaj ,84 & 252 vaishnav ni varta, 84 bethak ni varta, shri mahaprabhuji vallabhacharya rachit granth, shri gusaiji rachit granth, thakorji na kirtan, thakorji na bhajan,etc
PUSTI MARG
252 વૈષ્ણવો ની વાર્તા. વાર્તા 39 મી. વૈષ્ણવ 39 માં.
252 વૈષ્ણવો ની વાર્તા.
વાર્તા 39 મી. વૈષ્ણવ 39 માં. શ્રીગુસાંઇજીના સેવક ગોપાળ દાસ ભીતરીયાની વાર્તા. પ્રસંગ 1 લો :- આ ગોપાળદાસ ગુજરાતમાં શ્રીગુસાંઇજીની સાથે આવ્યાં. શ્રીગુસાંઇજીએ ગોપાળદાસને શ્રીનાથજીની સેવા સોંપી હતી. શ્રીનાથજી ગોપાળદાસની ઉપર એવી કૃપા કરતા કે જે ઠેકાણે ગોપાળદાસ સેવામાં ભૂલ કરતા તે ઠેકાણે શ્રીનાથજી શીખવાડતા. આ ગોપાળદાસનો પ્રસંગ ગોપીનાથ ગ્વાલની વાર્તામાં લખ્યો છે. શ્રીનાથજી ગોપાળદાસને સાથે વનમાં લઈ જતાં. જે સામગ્રી ગોપાળદાસજીને નહોતી આવડતી તે શ્રીનાથજી પોતે બતાવીને કરાવી લેતા. એવી રીતે અનેક પ્રકારનો અનુભવ કરાવતા. આ ગોપાળદાસ એવા કૃપાપાત્ર હતા. વાર્તા સંપૂર્ણ. વૈષ્ણવ 39 માં. (સાર) અનન્ય ભક્તને પ્રભુ અનેક પ્રકરણના અનુભવ કરાવે છે. સેવામાં જો કોઈ ચૂક પડે તો પ્રભુ જાતે તે બતલાવે છે.
અર્થ જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતા માં કહ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો