252 વૈષ્ણવોની વાર્તા.
વાર્તા 7 મી વૈષ્ણવ 7 માં. શ્રીગુંસાંઇજીના સેવક ચાચા હરિવંશજીની વાર્તા.
પ્રસંગ 1:- ચાચા હરિવંશજી ક્ષત્રિય હતા. એમને શ્રીગુસાંઇજીએ આજ્ઞા કરી કે શ્રીનાથજીનો અભિપ્રાય પુષ્ટિમાર્ગ વધારવાનો છે. તો તમે પરદેશમાં જઈને અમારી આજ્ઞાથી સર્વને નામ પમાવો, અને વૈષ્ણવ જે ભેટ આપે તે લઈ આવો. ત્યારે ચાચા હરિવંશજી ગુજરાત આવ્યા. રાજનગરની પાસે અસારવા ગામ છે ત્યાં ભાઈલા કોઠારીના ઘરમાં રહ્યા. ત્યાંથી ભેટ ઉઘરાવીને ખંભાતમાં માલ લેવાને ગયા. ત્યાં ગામમાં પૂછ્યું કે ભલો આદમી કોણ છે. ત્યારે માધવદાસ દલાલે કહ્યું કે સહજપાલ દોશી ભલા આદમી છે. તેથી માધવદાસ દલાલની સાથે સહજપાલ ડોશીને ત્યાં ગયા. અને જોઈતો સઘળો માલ લીધો. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ લીધી. જીવાપારેખની ઉપર હૂંડી લાવ્યા હતા, તે માધવદાસ દલાલને આપી. અને કહ્યું કે આ માલનું મૂલ સઘળું ચૂકવીને જે બચે તે નારાયણ સરોવર ઉપર અમારો મુકામ છે ત્યાં પહોંચાડી દેજો. માધવદાસજી એ દ્રવ્ય લઈને મુકામ પર પહોંચાડવા ગયા. ત્યારે માધવદાસ એમની આચાર ક્રિયા જોઈને વિસ્મય થયા. અને વિચાર કર્યો કે આ કોઈ મહાપુરુષ છે. માધવદાસે કહ્યું "તમારો ધર્મ અમને શીખવો." ત્યારે ચાચાજીએ તેમને નામ પમાવ્યું. માધવદાસ સઘળી રીતભાત શીખીને સહજપાલ દોશી તથા જીવાપરેખ ને કહ્યું કે આતો મોટા મહાપુરુષ છે. એ સાંભળીને એ બે જણાઓએ ચાચાજી પાસે નામ ગ્રહણ કર્યું. પછીથી એ ત્રણે જણા ચાચાજીની સાથે ખંભાતથી શ્રીગોકુળ આવ્યા. આવીને શ્રીગુસાંઇજીની પાસેથી નિવેદન મંત્ર લીધો દર્શન કરીને તે બહુજ પ્રસન્ન થયા. એ ચાચાજી એવા કૃપા પાત્ર હતા.
પ્રસંગ 2:- ફરીથી એક દિવસ ચાચાજી ગુજરાતના પરદેશમાં આવ્યા. તે રસ્તો ભૂલી ગયા. અને ભીલોના ગામમાં જઈને ચઢ્યા. ત્યાં એક સ્ત્રી કુવા પર પાણી ભરતી હતી. તે સ્ત્રી એમનો આચાર વિચાર જોઈને પોતાને ઘેર લઈ ગઈ. તેમની પાસે થી તે નામ પામી. અને દરેક રીતભાતથી તે ભોગ ધરવા લાગી. ચાચાજીએ એને પૂછ્યું " તારા ઘરનો પુરુષ ક્યાં ગયો છે!" ત્યારે તેણે કહ્યું કે ચોરી કરવા ગયો છે. અમારો એ ધંધો છે. " ચાચાજીએ કહ્યું કે એ ધંધો સારો નથી. એ સ્ત્રીએ વિનંતી કરી આપ અહીંયા રહીને એને વૈષ્ણવ બનાવીને પછી જાઓ. ત્યારે ચાચાજીનાં દર્શન કરતાંની સાથે તેનું મન લૌકિકમાંથી નીકળીને પ્રભુના ચરણ કમળમાં લાગ્યું. સુરદાસજીએ ગયું છે. તે પદ :-
" જાદિન સંતપાહુને આવે ! તીર્થ કોટી સ્નાન કરન ફલ દર્શનહીં તે પાવે"
આથી આ ભીલનું મન ઝટ ફરી ગયું. આખું ગામ વૈષ્ણવ થયું. ચાચાજીએ એમને સેવાની રીતિ શીખવાડી અને ત્યાંથી વિદાય થયા. એ ભીલ ચોરીનો ધંધો છોડીને ખેતી કરવા લાગ્યો. રસ્તામાં ચાચાજીને સ્વપ્નમાં શ્રીનાથજીએ આજ્ઞા કરી. આ ભીલ આચાર ક્રિયા સારી પાળે છે. પણ ભોગતો ચાખીને ધરે છે. તેથી મારે હંમેશાં ભીલનું જુઠાણું લેવું પડેછે. માટે તમે એને બરાબર શિક્ષા આપજો. પછીથી ચાચાજી ફરીને આ ગામમાં આવ્યા, અને બે મહિના રહીને સેવાની રીત અને આચાર ધર્મ સઘળું પાકું કરાવ્યું. અને સઘળી રીતિ શીખવીને ગુસાંઇજીની ભેટ લઈને ગયા. એ ચાચાજી એવા કૃપાપાત્ર હતા.
પ્રસંગ 3:- એક વખત ચાચા હરિવંશજી શ્રીગોકુલ થી ઉજ્જન ચાલ્યા. રસ્તામાં એક ક્ષત્રિય વૈષ્ણવ ને ઘેર આવ્યા. આ ક્ષત્રિય વૈષ્ણવે ચાચાજી ના મુખથી ભગવદ વાર્તા સાંભળીને સંસારમાંથી આશક્તિ કાઢી નાખી. ચાચા હરિવંશજીને આ વૈષ્ણવ એ કહ્યું.'' આ સઘળું શ્રી ગુંસાઈજી પાસે લઇ જાઓ ,'' ચાચાજીએ કહ્યું ,'' હું ઉજ્જન જઈને આવું છું પાછો આવીને લઇ જઈશ.'' ચાચાજી ઉજ્જન આવ્યા , ત્યારે કૃષ્ણભટ્ટ ને વાત કરી કૃષ્ણભટ્ટ એ કહ્યું કે એ ક્ષત્રિય અનાચારી છે , ત્યારે ચાચાજી એ કહ્યું જેની સંસારમાં આશક્તિ નથી તેને આચાર વિચારનું શું કામ છે , ફરીથી ચાચાજી આ ક્ષત્રિય વૈષ્ણવને ઘેર આવ્યા. આ વૈષ્ણવે સઘળું દ્રવ્ય શ્રીગુંસાઈજીને ભેટ કર્યું. ચાચાજી ત્રણ હાજર રૂપિયા લઇ ગયા. અને બસોરૃપીયા આ વૈષ્ણવ ને પરાણે આપતા ગયા. કે જેથી એનો વ્યવહાર ચાલે. એ ચાચાજી એવા કૃપા પાત્ર હતા. એમના સંગથી હજારો વૈષ્ણવોની સંસારમાંથી આશક્તિ ઉઠી ગઈ હતી.
પ્રસંગ 4:- એક વખત શ્રીગુંસાઈજી પરદેશ પધાર્યા. રસ્તામાં એક ગામ આવ્યું. એ ગામમાં વૈષ્ણવ કોઈ નહોતો. શ્રીગુસાંઇજીએ કહ્યું "ચાચાજી આ રસ્તે નીકળ્યા નહીં હોય. એ ચાચાજી એવા કૃપાપાત્ર હતા. રસ્તે નીકળતા જે લોકોનો પ્રસંગ એમને પડતો તેમનું મન શ્રીપ્રભુજી માં જોડી દેતા એવા તે ભગવદીય હતા.
પ્રસંગ 5 :- એક વખત ચાચા હરિવંશજી શ્રીનાથજીને માટે શ્રીગોકુલ થી ચાલ્યા, શ્રીયમુનાજી ના ઘાટ પર આવ્યા ત્યારે હોડી હતી નહીં, સાંજ પડી ગઈ હતી. ચાચાજીએ વિચાર કર્યો, "સવારે છ ઘડી રાત રહે ત્યારે આ સામગ્રી જોઈશે, રાત્રે સિદ્ધ થવી જોઈએ, ગોપાળપૂર તો દસ ગાઉ દૂર છે, તો શી રીતે પહોંચાશે. આ વિચાર કરીને વૈષ્ણવને કહ્યું, હું શ્રીયમુનાજીની ઉપર ચાલુ છું હું જ્યાં પગ મૂકીને ઉઠાવું તે તે ઠેકાણે તમારે પગ મુકવો. ચાચા હરિવંશજી શ્રીયમુનાજી ઉપર ચાલવા લાગ્યા અને ભગવાનનું નામ લેવા લાગ્યા એ વૈષ્ણવ પાછળ ભગવાનનું નામ લેતો ચાલ્યો ત્યારે આ વૈષ્ણવે મનમાં વિચાર્યું, ચાચાજી ભગવાનું નામ લે છે, હું પણ ભગવાનનું નામ લઉં છું. ત્યારે એમના પગલાં પર શા માટે મારે પગ મુકવો જોઈએ તેથી બીજી જગાએ પગ મૂકવાં લાગ્યો ત્યારે શ્રીયમુનાજીમાં ડૂબવા લાગ્યો. ચાચાજીએ આવીને આનો હાથ પકડયો અને કિનારે લઈ ગયા અને કહ્યું " હું જે ઠેકાણેથી પગલું ઉઠાવતો હતો ત્યાં તે શા માટે ન મૂક્યું. "એણે કહ્યું હું ભગવાનનું નામ લઉં છું તમે પણ ભગવાનનું નામ લ્યો છો ત્યારે ચાચાજીએ કહ્યું " મારુ પ્રભુએ સાંભળ્યું છે. તારું હવે સાંભળશે " આ ચાચાજી એવા કૃપાપાત્ર હતા. કે જેમનું ભગવાન્નામ શ્રીપ્રભુએ સાંભળ્યું હતું.
પ્રસંગ 6:- એક દિવસ શ્રીગુંસાઈજી લઘુશંકા કરીને પધાર્યા ને ચાચાજી સાથે ભગવદ વાર્તા કરવા લાગ્યા એમાં એવો રસાવેશ થયો કે આખી રાત ચાલી ગઈ. હાથમાંથી નીચે ઝારી ધરવાની શુદ્ધિ ના રહી. ચાચાજીને તો ત્રણ દિવસ સુધી રસાવેશ રહ્યો. એ એવા ભગવદરસના પાત્ર હતા.
પ્રસંગ 7 :- એક દિવસ ચાચાજી શ્રીગિરિરાજ ઉપર ગયા. ત્યાં શંખનાદની તૈયારી હતી. ચાચા હરિવંશજીને એવો અનુભવ થયો કે શ્રીનાથજી ભર નિંદ્રામાં છે. તો શંખનાદ થવા દેવો નહીં. બધા ભીતરીયાઓ થોભી રહ્યા. ઘડી બે ઘડી પછી શ્રીગુંસાઈજી પધાર્યા. શંખનાદ કરાવ્યો, તો પણ શ્રીનાથજી જાગ્યા નહોતા. ત્યારે સુરદાસજીએ કીર્તન ગાયું.
આ પદ સાંભળીને શ્રીનાથજી જાગ્યા. એ ચાચાજી એવા કૃપાપાત્ર હતા. જેમની કાની શ્રીગુંસાઈજી રાખતા. જેમને શ્રીઠાકોરજીની કૃતિની સર્વ શુદ્ધિ રહેતી.
પ્રસંગ 8 :- એક દિવસ શ્રીગુંસાઈજી શૈય્યા મંદિરમાં પધારતા હતા. શ્રીનાથજી શ્રીગુસાંઇજીની આડી જોવા લાગ્યા. ત્યારે ચાચાજીએ શ્રીગુસાંઇજીને વિનંતી કરી કે શ્રીનાથજી તો આપની ચિંતા કરે છે. આપ ભીતર કેમ પધારો છો? "ત્યારે શ્રીગુંસાઈજીએ આજ્ઞા કરી. "શ્રીનાથજી તો બાળક છે, પણ સેવા તો કરવી જોઈએ. પછીથી શ્રીગુંસાઈજી સેવા કરવાને પધાર્યા. એ ચાચાજી એવા કૃપાપાત્ર હતા. એમને શ્રીગુસાંઇજીની ઘડી ઘડી ખબર પડતી હતી.
પ્રસંગ 9 :- એક દિવસ ચાચાજીને ઠોકર લાગી હતી, તેથી દુઃખી થઈને બેસી રહ્યા હતા. તે વખતે શ્રીરૂકિમણી વહુજીની આગળ વાત નીકળી. ત્યારે શ્રીગુસાંઇજીએ કહ્યું સર્વ "વૈષ્ણવ અમારું અંગ છે" ત્યારે શ્રીરૂકિમણી વહુજીએ કહ્યું " ચાચાજી ક્યુ અંગ છે ? " શ્રીગુંસાઈજી એ આજ્ઞા કરી " એ અમારું નેત્ર છે." કારણકે ચાચાજી દુઃખી છે તો અમારું નેત્ર દુઃખે છે. એ એવા કૃપાપાત્ર હતા.
પ્રસંગ 10 :- એક સમય ચાચા હરિવંશજીને આજ્ઞા કરી '' તમે પરદેશ જાઓ .'' ત્યારે ચાચાજીએ કહ્યું '' મારાથી આપના દર્શન વગર નહિ રહેવાય '' ત્યારે શ્રીગુંસાઈજીએ આજ્ઞા કરી ''જ્યાં તમે જશો ત્યાં અમે તમને નિત્ય દર્શન દઈશું . આનું કારણ એ હતું કે શ્રીગુંસાઈજીને આસુર વ્યામોહલીલા કરવાની હતી. તેથી તે વખતે ચાચાજી ત્યાં રહે તો એમ નો દેહ ના રહે. શ્રીગોકુલનાથજી, શ્રીયદુનાથજી, શ્રીરઘુનાથજી અને શ્રીઘનશ્યામજીને સ્વમાર્ગીય ગ્રંથની પરિપાઠી કોણ બતાવે! શ્રીગિરિધરજઈને તો સેવામાંથી અવકાશ ન હતો . આ વિચાર કરીને શ્રીગુંસાઈજીએ ચાચા હરિવંશજીને પરદેશ વિદાય કર્યા. પછી ચાચાજી ગુજરાત ગયા. ત્યાર પછીગુંસાઈજીએ અસુરવ્યામોહલીલા દેખાડી. જયારે ચાચાજી એ વાત ગુજરાતમાં સાંભળી કે તુરંત જ મૂર્છિત થઇ ગયા. ત્યારે શ્રીનાથજીએ આવીને ચાચાજીને કહ્યું '' હાલ તમારે પૃથ્વી પર રહેવાનું છે , ને મારી આવી આજ્ઞા છે '' તેથી ચાચાજી વ્રજમાં આવીને સર્વ બાળકો પાસે શ્રીસુબોધિનીજી સાંભળવાના બ્હાનાથી તેમને ભણાવતા. કારણકે ચાચાજી ન્યાતે ક્ષત્રિય હતા તો બ્રાહ્મણ કુળને શી રીતે ભણાવે ? તેથી સાંભળવાના બ્હાનાથી સર્વ બાળકોને ભણાવ્યા. એ એવા કૃપાપાત્ર હતા. એમને શ્રીગુંસાઈજી માર્ગની પરિપાઠી દેખાડવાને માટે ભુતળ ઉપર મૂકી ગયા. જેવી રીતે શ્રીમહાપ્રભુજી દામોદરદાસ હરસાનીને માર્ગ ની પરિપાઠી દેખાડવાને માટે મૂકી ગયા હતા તેમ. તેથી શ્રીગુંસાઈજીએ शुड्डाररस मण्डन ગ્રંથમાં કહ્યું છે ---
આ શ્લોકમાંથી એવો નિશ્ચય થાય છે કે દામોદરદાસજી તથા ચાચા હરિવંશજીને સરખો અધિકાર હશે. આ ચાચાજી ભુતળ ઉપર 125 વર્ષ બિરાજ્યા હતા. કાળ તેમને કંઈ બાધા કરી શક્યો નહીં. એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા અનિર્વચનીય છે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 7 માં.
સાર :- (1) વૈષ્ણવના સત્સંગથી ભીલ જેવાઓનાં મન પણ શુદ્ધ થાય છે. અને તેમનું કલ્યાણ થાય છે. તો પછી બીજાનું કલ્યાણ કેમ ન થાય ? માટે વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ. વધુ નહીતો થોડો સમય, દિવસના કામમાંથી પરવારીને પણ વૈષ્ણવના સંગનો લાભ લેવો જોઈએ. એ દ્વારા ભગવાનનું નામ લેવાય છે. ચિત્તની શુદ્ધિ બને છે. અને ભગવાનની લીલાનો અનુભવનું રહસ્ય પણ સમજાય છે. (2) ભગવદીયે તો શ્રમ કરીને સર્વ જીવના ઉપર ઉપકાર કરવો (3) વૈષ્ણવ ગુરુની સેવા હૃદયપૂર્વક કરે તો ગુરુની એટલી બધી કૃપા મેળવે છે કે જેથી ગુરુ તે વૈષ્ણવને પોતાના અંગ સમાન ગણે છે.
---------------------------------------------------------------------------------

કોન પરી નંદલાલે બાન,
પ્રાતઃ સમય જાગનકીબીરીઆં સોવતહે પીતાંબર તાન.

यस्मात्साहाय दामोदर हरिवंशौ।
विठ्ठल रचित मिंद शड्डाररसमुण्डनं पूर्णम।।
આ શ્લોકમાંથી એવો નિશ્ચય થાય છે કે દામોદરદાસજી તથા ચાચા હરિવંશજીને સરખો અધિકાર હશે. આ ચાચાજી ભુતળ ઉપર 125 વર્ષ બિરાજ્યા હતા. કાળ તેમને કંઈ બાધા કરી શક્યો નહીં. એવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાર્તા અનિર્વચનીય છે. વાર્તા સંપૂર્ણ વૈષ્ણવ 7 માં.
સાર :- (1) વૈષ્ણવના સત્સંગથી ભીલ જેવાઓનાં મન પણ શુદ્ધ થાય છે. અને તેમનું કલ્યાણ થાય છે. તો પછી બીજાનું કલ્યાણ કેમ ન થાય ? માટે વૈષ્ણવોનો સંગ કરવો જોઈએ. વધુ નહીતો થોડો સમય, દિવસના કામમાંથી પરવારીને પણ વૈષ્ણવના સંગનો લાભ લેવો જોઈએ. એ દ્વારા ભગવાનનું નામ લેવાય છે. ચિત્તની શુદ્ધિ બને છે. અને ભગવાનની લીલાનો અનુભવનું રહસ્ય પણ સમજાય છે. (2) ભગવદીયે તો શ્રમ કરીને સર્વ જીવના ઉપર ઉપકાર કરવો (3) વૈષ્ણવ ગુરુની સેવા હૃદયપૂર્વક કરે તો ગુરુની એટલી બધી કૃપા મેળવે છે કે જેથી ગુરુ તે વૈષ્ણવને પોતાના અંગ સમાન ગણે છે.
---------------------------------------------------------------------------------
252. વૈષ્ણવ 7 માં ચાચા હરિવંશજી ની વાર્તા (ભાગ-1)
252. વૈષ્ણવ 7 માં ચાચા હરિવંશજી ની વાર્તા (ભાગ-2)
252. વૈષ્ણવ 7 માં ચાચા હરિવંશજી ની વાર્તા (ભાગ-3)
252. વૈષ્ણવ 7 માં ચાચા હરિવંશજી ની વાર્તા (ભાગ-4)
---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો