મુખ્ય સામગ્રી પર જાઓ

Featured Post

84 વૈષ્ણવોની વાર્તા. વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા.

84 વૈષ્ણવોની વાર્તા.  વાર્તા 1 લી. વૈષ્ણવ 1 લા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ના સેવક,  દામોદરદાસ હરસાનીની વાર્તા.

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 71-થી-84)

______________________________________________________

બેઠક (71) મી શ્રી ખેરાલુની બેઠક ચરિત્ર 

શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ખેરાલુ માં જગન્નાથ જોશીના ઘરમાં છે. શ્રી જગન્નાથ જોશીની માતા ઉપર આપ બહુજ પ્રસન્ન હતા તેથી તેના ઘરમાં બિરાજ્યા આપ પાક કરી ભોગ ધરી પરમ પ્રીતથી આરોગતા આપ કથા કહેતા ત્યાં કથામાં રસાવેશ બહુ થતો તે સમયે જગન્નાથજોશી એ એક શ્ર્લોક યુગલ ગીતનો પૂછ્યો તેનું વ્યાખ્યાન કરતા ત્રણ પ્હોર થયા અને વચનામૃતની અદભુત વર્ષા કરી કોઈને દેહનુંસંધાન રહ્યું નહીં. પછી શ્રી આચાર્યજીએ બધાને સાવધાન કર્યા પછી ત્યાં આપે સપ્તાહ કરી અને અલૌકિક આનંદ થયો પછી આપ ખેરાલુ થી સિદ્ધપુર પધાર્યા.
ઇતિ શ્રી ખેરાલુની બેઠક ચરિત્ર સમાપ્ત.
માણીવાસ 
contact:
place: ખેરાલુ 
district: મેહસાણા(ગુજરાત)384325
contact person: મુખ્યાજી 
mo: (02761)230130

બેઠક (72) મી શ્રી સિદ્ધપુર ની બેઠક નું  ચરિત્ર  

એક સમય શ્રી મહાપ્રભુજી ખેરાલુ થી સિદ્ધપુર પધાર્યા ત્યાં બિંદુ સરોવર પર આવી બિરાજ્યા અને દામોદરદાસ ને કહ્યું અહીંયા શ્રી કર્દમ ઋષિ નો આશ્રમ છે અહીં શ્રી કપિલદેવજી એ દેવહૂતીજીને સાંખ્ય યોગનો ઉપદેશ કર્યા ત્યારે શ્રી દેવહૂતીજી જળરૂપ થઈ ને શ્રી બિદું સરોવરમાં પ્રવેશ કર્યો આમ કહીને શ્રી આચાર્યજી એ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. નિત્ય નેમ કર્યું પછી તે સ્થળે આપે સપ્તાહ કરી ત્યારે અનિર્વચનીય સુખ થયું પછી માયાવદી ને ખબર પડી કે શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે. તેણે ચારે દિશામાં દિગ્વીજય કરી માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગ સ્થાપન કર્યા છે સાક્ષાત ઈશ્વરનો અવતાર સંભળાય છે ઈશ્વર વિના એવું કામ ન થાય તેથી આપણે બધા મળી ચાલો ચર્ચા કરીએ. કદાચિત હરિ જાશું તો એને શરણે જાશું પછી પંડિતો મળીને શ્રી આચાર્યજી ના દર્શન કરવા આવ્યા  અને નમસ્કાર કરી સન્મુખ બેઠા ત્યારે ચર્ચા થઈ શ્રી મહાપ્રભુજીએ  ક્ષણમાં માયાવાદી ને નિરૂત્તર કરી બ્રહ્મવાદનું સ્થાપન કર્યું સિદ્ધપૂર માં જૈ જૈ કાર થયો, આ મહાત્મ્ય દેખી અનેક જીવ આપને શરણ આવ્યા, પછી આપ ત્યાંથી અવંતિકા પધાર્યા 
ઇતિ શ્રી સિદ્ધપુર નું ચરિત્ર સમાપ્ત.
બિંદુ સરોવર રોડ 
contact:
place:સિદ્ધપુર 
district:મહેસાણા(ગુજરાત)384151
contact person: શ્રી યુગલકિશોર મુખ્યાજી 
mo: 09879079705

બેઠક (73) મી શ્રી અવંતિકાપુરીનું બેઠક ચરિત્ર 

એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ અવંતિકાપુરી ઉજ્જન પધાર્યા, ત્યાં ગોમતી કુંડની ઉપર પીપરના વૃક્ષ ની નીચે બિરાજ્યા પછી ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી ગોમતી કુંડ ઉપર પધાર્યા ત્યારે આપ દામોદરદાસને આજ્ઞા કરી કે દમલા આ અવંતિકાપુરી છે, તે મહાદેવજી ની સાડાત્રણ પુરીમાંની એક પુરી છે, અહીંઆ ના માલીક શ્રી મહાકાલેશ્વરજી છે, તેથી અહીંયા માયામતનું ખંડન કરી બ્રહ્મવાદનું સ્થાપન થશે અને દૈવી જીવનો બહુજ ઉદ્ધાર થશે, અહીંયા પ્હેલાં સપ્તાહ કરશું પરંતુ અહીંયા ક્યાંય વડનાં વૃક્ષની છાંયા દેખાતી નથી, ત્યારે દામોદરદાસજીએ કહ્યું મહારાજ, આપની ઈચ્છાથી અનેક વૃક્ષ થાય તો એક વૃક્ષ કરવું  એમાં કઈ મોટી વાત છે ત્યારે એક પીપરનું પાન  ઉડીને આવ્યું  પાનને શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ રેતીમાં રોપ્યું અને તેની ઉપર સંધ્યાનું જળ છાંટ્યું અને કહ્યું જો કાલે સવારે હું સપ્તાહ નું પ્રારંભ કરીશ ત્યાં સુધીમાં તું મોટું વૃક્ષ થઈ જાજે, પછી શ્રી આચાર્યજી આપ બગીચામાં પધાર્યા ત્યાં પાક કરીને શ્રી ઠાકોરજી ને ભોગ સમર્પ્યો પછી રાત્રે કથા થઈ પછી પોઢ્યા સવારમાં બ્રહ્મમુહૂર્ત થતાં શ્રી આચાર્યજી આપ સ્નાન કરી જઈને જોવે તો તે પીપરના પાનમાં થી મોટું પીપરનું  વૃક્ષ થઈ ગયું છે અને તેનો ફેલાવો ઘણી જગ્યામાં થઈ ગયો છે, તે દેખી  શ્રી આચાર્યજી વૃક્ષ નીચે બિરાજ્યા, ત્યાં શ્રી ભાગવત પારાયણ કરી પછી જે કોઈ ગોમતી નદીમાં સ્નાન કરવા આવતું તે નવા વૃક્ષને દેખી પોતાના મનમાં મોટું આશ્ચ્રર્ય પામતું કે અહીંયા ગોમતી કુંડ પર હજુ સુઘી કોઈ વૃક્ષ તો ન હતું અને એક રાત્રી માં આટલું મોટું વૃક્ષ કેમ થયું, જે સેંકડો વર્ષનું વૃક્ષ હોય તેનો પણ આટલો ફેલાવો નહીં હોય તેટલો આનો ફેલાવો છે, તેનું કંઈપણ કારણ છે, તે પ્રકારે બધા માણસો આપસમાં વાતો કરવા લાગ્યા અને કહ્યું કે અહીંયા શ્રી વલ્લભાચાર્યજી પધાર્યા છે, એમ સાંભળવામાં આવ્યું છે, તેમને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, દિશામાં દિગ્વિજય કરી માયામતનું ખંડન કરી બ્રાહ્મવાદનું સ્થાપન કર્યું છે અને એવું પણ સાંભળ્યું છે કે તે અગ્નિકુંડમાથી ભગવદ અવતાર પ્રગટ થયો છે જુઓ એક રાત્રિમાં એટલું મોટું વૃક્ષ થયું તે એણે કહ્યું હશે, એવો પ્રગટ ઈશ્વરનો પ્રતાપ જોઈ ત્યાંના માયાવાદી બધાં પોતાના મનમાં ડરવા લાગ્યા  ત્યારે વિચાર્યું, કે તેનાથી ચર્ચા કરવાનું આપણું સામર્થ્ય નથી  તેના  તેજની આગળ આપણાથી બોલશે નહીં, કારણ તેને ભસ્મ કરતાં શું વાર લાગશે જો આપણા પ્રાણની રક્ષા કરવા ચાહતા હોય તો આ ગામ માંથી ભાગી ચાલો ત્યારે બધા પંડિતો અવંતિકા છોડીને આસપાસના ગામમાં ભાગી ગયા, તેમાંથી મહાદેવજી ના બે કૃપાપાત્ર પંડિત રહ્યા જેને કે શ્રી મહાદેવજી સાક્ષાત દર્શન દેતાં, ત્યારે તે ખાનપાન કરતા જયારે શ્રી આચાર્યજીએ ત્યાં સપ્તાહ કરી ત્યારે શ્રી મહાદેવજી નિત્ય કથા સાંભળવા આવતા અને કથા પૂર્ણ થાય ત્યારે પોતાને સ્થાનકે પધારતા એક દિવસે  તે બ્રાહ્મણ સેવકોને દર્શન ન થયા, ત્યારે તે મંદિરમાં બેસી રહ્યા જયારે શ્રી મહાદેવજી પધાર્યા ત્યારે દર્શન કરીને સેવકોએ વિનંતી કરી કે મહારાજ અત્યાર સુધી દર્શન ન થયું તેનું કારણ શું ? ત્યારે શ્રી મહાદેવજીએ  કહ્યું શ્રી વલ્લભાચાર્યજી અહીંયા પધાર્યા છે તેની કથા સાંભળવા  ગયો હતો. ત્યાંથી આવું છું, ત્યારે તે સેવકોએ કહ્યું મહારાજ શ્રી મહાપ્રભુજીના ભયથી બધા પંડિતો ગામ છોડી ભાગી ગયા છે, એમ અમે સાંભળ્યું છે, કે તેમણે માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. અને આપતો ત્યાં નિત્ય કથા સાંભળવા જાવ છો તેનું શું કારણ, ત્યારે શ્રી મહાદેવજી એ આજ્ઞા કરી કે પ્હેલાં આજ્ઞા થઈ હતી કે માયામત પ્રગટ કરો !ત્યારે અમે માયામત પ્રગટ કર્યો અને હવે પ્રભુની ઈચ્છા એવી છે કે માયામત ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરવું તેથી શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ઈશ્વરના અવતાર છે તેની ઇચ્છામાં આવે તે કરે હું તો પ્રાતઃકાળમાં કથા સાંભળવા જાઉં છું તેથી તમારે દર્શન કરવા આવવું હોય તો જલ્દી આવજો જ્યાં સુધી સપ્તાહ પૂર્ણ થશે ત્યાં સુધી નિત્ય કથા સાંભળવા જઈશ. જયારે કથા સંપૂર્ણ થઈ ત્યારે શ્રી મહાદેવજી ને નમસ્કાર કરી શ્રી આચાર્યજીએ વિનંતી કરી કે મહારાજ અવંતિકાપુરી ના મલિક તો આપ અને માયાવાદી તો અહીંથી બધા ભાગી ગયા છે કોઈ  દેખાતું નથી, અમારે માયામતનું ખંડન કરી બ્રહ્મવાદનું સ્થાપન કરવું છે  માટે માયાવાદી ને બોલાવો નહીંતર  આપજ ચર્ચા કરો ત્યારે શ્રી મહાદેવજી કહે આપતો સદગુણ સંપન્ન છો, આપે પહેલાજ ઈશ્વરતા દેખાડી , એમ એક રાત્રિમાં પીપળાનું વૃક્ષ પ્રગટ કર્યું, તે આપનો પ્રતાપ દેખીને  ભય પામીને બધા ભાગી ગયા છે, જીવનું શું સામર્થ્ય છે કે ઈશ્વરની સામે  આવે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે અમે બધા શાસ્ત્ર થી ચર્ચા કરીશું, ત્યારે શ્રી મહાદેવજી પોતાને સ્થાનકે પધાર્યા અને બધાં માયાવાદી  પંડિતોને સ્વપ્નમાં જણાવ્યું કે તમે શા માટે ભાગી ગયા હું  તમારા  પક્ષમાં છું તમે નિર્ભય થઈને આવો અને શ્રી આચાર્યજીની સાથે ચર્ચા કરો, પછી બધાં માયાવાદી અવંતીકામાં આવ્યા અને એકમત થઈને વિચાર્યું કે આપણી રક્ષા શ્રી મહાકાલેશ્વરજી કરશે. પછી બધા મળીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા શ્રી આચાર્યજીએ બધાનો સત્કાર કર્યો, શ્રી મહાદેવજી ગુપ્ત પધારી આસન ઉપર બિરાજ્યા, ત્યારે શ્રી આચાર્યજીએ બધાને આજ્ઞા કરીકે તમારાં બધામાંથી છ શાસ્રનો વક્તા હોય  તે એક એક જણ ચર્ચા કરો, ત્યારે બધાએ મળીને સાથે પ્રશ્ન કર્યા તે સાંભળીને શ્રી આચાર્યજી આપ હસીને એક સાથે બહુમુખ કરી ઉત્તર દીધો,  જે એક વચનમાં બધા પંડિતોને નિરૂત્તર કરી દીધા, ત્યારે અવંતિકાપુરીમાં જૈ જૈ કાર થયો અને શ્રી મહાદેવજી બહુજ પ્રસન્ન થયા તે પ્રકારે શ્રી આચાર્યજી આપ અવંતીકાપુરી માં માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું, ત્યારે બધા પંડિતોએ મળીને વિનંતી કરી કે મહારાજ અમને શરણ લ્યો ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી ગોમતીજી માં સ્નાન કરી આવો પંડિતોએ રૂદ્રાક્ષ ઉતારી સ્નાન કર્યું ત્યારે શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ બધાંને નામ મંત્ર આપી તુલસી ની માળા પહેરાવી ને વૈષ્ણવ કર્યા પછી પંડિતોએ આચાર્યજીને વિનંતી કરી મહારાજ, વેદશાસ્ત્ર નિરૂપણ કરે છે તે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રનના અવતાર  દર્શન થયા પછી દંડવત કરી બધા પંડિતો ઘેર ગયા પછી શ્રી મહાદેવજીએ  શ્રી આચાર્યજી ને કહ્યું આપ શાસ્ત્ર રીતિ થી પંડિતોને જીતવાના હતા પણ પછી આપે ઈશ્વરતા દેખાડી તેનું કારણ શું ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે એક પ્રાચીન વાત છે તે આપ સાંભળો જયારે શ્રી રામાનુજાચાર્યજી દિગ્વીજય કરીને કાશીમાં પધાર્યા ત્યારે શ્રી શંકરાચાર્યજી તો આપનો અવતાર છે અને આપને તો પાંચ મુખનો અધિકાર છે, તેથી શ્રી શંકરાચાર્યજીએ પાંચ મુખ કરીને પ્રશ્ન કર્યા, ત્યારે શ્રી રામાનુજાચાર્યજી જે શેષજી નો અવતાર છે અને તેને સહસ્ત્ર મુખનો અધિકાર છે તેથી તેણે સહસ્ત્ર મુખથી શ્રી શંકરાચાર્યજી ને નિરૂત્તર કર્યા  તેવી રીતે મને એક પ્રશ્ન કરત તો  એક એક ઉત્તર દેત, પણ તેઓએ એક સાથે જુદાજુદા વિષયના પ્રશ્ન કર્યા. તેથી અમે એક સાથે એટલા મુખથી બધાને નિરૂત્તર કર્યા, આપ પાસે બિરાજતા હતા તેને કેમ ન સમજાવ્યા હવે આજ્ઞા કરો છો કે આપ ઈશ્વરતા દેખાડો છો આ વચન સાંભળીને શ્રી મહાદેવજી ભુજ પ્રસન્ન થયા અને પોતાને સ્થાનકે પધાર્યા આ મહાત્મ્ય દેખી ને અનેક જીવ શરણે આવ્યા ઉજ્જેન માં જૈ જૈ કાર થયો અને તે પીંપળા નું વૃક્ષ જે રોપ્યું હતું તે હજી સુધી દર્શન દે છે આ પ્રકારનું ચરિત્ર કરી આપ પુષ્કરજી પધાર્યા. 
ઇતિ શ્રી અવંતિકાપુરીની બેઠક ચરિત્ર સમાપ્ત.
ગોમતી કુંડ, સાંદિપની આશ્રમ ના પાસે, મંગલનાથ માર્ગ 
contact:
place: ઉજજૈન 
district:ઉજજૈન (મ.પ્ર.)456001
contact person: ઓફીશ 
mo: (0734)560240
contact person: મનોજભાઈ મુખ્યાજી 
mo: 09977813958

બેઠક (74) મી શ્રી પુષ્કરજી ની બેઠકનું ચરિત્ર 

શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક વલ્લભઘાટમાં છોકર ની નીચે છે ત્યાં કૃષ્ણદાસ મેઘનને આપે આજ્ઞા કરી કે આ પુષ્કરજી બધાં તીર્થના પિતા રૂપ છે એવું પુરાણમાં વર્ણન કર્યું છે, ("માતા ગંગાસમ તીર્થ પીતા પુષ્કર મેવચ) શ્રી બ્રહ્માજીની ઉત્પત્તી નાભી કમળથી થઈ તે અહીંયાજ થઈ છે અહીં શ્રી બ્રહ્માજી અને સાવિત્રીજી નું મંદિર છે, તેથી અહીંઆ થોડા દિવસ રહેશું તે સમયે પુષ્કરજી બ્રાહ્મણ નું સ્વરૂપ ધરી આપની પાસે આવ્યા તેણે વિનંતી કરી મહારાજ આપ દૈવી જીવોના ઉદ્ધાર માટે અને માયામત ખંડન કરી બ્રહ્મવાદ સ્થાપન માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા છો તેથી આપ  પધારી મને સનાથ કરો ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે આપ તીર્થરાજ થઈને કેમ ગભરાવો છો ત્યારે પુષ્કરજી કહ્યું કે કળીકાળમાં બધાં તીર્થ સામર્થ્યવાન થયાં છે, આપના સબંધથી બધાં તીર્થો સામર્થ્યવાન થશે પછી પુષ્કરજી આજ્ઞા લઈને પધાર્યા અને શ્રી આચાર્યજી  મહાપ્રભુજી બધાં સેવકો સહિત પુષ્કરજીમાં સ્નાન કરી આનંદને પ્રાપ્ત થયાં પછી આપે ત્યાં સપ્તાહ કરી અને અનીર્વચનીય સુખ થયું, શ્રી પુષ્કરજી નિત્ય કથા સાંભળવા પધારતા અને શ્રી આચાર્યજીએ તામસી જીવોનો ઉદ્ધાર કર્યો, પછી આપ પુષ્કરજીમાંથી વિદાય થઈ કુરૂક્ષેત્ર પધાર્યા.
ઇતિ શ્રી પુષ્કરજીની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
વલ્લભ ઘાટ મોટો મેલ્લો  
contact:
place:પુષ્કર 
district:અજમેર (રાજસ્થાન)305022
contact person: શ્રી ગોવર્ધનભાઈ મુખ્યાજી 
mo: 09414314141 

બેઠક (75) મી શ્રી કુરૂક્ષેત્રની બેઠકનું ચરિત્ર 

શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક કુરૂક્ષેત્રમાં કુડની ઉપર છે, ત્યાં આપે બિરાજીને કૃષ્ણદાસને આજ્ઞા કરી આ ક્ષેત્ર છે તે મોટું ધર્મક્ષેત્ર છે, જયારે કૌરવ પાંડવનું મહાભારત યુદ્ધ થયું ત્યારે શ્રી ભગવાને શ્રી મદભગવત ગીતા અર્જુનને સંભળાવી વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું, પછી આચાર્યજી એ ત્યાં પારાયણ કરી ત્યારે મહાઅલૌકિક આનંદ થયો અને કથામાં યુગલ ગીતાનો પ્રસંગ આવ્યો તે સમયે એવો રસાવેશ થયો કે દેહનુંસંધાન રહ્યું નહીં, પછી શ્રી આચાર્યજીએ સેવકોને સાવધાન કર્યા અને દૈવી જીવનો ઉદ્ધાર કર્યો, પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ત્યાંથી હરિદ્વાર પધાર્યા.
ઇતિ શ્રી કુરૂક્ષેત્ર ની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
સરસ્વતી કુંડ, શક્તિ દેવી મંદિર ના પાસે 
contact:
place: થાનેશ્વર  
district: કુરૂક્ષેત્ર(હરિયાણા) 
contact person: શ્રી વિષ્ણુપ્રસાદ મુખ્યાજી 
mo: 09813208404 / 09728942965

 બેઠક (76) મી શ્રી હરિદ્વારની બેઠકનું ચરિત્ર 

શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક હરિદ્વારમાં કનખલ ક્ષેત્રની ઉપર છે, ત્યાં આપ સંવત 1576 ની સાલમાં પધાર્યા ત્યારે કુંભના બ્રહસ્પતી હતા. તેથી લખો મનુષ્ય ગંગા સ્નાન કરવા આવ્યા હતા અને ચાર ઘડી પાછલી રાત્રીએ સ્નાનનો પર્વકાળ હતો ત્યારે શ્રી આચાર્યજીએ મનમાં વિચાર્યું કે  ભીડતો બહુજ છે, કાંઈ અલૌકિક ચરિત્ર થાય તો ઠીક પરંતુ ગુપ્ત કાર્ય કરવું, પછી આપની ઈચ્છાથી યોગમાયા અને કાળ બેય ત્યાં આવ્યા અને કહ્યું મહારાજ શું આજ્ઞા છે, ત્યારે આપે યોગમાયાને આજ્ઞા કરી કે બ્રહ્મમુહૂર્ત માં  સ્નાનનું પર્વકાળ છે , માટે જ્યાં સુધી અમે સ્નાન કરી કનખલ તીર્થ ના ઉપર આવીએ અને બધી પ્રજા સ્નાન કરી ચુકે ત્યાં સુધી પુણ્યકાળ રહે , કારણકે આ લોકો શ્રદ્ધા કરીને દૂર દૂર થી આવ્યા છે અને સ્નાન માં મોડું થાય તોપણ આશ્રાદ્ધ કદી ના ઉપજે જયારે આશ્રાદ્ધ ઉત્પન્ન થાય ત્યારે તીર્થ નું ફળ ન રહે માટે અમે સ્નાન કર્યા પછી બધા સ્નાન કરે ત્યાં સુધી પર્વકાળ સ્થિર રહે એમ કરો ત્યારે યોગમાયા અને કાળ તથાસ્તુઃ , કહીને ગયા પછી આપ હરથી પેઢીમાં પધાર્યા ત્યારે દામોદરદાસ હરશાની ,કૃષ્ણદાસ મેગન, વાસુદેવ છકડા ,માધવ ભટ્ટ કાશ્મીરી ,ગોવિંદકુળ સાચોરા બ્રાહ્મણ, બધા સમાજ સહીત આપે ત્યાં સ્નાન કર્યું , પછી સંધ્યા કરી અને એક મુહૂર્ત સુધી પંચાક્ષરનો જપ કર્યો તે સમયે સંપૂર્ણ સૃષ્ટિ નિંદ્રાવશ દેખી , આપ કનખલ ક્ષેત્ર માં પધાર્યા અને યોગમાયાએ બધાને નિંદ્રામાંથી જગાડ્યા ,જાગીને જુવે તો સ્નાન નો સમય થયો છે, તેથી બધા એ પુન્યકાળમાં સ્નાન કર્યું ,પછી પર્વકાળ પૂર્ણ થયો ત્યારે હરિદ્વાર માં જેજેકાર થયો અને અનેક જીવ શ્રી આચાર્યજી ને શરણે આવ્યા પછી આપ બદ્રિકાશ્રમ પધાર્યા. 
 ઇતિ શ્રી હરિદ્વારની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
કનખલ, હરકી પેડ માર્ગ 
(જયપુરિયા અતિથિ ભવન ના પાછળ), રામઘાટ 
contact:
place: કનખલ, 
district:હરિદ્વાર (ઉ.પ્ર.)249401
contact person: શ્રી મદનમોહન મુખ્યાજી 
mo: 09897138599 / 09368231677

  બેઠક (77) મી શ્રી બદ્રિકાશ્રમ ની બેઠક ચરિત્ર 

  શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બદ્રિકાશ્રમ માં છે, ત્યાં આપ પધાર્યા તે દિવસે વામન દ્વાદશી હતી. તેથી કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે ફલાહાર લાવો, ત્યારે શ્રી બદ્રીનાથજી એ વિચાર્યું કે મારા મારા આશ્રમમાં શ્રી વલ્લભાચાર્યજી પરોણા છે, તેથી ભોજન કરે તો સારૂં, ત્યારે બ્રાહ્મણ વેશ લઈ શ્રી બદ્રીનાથજી એ કૃષ્ણદાસ ને કહ્યું કે તમે  ફલાહાર લેવા જાવ છો તો ઠીક છે, સ્વામીને સુખ કરવું, તે સેવકનું કર્તવ્ય છે પણ ફલાહાર તો અહીં કાંઈ મળતું નથી ત્યારે કૃષ્ણદાસે આવીને શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ અહીંયા કાંઈ મળતું નથી તે સમયે શ્રી બદ્રીનાથજી શ્રી આચાર્યજી ને મળવા પધાર્યા અને કહ્યું ફલાહાર કાંઈ મળશે નહીં, માટે આપ  રસોઈ કરી ભોજન કરો ત્યારે શ્રી આચાર્યજીએ વિનંતી કરી કે જ્યંતીને દિને અન્નનું ભોજન કેમ થાય ત્યારે શ્રી બદ્રીનાથજી એ કહ્યું (ઉત્સવન્તે ચ પારણમ) ત્યારે શ્રી આચાર્યજી એ વિચાર્યું, જયારે ભગવદ આજ્ઞા છે તો તેમ કરવું પછી શ્રી વામન જન્મ થયા પછી ભોગ સમર્પી ભોગ સરાવી ભોજન કર્યા સેવકોએ પણ મહાપ્રસાદ લીધો, પછી આપે ત્યાં સપ્તાહ કરી, મહાઅલૌકિક આનંદ થયો ને પછી શ્રી બદ્રીનાથજીએ આજ્ઞા કરી કે અહીંયા જેટલા દૈવી જીવ હોય તેનો અંગીકાર કરો ત્યારે આપે હસીને કહ્યું કે આપની જેમ ઈચ્છા છે તેમ કરશું, પછી શ્રી આચાર્યજી  એ પોતાની ચારણાર્વિંદ ની રજ દ્વારા તામસી જીવોનો અંગીકાર કર્યો પછી  શ્રી બદ્રીનાથજી ની આજ્ઞા લઈ ત્યાંથી પધાર્યા 
ઇતિ શ્રી બદ્રિકાશ્રમ ની બેઠક ચરિત્ર સમાપ્ત.
શ્રી બદ્રીનાથજી ના મંદિર ના સામે તપ્ત જળ કુંડ ના નજીક 
contact:
place:બદ્રીનાથ 
district:ચમોલી(ઉત્તરાખંડ) 246422
contact person: 

mo: 

બેઠક (78) મી શ્રી કેદારનાથજીની બેઠક નું ચરિત્ર    

 શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક કેદારનાથમાં કેદારકુંડ ઉપર છે. ત્યાં આપે શ્રી ભાગવત પારાયણ કર્યું તે સાંભળવા શ્રી કેદારનાથ પધારતા  મહાપ્રભુજી ની પાસે બિરાજતા જ્યાં સુધી કથા થાય ત્યાં સુધી બેસી રહેતા અને પછી નમસ્કાર કરી પોતાને સ્થાને પધારતા એક દિવસ કૃષ્ણદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી મહારાજ આ યોગેશ્વર નિત્ય કથા સાંભળવા આવે છે તે કોણ છે તે કૃપા કરી ને કહો ત્યારે આપે હસીને આજ્ઞા કરી કે એ તો શ્રી કેદારનાથજી પધારે છે પછી કથા સંપૂર્ણ થઈ અને અલૌકિક આનંદ થયો અને શ્રી આચાર્યજીએ ચારણાર્વિંદ ની રજ દ્વારા સહસ્ત્ર વિધી જીવોનો ઉદ્ધાર કર્યો પછી આપ કેદારનાથજીના વ્યાસ આશ્રમ પધાર્યા.
ઇતિ શ્રી કેદારનાથજી ની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
કેદાર કુંડ 
contact:
place:ગૌરી કુંડ 
district:ચમોલી (ઉત્તરાખંડ)

બેઠક (79) મી શ્રી વ્યાસ આશ્રમની બેઠકનું ચરિત્ર  

શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક વ્યાસ આશ્રમમાં છે. ત્યાં આપે બિરાજી કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી તમે અહીંયા ઉભા રહેજો, હું વેદ વ્યાસના દર્શન કરીને આવું છું. આમ કહી આપ શ્રી વેદવ્યાસના દર્શને પધાર્યા, ત્યારે વ્યાસજી સામે આવી આદર કર્યો અને પાસે બેસાડીને કહ્યું, આપે શ્રી ભાગવત ની શ્રી સુબોધીજીની ટીકા કરી છે તે મને સંભળાવો ત્યારે આચાર્યજી કહ્યું કે ભ્રમણ ગીતનો એક શ્ર્લોક કહીશ, પછી એક શ્ર્લોક ઉપર ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી વ્યાખ્યાન કર્યું, ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે આપે અદભુત વર્ષા કરી, ત્યારે શ્રી આચાર્યજી વ્યાસજી પાસેથી પ્રણામ કરી પાછા પધાર્યા, આવીને જુએ તો કૃષ્ણદાસ ત્યાંજ ઉભા છે અને બધાં સેવક મૂર્છિત પડ્યા છે, ત્યારે આપે આજ્ઞા કરી કે કૃષ્ણદાસ તું બેઠો નહીં, ત્યારે કૃષ્ણદાસે કહ્યું મહારાજ આપની આજ્ઞા હતી કે તું ઉભો રહેજે, તેથી હું ઉભો છું, ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે કૃષ્ણદાસ તું કાંઈ માંગ હું તારા ઉપર પ્રસન્ન છું ત્યારે કૃષ્ણદાસે ત્રણ વસ્તુ માંગી, એક તો મહારાજ મારો મુખરતી દોષ જાય, બીજું માર્ગનો સિદ્ધાંત હ્રદયારૂઢ થાય અને ત્રીજું મ્હારા પૂર્વ ગુરૂ ને ઘરે આપ પધારો. ત્યારે શ્રી આચાર્યજીએ બે વસ્તુ તો દીધી પણ તેના ગુરૂ ને ઘરે પધારવાની ના પાડી તેનું કારણ કૃષ્ણદાસની વાર્તામાં પ્રસિદ્ધ છે, પછી બધા સેવકોને સાવધાન કર્યા અને પછી ત્યાં આપે સપ્તાહ કરી બહુ અર્નીવચનીય સુખ થયું પછી આપ હિમાચલ પધાર્યા.
ઇતિ શ્રી વ્યાસ આશ્રમની બેઠક ચરિત્ર સમાપ્ત.
અલખનન્દા સરસ્વતી સંગમ સ્થળ ના પાસે, ,માના ગામ 
contact:
place:

બેઠક (80) મી શ્રી હિમાચલ પર્વતની બેઠક નું ચરિત્ર 

શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક હિમાચલ ઉપર છે. ત્યાં આપ બિરાજી કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે અહીંયા સપ્તાહ કરશું પછી કથાનો પ્રારંભ કર્યો ત્યારે હિમાચલ પર્વત બ્રાહ્મણનું સ્વરૂપ ધરી શ્રી આચાર્યજી ના દર્શન કરવા આવ્યા અને દંડવત કરી કહ્યું મહારાજ કૃપા કરી મને સનાથ કરો અને શ્રી ભાગવત સંભળાવો ત્યારે આપે કહ્યું સુખે પધારજો પછી બીજા દિવસે આપે સ્નાન કરી નિત્ય નિયમ કરી શ્રી ભાગવતનો આરંભ કર્યો અને હિમાચલ પર્વત નિત્ય કથા સાંભળવા આવતા કથાની સમાપ્તી થઈ ત્યારે શ્રી આચાર્યજી એ હજારો જીવોનો ઉદ્ધાર કર્યો અને ત્યાંથી આપ શ્રી વ્યાસ ગંગાજી પધાર્યા.

ઇતિ શ્રી હિમાચલ પર્વતની બેઠક ચરિત્ર સમાપ્ત.
contact:
place:
district:

બેઠક (81) મી શ્રી વ્યાસ ગંગાજી ના તીરની બેઠક નું ચરિત્ર  

શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક વ્યાસ ગંગાન તિર પર છોકરના નીચે છે. ત્યાં આપ બિરાજી દામોદરદાસને આજ્ઞા કરી કે આ વ્યાસગંગા કહેવાય છે ત્યારે દામોદરદાસે પૂછ્યું કે મહારાજ આનું કારણ શું ત્યારે આપે આજ્ઞા કરી કે શ્રી વેદવ્યાસજી નું જન્મસ્થાન અહીંયા છે. અને તેમણે સમાધી ભાષા શ્રી મદ્દભાગવત પણ અહીજ કયું છે તેથી અમે સપ્તાહ કરશું પછી શ્રી આચાર્યજીએ ગંગામાં સ્નાન કરી સપ્તાહ પ્રારંભ કર્યો અને ત્યારે મહાઅલૌકિક આનંદ થયો તે સમયે એક સ્ત્રી  રત્ન જડિત આભૂષણ પ્હેરીને પંખો લઈને નિત્ય આવતી અને આપને સાષ્ટાંગ દંડવત કરી ધીમે ધીમે પંખા ની સેવા કરતી તેણે સાત દિવસ સુધી પંખાની સેવા કરી જ્યાં સુધી કથા થાય ત્યાં સુધી પાંખો કરે પછી અંતરધ્યાન થઈ જાય. અને કોઈને દેખાય નહીં એક દિવસ સેવકોએ શ્રી આચાર્યજી ને વિનંતી કરી  કે મહારાજ નિત્ય પંખાની સેવા કરે છે તે અલૌકિક સ્ત્રી કોણ છે? આપ કૃપા કરીને જણાવો તો જાણી શકાય ત્યારે આપે હસીને આજ્ઞા કરી કે એ તો ગંગાજી આવે છે ત્યારે બધા સેવકોએ દંડવત કર્યા પછી આપે સપ્તાહ ની સમાપ્તિ કરી અને કૃપા કટાક્ષદ્વારા હજારો જીવો નો અંગીકાર કર્યો પછી આપ ત્યાંથી મંદ્રાચલ મધુસુધનજી પધાર્યા.

ઇતિ શ્રી વ્યાસ ગંગાની બેઠકનું ચરિત્ર સમાપ્ત.
વ્યાસઘાટ, ઉત્તરાખંડ 
contact:
place: વ્યાસઘાટ,  
district: ઉત્તરાખંડ
contact person: 
mo: 
________________________________________________________________________

બેઠક (82) મી શ્રી મુદ્રાચલ પર્વતની બેઠક નું ચરિત્ર

શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની બેઠક મુદ્રાચલ પર્વત ની ઉપર છોકરની નીચે છે. ત્યાં આપ બિરાજ્યા ત્યાં શ્રી મધુસુદન ઠાકોરજી બિરાજે છે તેના દર્શન કરવા પધાર્યા પછી શ્રી આચાર્યજીએ શ્રી ભાગવતનું પારાયણનું પ્રારંભ કર્યું ત્યારે શ્રી મધુસુદનજી કથા સાંભળવા પધાર્યા ત્યારે શ્રી આચાર્યજી  મહાપ્રભુજી આપ શ્રી ઠાકોરજીને પ્રણામ કરી પોતાની પાસે આસન  પર પધરાવ્યા અને વિનંતી કરી કે આપ પરિશ્રમ કરીને કેમ પધાર્યા ત્યારે ઠાકોરજીએ કહ્યું કે તમે આવી રીતે વિકટ જગ્યામાં  પરિશ્રમ કરી પધાર્યા તો અમે તો પાસેથીજ આવ્યા છીએ હવે શ્રી મદભાગવત સાંભળવો ત્યારે શ્રી આચાર્યજીએ વિનંતી કરી કે મહારાજ બહુ અવકાશ નથી પછી સપ્તાહ પૂર્ણ થઈ મહાઅલૌકિક આનંદ થયો અને  ચરણાર્વિંદ રજદ્વારા હજારો તામસી જીવોનો ઉદ્ધાર કર્યો પછી આપ સેવકો  સહિત મંદિરમાં પધાર્યા શ્રી ઠાકોરજીની સેવા શૃંગાર કર્યો પછી આજ્ઞા લઈ વ્રજ માં પધાર્યા ત્યારે શ્રી ગોવર્ધનાથજીએ આજ્ઞા કરી કે તમે કુટુંબ સહિત આવી મારી સેવા કરો હવે મારૂ પ્રાગટ્ય આપને ત્યાં સત્વર થશે આ આજ્ઞાથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી કાશી પધાર્યા ત્યાંથી શ્રી અકકાજીને પધરાવી શ્રી અડેલમાં આવી વસ્યા.
ઇતિ શ્રી મુદ્રાચલની બેઠક નું ચરિત્ર સમાપ્ત.
contact:
place:
district:ઉત્તરાખંડ 

બેઠક (83) મી શ્રી અડેલની બેઠક 

શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક અડેલમાં છે ત્યાં આપ વાસ કરીને બિરાજ્યા અને શ્રી નવનીત પ્રીયાજીની સેવા કરતા ત્યાં નિત્ય માયાવાદી આવતાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીથી ચર્ચા કરતા તેને આપ નિરૂત્તર કરી દેતાં એક સમય આપે મનમાં વિચાર્યું કે અમારી માતાજીનું મન સેવામાં બહુંજ છે પણ બ્રહ્મસબંધ વિના સેવાનો અધિકાર નથી. અને માતાને બ્રહ્મસબંધ કેમ આપું પછી આપે નવનીતપ્રીયજી ને  વિનંતી કરી કે અમારી માતાજીને બ્રહ્મસંબંધ કરાવજો। એટલામાં માયાવાદી પંડિતો આવ્યા અને આપ તેની ચર્ચા કરવા લાગ્યા જયારે ઉત્થાપનનો સમય થયો ત્યારે ઠાકોરજી એ આપનાં માતાજીને કહ્યું કે ઉત્થાપનનો સમય થયો છે તમે સેવામાં નહાવ શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો માયાવાદી થી ચર્ચા કરે છે તેથી તમે સ્નાન કરી ઝટ સેવામાં આવો ત્યારે ઇલ્લામાગારૂજી એ નવનીતપ્રીયાને વિનંતી કરી કે કૃપાનાથ મને સેવામાં શ્રી આચાર્યજી ની આજ્ઞા નથી, તે જાણે તો મને ઠપકો આપે તેથી સેવામાં કેમ આવું ત્યારે શ્રી નવનીતપ્રીયજી એ આજ્ઞા કરી કે તમે સ્નાન કરી જલ્દી આવો શ્રી આચાર્યજી ચીડસે તો તેને હું કહીશ પછી માતાજી સ્નાન કરી મંદિરમાં પધાર્યા ત્યારે  શ્રી  નવનીતપ્રિયાજીએ હાથમાં તુલસી આપી બીજા સ્વરૂપ ના ચારણાર્વિંદ માં નીવેદન કરાવીને સમર્પી પછી  શ્રી નવનિતપ્રિયજીએ માતાજી પાસે ભેટ માંગી તે સમયે માતાજી એ પોતાના કંઠમાં મોતીની માળા હતી તે ભેટ કરી ત્યારે શ્રી નવનીત પ્રિયજીએ આજ્ઞા કરી કે હવે તમે ઉત્થાપનના ડબરા લાવો તો ડબરા લેવા ગયા તેટલામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી સ્નાન કરી સેવામાં પધાર્યા ત્યાં તો માતાજીને સેવામાં દેખ્યા તેને આપે બાજીને કહ્યું કે તમે આ શું કર્યું ત્યારે શ્રી નવનિતપ્રિયજી એ આજ્ઞા કરી કે તમે ખીજાશો નહીં મેં તેને  બ્રહ્મસબંધ તુલસી હાથમાં દઈ કરાવ્યું છે અને કંઠાની માળા ભેટ પણ  કરી છે ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રસન્ન થયાં અને માતાજીને કહ્યું કે હવે તમે સુખેથી સેવા કરો તે દિવસ પછી માતાજી નવનિતપ્રિયજી ની સેવામાં હતા કેટલાંક દિવસ પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ને ત્યાં શ્રી ગોપીનાથનો પ્રદુર્ભાવ થયો અને બહુજ અનિર્વચનીય સુખ થયું પછી શ્રી ગોવર્ધનાથજીએ શ્રી આચાર્યજીને જણાવ્યું કે હવે મારૂં સ્વરૂપ પ્રગટ થશે  અને લીલા સૃષ્ટી તો પ્રગટ થઈ ચુકી છે અને તમે શ્રી અક્કાજીને લઈને ચરણાટ  પધારો. એવી આજ્ઞા સાંભળી શ્રી આચાર્યજી બધા ભગવદી અને સમાજ સહિત ચરણાટ પધાર્યા.
ઇતિ શ્રી અડેલની બેઠક નું ચરિત્ર સમાપ્ત. 
contact:
place: દેવરાજ, નૈની 
district: ઇલ્હાબાદ 211009(ઉ.પ્ર.)
contact person: શ્રી પપ્પુભાઈ મુખ્યાજી 
mo: 09335736202 / (0532) 2696108  

બેઠક (84) મી શ્રી ચરણાદ્રિ ની બેઠક ચરિત્ર  
  
શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ચરણાટ માં છે. ત્યાં આપ બીરાજી સપ્તાહ કરી ત્યારે મહાઅલૌકિક આનંદ થયો તે સમયમાં એક બ્રાહ્મણ ગંગાજી ના તીરે બેસી નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો આમ બાર વર્ષ ગંગા તીરે બેસતાં થયાં ત્યારે એક દિવસ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી ગંગાજીનાં પ્રવાહમાંથી પ્રગટ થયું, તે દેખીને બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ હું તો વૈરાગી છું. અરધો શેર દૂધ મારે નિત્ય આવે છે. તે ભોગ ધરીશ, માટે કોઈ ગૃહસ્થને ત્યાં પધારો તો સારી રીતે સેવા થાય ત્યારે શ્રી ઠાકોરજી એ કહ્યું કે મહિનો તો હું તારે ત્યાં બિરજુ અને પછી હું કહું ત્યાં મને પધરાવજો પછી બ્રાહ્મણે એક મહિનો સેવા કરી, પછી શ્રી ગુસાંઈજીના પ્રાગટ્યને દિવસે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે અહિયાંથી ત્રણ કૉસ ઉપર ચરણાટ છે. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે ત્યાં મને પધરાવજો અને શ્રી આચાર્યજી ને કહેજો કે ઠાકોરજીએ આજ્ઞા કરી છે. કે તુરંત મને પધરાવશે અને તારી ઉપર પ્રસન્ન થશે, તે પછી બ્રાહ્મણે સંધ્યા ગાયત્રી  કરી શ્રી ઠાકોરજીને ઝાંપીમાં પધરાવી ચાલ્યો અને પ્હોર દિવસ ચઢતે ચરણાટ માં પહોંચ્યા અને શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, મારે આપને વાત કરવી છે પણ તે નાને મોઢે મોટી વાત છે, મને આવી રીતે શ્રી ઠાકોરજીની આજ્ઞા છે, ત્યારે આપે કહ્યું સુખેથી પધરાવો, જયારે બ્રાહ્મણે ઝાંપીજી પધરાવ્યા ત્યારે આપ બહુ પ્રસન્ન થયા અને બ્રાહ્મણનું સમાધાન કરી વિદાય કર્યા પછી મધ્યાહ્ન સમયે સંવત 1572 વ્રજ પોષ વદી 9 ને ગુરૂવારે વૃષભ લગ્ન સમયે શ્રી વિઠ્ઠલનાથજી નો પ્રાદુર્ભાવ થયો અને પૃથ્વી પર જૈ જૈ કાર થયો. અને ભગવદીજનો વધાઈ ગાઈ રહ્યાં હતા, તે સમયે એક કૂપમાંથી શ્રી નંદ, યશોદાજી, શ્રી વૃષભાન શ્રી કીર્તિજી ઉપનંદ, વીગેરે ગોપ ગ્વાલ સહિત દહીં, દૂધની ગાગરો લઈને પધાર્યા. અને ભગવદ માયાથી ત્યાં રત્ન જડીત મ્હેલ ડોઢી દરવાજા બની ગયા, સોનાના પારણાં મણી જડીત ઝુમખા હીરા મોતીની ઝાલરો અને સોના રૂપાના રમકડાં પણ ધર્યા હતાં શ્રી ચંદ્રવલીજી કસ્તુરી તીલક કરતા પોતાનો ભાવ સુચીત કરતાં હતા, અને સ્વામીનિજી ગાલપપર કમળ પત્ર લખી અનેક ભાવ સૂચવતા હતા, પછી શ્રી વિઠ્ઠલનાથજી ને પારણાં માં પધરાવી, શ્રી યશોદાજી કીર્તિજી એ ઝુલાવ્યા, શ્રી નંદરાયજી ત્યાં વાજિંત્ર વગાડતાં, શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને વ્રજ ભક્તોએ અક્ષત દુર્વાથી વંદન કર્યા અને ભગવદીયોયે  વધાઈ ગાઈ.
પોષ નિર્દોષ સુખ કોશ સુંદર માસ કૃષ્ણ નૌમી શુભ ઘડીદિનઆજ શ્રી વલ્લભ સદન પ્રગટ ગિરિવરધન, વિધુવદન સુંછબી વિઠલરાજ એવી અનેક  વધાઈ ગાઈ, તે સમયે બ્રહ્માજી એ પધારી વેદ ધ્વનિ કરી, શેષજીએ છાયાંકરી, શ્રી મહાદેવજીએ તાંડવ નૃત્ય કર્યું ત્રેત્રીસ કરોડ દેવતાએ  ફૂલ ની વર્ષા કરી. દેવંગના ગુણ ગાન નૃત્ય કરી રહી હતી, શ્રી વ્યાસ શુક્રદેવ -અને અઠ્યાસી હજાર ઋષિયો પણ પધાર્યા, યાચકો પણ આવ્યા અને બધાને શ્રી મહાપ્રભુજીએ સત્કાર કર્યો અને નંદ મહોત્સવ થયો તેમાં દૂધ, દહીંની નદીઓ વહી, અષ્ટ મહાસિદ્ધિ નવેનીધી અને લક્ષ્મીજી પણ પધાર્યા, અને મહા અલૌકિક આનંદ થયો અને શ્રી મહાપ્રભુજી મંગળ સ્નાન કરવા પધાર્યા અને રૂપિયા મ્હોરની નોછાવર કરી શ્રી ગંગાજીમાં સ્નાન કરી પોતાને સ્થાને પધાર્યા, અને બહુજ  દાન કર્યા, બંદીજનો શ્રી આચાર્યજીના યશ ગાતા હતા. ત્યારે કુલગુરૂ શ્રી ગંગાઆચાર્યજી આવ્યા અને જન્મ પત્રિકા વાંચીને કહ્યું કે, એમને બે વહુજી થાશે અને સાત લાલજી થાશે અને એના વંશમાં બધાં એમનાં સ્વરૂપ મનાશે અને દૈવી જીવોનો ઉદ્ધાર કરશે અને એમનો અપાર યશ ગવાયા, પછી કુલગુરૂ વિદાય થયા, પછી આવેલો બધો સમાજ પણ  વિદાય થયો, અને શ્રી આચાર્યજીએ મંદિરમાં પધારી શ્રી ઠાકોરજી વિઠ્ઠલનાથજી ની એક જ શોભા જોઈ, આનંદિત થયાં, અને શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલી શ્રી ગુસાંઇજીને પારણે ઝુલાવ્યા, તે સમયે અનિર્વચનીય સુખ થયું. વ્રજ ભક્ત તન, મન, ધન, નોછાવર કરતાં અને આશીષ આપી કે તમારા વંશમાં બધા પુરૂષોત્તમ થશે. શ્રી ગોકુળ ફરી વસાવશે અને  દિન દિન અધિક પ્રતાપ થશે, આમ કહી ભગવદ લીલા સુષ્ટિ અંતર ધ્યાન થઈ અને પ્હેલાં જેવું સ્થળ હતું તે દેખાયું.
આ ચરીત્ર શ્રી ચરણાટ ની બેઠક માં કર્યું.
ઇતિ શ્રી ચરણાટ ની બેઠક નું ચરિત્ર સમાપ્ત.
contact:
place:ચુનાર 
district:મિર્જાપુર(ઉ.પ્ર.)231304
contact person: શ્રી લાલજી મુખ્યાજી 
mo: (05443) 290342 / 09336958097  

___________________________________________________________________________________

ટિપ્પણીઓ

MOST FAVORITE POST

શ્લોક અને ભજન .13

શ્લોક  અને ભજન .13 (1) તેરા સ્વરૂપ ન્યારા ન્યારા તમે વૈષ્ણવ ના છો વાલ્હા  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો  --------------------------------------------------------------------------------- (2) નંદ કે દ્વાર મચી હોરી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (3) હોરી આઈ રે કાના  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------- (4) ઓ પાલન હારે  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો -------------------------------------------------------------------------------------------------------------------------- (5) વલ્લભ કુળના વાહલા શ્રીનાથજી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો --------------------------------------------------------------------------------------------------------------------- (6) મારા શ્રીનાથજીને સોનાની ઘંટી  આ વિડિઓ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

મહાપ્રભુજી નું પ્રાગટ્ય અને 84 બેઠક ની સ્થાપના.(બેઠક 1-થી-10)

                                                                      અર્થ   જ્યારે જ્યારે ધર્મ નો મહા ધ્વંસ થાય છે અને અધર્મ નું જોર જામે છે ત્યારે ત્યારે હું અવતાર લાવું છું. એમ સ્વયં શ્રી  કૃષ્ણ  ભગવાને ગીતા માં કહ્યું  છે. 

શ્લોક અને ભજન .1

શ્લોક  અને ભજન .1